Lime light - 19 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૧૯

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૧૯

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૯

રસીલીએ મોકો જોઇને ચોક્કો મારી દીધો હતો. રસીલીને ખ્યાલ આવી ગયો કે સાકીર ખાન તેના રૂપ અને શરીર પાછળ પાગલ થઇ ગયો છે. તેણે પહેલો એવો પુરુષ જોયો હતો જેણે એક જ રાતમાં બે રાઉન્ડ લીધા હતા. સાકીર શબાબનો શોખિન હતો એનો અંદાજ આવી ગયો હતો. એને પહેલી વખત પોતાના બાહુપાશમાં લીધો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે તેને પોતાના શરીરના પાશમાં નાગચૂડની જેમ ભરડો લઇ દીવાનો બનાવી દેવાનો. રસીલીએ પોતાની રસઝરતી વાતો અને ઘાટીલા શરીરથી તેને થોડી જ વારમાં વશમાં કરી લીધો હતો. રસીલીએ મનોમન તેની મોટી કિંમત વસૂલ કરવાનો મનસૂબો ઘડી કાઢ્યો હતો. તેનું લક્ષ્ય હતું કે પહેલી ફિલ્મ લાઇમ લાઇટ હિટ રહે કે ના રહે તે પોતાના આ સમયની કિંમત વસૂલ કરીને ભવિષ્યને સલામત બનાવી દેવું. રસીલીના રૂપ અને પ્રેમમાં પાગલ બનેલા સાકીરે તેને ગીફ્ટ આપવાનું કહ્યું ત્યારે રસીલીએ કોઇ શરમ વગર કપડાં ઉતાર્યા હતા એમ કોઇપણ જાતની શરમ રાખ્યા વગર સાકીરને પોતાના ઉન્નત અંગો સાથે ભીંસીને કહ્યું:"સાકીરજી, બસ મુઝે ખાસ કુછ્ નહીં ચાહીએ.... સોના-ચાંદી, હીરા-મોતીના ઘરેણાંની જરૂર નથી. મારું રૂપ એટલું છે કે એવા કિમતી ઘરેણા પહેરું તો એ ઢંકાઇ જાય! બસ મને એક ફ્લેટ લઇ આપો! મુંબઇમાં ફ્લેટ હોય તો તમારી મરજી મુજબ આવીને રહી શકો. વીકએન્ડમાં અમર્યાદિત આનંદ માણી શકો!"

રસીલીની વાત સાંભળી સાકીરનો દારૂનો અને રસીલીના રૂપનો નશો થોડી ક્ષણો માટે તો ઉતરી ગયો. સાકીરને ખબર હતી કે મુંબઇમાં એક ફ્લેટ બે કરોડ રૂપિયાનો થાય છે. એક રાતના બે કરોડ રૂપિયા તો કોઇ ટોપની હીરોઇને પણ તેની પાસે માગ્યા નથી....

સાકીરને વિચારમાં પડી ગયેલો જોઇ રસીલીને ખ્યાલ આવી ગયો કે સાકીરને આટલી કિમતી ગીફ્ટની માગણીએ ચમકાવી દીધો છે. તે સાકીરને પ્રેમથી ચુંબન કરી ઉત્તેજીત કરતાં આહ ભરતી બોલી:"સાકીરજી, એ ફ્લેટ તમે મારા માટે નહીં તમારા માટે જ લો છો એમ સમજજો. એ એક પ્રકારનું રોકાણ જ છે! કેમકે તેનો તમે જ વધારે ઉપયોગ કરવાના છો....!"

