Badlo - 1 in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | બદલો - ભાગ 1

Featured Books
Categories
Share

બદલો - ભાગ 1

       દોસ્તો હું છું જય ધારૈયા.આ સ્ટોરી થ્રિલર,સસ્પેન્સ અને હોરર સીન થી ભરપૂર છે.મેં પહેલી વાર કોઈ હોરર સ્ટોરી લખી છે એટલે જો સારી લાગે તો જરૂરથી મને પ્રતિભાવ આપજો...

ભાગ-1 શરૂ


          સુરજ ઢળી રહ્યો હતો.આકાશ પણ એક અનેરા કેસરી રંગ થી ભરપૂર દેખાઈ રહ્યું હતું.ઠંડી હવાઓ ચાલી રહી હતી.અને પક્ષીના કલરવ સાથે વરસાદની ધીમી ઝરમર ચાલુ હતી અને તેમાં જયેશના ફાર્મ હાઉસ પર જયેશ અને તેના મિત્રો વાતો કરી રહ્યા હતા..
"યાર આપણી કોલેજના શું દિવસો હતા!" આરતીએ રાજેશને કહ્યું..
"એ સવારના બેન્ચ ઉપર બેસીને ટિકટોકના વિડિઓ બનાવવા,નાની નાની વાતો ઉપર કોમેન્ટ કરવી યાર એ દિવસો તો હું કોઈ દિવસ નહિ ભૂલું" રાજેશ તેના સ્મરણો યાદ કરતા બોલ્યો..
"અરે યાર જે જતું રહ્યું એને યાદ કરવાથી કોઈ ફાયદો નથી,હવે કોલેજ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે આઝાદ છીએ તો ચાલોને કોઈ ટ્રીપ ગોઠવીએ" વિહાન ઉત્સાહથી બોલ્યો..
"હા તો ચાલો ક્યાં ફરવા જવું છે જલ્દી બોલો" રાજેશે તેના મિત્રોને કહ્યું...
"આઈ થિંક આપણે લોકો ગોવા જઈએ" વિહાને કહ્યું...
"હા!ઇટ્સ ગ્રેટ યાર આપણે ગોવા જવાનું ફાઇનલ! તો હવે આપણે કાલે અક્ષયની બર્થ ડે પાર્ટી પૂરી કરીને રાત્રે 11 વાગ્યે ગોવા જવા નિકડીશું" રાજેશ બોલ્યો..
"પણ યાર મેં સાંભળ્યું છે કે રાત્રે એ હાઇવે પર જવું ખતરથી ખાલી નથી" માનસી ડરીને બોલી..
"અરે તું ચિંતા ના કર!આપણે ખત્રોના ખેલાડી છીએ" રાજેશે માનસીને કહ્યું..
બીજા દિવસે તે બધા અક્ષયની પાર્ટીમાં પહોંચે છે. 
"યાર આ પાર્ટીમાં ઘણો ખર્ચો કર્યો લાગે છે"  રાજેશે કહ્યું..
"હા બ્રો ખાસ તમારા માટે જ ખર્ચો કર્યો છે,હવે એ બધી વાત છોડો લેટ્સ એન્જોય પાર્ટી!" અક્ષય બોલ્યો..
"યાર ઇટ્સ અલમોસ્ટ 11:00PM હો હવે આપણે નીકળી જઈએ!" વિહાન બોલ્યો..
"ઓય રાત્રે રસ્તો હશે સુમસાન એટલે ગાડી બરાબર ચેક કરી લેજે" રાજેશે વિહાનને કહ્યું.."
"અરે હા ભઇલા એમાં થોડું કાંઈ કહેવાનું હોય,મેં બધું ચેક કરવી જ લીધું છે તમે હવે જલ્દી બેસો એટલે આપણે નીકળીએ" વિહાન ઉતાવળમાં બોલ્યો..
"અરે યાર, આ જો ચેક પોસ્ટ આવી ચાલ હવે આ લાઇસન્સ વગર નહિ જવા દે" વિહાને કંટાળીને કહ્યું..."
"ચાલો તમારું લાઇસન્સ દેખાડો" પોલીસે કહ્યું.
"સર લાઇસન્સ નથી" વિહને કહ્યું.."
