જેમ સનાતન ધર્મ જીવન જીવવાની ઉત્તમ રીત છે. તે જ પ્રકારે યોગ પણ પ્રાચીન સમય માં ઋષિમુનિઓ દ્વારા વિકસિત કરાયેલી જીવન જીવવાની આદર્શ રીત હતી (છે). જે વર્તમાન સમય માં અમુક પ્રકાર ના આસનો માં બંધાઈ ને સંકુચિત થઈ જવા પામી છે.
યોગ ની સમજણ માટે તેની વ્યાખ્યા કરવી એ હિમાલય ચડવા જેવું કપરું કામ છે. આથી યોગ ને સમજવા ભગવાન શ્રીકૃષ્ણ ના મુખે ગવાયેલી ગીતા નો આશરો લેવો પડે તેમ છે. કારણ કે એક રાજ્ય થી અન્ય રાજ્ય અને એક દેશ થી અન્ય દેશ જતા યોગ ની વ્યાખ્યા ફેરફાર પામે છે. સૌ સૌની સમજણ પ્રમાણે અર્થઘટન કરે છે. પણ ગીતા યુનિવર્સલ છે. આથી ભગવદ્દ ગીતા માં વર્ણવેલા યોગને સમજવાનો પ્રયત્ન કરીએ.
ભગવદ ગીતા પ્રમાણે યોગ એટલે (1) સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા માં મન ને સંતુલિત રાખવાની ક્રિયા. મન ને કાબુ માં રાખીને સ્થિતપ્રજ્ઞ રહેવું એટલે જ યોગ. (2) દરેક કાર્ય ને પુરી તન્મયતા અને સંપૂર્ણતા સાથે કરવું. દરેક કાર્ય કરવામા વિવેકબુદ્ધિ વાપરવી એટલે જ યોગ. (3) દુઃખો નો અંત આણનાર અને પીડા નો નાશ કરે તે યોગ. યોગ એ જીવન નો અંતિમ રહસ્ય છે. જેને જાણી લેવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. (4) યોગ એટલે પવિત્રતા. પવિત્ર જીવન જીવનાર દરેક વ્યક્તિ યોગી છે. (5) 'યોગસૂત્ર' ના લેખક પતંજલિ ના જ્ઞાન પ્રમાણે યોગ એટલે મન ના તરંગો માં આવતા ફેરફાર પાર કાબુ મેળવવાની ક્રિયા. અર્થાત ચંચળ મન ને પોતાના આધિન રાખવાની ક્રિયા એટલે યોગ.
ભગવદ્દ ગીતા પ્રમાણે યોગ ના પાંચ પ્રકાર છે.
1) જ્ઞાન યોગ- આ પ્રકાર ના યોગ માં પ્રશ્નો પૂછીને જ્ઞાન મેળવવા માં આવે છે. જે વૈદિક કાળ ની પ્રશ્નોત્તરી પરંપરા ને ઉજાગર કરે છે. મહાભારત, ગીતા પણ પ્રશ્નોત્તરી ના ફોર્મેટ માં જ છે ને.
2) કર્મયોગ - આ યોગ માં નિઃસ્વાર્થભાવે ધાર્મિક કાર્ય કરવામાં આવે છે.અને ફળ ની ચિંતા ને અવેદ્ય ગણવામાં આવે છે.
3) ભક્તિયોગ - આ યોગ સાત્વિક પ્રેમ અને ભગવાન ની ભક્તિ ને અર્પિત છે. ગીતા માં ભક્તિયોગ ને સર્વશ્રેષ્ઠ યોગ કહેવામાં આવ્યો છે.
4) રાજયોગ - રાજયોગ માં ધ્યાન અને શારીરિક કષ્ટ આપતા તપ નો સમાવેશ થાય છે.
5) હઠયોગ - આ પ્રકારના યોગમાં શરીર અને મન ની એકતા પર ભાર મૂકવામાં આવે છે. વિવિધ પ્રકાર ના આસનો અને પ્રાણાયામ એટલે હઠયોગ. સૌ માટે હઠયોગ એટલે જ યોગ.
21જૂને ઉજવાતો 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' વાસ્તવ માં હઠયોગ નો જ પ્રકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ની પહેલ ને કારણે જ સૌથી લાંબા દિવસ 21જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ ડે જાહેર કરવામાં આવ્યો છે. યોગ ની ખોજ નો શ્રેય નિર્વિવાદપણે ભારત ને મળે છે. તે જ રીતે સૌપ્રથમ યોગિક ક્રિયાઓ, આસનો અને પ્રાણાયામ ને વ્યવસ્થિત પણે ગ્રંથસ્થ કરવાનો શ્રેય મુનિ પતંજલિ ને જાય છે. પતંજલિ એ તમામ યોગનું વર્ણન તેમના ગ્રંથ 'યોગસૂત્ર' માં કર્યું છે. આથી તેમને યોગ ના આદ્યપિતા ગણી શકાય. પણ પરમપિતા તો શ્રીકૃષ્ણ જ રહેવાના.
પ્રાચીન હિંદુ ધર્મગ્રંથો પ્રમાણે કુંડલીની શક્તિ જાગ્રત કરવા માટે યોગાસનો અને પ્રાણાયામ નિયમિતપણે ખામીરહિત રીતે કરવા અનિવાર્ય છે. જો કે આ માટે વર્ષો ની સખત આરાધના કરવી પડતી હોય છે. કુંડલિની શક્તિ જાગ્રત કરવા માટે વિવિધ અંગો માં રહેલા જે તે દિવ્ય ચક્રો ને જાગ્રત અને ગતિશીલ કરવા પડે છે. જે ફક્ત યોગ થકી જ સંભવ છે....