A letter to cricketers in Gujarati Letter by Ekta Chirag Shah books and stories PDF | એક પત્ર ક્રિકેટરોને

Featured Books
Categories
Share

એક પત્ર ક્રિકેટરોને

પ્રિય ક્રિકેટર મિત્રો,

હજી IPL નો થાક ઉતર્યો નહીં હોય ત્યાં વર્લ્ડકપ માટે 
ઇંગ્લેંન્ડ જવાની તૈયારીઓ શરૂ થઇ ગઈ હશે. તમારા માંથી ઘણા IPLના સારા પ્રદર્શનથી જોશમાં હશે અને ઘણા nervous ફિલ કરતા હશે. પરંતુ ચિંતા નહીં કરતા કેમકે 
તમારી લાગણીઓ સાથે અમારી પણ લાગણીઓ છે કારણકે તમે બધા એક એવી રમત સાથે સંકળાયેલા છો જે દેશની ધડકન સમાન છે.

ક્રિકેટ એક એવી રમત જે ભારતભરમાં એ રીતે મશહૂર છે કે લગભગ 30% કે તેનાથી પણ વધારે લોકોને એ પણ નથી ખબર કે ભારતની રાષ્ટ્રીય રમત ક્રિકેટ નહીં પણ હોકી છે. બીજી કોઈપણ રમત ભારતમાં આ હદે પ્રસિધ્ધ નથી. બીજી કોઈ રમતના ખેલાડીઓને આટલી પ્રસિદ્ધિ કે લોકચાહના ભાગ્યે જ હાથ લાગી હશે. કોઈપણ રમતના ખેલાડીને એ રમતના ચાહકો જ માત્ર જાણતાં હશે પરંતુ ક્રિકેટરોને કોઈ ન જાણતું હોય એવું જવલ્લે જ જોવા મળશે. તમામ લોકો ભણેલા હોય કે અભણ, બંગલામાં રહેતા હોય કે ઝૂંપડામાં, મલ્ટી મિલીઓનેર હોય કે ચા ની લારી વાળો, 80 વર્ષના વૃદ્ધ હોય કે 4 વર્ષનું બાળક, હાઇપ્રોફાઈલ કંપનીમાં કામ કરતી સ્ત્રી હોય કે ઘરમાં રહીને કામ કરતી ગૃહિણી લગભગ બધા તમને ઓળખે છે. તેંડુલકર, ધોની, કોહલી આવા નામો સાંભળીને તેમને નવાઈ નથી લાગતી પણ તમે એમના જીવનનો એક ભાગ હો એ રીતે તમને ઓળખે છે. ક્રિકેટ ગેમના ચાહકો છે એમ તમારા વ્યક્તિગત ચાહકો પણ છે જે તમારી સિદ્ધિ બદલ ખુશ થાય છે.

આ પત્ર લખવાનો હેતુ માત્ર એ છે કે જ્યારે તમે વર્લ્ડ કપ રમવા જાઓ છો ત્યારે આપણા ભારત દેશનું દૂનિયા સમક્ષ તમે પ્રતિનિધિત્વ કરશો અને આ સમયે દેશના લોકોની તમારા માટે શું લાગણીઓ અને શું અપેક્ષાઓ હોય છે એ જાણ કરવા માત્ર.

વ્હાલા મિત્રો , જ્યારે તમે રમવા જશો ત્યારથી જ અહીં તહેવાર જેવો માહોલ સર્જાશે. દરેક દેશવાસી એવું ઇચ્છશે કે આ વર્લ્ડ કપ તો ભારત જ જીતે. તમે ટોસ માત્ર જીતશો ત્યાં જ 12 થી 15 વર્ષના છોકરાઓ વાતો કરશે, જોયું આજે આપણે ટોસ જીત્યો હો...જો જે મેચ પણ આપણે જ જીતશું. અહીંના લોકો ક્યારેય એવું નહીં બોલે ભારત જીત્યું, વિરાટ જીત્યો..અહીં બધા એવું જ કહેશે કે આજે આપણે જીત્યા, એવો લગાવ છે અહીંના લોકોનો ક્રિકેટ સાથે.

જ્યારે તમે સ્ટેડિયમમાં ચોગ્ગા કે છગ્ગા મારશો ત્યારે અહીંયા ઢોલ નગારા વાગશે. પાનના ગલ્લા પર ઉભેલા મિત્રો નાચવા લાગશે, ઘરમાં રહેલા તમામ લોકો મૂડમાં આવી જશે અને જ્યારે તમારી વિકેટ જશે ઘણા લોકો જમવાનું છોડી ઉભા થઇ જશે. ઘણા માયુસ થઈ પોતાનું t.v. બંધ કરી દેશે. ઘણા એના ઘરના લોકો સાથે વાતચીત કરવાનું બંધ કરી સુઈ જશે. જ્યારે ટીમ જીતશે ત્યારે અહીં દિવાળી કરતા પણ વધારે ફટાકડા ફૂટશે. પોતાના સગાના લગ્નમાં નહીં નાચ્યાં હોય એવું નાચશે. કોઈ દિવસ સ્કૂલની રેલીમાં શામિલ નહીં થયા હોય પણ જીતના જશ્નમાં આખી રાત રસ્તા પર ફરશે, અને જ્યારે ટીમ હારશે તમારા કરતા પણ વધારે નિરાશ આખો દેશ હશે. 

માટે જ્યારે  પણ તમે મેદાનમાં ઉતરો ત્યારે એક વાર આખા દેશની લાગણીનો વિચાર કરજો. તમે જે એક એક બોલ રમશો એ જેટલો તમારી કારકિર્દી માટે મહત્વનો છે એટલો જ આપણા દેશના ક્રિકેટ ચાહકોની લાગણી માટે પણ મહત્વનો છે. તમને તમારા સારા પ્રદર્શન બદલ સન્માન, પુરસ્કાર અને દેશનો પ્રેમ મળશે પણ ક્રિકેટ ચાહકોને માત્ર અને માત્ર ખુશી મળશે અને એ ગર્વથી કહેશે કે આ વર્લ્ડ  કપ તો અમે જીત્યા હો !..બસ આ વાત યાદ રાખજો...અને લાસ્ટમાં All the very best..?

લી. ભારત દેશના તમામ ક્રિકેટ ચાહકો.