રસીલીના પ્રલોભનથી સાકીર આગળની ગણતરી કરવા લાગ્યો. રસીલીએ પોતાને ખુશ કરી દીધો છે. અને ભવિષ્યમાં એ પોતાની રખાત તરીકે રહેવાની તૈયારી બતાવી રહી છે. ફ્લેટની ગીફટ બહુ મોંઘી છે. પણ આ એક પંખી જાતે પાંજરું માંગી રહ્યું છે તો આપી દેવામાં વાંધો નથી. નવી છોકરીઓ અને હીરોઇનોને શોધવી એના કરતાં આ મસ્ત ખીલેલું પુષ્પ ઘણાં વર્ષો કરમાય એવું નથી. ભ્રમરવૃત્તિવાળા સાકીરને રસીલીનો સાથ સૌથી વધુ ગમ્યો હતો. એની તોફાની વૃત્તિઓને સંતોષે એવું પાત્ર રસીલી હતી. સાકીર કોઇપણ સંજોગમાં રસીલીનો સાથ ગુમાવવા માગતો ન હતો. આજની રાત રસીલીએ એવી રંગીન બનાવી હતી કે બધી જ વિદેશોની સફર તેને સામાન્ય લાગતી હતી. સાકીર નવી સ્ત્રીઓના સંગ માટે અનેક વખત વિદેશ ફરી આવતો હતો. હવે એ ખર્ચ પણ બચી જવાનો હતો. પણ પછી સાકીરને એક વિચાર આવ્યો અને તેણે રસીલીના પુષ્ટ અંગોને સહેલાવતાં કહ્યું:"રસીલી, તારા પર તો આવા દસ ફ્લેટ કુર્બાન કરવાનું મન થાય છે! તારા જેવી આવી હોટનેસ આજ સુધી કોઇ સ્ત્રીમાં જોઇ નથી. તું તો કોઇના પણ દિલનો બાગ ખીલાવી દે એવી છે. તું જવાનીનું પુષ્પ નહીં પુષ્પગુચ્છ છે! તું પહેલી એવી સ્ત્રી છે જેનાથી મારી પ્યાસ બુઝી બુઝાતી નથી... તુમ્હારી જવાની કા જલવા લાજવાબ હૈ! લોગ શરાબ મેં ડૂબ જાતે હૈ મૈં..." કહી સાકીર તેના શરીર સાથે રમવા લાગ્યો. રસીલી નવાઇમાં ડૂબી ગઇ. સાકીરે વધારે પીધી નથી છતાં લવારે કેમ ચઢી ગયો છે. તે મારા પર મરવા લાગ્યો છે. મારી અદાઓથી ઘાયલ છે. પણ ફ્લેટ આપવાનું સ્પષ્ટ કબૂલ કરતો કેમ નથી?

રસીલી વધારે વિચારે એ પહેલાં જ સાકીર હોશમાં આવ્યો હોય એમ બેઠો થઇ ગયો અને પોતાના બંને હાથથી તેના કોમળ ખભા પકડી કહ્યું:"રસીલી, હું તારા માટે ફ્લેટ લેવા તૈયાર છું. એની માલિકી તારી જ હશે. પણ મારી એક નાની શરત છે...."

સાકીરની શરતની વાત સાંભળી રસીલી ચમકી ગઇ.

*

"લાઇમ લાઇટ" ની રજૂઆતને એક સપ્તાહ બાકી હતું. તેના પ્રચાર માટે પ્રકાશચંદ્રનો પીઆર સાગર ઘણી મહેનત કરી રહ્યો હતો. ફિલ્મ અને કલાકારોને લગતા નાના નાના મુદ્દા તે સોશિયલ મિડીયામાં આપી રહ્યો હતો. પણ ટેમ્પો બની રહ્યો ન હતો. અન્ય ફિલ્મોની સરખામણીએ ફિલ્મી મેગેઝીનો અને વેબસાઇટો "લાઇમ લાઇટ" ને ઓછું મહત્વ આપી રહ્યા હતા. સાગરે પ્રકાશચંદ્રનો એક ઇન્ટરવ્યુ પ્રકાશિત કરાવ્યો અને ફિલ્મી દુનિયામાં થોડી હલચલ મચી ગઇ. મોબાઇલ પર વિવિધ સોશિયલ મિડીયાના માધ્યમથી તે ફરવા લાગ્યો.

કામિની પણ હવે "લાઇમ લાઇટ" ક્યારે રજૂ થાય એની રાહ જોઇ રહી હતી. તેણે પતિની ફિલ્મ માટે ઘણું દાવ પર લગાવ્યું હતું. તે ફિલ્મના પ્રચાર પર નજર રાખી રહી હતી. તેની નજરે પ્રકાશચંદ્રનો એ ઇન્ટરવ્યુ આવ્યો. તેણે વાંચવાનું શરૂ કર્યું.

"પ્રકાશચંદ્રજી, આ વખતે આર્ટ ફિલ્મને બદલે કમર્શિયલ ફિલ્મ બનાવવાનું મુખ્ય કારણ શું છે? તમને સસ્તી પ્રસિધ્ધિની જરૂર છે?"