"PUC દેખાડો" પોલીસે કહ્યું.."
"સર PUC પણ નથી" વિહાને કહ્યું...
"એક તો તમારી પાસે કાઈ છે નહીં અને રાતના 2 વાગ્યે તમે ત્રણેય આ 2 છોકરીઓને લઈને ક્યાં જાવ છો" પોલીસે ગુસ્સામાં કહ્યું..
"સર તેમ જેમ સમજો છો એવું નથી" વિહાને કહ્યું..
"અરે સર આ લો તમારા ચા પાણી માટે" રાજેશ ગાડીમાંથી નીચે ઉતરીને પોલીસને પૈસા આપતા બોલ્યો..
"ઓકે દોસ્તો તમે લોકો જઇ શકો છો પણ આગળથી ધ્યાન રાખજો" પોલીસે બધાને કહ્યું...
"હાઈશ!! કેવો પકાઉ પોલીસ હતો કેમ!" આરતી બોલી..
"આવા પોલીસોને સમજાવતા મને સારી રીતે આવડે છે" રાજેશ બોલ્યો..
      સવારના પાંચ વાગ્યે ઠંડી ઝાકળમાં,હવાને ચીરતા તે લોકો ગોવા પહોંચે છે..
"હાઈશ!! ફાઇનલી ગોવા પહોંચી જ ગયા" વિહાન ખુશ થઈને બોલ્યો.
"અલ્યા મને તો ખૂબ જ ઊંઘ આવે છે" રાજેશ બોલ્યો.
"સાલા આખી રાત ગાડી મેં ચલાવી અને થાક તને લાગે છે" વિહાન મજાક કરતા બોલ્યો..
"અરે તો તો PUBG રમવા એમ પણ આખી રાત જાગતો હોય પણ ભાઈ મારા ઘરે તો મારે 10 વાગ્યા માં સુઈ જવું પડે એટલે મને આદત નથી" રાજેશે વિહાન ને કહ્યું..
"અરે.. શાંતિ રાખો ને યાર તમે લોકો હવે અહીંયા આપણે મોજ કરવા આવ્યા છીએ ઘર ઘર કઈ કહાની સંભળાવવા નથી આવ્યા હવે કૃપા કરીને રૂમ માં ચાલો બધા" માનસીએ ગુસ્સે થઈને તેના મિત્રોને કહ્યું...
   બધા મિત્રો હવે થાકીને આવ્યા હોય છે એટલે તે લોકો આવીને સીધા સુઈ ઇ જાય છે અને સાંજે 5 વાગ્યે ઉઠે છે..
"ઓ!! મહાશયો સાંજ ના પાંચ વાગી ગયા! હવે તો ઉઠો આપણે સવારના સુતા જ છીએ" આરતી ઉઠીને જોરથી બોલી..
"અરે!! વાંદરી સુવા દેને યાર અને તું પણ સુઈ જ" અક્ષય ઊંઘમાં બોલ્યો..
"હા બકા સુઈ જા હજુ તો પાંચ જ વાગ્યા છે સાંજના એમ પણ હું ખૂબ જ થાકી ગયો છું" વિહાને આરતીને કહ્યું..
"સારું તમારે જે કરવું હોય તે કરો હું તો નીચે ગાર્ડન માં આંટો મારવા જાવ છું" આરતીએ બધાને કહ્યું અને તે ગાર્ડન માં આંટો મારવા જતી રહે છે..
"અરે ઓય અક્ષય,રાજેશ હવે તો ઊઠો અલમોસ્ટ રાતના 10 વાગી ગયા છે.." વિહાન ઊંઘમાંથી ઉઠીને બોલ્યો..
"અરે હા યાર હવે અમને પણ ભૂખ લાગી છે" એમ કહીને રાજેશ અને અક્ષય રેસ્ટોરન્ટ માં જમવા નીકળે છે..
                    
ભાગ-1 પૂરો 

            હજુ તો શાંતિથી બધા મિત્રો ગોવા પહોંચી ગયેલા છે પણ હવે આગળ શું થશે અને રેસ્ટોરન્ટ માં થી જમ્યા પછી આ લોકો શું પ્લાન બનાવશે એ જાણવા માટે વાંચતા રહો થ્રિલર અને સસ્પેન્સ થી ભરપૂર "બદલો-રહસ્ય મોતનું"