madgascar island - 3 in Gujarati Fiction Stories by Parixit Sutariya books and stories PDF | મદગાસ્કર ટાપુ - 3

Featured Books
Categories
Share

મદગાસ્કર ટાપુ - 3

વહાણ સ્ટાર્ક જેવું મદગાસ્કર ના કિનારે પહોંચ્યું તો ત્યાં એક  ખાલી વહાણ કિનારા પર જ ઉભું હતું. તે વહાણ કોનું હતું ? શુ તે ઇથોપિયનો હતા કે સમુદ્ર ના ખૂંખાર લૂંટેરા હતા..!!? 

ઇથોપિયા માં જે રાણી વિરુદ્ધ રેડ ટેરર નો વિગ્રહ થયો હતો , ત્યાંથી રેડ ટેરર અને તેના સાથી ઓ દરિયાઈ માર્ગે નાસી છૂટ્યા હતા, તેને પકડવા માટે વિક્ટર રાત દિવસ એક કરી રહ્યો હતો અને તેને અનુમાન તો હતું જ કે રેડ ટેરર નો લીડર અને તેના સાથીઓ ઇથોપિયા ની આસપાસ જ કંઈક હશે. અને થોડી વાર પછી વિક્ટર ને થયું કે ઇથોપિયા ની નજીક અને દરિયા માં એક જ એવી જગ્યા છે...

" મદગાસ્કર ટાપુ "

રેડ ટેરર ના લીડર નું નામ જ્હોન હતું, તે પોતાના સાથીઓ અને ઇથોપિયનો સાથે વિક્ટર અને રાણી થી બચવા માટે ઇથોપિયા થી દુર એક ટાપુ પર આવી પહોંચ્યા હતા. તેને આવ્યા ને લગભગ 5 દિવસ થઈ ચૂક્યા હતા.

આ બાજુ સ્ટાર્ક વહાણ માં અંગ્રેજો ઇથોપિયનો નું માથું પકવતા હતા ઇથોપિયનો ગુસ્સા માં તેઓ ને ક્યારેક ક્યારેક મારતા પણ ખરા પણ જાત ભુરિયાઓ ની સુધરે નહિ એટલે પાછું બોલવાનું ચાલુ રાખ્યું..,અને છેવટે કિનારા પર આવી પહોંચ્યા અને બધા ત્યાં ઉભેલા વહાણ ને જોઈને સ્તબ્ધ થઈ ગયા !!!, ત્યાં કિનારા પર ઉભેલા વહાણ ને જોતા લાગતું હતું કે તે ઇથોપિયા નું જ હતું. અને નક્કી કોઈ ઇથોપિયનો આ ટાપુ પર હશે તેવું અનુમાન બધા એ લગાડ્યું. સ્ટાર્ક માંથી બધા નીચે ઉતાર્યા તેમાં 400 સોનામહોરો ની પેટી, એક લીડર બીજા અગિયાર ઇથોપિયનો , સાત અંગ્રેજો, સૂર્યદીપ અને રાજુ આમ એકવીસ જણ ઉતાર્યા અને ભુરિયાઓ ને પાછા વહાણ માં ચડાવ્યા અને ઇથોપિયન લીડર બોલ્યો કે ભાઈ હવે તમે આઝાદ છો. કેમ કે ઇથોપિયનો ભુરિયાઓ થી ત્રાસી ગયા હતા.

અંગ્રેજો કાઈ પણ વિચાર કર્યા વગર સ્ટાર્ક માં બેસી ગયા વહાણ ને પાછું વાળ્યું અને આફ્રિકા તરફ દોર્યું.

ઇથોપિયનો એના લીડર ને ડ્રેકો કહી ને બોલાવતા હતા, ડ્રેકો તેનું ઉપનામ હતું. ડ્રેકો એ હવે રાજુ અને સુર્યદીપ ને પણ આઝાદ કર્યા અને ટાપુ પર સાથે રહેવા કહ્યું અને બધા આગળ વધ્યા

ટાપુ ની વચ્ચે એક ઊંચો પહાડ છે અને તેના પર પાણી વહેતુ હતું અને નીચે ધોધ રૂપે પથ્થરો સાથે અથડાઈ ને આવતું હતું. આ બાજુ બધા જેવા ધોધ ની ઉપર પહાડ પર પહોંચ્યા તો કંઈક અલગ જ જોયું.!!!

