#SG-3
"સિને-GRAM - જયદેવ પુરોહિત"
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
?Criminal Justice : ગિલ્ટી or નોટ ગિલ્ટી???
ભારતમાં એકને એક વિષયવસ્તુને કરોડો વાર રજૂ કરવામાં આવે તો પણ આપણી જનતાને કઈક નવું જ લાગે. એમાં પણ મર્ડર મિસ્ટ્રી કે ક્રાઈમ બેઝ સ્ટોરી તો રોજ ચાલે. "CID" , "સાવધાન ઇન્ડિયા", "અદાલત".... જાણે સમાજ આખો ગુનેગાર. કોઈ આંખો કાઢીને બે મિનિટ સામે જોયા કરે તો ગુનેગારની ફીલિંગ આવવા લાગે. એટલી ક્રાઈમ સ્ટોરી મગજમાં સ્ટોર હશે.
તિગ્માંશુ ધુલિયા અને વિશાલ ફુરીઆએ ડાયરેકટ કરેલી વેબ સિરીઝ એટલે "Criminal Justice". કલાકારો બધા સાચે જ ઉચ્ચશ્રેણીના અભિનેતાઓ. જેકી શ્રોફ, પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેસી વગેરે...!! આ વેબ સિરીઝ પણ એક મર્ડર મિસ્ટ્રી છે. 10 એપિસોડમાં બે અલગ-અલગ દુનિયા દર્શાવવામાં આવી છે. લીડ રોલમાં આદિત્ય શર્મા(વિક્રાંત મેસી). આખી વાર્તા એની આસપાસ ફરે છે અને બીજા બધા કલાકારો એજ વમળમાં ભમ્યાં કરે છે.
આદિત્ય એક કેબ ડ્રાઈવર હોય છે. એક દિવસ રાતે તેને મિત્રો સાથે પાર્ટીમાં જવાનું હોવાથી એક બે ભાડૂતનો ફેરો કરી જલ્દી મિત્રો સાથે પહોંચવાની જલ્દી હોય છે પરંતુ તે વાર્તાના અંત સુધી મિત્રો પાસે પહોંચી શકતો નથી. નશામાં તરબોળ સનાયા નામની ગર્લ કેબમાં બેસે છે અને વાર્તા કેન્દ્ર સ્થાને પહોંચે છે. સનાયનું વારેવારે લોકેશન ચેન્જ કરવું, સનાયને ઘરે છોડવા જવું, સનાયાનું કેબમાં મોબાઈલ ભૂલવું, આદિત્યનું ફરી સનાયાના ઘરે જવું, ત્યાં સનાયાનો નશો થવો, એમની વાતોમાં મોહિત થવું, એકાંતનો ફાયદો ઉઠાવી ચાર હોઠોને બે કરવા, અચાનક આદિત્યનું ભાન ભૂલવું અને ઉઠે ત્યારે સનાયાની લાશ જોવી, સાથે લોહીથી લથબથ છરી પર આદિના ફિંગરપ્રિન્ટ, ત્યાંથી આદિનું ભાગવું, રસ્તામાં બે કાર અથડાવી, પોલીસનું રોકવું અને બીજા જ કારણથી આદિત્યનું પોલીસચોકીમાં પહોંચવું. બધું જ રોમાંચક અને રસપ્રદ. અહીંયા સુધી આંખ ખુલી રખવવામાં આ સિરીઝ સફળ છે.
જે વાર્તા અદાલત સુધી પહોંચતી હોય એ સ્ટોરી લોકોને માણવી ગમે. કોર્ટની કાર્યવાહી શરૂ થાય. જામીન ન મળે. બધા જ સબુતો આદિના વિરોધ જાહેર કરી સનાયાના પિતા હાશકારો અનુભવે અને આદિની એન્ટ્રી થાય જેલમાં. જેલ એટલે સજાનું પ્રાયશ્ચિત પરંતુ અહીંયા તો અલગ જ રાસલીલા શરૂ હોય છે. મુસ્તફા ભાઈ(જેકી)નો ખૌફ ચારેકોર પડઘા કરતો હોય છે. અને કંઈક અલગ જ લેવલનું સજાતીય શોષણ વર્ણવાયું છે. જોવો તો જ જાણી શકશો.
કદાચ આ પહેલા તમે જેલ અંદરની આવી દુનિયા નહિ જોય હોય. આ કઈક અલગ જ છે. કોર્ટની કાર્યવાહીમાં વકીલોની માલામાલ થવાની તરકીબો પણ સારી રીતે વર્ણવી છે. એક હાઈપ્રોફાઈલ કેસમાં અસત્યને સત્યના કપડાં પહેરાવી કઈ રીતે સાબિત કરવું એ આબેહૂબ ચિતરાયું છે.
બધાની અભિનય કલા આકર્ષક છે અને લોકેશનમાં પણ નાનામાં નાની ચીજવસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યું છે.
માધવ મિશ્રા(પંકજ ત્રિપાઠી) એક સામાન્ય ચુના લગાવનારો ઈમાનદાર વકીલ. કટકી કરવાની કોઈ તક છોડે નહિ અને પાવર પણ પાપડ જેટલો જ. પરંતુ આખી સ્ટોરીને પકડી રાખવામાં માધવની શાંત એક્ટિંગ કામયાબ. બીજા પાત્રોએ પણ અભિનયમાં કચાશ રાખી નથી.
કાનૂની કાર્યવાહીની કાચબા ગતિ પણ બતાવી છે. એનો ભોગ આદિ બને છે. જેલની સ્ટોરીને વધુ લાંબી ખેંચી છે ત્યાં એક બે બગાસું આવી જાય. અને એક બે એપિસોડમાં કોર્ટમાં પણ ટાઈમપાસ કર્યો છે પરંતુ સ્ટોરી અંતે વેકેશનમાં માણવા જેવી ખરી. જો થોડા વેબસિરિઝના વ્યસની હશો તો મર્ડરનો ભેદ લાસ્ટ એપિસોડ પહેલા તમે જાણી શકો.
આ સિરીઝ એક યાદગાર સફર સાબિત થશે એટલો ભરોસો ખરો.
હવે જોઈ લો યાર...!!
✒- જયદેવ પુરોહિત