Atut dor nu anokhu bandhan - 1 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | અતુટ દોર નુ અનોખુ બંધન -1

Featured Books
Categories
Share

અતુટ દોર નુ અનોખુ બંધન -1

પરી...ઓ પરી...!!! જલ્દી કર મોડું થાય છે, રિક્ષા આવી જશે...કરતી એક નાનકડી ઢીંગલી બુમો પાડી રહી છે. તે છે સાચી.

જ્યારે સામે તો કંઈ ફેર જ ના પડતો હોય તેમ ગોલુમોલુ અને ક્યુટી એવી પરી કહે છે આવુ છુ થોડી શાંતિ રાખ....

એમ કહીને થોડી વારમાં પરી બે ચોટલામા મસ્ત ક્યુટી લાગતી પરી બેગ લઈને ભાગતી ભાગતી આવે છે...અને કહે છે તુ બહુ ઉતાવળ કરે છે...કંઈ મોડુ નથી થયુ !!

પરી તેના સ્વીટ શબ્દો માં આવુ કહે છે એટલે તેની મમ્મી હસવા લાગે છે...કારણ કે આ તેનુ રોજ નુ હતું.

ખરેખરમાં આ પરી સવાર માં ઉઠે જ નહી પરાણે ઉઠે એટલે મોટે ભાગે તેની આંખો બાથરૂમમાં નહાવા એની મમ્મી બેસાડે એટલે જ ખુલે.....!!!

પછી બંને જાય છે નીર્વી ના ઘરે તેને બોલાવવા માટે...તે તો ગેટ પાસે બંનેની રાહ જોતી ઉભી જ હતી.

નીર્વી નાની હતી પણ એકદમ પરફેક્ટનિસ્ટ હતી...ટાઈમ માં, કામમાં, બધામાં જ તે એકદમ સુઘડ અને પરફેક્ટ રહેતી.  તે થોડી ઘઉવર્ણી હતી પણ મસ્ત ઘાટીલી અને સારી હાઈટ અને મિડિયમ બાધા વાળી હતી.  તેને એક વાર કહો એટલે કામ થઈ જાય જ...બીજી વાર યાદ કરાવવાની જરૂર પણ ન પડે.

પછી ત્રણેય સાથે રીક્ષા માં બેસી ને સ્કૂલમાં જાય છે. આ ત્રણેય બેસ્ટ ફ્રેન્ડસ છે. પણ ત્રણેય વચ્ચે બહેનો કરતાં પણ વધારે પ્રેમ છે..સ્કુલ થી માડીને ઘરે બધીજ જગ્યાએ બધા સાથે જ હોય.

ત્રણેય પાચમા ધોરણમાં ભણે છે. સ્કૂલમાં પણ ભણવામાં ત્રણેય એકથી ત્રણમાં જ હોય. સાથે બીજી બધી જ એક્ટિવિટી માં પણ અવ્વલ નંબરે જ હોય. આખો દિવસ સાથે રમે.

રાત્રે લેશન પતાવીને રમતા રમતા કોઈ પણ એકના ઘરે ત્રણેય સુઈ જાય આ તેમનો નિત્યક્રમ છે. તેમના ફેમીલીમાંથી પણ કોઈ તેમને તેમની આવી સારી મિત્રતા ને લીધે ના નથી  પાડતા. બધાં એક જ સોસાયટીમાં રહે છે એટલે તેમની પર દેખરેખ પણ રહે.

નીર્વી ના ફેમિલી માં તેના નાની છે તે જ તેને સાચવે છે. તેના માતા પિતા તે બે વર્ષની હતી ત્યારે એક અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા. અને તેમાં નીર્વી નો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પછી તેના પરિવાર માં બીજુ કોઈ નહોતું તેથી તેના નાની તેને અહી લઈ આવ્યા છે. તેના નાનાને સરકારી નોકરી હતી તેથી તેમના મૃત્યુ પછી તેના નાની ને પેન્શન આવે છે અને સોસાયટીમાં પોતાનું ઘર છે આમ તેમનુ ગુજરાન ચાલ્યા કરે છે.

જ્યારે પરીના પેરેન્ટ્સ ના ડિવોર્સ થઈ ગયા હતા તેથી તે તેના મમ્મી પાસે જ રહે છે. પણ એની મમ્મી ને ગવર્મેન્ટ ટીચરની જોબ હતી. તેથી તેમની આર્થિક પરિસ્થિતિ સારી છે

જ્યારે સાચી એ તેના માતા પિતા નુ એક માત્ર સંતાન છે. પણ તે લોકો તેમની સ્થિતિ સારી હોવાથી ત્રણેય ને પોતાની દીકરીઓની જેમ જ રાખતા. સાચી એકદમ ચુલબુલી, થોડી બિન્દાસ પણ કેરિગ અને સુંદર અને નમણી છે. તેને ડાન્સ નો બહુજ શોખ છે.

ઘણીવાર તે નીર્વી પાસે કોઈ વસ્તુ ના હોય તો પણ તેઓ તેને ગિફ્ટ તરીકે લાવી ને આપી દેતા. જેથી એને જરાપણ ખરાબ ના લાગે.

આમ જ દિવસે દિવસે તેમની દોસ્તી મજબૂત બનતી જાય છે...અને તેઓ મોટા થતા જાય છે...

                  *     *     *     *     *     *

.......સાત વર્ષ પછી,

કલીઓ જેમ મોટી થઈને સુંદર પુષ્પ બનતા વાર નથી લાગતી તેમ દીકરીઓ પણ જેટલી દિવસે ના વધે એટલી રાત્રે મોટી થાય છે...એમ જ આ નાનકડી ઢીગલીઓ આજે મોટી થઈને સુંદર અપ્સરાઓ બની ગઈ છે.

ત્રણેય કોલેજમાં આવી ગઈ છે પણ તેમની દોસ્તી હજુ પણ એવી જ છે એના કરતાં વધી ગઈ છે...અને કોઈ પણ વાત એવી ના હોય જે ત્રણેય ને એકબીજા થી છુપી હોય.

નીર્વી અને પરીને M.Sc.It કરવુ છે જ્યારે સાચી M.B.A. કરીને બિઝનેસ કરવા માંગે છે. પણ ત્રણેય કોમર્સ લાઈનમાં સારા ટકાએ પાસ થયેલા છે એટલે એક સારી કોલેજમાં ત્રણેય અભ્યાસ કરે છે.

હવે ત્રણેય ફાઈનલ કરે છે કે આપણે મેરેજ એક ઘરમાં કરીશું જ્યાં ત્રણ ભાઈઓ હોય....

શુ નીર્વી ,પરી અને સાચીની આ ઈચ્છા પુરી થશે કે કેવા મોડ આવે છે તેમની લાઈફ માં જાણવા માટે વાચતા રહો, અતુટ દોર ને અનોખું બંધન -2

next part ......... publish soon......................

.