ગૌતમ રુમ માં જવા જતો જ હતો કે દમયંતી બહેને એને રોકતા પૂછ્યું , " ગૌતમ ! તને આ વાત ની ખબર હતી ! હેં …ને ? તો મેં જ્યારે સગાઈ ની વાત કરી હતી ત્યારે કેમ કંઈ ના કહ્યું ? "
ગૌતમ મૌન રહ્યો . દમયંતીબહેન સોફા પર ફસડાઈ પડ્યા . અમોલ તરફ જોયું અને કહ્યું , " આપણા વચ્ચે પહેલાં જ વાત થઈ હતી કે તન્વી અને ગૌતમ ની સગાઇ કરવા ની છે. અને આટલી સરસ પત્ની છે તારી ! તો આ બધું કરતાં પહેલાં થોડોકેય વિચાર નાં આવ્યો ? આમ સાવ ..આવું ! તેં આકાંક્ષા સાથે આવા સમયે અન્યાય કર્યો ? તું આટલો સ્વાર્થી ક્યાંથી થઈ ગયો ? સમાજ માં અમારી શું ઈજ્જત રહી જશે ? આકાંક્ષા ને શું કહીશું ?"
" મમ્મી ! બસ !!!!! ! હવે એ એક ની એક વાત ચગોળયા ના કર ?????? " કહી અમોલ ગુસ્સા માં એની રુમ માં જતો રહ્યો .
" જોયું ! સાચું સંભળાતું નથી એટલે મને ચૂપ કરાવે છે . પોતાનો વાંક દેખાતો નથી એને ! મને તો વિશ્વાસ જ નથી બેસતો , આ એ જ અમોલ છે ? " દમયંતી બહેને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું .
" ફોઈ ! શાંત થઈ જાવ ! આપણે બધાં એ પોતપોતાની રીતે એને સમજાવવા નાં તમામ પ્રયત્ન કરી જોયા . એના થી વધુ આપણે કશું નથી કરી શકતા . "
" હું તો તન્વી ને સમજદાર ગણતો હતો . અત્યારે બે માં થી એકેય વાત સમજવા તૈયાર નથી . ક્યારે સમજશે એ લોકો શું ખબર ??? " ભરતભાઈ બોલ્યા .
*. *. *
" સમજાતું નથી કે ભૂલ ક્યાં થઇ ? કમી ક્યાં રહી ગઈ ? ચૂકી ગઈ… તો … શું ચૂકી ગઈ ??? " આકાંક્ષા એ જયાબહેન આગળ ઉભરો ઠાલવતા કહ્યું .
" કમી તારા તરફ થી રહી હોય એવું જરૂરી નથી . ઘણી વાર સારા હોવા ની પણ સજા મળે છે . કહેવાય છે ને કે ' સીધા વૃક્ષ પહેલાં કપાય ' એમ ... પણ એ કહે કે એ શું બીજા લગ્ન કરવા નું કહે છે ? " જયાબહને પૂછ્યું .
" ના ! લીવ ઈન રીલેશનશીપ ! એટલે …!!! " આકાંક્ષા એ શબ્દ સમજાવવા જ જતી હતી કે ત્યાં જયાબહેન બોલ્યા , " ખબર છે ? કોર્ટ ની પરવાનગી… સાથે રહેવા માટે .. હક બધાં ફરજ કોઈ નહીં . મિલ્કત પર પણ હક નહીં . ખબર છે મને ? આ પેલી હેમા એવીરીતે તો રહે છે વર્ષો થી.. પણ એવું જીવવું કપરું કહેવાય બધાંય માટે .. બહુ ધીરજ થી કામ લેવું પડે ! "
" ધીરજ જ ખૂટી જાય છે ને બેન !!! . શું કરવા નું ?" આકાંક્ષા એ કહ્યું .