"જુઓ, આર્ટ, કમર્શિયલ એવા અલગ ભાગ હું પાડતો નથી. મારી "લાઇમ લાઇટ" ને કમર્શિયલ ફિલ્મ ગણવામાં આવે છે પણ એમાં આર્ટ હશે. અને મારે સસ્તી પ્રસિધ્ધિની જરૂર ક્યારેય રહી નથી. હા, મારી આર્ટ ફિલ્મોને ક્યારેક સસ્તી ગણવામાં આવી એનું દુ:ખ જરૂર રહ્યું છે. પણ વિદેશોમાં એને સારી પસંદ કરવામાં આવી એનો આનંદ છે...."

"તમારી "લાઇમ લાઇટ" માં મુખ્ય હીરોઇન રસીલી સાથેના અનુભવ વિશે શું કહેશો? તેનું ભવિષ્ય કેવું છે?"

"સાચું કહું તો રસીલી આટલી પ્રતિભાશાળી હશે એની મને કલ્પના ન હતી. તેણે પોતાનું પાત્ર બહુ સહજતાથી ભજવ્યું છે. આજ સુધીના નવા કલાકારોમાં મારો રસીલી સાથેનો અનુભવ સૌથી સારો રહ્યો. તેનું ભવિષ્ય તો સારું જ છે. તમે જાણો જ છો કે સાકીર ખાન જેવા મોટા સ્ટાર સાથે તેને સાઇન કરી લેવામાં આવી છે...."

"વચ્ચે તમારા અને રસીલીના ચુંબન દ્રશ્યના ફોટા આવ્યા હતા એમાં કેટલી સચ્ચાઇ છે? શું તમે તેને પસંદ કરો છો?"

"એ ફોટા શુટિંગ દરમ્યાનના હતા. કોઇ અંગત પળોના ન હતા. અને હું જ નહીં ઘણા ચાહકો તેના અભિનયને પસંદ કરી રહ્યા છે..."

"પણ આજકાલ તમે તમારી પત્ની કામિનીને બદલે રસીલી સાથે વધુ દેખાવ છો. આ કારણે આપની પત્ની નારાજ તો નથી ને?!"

"હા...હા...હા... ભાઇ, હું જેની સાથે ફિલ્મ કરતો હોઉં એની સાથે જ વધારે દેખાઉં ને? પત્ની મારું ઘર સંભાળે છે. તમે ઘરે આવો તો અમે સાથે જ દેખાઇએ..."

કામિનીએ મોબાઇલમાં એ ઇન્ટરવ્યુ વાંચવાનું બંધ કરી દીધું. "શું ખાક મારી સાથે રહે છે? બહારથી આવીને પાછા ક્યાંક જતા રહે છે. આ ફિલ્મ શરૂ થયા પછી તો મારી સાથે સરખી રીતે બેઠા પણ નથી...અને એ એમની સગલી હોય એમ એની સાથે....." કહેતી કામિનીની આંખમાં લાલાશ ધસી આવી. તેણે હાથમાં મોબાઇલને તોડી નાખવા માગતી હોય એમ મસળવાનો પ્રયત્ન કર્યો. અને એક નિર્ણય લઇ લીધો.

*

મિત્રો, ૧૬૦૦૦ થી વધુ ડાઉનલોડ અને ૨૯૦૦ થી વધુ રેટિંગ્સ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ" ના આગામી પ્રકરણમાં એક પાત્રનું મૃત્યુ આપને ચોંકાવી દેવાનું છે. એક પણ પ્રકરણ કે ફકરો વાંચવાનું ચૂકશો નહીં.

અને આ પ્રકરણમાં સાકીરની કઇ શરતની વાત સાંભળી રસીલી ચમકી ગઇ? પ્રકાશચંદ્રનો ઇન્ટરવ્યુ વાંચી કામિનીની આંખમાં લાલાશ કેમ ધસી આવી? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પ્રકાશચંદ્રની ફિલ્મ "લાઇમ લાઇટ" હિટ રહેશે કે નહીં? પહેલી વખત પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? જેવા ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો ઊભા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી ૧૨૩ ઇબુકસનો ડાઉનલોડનો આંકડો ૧.૬૦ લાખને પાર કરી ગયો છે એ માટે સૌનો આભાર!

મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી?

માતૃભારતી પરના ૧.૨૧ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૮૦૦ રેટીંગ્સ મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ની લોકપ્રિયતાનો બોલતો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે.

આ ઉપરાંત મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લઘુ નવલ "આંધળો પ્રેમ"

પ્રેરણાત્મક વાર્તાઓ "જીવન ખજાનો"

ચિંતનાત્મક વાતો "વિચારમાળાના મોતી"

અને રોમેન્ટિક તથા સામાજિક વાર્તાઓ તો ખરી જ.