Lagani ni suvas - 21 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 21

The Author
Featured Books
  • Whisper of Love

    In the quaint town of Solstice Hollow, where every sunrise p...

  • Rain Flower - 19

    Rain Flower Kotra Siva Rama Krishna “I also read that and ca...

  • Who hunts Who? - 5

    Next day-Ding-dong...*Door opens-*"Welcome! I thought You wi...

  • Melody of Memories

    On a quiet autumn morning, a women named Sofia found her her...

  • Flu and Heart

                                                         Flu and...

Categories
Share

લાગણીની સુવાસ - 21

                ઝમકુ હજી બેભાન જેવી જીવતી લાશ હતી. સત્ય એને સાથે લઈ ખેતરે ગયો .એ બન્નેની પાછળ લક્ષ્મી થોડા કપડા અને જરૂરીયાતની વસ્તુ લઈને ગઈ... આ બધી હરકતની નોંધ કોઈ ત્રીજુ લઈ રહ્યું હતું.
                સત્યએ એક ખાટલો પાથર્યો અને ઝમકુને બેસાડી એને પોતાના હાથે નાના બાળકને પિવડાવે એમ પાણી પિવડાવ્યું એટલામાં લક્ષ્મી સામાનનું એક પોટલું લઈને આવી અને સત્યને આપ્યું.અને પોતે ઝમકુ જોડે જઈ બેઠી...
      લક્ષ્મી એ વાત ચાલુ કરતા કહ્યું .. " સત્યા ભઈ જે થ્યુ એ બઉ ભૂન્ડૂ થ્યું બાપ....  ધીમો અવાજ કરતા બોલી ....માર તમન એક ખોનગી વાત કરવીસે... "
    સત્યો એ ખાટલા આગળ જઈ ઉભો રહ્યો એ થોડી ચિંતામાં હોય એમ લાગતું હતું... " હ્મ્મ્... બોલ... "
"તમન વોધો ના હોય તો ઓયડીમ આવો ઓય વાત થાય ઈમ નહીં..."
        સત્ય ઓરડીમાં ગયો પાછળ લક્ષ્મી ગઈ.....
       "ભઈ... રાતે મારુ ઘર હળગાવા આયાતા... પણ ઘર ઓળખત ભૂલ થઈ અન ઝમકુનું ઘર બાળી કૂટ્યું ....મું ઓયડામ ઉંઘીતી ઓયડાની પસીતે... બે તઈણ જણા વાતુ કરતાતા એટલ ખબર પડી ક એ મન મારવા મારુ ઘર હળગાવા આયાતા.."
  " તું હેમત રાખ તારા આ ભઈ પર વિશ્વા રાખ મું અવ ખોટુ નઈ થવા દઉં.... બીજુ કોય જોણવા મલ્યું  ....?"સત્ય એ જાણકારી મેળવવા પૂછ્યું .
   " એક મોણહના હાથમ લાકડીએ ધૂધરિસે ... અન એવો અવાજ અમણ ખેતરમ આવત એ મન આયો એટલ મી ઓયડીમ વાત કરવાનું કિધુ..."
   "ખરુ કર્યુ અમ તાર ઘેર બધીએ વાત હાચી કરી દે અન બાર વાત ના જાય .... આવતા અઢવાડિયે તારા અન લાભુના ફૂલહાર કરાઈ દઈશું એ તારા બાપાન જોણ કરજે...."
"મું અવ જવ બસ ઝમકુનું ધોન રાખજો ભઈ..!"  બોલતા લક્ષ્મી રડી પડી...
 "રોયે નઈ બુન બધુએ હારુ થશે અન એકલી ચો જયે લાભુ આવતો જ હશે ઈ મેલી જાસે  ગોમના તલાય હૂદી..."
"હારુ તો મું રોધી દઉ એટલી ઘડી તમ નીરાતે બેહો.."
         સત્ય હકાર માં માથુ હલાવી બહાર નીકળ્યો અને ઝમકુ જોડે જઈ બેઠો બન્ને મૌન હતા. ઝમકુ બોલ્યા વિના બેસી રહતી અને અચાનક રડતી પાછી સૂનમુન થઈ જતી સત્ય તેને જોઈ ઠીલો થઈ જતો.અને દુ:ખમાંથી બહાર લાવવા પ્રયત્નો કરતો..