"રેડ ટેરર"

રેડ ટેરર નો લીડર અને બધા ત્યાં એક કુવા જેવું બનાવી રહ્યા હતા.!! રાજુ અને બધા એકબાજુ છુપાઈ ને બધું જોઈ રહ્યા હતા. રેડ ટેરર ના લોકો પોતાની ઝૂંપડી થી દુર એક કુવા જેવું બનાવતા જોઈ  ડ્રેકો બોલ્યો જો પેલો જ્હોન રેડ છે તે રેડ ટેરર ગ્રુપ નો લીડર છે અને ઇથોપિયાની રાણી નો દુશ્મન. જોવામાં એ સૂર્યદીપ જેવો જ હટ્ટો કટ્ટો લાગી રહ્યો હતો. તે દૂર થી એકદમ શાંત અને વિનમ્ર સ્વભાવ નો દેખાતો હતો. ઝૂંપડી વિસ્તાર માં ઇથોપિયન મહિલાઓ, નાના બાળકો અને અમુક વૃદ્ધો હતા જ્યારે બધા યુવાનો કૂવો ગાળવામાં લાગી પડ્યા હતા. રાજુ ને સમજાતું ન હતું કે અહીંયા ચાલી શુ રહ્યું છે, ત્યાં સૂર્યદીપ ધીમે થી બોલ્યો કે આપણે પણ તેની સાથે જોડાઈ જઈએ. રાજુ કઈ બોલે ત્યાં જ એક દૂર થી રેડ ટેરર નો આદમી ઝૂંપડી તરફ આવ્યો અને જ્હોન ને બોલવી જણાવ્યું કે આ ટાપુ પર થોડી વાર પહેલા જ એક વહાણ આવ્યું હતું અને બધા ને ટાપુ પર ઉતારી પાછું ફર્યું છે. રાજુ અને સૂર્યદીપ સમજી ગયા કે પોતાના વિશે વાત ચાલતી હતી..એટલે બધા એ છુપાઈ રહેવામાં જ પોતાની ભલાઈ સમજી. 

જ્હોન એ આદેશ આપ્યો કે બધા સુરક્ષિત થઈ જજો કેમ કે વિક્ટર પોતાના સૈનિકો સાથે મદગાસ્કર આવી પહોંચ્યો છે..જો કે જ્હોન નહોતો જાણતો કે તે વિક્ટર નું વહાણ નહિ પણ ભુરિયા ઓ નું સ્ટાર્ક હતું..!!!

રાજુ એ બે દિવસ છુપાતા કાઢ્યા ત્યાં બીજા ત્રણ વહાણો ટાપુ ના કિનારે આવી પહોંચ્યા હતા. વિક્ટર વિશાળ સેના લઇ ને આવી પહોંચ્યો હતો.

વિકટરે ટાપુ પર પહેલેથી જે વહાણ પડ્યું હતું તેને ઇથોપિયા મોકલ્યું જેથી લડાઈ દરમિયાન રેડ ટેરર ના લોકો ભાગી ન જાય અને વિક્ટર હથિયાર લઈ પોતાની સેના સાથે આગળ વધ્યો...


રાજુ ને સમજાતું ન હતું કે આ સેનાપતિ અને રેડ ટેરર વચ્ચે એવી તો શું દુશમની હતી કે વિક્ટર ત્રણ વહાણ ભરી ને સેના લાવ્યો હતો..!!!?

લડાઈ નું કારણ જાણવા માટે વાંચો... જે 8 તારીખે પ્રતિલિપિ દ્વારા પ્રસ્તુત થશે.


       ------------◆ ઇથોપિયા સામ્રાજય ◆--------------