" ના ખૂટવા દઈશ !!! ધીરજેય નહીં અને હિંમતેય નહીં …. નહીં તો કાચ ની જેમ તુટી જઈશ . બસ ! તારું ધ્યાન બાળકો માં પરોવી દેજે અને જોજે બધુંય ઠીક થઈ જશે. " જયાબહેન આકાંક્ષા ને બળ આપવા ની કોશિશ કરી રહ્યા હતા.
" હા ! બેન ! તમારી વાત હું કેમ ટાળુ ? હવે હું નીકળું . મમ્મી રાહ જોતી હશે . " કહી આકાંક્ષા ઘર તરફ ગઈ . ઘરે મહેમાન આવી ને બેઠા હતાં . કંકોતરી આપવા આવ્યા હતા , એમની દિકરી શીતલ નાં લગ્ન ની … આકાંક્ષા ને ચાલી ને થાક લાગી ગયો હતો તેથી એ વરંડા માં જરા વાર બેઠી. અંદર ની વાતો સ્પષ્ટ સંભળાતી હતી . " પેલા કમળા બેન ની વર્ષા પાછી આવી ગઈ ખબર છે ? મેં તો શીતલ ને સમજાઈ દીધું , એ પેલી વર્ષા જેવુ અમે નહીં ચલાવીએ હો !!! સલાહય આપી કે સાસરી વાળા ને સાચવી લેવા , નહીં તો પતિ નો પ્રેમ ગુમાવવા નો વારો આવે ! સર્વગુણ સંપન્ન સ્ત્રી હઈયે તો સહુ પ્રેમ થી સ્વીકારે . અને પિયરનુંય નાક ઊંચું રહે "
આકાંક્ષા મનોમન વિચારી રહી , ' આમ જોવા જઈએ તો એ વાત ખોટી નથી; પરંતુ સાચી પણ નથી . સર્વગુણ સંપન્ન સ્ત્રી એટલે શું ? પોતાનું અસ્તિત્વ ચૂર થઈ જાય અને તો પણ ઊફ શુદ્ધા ના ઉચ્ચારે એ ? માણસ ગુણો અને ખામીઓ થી ભરેલો હોય છે ; એ તો સૌ જાણે છે ; પરંતુ એ વાત પછી સ્ત્રી માટે કેમ નહી ? સ્ત્રી ની ખામી ઓ કેમ સહજતા થી નથી સ્વીકારાતી??? '
થાક ઉતરી ગયો એટલે ઉઠી ને અંદર ગઈ . મહેમાન ને મળી અને સોફા પર બેઠી . " જોડકાં આવવા નાં લાગે છે ! તમારી આકાંક્ષા તો ખરેખર નસીબદાર હો.. ! આ છેક... બોમ્બે ! અમે તો ટી. વી માં જોઈએ . તે !… દરિયે રોજ જાવ ! "
" ના ! રોજ જવા નો થોડો સમય હોય !!! કોઈ વાર જઈએ !" આકાંક્ષા એ હસી ને જવાબ આપ્યો .
" એકટરો જોવા મળતા હશે નૈ ? " જિજ્ઞાસા થી પૂછ્યું .
" હા ! ઘણી વાર !!! " આકાંક્ષા એ ટૂંક માં જવાબ આપ્યો .
આમ જ ઘણી વાતો કરી ને મહેમાન ઊઠ્યા . રસોઈ બનાવી રાત નું જમણ લીધું , થોડી વાર ભેગા બેસી ને વાતો કરી અને પછી સૂવા ની તૈયારી !!!. પરંતુ આકાંક્ષા નાં મન માં થી વિચારો નું વમળ ઉભરાયું હતું. …..
