Bandh aankhono prem - 1 in Gujarati Love Stories by Jaykumar DHOLA books and stories PDF | બંધ આંખોનો પ્રેમ (એપિસોડ 1)

Featured Books
Categories
Share

બંધ આંખોનો પ્રેમ (એપિસોડ 1)

આમ તો સામાન્યરીતે ખુલ્લી આંખોનો પ્રેમ થતો હોય લોકોને પણ મારી કહાની કંઈક અલગ છે.સમાજે બનાવેલી "arrange mrg" પધ્ધતિમાં મને મનમાં ઘણી ખામીઓ દેખાઈ છે, પણ મેં પણ બંધ આંખે આખરે રમી જ લીધું એમાં!!

તારીખ 6 -મે  , એક વર્ષ પૂરૂ થયું કે જ્યારે મારી અને ઝીલની બંધ આંખોથી એક સંબંધની શરૂઆત થઈ..આ બંદ આંખો એટલા માટે કે,
 
"મારા ભૂતકાળ કે ભવિષ્ય પર શંકા કર્યા વગર એક જ વિશ્વાસે એને મારું વર્તમાન સ્વીકારી લીધું અને અમારો એક સંબંધ બન્યો જે દિવસે દિવસે વિશ્વાસ અને પ્રેમથી વધુ મજબૂત બન્યો છે"

 નવી પેઢી કે જે આ ઉંમરમાં એક જ મથામણ અનુભવે કે, પ્રેમ કરીને કે પ્રેમ થાઈ પછી જ જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય કરવો જોઈએ, બંધ આંખે તો જુગાર રમવા જીંદગી દાવ પર થોડી લગાવી દેવાઈ?

 5 તારીખ રાતે અમદાવાદ થી સુરત જતી વખતે બસમાં આખી રાત મારા મન અને મગજમાં બસ આવા જ વિચારોના યુધ્ધો ચાલતા હતા, જરૂર હતી એક નિર્ણયની - પ્રેમ થવાની રાહ જોવી જોઈએ કે સમાજે બનાવેલી 'arrange mrg" પધ્ધતિમાં વિશ્વાસ મૂકી જિંદગી અને જીવનસાથીનો જુગાર રમવો છે?

ઘરેથી તો આમ પપ્પાએ મને સંપૂર્ણ સ્વાન્તત્રતા આપેલી હતી , મારા વિચારોની જિંદગી જીવવી એમાં મને ક્યારેય એમણે બાંધ્યો નથી , પણ મારી જવાબદારી હતી કે મારા માઁ બાપની પણ કઈંક ઈચ્છાઓ હશે , બસ પણ મેં મારી વિચારોથી જ જીવવાનું પસંદ કર્યું છે એટલે મેં નક્કી કર્યું કે  ,નિયતીને જે કરવું હોઈ એ કરશે , હું માત્ર ઝીલને મળું તો ખરા !!

આગળનું જોવાઇ જશે!

બસ, સવારે મળવાનું થયું, ફરીથી સમજે બાનાવેલી રીતો , માણસોનો મેળો અને સર્ક્સના જોકરો બનેલા અમે બંને!!

મારા ઘરની સભ્યો ઝીલને અને તેના ઘરના સભ્યો મને એરપોર્ટ પર સ્કેનિંગ થાઈ એમ મારુ અને ઝીલનું બોલવાનું , ચાલવાનું , કપડાં અને બધું જ જોવે, કોઇક આંખ ચોરીને જોવે તો કોઈક બહાના કાઢીને બહાર આવીને જોવે..

બસ, મને તો જાણ જ હતી કે આજે આપણે તો ટીવીની screen જ છીએ જેમાં લોકો ધારી ધારી ને જોશે , પછી મારું score કાર્ડ બનાવશે જેમ ક્રિકેટમેચમાં દેખાઈ એમ!

પણ આ બધુ તો ઠીક છે ,અમને બેવ ને જે મનમાં ચાલતું હતું એની કોઈને જાણ જ નહોતી , અમને બંને વાતચીત કરવાનું જણાવવામાં આવ્યું,

20 મિનિટની વાતચીતમાં કોઈ પણ માણસ શું નક્કી કરી શકે?
મારુ તો ઠીક છે પણ એક છોકરી માટે કેટલું અઘરું હોઈ? , 20 મિનિટમાં નક્કી કરવાનું કે આ વ્યક્તિ માટે ઘર, માં બાપ બધું છોડી માત્ર જીવનસાથીની બનવાનું!

અઘરું , ઘણું અઘરું!

આખરે બંને વાતચીત કરવા બેઠાં....

વાતચીત કરવા તો બેઠા , પણ બોલવું શું ? અને વાતની શરૂઆત ક્યાંથી કરવી? આવા સવાલો મારા અને એના મનમાં રમતા હતા..

હું તો વધુ વિચારશીલ અને શબ્દ વાપરવામાં થોડી મહારત તો ખરી પણ ગુજરાતીમાં!!એટલે શરૂઆત કેમ કરવી અને શું પૂછું ઈવા વિચારો સેકન્ડોમાં દોડતા ...જ્યારે biodata માં ઝીલનું બેકગ્રાઉન્ડ મેં વાંચેલું DPS ની સ્ટુડન્ટ.. મને થયું કે ,ENGLISHમાં વાત તો કરી શકીશ પણ મારા શબ્દો એના હૃદય સુધી નઇ પોહચી શકે.

પછી યાદ આવ્યાં મારા મિત્રના શબ્દો કે જેનાથી હલકી SMILE આવી ફેસ પર!!

આટલું જોઈ ઝીલે પણ SMILE આપી..ને જેમ આકાશમાં ઝબુકતો એક તારો ધ્યાન ખેંચે  એમ એક બાજુ ગાલ પર પડતું એનું ડિમ્પલ દેખાયું મને..

પણ બીજી જ સેકન્ડે મિત્રના શબ્દો ફરી વિચારી હસ્યો, એ તમને કઈશ તો તમેં પણ હસી પડશો!!

હું છોકરી જોવા જાવ એ પહેલાં જ મને મિત્રએ કઈ દીધું કે," જો ભાઈ સપના ભલે દીપિકા કે ઐશ્વર્યાના આવતા હોય પણ ઘરે તો તબ્બુ કે તારક મહેતાની દયા જ આવશે!!"

અને પેલું ડિમ્પલ જોયું એટલે મારુ મગજ થન્કી ગયું ને મનોમન વિચાર્યું કે, તબ્બુવાળો કેસ નથી , આ તો દીપિકા વાળો કેસ જ છે!!

પણ હું રૂપથી કે કાયાથી લોભાવ એમ નહોતો એટલે મારે તો જાણવું હતું કે એ કેવા વિચારો ધરાવે છે? ,એને એના જીવનથી શું જોઈએ છે? એનો સ્વભાવ કેવો છે? આગળ ભણવું છે કે શું?

હવે, શરૂઆત કરી, નવી પેઢીનો શબ્દ :"hi "

છોકરી શરમાઈને અને confidence થી બોલી તો ખરા 'hi'..

આટલામાં મૅ ઘણું જાણી લીધું ! શબ્દ કાનથી સીધા હૃદય સુધી ! મેં ક્યાંક વાંચેલું કે, બે આંખની શરમ અને વાત કરવાની નિખાલસતા કે confidence, આ બે વસ્તુ હોઈ એવી છોકરીમાં તમેં જીવનસાથી  નિહાળી  શકો ...

આ તો વાત હતી મારી બાજુની...એના મગજના કે હૃદયમાં શું ચાલતું હશે એ હું સમજી શકતો હતો , સમાજની આ 'arrange mrg' પદ્ધતિમાં પીસાય તો છોકરીઓ જ છે! કેમ કે, આંધળું રમવામાં ક્યારેક ડફોળ જોકેરને પણ હીરો મળી જતો હોય!

પણ હું એની આ ભાવનાઓ જે અભિવ્યક્ત નહોતી કરી એ સમજી હૃદયમાં અનુભવી શક્તો હતો..એક આત્મીયતા આ "hi" શબ્દોમાં અનુભવાઈ ગયેલી મને તો...!