ઘણી વાર એમનામ જ મને તે જોયા કરતો હોય છે ચુપચાપ ,બસ એમ જ ,
પ્રેમ છે મારો પણ સૌથી વધુ વહાલ કરેછે મારી મીમી ની જેમ...
ઘણી વાર તો શું ખબર અચાનક એના ખોળા માં લઇ લે છે ,
અને ચૂમવા લાગે છે ક્યાય ને ક્યાય ........
નાના બાળક ની જેમ વહાલ કરે છે તે ખબર નહિ કેમ,
લાગે છે કે મારી જેમ તે પણ ડરતો હશે મારાથી દુર જતા ....
મારા શરીર પર એના પ્રેમ ની નિશાનીઓ છે,
અમારી બેય ની એ નાજુક પળો છે ..
જે અમે સૌથી વધુ જીવી છે..
મારી ના ને એનું પાગલપન ......
એનું પરિણામ છે અમારા પ્રેમ ની નિશાનીઓ......
ખબર નહિ સહન થશે કે નહિ એનું પ્રથમ ચુંબન,
પ્રથમ વખત એ મારી નજીક આવશે ત્યાર ની ઘડીઓ ની ચિંતા આજથી થવા લાગી છે,
એની આંખમાં ફૂટતા પ્રેમ ના ફણગા ને મને પામવાના સપનાં,
એના હાથે મારા ચેહરા ને પકડી ને જ્યારે બીજો હાથ કમર માં નાખી ને થોડી બળજબરીથી ને થોડી નફટાઈથી મારા હોઠ પર હોઠ મૂકી દેશે...
.........
કઈ નહિ બોલી શકાય જ્યારે એ પાસે હશે...
મારા દિલ ની વધતી જતી ધડકનો ની સાથે તાલ મિલાવતો જશે ને વહાલ કરતો જશે,
એની મજબુત પકડ માંથી છુટવાની નાકામ કોશિશો મારાથી થશે,
...........
અચાનક મારી વધતી જતી ધડકનો પર એનું માથું મૂકી દેશે ને હું તમામ ફરિયાદો ભૂલી ને એને મારા દિલ માં સમાવી લઈશ ...
પણ એ એની નફટાઈ છોડશે નહિ ,ત્યાય ચૂમવા લાગશે ભલે ગમશે મને તે,
હું એને ત્યાજ રેહવા દઈશ ભલે ચૂમતો ગમે તેમ તોય મારોજ છે ને હક છે એને.....
.......
મારી ઓઢણીમાં એને છુપાવી લઈશ કોઈ દેખે નહિ ને,
નહિ તો પાછો શરમાઈ જશે..ભલે છોકરો છે પણ પ્રેમ નું પ્રદર્શન એને પણ નથી ગમતું.......
પણ એના હાથ બહુ સીધા નથી રહેતા,બહુ પરેશાન કરે,નહિ કરી શકુ કઈ એને નાં કહ્યા વગર કઈ પણ ,
ના કહીશ તો વધારે ચૂમશે પણ એ પણ ગમશે ને,મારી વધતી જતી ધડકનો એને મને ચૂમવા મજબુર કરશે ,
એના વાળ માં હાથ નાખી ને સહેલાવીશ એને ગમે છે ,મને ખબર છે મારા અંગો ને એના હોઠ અડયા વગર નહિ રહે .
................
(એની બંધ આંખો ક્યારેક અચાનક ખુલી જાય છે ને મને જોઈ લે છે મારી આંખો માં આંખ મળતા તે વધારે જોશ થી મને ચૂમે છે ,
એક અહેસાસ છે )
મારા શરીર ના એક લય ના ધબકાર ને એના હોઠ બને માંથી કોઈ બંધ થવાનું કે શાંત થવાનું નામ નથી લેતા,.
નથી સમજાતું બને ને કેમ રોકું,......
પ્રથમ તો એ જ્યારે મારી ઓઢણી ને અડધી ઉતારીને ખભા પર એના હોઠ મૂકી દે છે નથી સમજાતી એ પળ,
વહાલ તો એટલું કરે છે ને કે એને પર ડ ર લાગે છે કે એના ચુંબન ના નિશાન મારા શરીર પર ના દેખાય ,
પણ પ્રેમ ને વહાલ માં એ પોતાને રોકી નથી શકતો,ઘરે જઈને મારા અડધા ઉતારેલા કપડા માંથી એના પ્રેમ ની નિશાની મને દેખાય છે,
મારા ગળા માં ના પ્રેમ ની નિશાનીઓ છે અને મારા ગાળા થી લઇ ને એવી જગ્યા જ્યાં એનો હક છે ,શરમાઈ જવાય છે જ્યારે મારાથી મને જોવાય છે,
અરીસા સામે ઉભા ઉભા લાગે છે કે હમણાં પાછળ થી આવી ને કમર પર હાથ વીટળાવી ને કહેશે સોરી લવ ભૂલ થઇ ગઈ ..
પણ એ માફી તો પછી માંગશે પેલા તો મારા ખભા પર એના વાળ વાળા ચેહરા ને ઘશસે ..અને વહાલ કરતો જશે ....
ગમે છે તેને મારા ઉહ્કારા ને મારા ધડકતા હૃદય ની લય ...
એની માફી માય પ્રેમ હશે ..તોય નાં માનું ને હું હેરાન કરીશ એને...
#mylove