' મેં ઘર નાં દરેક વ્યક્તિ ને સાચવવા નો પ્રયત્ન કર્યો ; પરંતુ ક્યાંક તો ચૂકી હોઈશ , તેથી જ તો આજે મારો પતિ મારો જ ના રહ્યો . પરંતુ બેન ની વાત સાચી છે . આ સમય થોડી ધીરજ થી કાઢવો પડશે . પછી બધું જ ઠીક થઈ જશે . જેમ આ સુરજ અત્યારે ડૂબી ગયો , ને અંધારું છવાઈ ગયું .…. સવારે ફરી ઉગશે અને પ્રકાશ ફેલાવશે ; નવી આશાઓ સાથે …. ' આકાશ માં ચાંદો ઉગ્યો હતો ; થોડો લાલાશ પડતો … મન માં ફરી વિચાર આવ્યો , ,' અમોલ શું કરતાં હશે ? એમને મારી યાદ તો આવતી હશે ને આ ચાંદ ને જોઈ ને !!!! ' એમ જાત જાત ના વિચારો કરતાં કરતાં મહાપરાણે મોડી રાત પસાર કરી .
સવારે બારી માં થી સુરજ ની કિરણો એના ચહેરા પર પડી રહી હતી . આંખ ખોલી પરંતુ આંખો પર ઘણો ભાર લાગી રહ્યો હતો . ઉઠી , બહાર ગઈ . આંગણા માં જાત જાત ના ફુલ - છોડ નો નાનકડો બાગ હતો. આકાંક્ષા જઈ ને છોડ ને પાણી પીવડાવવા લાગી . એના મુખ પર એક સ્મિત પ્રસરી રહી હતી . નાની હતી ત્યારે પણ આમ જ સવારે ઊઠતાં ની સાથે છોડવા ને પાણી છાંટવા નો એને અનેરો જ આનંદ મળતો હતો . નાના નાજુકડા છોડ ને પાણી છંટકાવ માં એનું મન એટલું તો પરોવાઈ ગયું કે એ બીજી દુનિયા અસ્તિત્વ માં છે એ ભૂલી જ ગઈ .…
સવારે ઉઠી ને નાનકડા છોડવા ને પાણી નો છંટકાવ અને નાના - સા- બાગ ને સંવારવો ; એનો નિત્યક્રમ બની ગયો હતો . આકાંક્ષા એ દમયંતીબહેન આગળ પોતાના પિયર માં જ રોકાવા ની ઈચ્છા દર્શાવી. અને દમયંતીબહેન પણ એ વાત થી સહમત હતાં. દિવસો પસાર થઈ રહ્યા હતા અને આકાંક્ષા એ બે બાળકો - એક દિકરો અને એક દિકરી ને જન્મ આપ્યો .
ખુશી ઓ વધાવવા સઘળો પરિવાર મુંબઈ થી આવી પહોંચ્યો . કોઈ નો હરખ સમાતો નહોતો . આકાંક્ષા નું બાળકો નાં આગમન થી જાણે વિશ્વ જ બદલાઈ ગયું હતું . જોડકાં હોવા થી એને ઘડીભર આરામ નહોતો મળતો પરંતુ આકાંક્ષા પણ બાળકો માં અટવાઈ રહેવા ની ખુશી માણતી હતી .
ત્રણ મહિના બાદ અમોલ અને દમયંતીબહેન આકાંક્ષા ને બાળકો સાથે લેવા આવ્યા . સાથે સાથે નામકરણ વિધિ નું આમંત્રણ પણ આપ્યું . મુંબઈ પહોંચ્યા . વિધિવત્ આકાંક્ષા અને બાળકો ને આવકાર અપાયો. બાળકો ની કીકીયારીઓ થી ઘર ભર્યું ભર્યું થઈ ગયું .
નામકરણ વિધિ નો દિવસ આવી ગયો . ખૂબ જ સુંદર રીતે ફૂલો થી શણગારેલા ઝૂલા ; વિધિ પ્રમાણે ફોઈ એટલે કે કૃતિ એ વારાફરતી બાળકો ને ઝુલાવી ને નામ પાડ્યાં , ' મોક્ષ ' અને ' મોક્ષા ' . બધાં એ તાલી ઓ થી નામ વધાવ્યા . આકાંક્ષા દ્ધારા હલ્દી - કુમકુમ વિધિ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ ને મોગરા ની વેણી અને ભેટ આપી ને દિપાવવા માં આવી .
(ક્રમશઃ )