            લક્ષ્મી રસોઈ કરી   સત્ય અને ઝમકુને જમાડ્યુ એમાય ઝમકુને હાથથી કોળીયા ખવડાવ્યા..પછી  બધુ કામ પતાવતી હતી .ત્યાં જ લાભુ આવ્યો અચાનક લક્ષ્મીને જોઈ ખુશ થઈ ગયો પણ સત્યની હાજરીમાં એ ખુશી બહાર આવી નઈ અને ઝમકુ સામે જોઈ એ ઘરમાં ગયો...
 લક્ષ્મીએ જમવા બેસવાનો ઈશારો કર્યો અને બન્ને  સાથે જમવા બેઠા ... બન્ને સત્યના દુ:ખને સમજતા હતા એટલે પોતાના મલ્યાનો હરખ છુપાવી મર્યાદામાં રહી પ્રેમ વરસાવતા જમતા હતાં.
        લાભુ જમીને બહાર સત્ય બેઠો હતો ત્યાં આવ્યો... અને વાતો કરવા લાગ્યો...
        "ભઈ અવ ભાભીન લઈ ઘેર તો જવુ પડશે ...તે ચાર જવુસ.   ?"   લાભુએ કહ્યું.
         "તું લખમીન લઈ ઈના ગોમના ગોદરે મેલી આય.... અન મું ઘેર જતો આવું... અન તારા લગન હાદઈથી રાખ્યાસ આવતા અઠવાડિયે..."
         "વોધો નઈ ભઈ તી નક્કી કર્યુ તે હારુ જ વિચારી કર્યુ હશે.."
        " અવ હટ જા મેલી આય અન સીધો ખેતરે જ આવજે બીજે ચોય ખોટી ના થાતો..."
        "હા, ભઈ.... "
        લક્ષ્મી એ સત્ય ને રામરામ કર્યા અને ઝમકુને બાથે પડી મન ઠાલવી રડી અને પોતે ઝટ આવી જાસે એમ કઈ વિદાય લીધી..
         લક્ષ્મી અને લાભુ બન્ને આગળ પાછળ ચાલતા ચાલતા નીકળ્યા.. થોડાક આગળ જઈ બન્ને સાથે ચાલવા લાગ્યા....લગન જલ્દી થઈ જશે એની ખુશી બન્નેને હતી પણ અત્યારે સંજોગો ખરાબ હતા પણ પ્રેમ તો હજીએ છલકાતો જ જતો હતો હજી એજ પહેલી વાર મળ્યા હોય એવા નયનોના મેળાપ હજી એજ નજરો મલવાથી વધી જતા ધબકારા અને લગન પછીની પહેલી રાતનો એ ઈન્તજાર બધા જ સપના એજ ઉલાળા મારી રહ્યા હતા. પણ કાલ કોને જોઈ છે .. બન્ને પ્રેમના ઘૂટડા પીતા નયનોને છલકાવતા જલ્દી મળવાના ભવો ભવ સાથ રહેવાના સપના સાથે છૂટા પડે છે... તળાવે  પહોંચતા જ જાણે હવે વિરહ સહન કરવો પડશે એ વાત થી બન્નેની આંખો છલકાઈ ગઈ....લાભુ એક વાર નજર મેળવી ચાલતો થયો.... અને એની ઘેલી બની લક્ષ્મી એ જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી ઉભી રહી એને જોતી રહી.
            સત્યએ ઝમકુની પ્રેમાળ પતિ બની સેવા કરવા માંડી એમા કોઈ હવસ ન્હોતી દેખાતી ફક્ત પવિત્ર પ્રેમ જ દેખાતો હતો... સત્ય એ ખેતરમાં કામ કરવા દાડીએ આવતા મંગુમાં ને બનેલી બધી ઘટના કહી અને પોતે ઝમકુને નવડાવે તૈયાર કરી આપે એવી આજીજી કરી એના બદલામાં પોતે થતા પૈસા આપવા તૈયાર થયો... એટલે મંગુમાં એ એને ઠપકો આપ્યો કે તારી વહુ એ મારી દિકરી પૈસા લેવાય આ દુખિયારી છોડી ની મુ સેવા કરે તું ચનત્યા ના કર...તું બેહ મું હાલ તૈયાર કરી લઈ આવુ ... થોડીવાર માં ડોશી ઝમકુને લઈને આવ્યા... ઝમકુ જાણે કોઈ ઢીંગલી હોય એવી લાગતી હતી... ડોશીએ  ઝમકુને કાળી ટીલ્લી કરી બન્ને સુખી થવાના આર્શીવાદ આપી ગયા...
        સત્ય તો એની પત્નીને મન ભરી જોઈ જ રહ્યો... પછી એને સાથે લઈ ગામમાં ગયો...
   ક્રમશ: