Whatsapp thi facebook sudhi ni safar - 1 in Gujarati Fiction Stories by Mayuri Mamtora books and stories PDF | Whatsapp થી facebook સુધીની સફર - 1

Featured Books
Categories
Share

Whatsapp થી facebook સુધીની સફર - 1

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો

આ પ્રેમકથા કાલ્પનિક છે..એમાં લખેલા નામ,પાત્રો, સ્થળ બધુ જ કાલ્પનિક છે..

મોટા ભાગના લોકોની મિત્રતા facebookથી whatsapp સુધી પહોંચતી હોય છે. પણ અમારા કેસમાં ઊંધુ હતુ..વાત જાણે એમ છે કે અમારી મિત્રતાની શરૂઆત whatsappથી થઇ હતી..અને પછી અમારી મિત્રતા whatsappથી facebook સુધી પહોચી હતી...પણ આ whatsappથી facebook સુધી પહોંચવાની અમારી સફર રસપ્રદ હતી..તો ચાલો જોઈએસફર...
...........
ઢળતી સાંજ..
અને આખરે એ સમય આવી જ ગયો જયારે હુ અને એ મળવાના હતા...

હું ઓફિસેથી કામ પતાવી ઘરે પરત ફરી રહી હતી.. પણ તે દિવસે મારો ઉત્સાહ કંઈક અનેરો જ હતો, જેવી રીતે ફિલ્મોમાં બતાવેને કે હીરો-હીરોહીન મળવાના હોય ત્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગવા લાગે..એ જ રીતે એ દિવસે મારી આજુબાજુ મને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાતુ હતુ. અને હું કોઈ હિન્દી ફિલ્મની હીરોહીન હોવ તેવુ એ દિવસે મને લાગી રહ્યું હતુ..હા પણ.. હું હીરોહીન તો નહોતી પણ એ ચોક્કસ હીરો જ હતો...હિન્દી ફિલ્મોમાં જેવો બતાવે અદલ એવો જ હીરો.. કોઈ પણ છોકરી એના તરફ આકર્ષિત થઇ જાય એવો લાગતો હતો..એનામાં કાંઈક તો એવો ચાર્મ હતો જે મને એના તરફ ખેંચી રહ્યો હતો..પણ આ ચાર્મ મિત્રતા હતી કે મિત્રતાથી કાંઈક વિશેષ એ વાતથી હું અજાણ હતી... અને હુ sure પણ નહોતી કે આ પ્રેમ છે?મિત્રતા છે કે મિત્રતાથી વધુ?કે પછી ફક્ત આકર્ષણ...પણ ફક્ત આકર્ષણ હોય એવુ મને નહોતુ લાગતું ...

ફોટોમાં તો એને મે ઘણીવાર જોયો હશે,પણ પણ રીયલમાં એ કેવો દેખાતો હશે..?અને જયારે એ મને મળશે ત્યારે હું એની સાથે વાતો કઈ રીતે કરી શકીશ..?!!કારણકે ચેટિંગમાં તો સરળ હતી વાતો કરવી..પણ નજરની સામે જયારે એ રૂબરૂ થશે ત્યારે શું હું એની નજરોમાં નજર મેળવી બિન્દાસ વાતો કરી શકીશ જે રીતે ચેટિંગમાં કરી શકતી હતી!!!એવા બધા વિચારોમાંને વિચારોમાં જ મારો રસ્તો ક્યાં કપાઈ ગયો મને ખબર જ ના રહી....

એક વર્ષ સુધી અમારા બન્નેનું ચેટિંગ ચાલ્યુ..હા ક્યારેક ફોન પર ય વાતો ય કરી..અને આ એક વર્ષમાં અમે ઘણી વખત મળવાનો પ્લાન કર્યો હતો..પણ કોઈને કોઈ કારણોસર અમારા મળવાના પ્લાન પર પાણી ફરી જતુ હતુ. જાણે કુદરત ઈચ્છતી જ નહોતી કે અમે મળીએ..

એક વર્ષના ચેટિંગ બાદ આખરે મારી આતુરતાનો આજે અંત આવવાનો હતો...પણ શું આ વખતે અમે મળી શકીશુ?કે ફરી મળવાનો પ્લાન કેન્સલ થશે...એ હું નહોતી જાણતી.. પણ આ વખતે મને વિશ્વાસ હતો કે અમે ચોક્કસ મળીશુ...

રવિવારે અમે મળવાનુ નક્કી કર્યુ...કારણકે રવિવારે અમને બન્નેને રજા હોય..અને રવિવારે સવારે 10 વાગ્યે એનો મેસેજ આવ્યો કે હુ બસમાં બેસી ગયો છુ..સાંજ સુધીમાં જામનગર પહોંચી જઈશ..આજે પણ એ મેસેજ મે સાચવી રાખ્યો છે..અને આજે પણ જયારે હું એ મેસેજ વાચું ત્યારે થોડીવાર માટે હું કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ જાવ છુ...

તે દિવસ મારા માટે ખાસ દિવસ હતો...મારૂ રોજિંદુ કામ પતાવી સવારે 9 વાગ્યે હુ ઓફિસે તો પહોંચી ગઈ હતી..પણ હું શરીરથી જ ઓફિસે હતી...મારૂ મન તો એના વિચારોમાં જ ખોવાયેલુ હતું..
..............

અરે!!એની વાતોમાં ને વાતોમાં હુ તમને મારો પરિચય કરાવવાનો તો ભૂલી જ ગઈ...હુ મેઘા ઝવેરી...ઉર્ફે 'કાઠિયાવાડી ગર્લ'અને મારૂ ગામ જામનગર..
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મારૂ ગ્રેજ્યુએશન પુરૂ થયા ને આજે ત્રણ વર્ષ વીતી ચુક્યા છે..અને મારી નોકરીને અઢી વર્ષ..મારૂ બી.કોમ પત્યા બાદ મને 2 મહિનામાં જ એકાઉન્ટન્ટની નોકરી મળી ગઈ હતી...પણ નોકરીમાં 6 મહિના વિતાવ્યા બાદ મને વિચાર આવ્યો કે નોકરી બદલાવવી જોઈએ..જોકે એ નોકરીમાં કોઈ વાંધો નહોતો પણ પગાર મને ઓછો લાગતો હતો..તેથી મને વિચાર આવ્યો કે કોઈ મોટા એવા સિટીમાં એવી કંપનીમાં નોકરી શોધવી જોઈએ જેનુ પગારધોરણ સારૂ હોય..અને મે સાંભળ્યુ હતુ કે અમદાવાદમાં અહીંયા કરતા પગાર ધોરણ વધારે સારૂ છે..તેથી મે મારા અમદાવાદવાળા ભાઈ રવિને મારા માટે કોઈ સારી એવી નોકરી શોઘી રાખવા કહ્યુ....
અઠવાડિયા પછી રવિનો ફોન આવ્યો કે એણે મારા માટે એક સારી એવી નોકરી શોધી રાખી છે..રવિનો મિત્ર પ્રિયેશ જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાં એકાઉન્ટન્ટની પોસ્ટ માટે એક જગ્યા ખાલી હતી.. પ્રિયેશ અમદાવાદની મલ્ટીનેશનલ કંપનીમાં એકાઉન્ટન્ટ હતો..અને એની જ કંપનીમાં નોકરી માટે મારા ભાઈ એ પ્રિયેશને મારૂ Resume મોકલ્યુ હતુ..અને નોકરી વિશે વધારે માહિતી લેવા માટે એણે મને પ્રિયેશનો નંબર આપ્યો હતો..

મે એનો નંબર મારા ફોનમાં સેવ કર્યો..અને પછી મે એને ફોન કરવાનુ વિચાર્યું.. પણ પછી મને થયુ ફોન કરવા કરતા whatsappma જ પૂછી લેવુ વધુ સારૂ રહેશે..તેથી મે એને મેસેજ કર્યો..

એ દિવસે પહેલી વખત મે એની સાથે whatsappમાં વાત કરી..ફક્ત નોકરી વિશેની વાતો...નોકરી અમદાવાના ક્યા વિસ્તારમાં છે..?મારૂ કામ શું રહેશે..?મને પગાર શું મળશે..?અને એના સિવાયના નોકરીને લગતા બધા જ પ્રશ્નો મે એને પૂછી લીધા હતા..અને એણે એકદમ શાંતિથી મને બધા જ જવાબો આપ્યા હતા..એના જવાબ આપવાની સ્ટાઇલ પરથી મને લાગ્યુ હતુ કે છોકરો બહુ સીધો છે..પણ આગળ જતા મારૂ આ અનુમાન કદાચ ખોટુ સાબિત થવાનુ હતુ...!!

2 દિવસ રહીને મે એને મેસેજ કરી અમદાવાદની નોકરી માટે ના પાડી દીધી..કારણકે મને જેટલો પગાર અમદાવાદમાં મળે.. એમાંથી ત્યાં રહેવાનો ભાડા ખર્ચ વતા ખાવાપીવાનો ખર્ચો કાઢવો... અને આ બધુ બાદ કરતા મારા પાસે કાંઈ ના બચત..એના કરતા તો મને જામનગરમાં પોષાય એમ હતું..એટલે મે એને એ નોકરી માટે ના પાડી દીધી...અને એણે એકેય જાતના સવાલ જવાબ કર્યા વગર ઓકે કહી વાત ટૂંકાવી..

જોકે આજકાલના છોકરાઓ તો છોકરીના ફોન નંબર મેળવવા માટે ફાંફા મારતા હોય છે... અને જો નંબર મળી જાય તો છોકરી વિશે જાણવા માટે તેઓ અનેક સવાલ-જવાબો કરતા હોય છે.. પણ એ લોકોમાંનો આ નહોતો.. આની પાસે તો મારા ફોન નંબર હોવા છતાં એણે મને સામેથી એક મેસેજ નહોતો કર્યો..
પણ એક વખત મે એને સામેથી મેસેજ કર્યો.આમ તો મને કોઈને સામેથી મેસેજ કરવા ઓછા ગમે પણ તે દિવસે મને થયુ ચાલને મેસેજ કરૂ....મે એને સવારે hii લખી મેસેજ કર્યો..અને એ મેસેજમાં બ્લુ ટિક છેક રાત્રે થયુ..અને એના કલાક પછી રાત્રે દસ વાગ્યે એનો રિપ્લાય આવ્યો...hello...મે પૂછ્યું કેમ છે?અને એનો રિપ્લાય આવ્યો બસ મજા..મને હતુ એ મારા વિશે કાંઈક પૂછશે પણ મારી એ ધારણા ખોટી સાબિત થઇ...અમારૂ ચેટ તો ફક્ત 2 મિનિટમાં પતી ગયુ...મને મનમાં થયુ હશે ચાલો...અમે એકબીજાને ઓળખતા જ નથી પછી શું વાતો થઈ શકે...!
એનુ whatsapp dp મને બતાવતુ નહોતુ..કદાચ એણે મારો નંબર સેવ નહી કર્યો હોય...મને થયુ..હશે વાંધો નહી એમ પણ એ અને હુ એકબીજાથી અજાણ જ છીએને...
........

થોડા દિવસો પછી મારૂ ધ્યાન પડ્યુ કે એનુ whatsapp dp મને બતાવવા લાગ્યુ..કદાચ એણે મારો નંબર સેવ કરી લીધો હશે..અને એ dp જોવા માટે જેવુ મે એની પ્રોફાઈલ પર ક્લિક કર્યુ..હું બે ઘડી એનુ dp બસ જોતી જ રહી ગઈ..
ગોરો વર્ણ,ચહેરા પર આછી એવી ફ્રેન્ચ કટ દાઢી..,કુલ હેરસ્ટાઇલ,ચહેરા પર નાનુ એવુ તલ..અને હાઈટ હશે અમમ... 5'9"ની આસપાસ કદાચ...આંખો પર આછા ભૂરા રંગના ગોગલ્સ અને એ ગોગલ્સમાં પડતી પીળાશ રંગની ઝાંયમાં દેખાતુ એના આસપાસનુ કુદરતી દ્રશ્ય...
એનુ dp જોઈને તો હુ ક્ષણભર માટે મંત્રમુગ્ધ બની ગઈ..જાણે જોઈ લો કોઈ hero..

પછી મને થયુ કદાચ કોઈ હીરોનો ફોટો એણે એની પ્રોફાઈલ પર રાખ્યો હશે..ઘણા લોકો પોતાની પ્રોફાઈલમાં હીરો અથવા હીરોહીનના ફોટો રાખતા જ હોય છે..હીરોનું નામ પૂછવા માટે મે એને મેસેજ કર્યો..આ વખતે તરત જ બ્લુ ટિક થઈ ગયુ...કારણકે એ ઓનલાઇન જ હતો..વાતો વાતોમાં જ મે એને એ dp વાળા હીરોનું નામ પૂછ્યુ..પણ એને મજાક સુઝી હશે..એણે કીધુ એ હીરો તો હોલિવુડની ફિલ્મોમાં આવે છે....હું સમજી ગઈ કે આણે મારી મસ્તી કરી નાખી...મે પણ સામે મસ્તીમાં પૂછ્યુ અચ્છા એમ..તો એનુ નામ તો જણાવો..તો એ કહે છે કે હેરી પૉર્ટરનો ભાઈ છે..મે પણ એના અંદાજમાં જ જવાબ આપ્યો..તુક્કો માર્યો..અને રિપ્લાય કર્યો..ઓહ એવુ..પણ મે તો એના સગ્ગા ભાઈનો ફોટો જોયો છે..એ કાંઈ આવો નથી દેખાતો...પણ જવાબ આપવામાં એ મારાથી 10 ડગલા આગળ હતો..મને કહે કે તમે એમ કેમ માની લીધુ સગ્ગો ભાઈ.!?હું તો એનો પિતરાઈ ભાઈ છુ...થોડી દલીલ ચાલી અમારા બન્ને વચ્ચે અને અંતે મે એની સામે મારી હાર સ્વીકારી લીધી..સારૂ તમે જીત્યા..અને એના રિપ્લાયમાં cool ? emoji આવી..

Dp હશે કદાચ કોઈ serial કે filmના હીરોનુ મારે શું..!એવુ વિચારીને મે topic change કર્યો..અને એના વિશે જાણવા માટે થોડા સવાલો કર્યા...પણ મારા એક પણ સવાલનો એણે મને સીધો જવાબ ના આપ્યો...

પણ હા મને એટલી ખબર ચોક્કસ પડી ગઈ હતી કે પહેલી વખત નોકરી બાબતે જયારે મારી એની સાથે વાત થઈ હતી, ત્યારે મે જેવો એને ધાર્યો હતો એટલો સીધો તો એ નહોતો જ..છતાં પણ કાંઈક તો ખાસ હતુ એનામાં.. ખબર નહી એ દિવસે એની સાથે વાત કર્યા બાદ મને એના વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ...ક્રમશ...