Atut dor nu anokhu bandhan - 2 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | અતુટ દોર નુ અનોખું બંધન -2

Featured Books
Categories
Share

અતુટ દોર નુ અનોખું બંધન -2

આજે કોલેજમાં યુથ ફેસ્ટિવલ છે...બધા અલગ અલગ એક્ટિવિટી માં પાર્ટ લેવા ઉત્સુક છે. કોલેજમાં મસ્ત માહોલ છે.

એમાં નીર્વી, સાચી અને પરી ત્રણ જણા ફ્યુઝન ડાન્સ કરવાના છે..તેની પ્રેક્ટિસ કરે છે. અહી રોજ રોજ અલગ અલગ પ્રોગ્રામ થાય છે એમાં આજે ડાન્સ ની કોમ્પિટિશન છે. આખો દિવસ ના પ્રોગ્રામ માં તેમનો ડાન્સ નો નંબર બારમો છે એટલે અત્યારે ઈવેન્ટ બધી જોઈ રહ્યા છે.

જોતજોતામાં તેમનો વારો આવે છે. તેમના દસ ડાન્સ નુ ફ્યુઝન છે પણ બધા જ સોન્ગસ એનર્જેટિક હતા એટલે બધાને બહુ જ મજા આવી અને ડાન્સ પુરો થતા બધા વન્સ મોર ની બુમો પાડવા લાગ્યા.

એ વખતે એક વ્યક્તિની જાણે સાચી પર જ મંડાઈ હતી. તે વ્યક્તિ તેનો પીછો કરતી આવી રહી હતી. એ ત્રણે જણા ડાન્સ પછી પાછળ ના રસ્તાથી નીકળીને કપડાં ચેન્જ કરવા જઈ રહ્યા છે એ લોકો વાતોમાં મશગુલ છે.

ત્યાં જ એક છોકરો સીટી મારતો આવી રહ્યો છે.સીટીનો અવાજ સાંભળીને ત્રણેય એક સાથે પાછળ ફરે છે. તો સામે
મસ્ત હાઈટેડ, ડીસન્ટ પર્સનાલિટી , ઉપર બ્લેક બ્લેજર, અને થોડી સ્ટાઈલિશ દાઢીમા એક છોકરો એમની તરફ આવી રહ્યો છે.તેને જોઈને જ લાગતુ હતુ કે કોઈ સારા ઘરનો છે.

એ લોકો ઉભા રહે છે અને તે બાજુમાં આવીને કહે છે," hii girls, I m shashvat Bhalla... I m in bcom 2nd yr."

અને પછી સાચી તરફ નજર કરીને કહીને, " Miss Sachi, m i right?? "

સાચી થોડી ટેન્શનમાં આવીને પુછે છે હા હુ સાચી છુ પણ મારૂ શુ કામ છે??

શાશ્વતની વાત કરવાની સ્ટાઇલ અને કોન્ફિડન્સ ગજબનો હતો. તે કોઈને પણ એક વાર વાત કર્યા પછી તેની સાથે વારંવાર વાત કરવા આકર્ષિત કરી દે.સાચી પણ આ પહેલી મુલાકાત માં જ શાશ્વતથી થોડી અંજાઈ ગઈ હતી.

શાશ્વત કહે છે , તમારો ડાન્સ બહુ સરસ હતો. હુ તમારી સાથે ફ્રેન્ડશીપ કરવા માગુ છુ.

સાચી : હુ તમને જાણતી પણ નથી કેવી રીતે તમારી સાથે દોસ્તી કરી શકુ??

શાશ્વત : પણ હુ તમને બહુ સારી રીતે ઓળખુ છુ . આ તમારી બહુ સારી ફ્રેન્ડસ છે....સોરી સોરી... ફ્રેન્ડ કરતાં પણ વધારે બહેનો ની જેમ રહો છો તમે...તમે રિવરપાર્ક સોસાયટીમાં રહો છો.

ત્રણેય એકબીજા સામે જોઈ રહ્યા છે. આને આટલી બધી કેવી રીતે ખબર ...

શાશ્વત : કોલેજના ફર્સ્ટ ડે થી તમે મારા મનમાં વસી ગયા છો. આઈ મીન...(હસીને) હુ તમારી સાથે દોસ્તી કરવા ઈચ્છતો હતો. અને આજે મોકો મળી ગયો. હુ ગોળ ગોળ કહેતો નથી મને જે પણ હોય ડાયરેક્ટ કહેવા જોઈએ છે.

શુ તમે હવે ફાઈનલી મારી સાથે દોસ્તી કરશો???

ત્રણેય એકબીજા સામે જોઈને ઈશારા માં વાત કરે છે અને સાચી હસે છે અને કહે છે સારૂ તુ આટલું કહે છે તો હા પાડી દઉ છુ....પણ દોસ્તીથી વધારે કંઈ નહી હા...........

અમારી એક ડીલ છે કે જ્યા પણ કરીશું એક જ ઘરમાં લગ્ન કરીશું અને કોઈ ના મળે એવું તો કુવારા રહીશું...

શાશ્વત આ સાંભળીને હસવા લાગે છે.... what a wonderful deal !!!

આમ સાચી અને શાશ્વત ની દોસ્તીની સફર શરૂ થાય છે. 

                 *       *      *       *      *

ત્રણ વર્ષ પછી,

નીર્વી અને પરીનુ M.Sc. IT  ચાલુ છે .બંને ચોથા વર્ષ માં છે. જ્યારે સાચીનુ M.B.A. ચાલુ છે. તે અને શાશ્વત બંને સાથે છે. તેમની દોસ્તી સારી થઈ ગઈ છે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા છે પણ કોઈએ હજુ એકબીજાને કહ્યુ નથી.

હવે આ બાજુ ત્રણેય ના ઘરેથી છોકરાઓ જોવા લાગે છે પણ ત્રણેય ને એક જ ઘરમાં કરવુ છે એ જીદ સામે તે લોકોને ઘણા સારા માગા જતાં કરવા પડે છે.

એક દિવસ સાચીના પપ્પાને કોઈ એક સારૂ ખાનદાની ઘર બતાવે છે. તેમાં સગા. ત્રણ ભાઈઓ નથી પણ ત્રણ કાકા ના દિકરા છે પણ ત્રણેય ફેમીલી  એક જ બંગલા માં સાથે રહે છે.

આ વાત ની જાણ થતાં તે ત્રણેય ના વડીલો ભેગા થઈ ને ચર્ચા કરે છે અને કહે છે થોડી વધારે તપાસ કરાવીએ પછી સારૂ લાગે તો આગળ વાત વધારીએ.

પછી થોડા દિવસ માં બધી પુછપરછ પછી બધુ સારૂ લાગતા ત્રણેય ને વાત કરીને છોકરાઓ જોવા જવાનું નક્કી કરે છે.

કોણ હશે એ છોકરાઓ?? કેવા હશે?? ત્રણેય ને એક બીજા ને પસંદ આવશે??  અને શાશ્વત નુ શુ??  શુ થશે આગળ જાણવા માટે વાચતા રહો, અતુટ દોર ને અનોખું બંધન - 3

next part........ publish soon...........................