અત્યારે થોડાક ફ્રી કલાકો મળ્યા અને હમણાં ઘણા સમયથી હું જે ફીલ કરું છું એ લખવાનો વિચાર આવ્યો...
આ આર્ટિકલ હ્યુમન ટચ પર છે. હ્યુમન ટચ એટલું બધું કિંમતી અને જરૂરી છે એ આપણે સૌ જાણીએ છીએ પણ અત્યારની પરિસ્થિતિ તદન વિરુદ્ધ છે.
આપડે બધાને હ્યુમન ટચ ની જરૂર હોય છે. થોડાક દિવસ પહેલા જ આ વિષયે એક સરસ લેખ પણ વાચેલો એમાં એક વાક્ય ખૂબ સરસ લખ્યું હતું લેખકે, ટચ સ્ક્રીન આવતાં હ્યુમન ટચ જતો રહ્યો.
લાખો લોકો અત્યારે ડિપ્રેશન, માનસિક તણાવ અને સ્ટ્રેસ ના દર્દી બની રહ્યા છે, અલમોસ્ટ બધા જ લોકો, એમ કહીએ તો પણ ચાલે, કેમ કે હ્યુમન ટચ રહ્યો જ નથી હવે.
અને હવે આપડે જોઈતું હોય તો પણ ટચ મળી નથી શકતો અને હવે તો બોરિંગ બની ગયું છે, લોકોને મળવું, હાલ ચાલ પૂછવા, પગે લાગવું એ બધું બદલાઈ રહ્યું છે.
બર્થડે શુભેચ્છાઓ થી માંડીને પુણ્યતિથિ સુધી બધી લાગણીઓ ટચ સ્ક્રીન પર જ ફેરવાય છે.
એક દિવસ ટચ સ્ક્રીન જો સાથે ના હોય તો જાણે દુનિયા કાઈક અધૂરી છે એવું લાગે, પછી ભલેને સાથે રહેનાર સાથે હોય કે ન હોય.
મારી પોતાની વાત કરું તો, હું આ લખું છું જ એટલા માટે કે ટચ સ્ક્રીન થી બહાર નીકળીને એક હ્યુમન ટચ લાવિયે.
ઘણા માબાપ દીકરીઓને બહાર જવાની રજા નથી આપતાં પણ એજ માબાપ એને મોબાઈલ અપાવે છે, અરે પણ મોબાઈલ થી તો એ અત્યારે ચાહે ત્યાં જઈ શકે છે, ઓનલાઇન, એ પણ કઈ ચિંતા કર્યા વગર કેમ કે સાચે ક્યાં કંઈ જવાનું છે જ. કહેવાનું એમ છે કે છોકરાવ ને હ્યુમન ટચ શીખવવું જોઈએ
અત્યારે ઓનલાઇન ડેટિંગ ના ફ્રોડ પણ વધતા જાય છે કેમ કે એક ચિંતા ઓછી થઈ ગઈ કે સાચે મળવાનું તો છે જ નહિ, ઓનલાઇન અમુક સમય માટે સબંધ ચાલશે પછી જો કોઈને સાચે મળવું હશે અને બીજાને ઈચ્છા નહિ હોય તો બ્લોક નું ઓપ્શન તો છે જ! આ વાસ્તવિકતા છે.
હું એમ નથી કહેતો કે આ સારું છે કે ખરાબ છે, આ જે છે તે, પણ હ્યુમન ટચ ખોઈ ન બેસવુ જોઈએ, નહિતર માણસ માંથી માણસાઈ નીકળી જશે, બધા મશીન ઓર જાનવર બનીને રહી જશે.
ઘણા લોકો વિકૃતિ ના શિકાર પણ હ્યુમન ટચ ના મળવાથી થઈ જતાં હોય છે.
વિદેશોમાં હ્યુમન ટચ માટે નોકરીઓ પણ છે. એવા પરિવાર, સ્ત્રી કે પુરુષ જેમના જીવનસાથી ખૂબ દૂર નોકરી કરતા હોય કે રોજગાર અર્થે ખૂબ દૂર રહેતા હોય, જેમ કે આર્મીમાં હોય કે પછી કોઈપણ એવી ડયુટી પર હોય ત્યારે એમના પાર્ટનર, બીજા એક પ્રોફશનલ હ્યુમન ટચ એક્સપર્ટ સાથે સંપર્કમાં આવે છે, એ તેમને હગ કરી શકે, વ્હાલ કરે તથા એમને જે જોઈતું હોય એ આપે. આમાં ખોટું ના વિચારશો, આમાં ક્યાંય સેક્સ ની વાત નથી કરી રહ્યાં.
દુનિયા કઈ તરફ જાય છે? જીવનસાથી દૂર હોય એટલે બીજા કોઈ માણસ ને મશીન ની જેમ ઉપયોગ કરીને એમનો સ્પર્શ મેળવવો પડે છે.
આપણે જો ફરી થી ટચ સ્ક્રીન છોડી શકીએ, અઠવાડીયા માં એક દિવસ આપણા લોકોની સાથે જીવી શકીએ, મિત્રો સાથે ફરી શકીએ, માબાપ સાથે બેસીએ, નવા લોકોને મળીએ, નવા મિત્રો બનાવીએ, નવા સ્થળે ફરવા જઇએ, કુદરત નો અનુભવ કરીએ, બધું ઓનલાઇન નહિ હો, જાતે જ જઇએ તો કેટલું સારું, કેટલી મજા આવે, જાણે જિંદગી કાઈક અલગ લાગે.
Thanks for reading
તમારા મંતવ્યો જરૂર જણાવજો.