VISHAD YOG- CHAPTER-25 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ - પ્રકરણ - 25

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વિષાદ યોગ - પ્રકરણ - 25

______________________________________________________________________

નિશીથ ફોન મુકી થોડીવાર સુનમુન બેસી રહ્યો એટલે કશિશે પુછ્યું “ શું થયું નિશીથ કોનો ફોન હતો? અને તું કેમ આમ ઉદાસ થઇ ગયો?”

નિશીથે કશિશ સામે જોયું અને પછી બોલ્યો “મે કાલે રાતે જે માણસને કામ સોપ્યુ હતું. તે રોમેશ મેકવાનનો જ ફોન હતો. તેણે પેલા અનાથાશ્રમના ચોકીદાર વિશે તપાસ કરાવી અને તેને જાણવા મળ્યુ છે કે આ બંનેએ વિસ વર્ષ પહેલા સુર્યેશ્વર મહદેવ મંદીરના આચાર્યનું ખુન કરેલું અને તેને લીધેજ તે લોકોને જેલની સજા થયેલી. તેમાંથી એક તો હજુ હમણાજ જેલમાંથી છુટીને આવ્યો છે. તે પછી જે વાત કરી તે તો આપણે જાણીએ જ છીએ કે આચાર્ય પાસે એક છોકરો હતો અને તેને તે લોકો એ તેને હોડીમાં છોડી દીધો. એજ વાત કરી.”

આ સાંભળી બધાજ વિચારમાં પડી ગયાં. થોડીવાર બાદ સમીરે કહ્યું “નિશીથ આપણને એ તો સમજમાં આવે છે કે તે જે બાળક હતું તે તું જ છે. પણ તારો આચાર્ય સાથે શું સંબંધ છે તે હજું જાણતા નથી. આ ઉપરાંત તે લોકોએ આચાર્યને શું કામ માર્યા એ પણ આપણે જાણતા નથી. મને લાગે છે કે જો આ પ્રશ્નના જવાબ આપણને મળી જાય તો તારા સ્વપ્નનું રહસ્ય પણ સમજાય જાય.”

આ સાંભળી નૈનાએ કહ્યું “ મને લાગે છે આ ચોકીદાર બધુજ જાણે છે. જો આપણે તેને પકડીશું તો બધીજ વાત ખબર પડી જશે.”

“પણ ચોકીદાર જો આમા સંકળાયેલો હોય તો પછી તે આપણને સાચી વાત શું કામ કરે? અને તે તો જાણેજ છે કે હું તેની પાછળ પડેલો છું. એટલે તો તે મારાથી જેમ બને તેમ દૂર રહેવા પ્રયત્ન કરે છે. અને આમ પણ તે તો ત્યારે પણ મને મારી નાખવા માંગતા હતા, તો અત્યારે મને મદદ કરવાનો તો કોઇ સવાલ જ નથી. અને એક વાત તમને બધાને કહી દઉં છું આ વાતમાં જે પણ ગુનેગાર છે તેને હું છોડીશ નહીં. કારણકે આ સ્વપ્ન મને એટલે જ અહી ખેંચી લાવ્યુ છે કે સાચા ગુનેગારને સજા મળે.”

આ સાંભળી અને નિશીથના હાવભાવ જોઇને કશિશને ડર લાગ્યો કે નિશીથ આવેશમાં આવી કોઇ ખોટું પગલું ના ભરી લે એટલે તેણે સમીર સામે જોયું. સમીર પણ કશિશનો ઇસારો સમજી ગયો અને બોલ્યો “ જો નિશીથ આવેશમાં આવી જો કોઇ પગલું ભરીશું તો આપણે ફસાઇ જઇશું. શાંત મગજ રાખી અને આયોજન પુર્વક આગળ વધીશું તો ચોક્કસ તારા સ્વપ્નનું રાજ જાણી શકીશું. જો તે લોકો ગુનેનાર હશે તો તેને પણ ચોક્કસ સજા મળશે.”

આ સાંભળી કશિશ વચ્ચે જ બોલી ઉઠી “નિશીથ મને લાગે છે કે ગુનેગાર કોઇક બીજુંજ છે. કેમકે જો આ લોકોજ ગુનેગાર હોત તો તેનેતો તેના ગુનાની સજા મળી ચુકી છે. તો પછી તને સ્વપ્ન કેમ આવે છે?”

આ સાંભળતા જ નિશીથે કહ્યું “ હા યાર કશિશ, તારી વાત સાચી છે. આમા બે શક્યતા હોઇ શકે એક તો આ બને એ જે ગુનો કર્યો છે તેના પ્રમાણમાં આ સજા ખૂબ ઓછી હોય. અથવા આ બંને નિર્દોશ હોય અને ગુનેગાર કોઇ બીજો છે. હવે આપણે શોધી કાઢવાનું છે કે આ બંનેમાંથી કઇ સંભાવના સાચી છે.”

“મને લાગે છે કે આ બંનેને તેની સજા મળી ગઇ છે. સાચો ગુનેગાર તો કોઇ બીજોજ છે. કારણકે જો આ બંને ગુનેગાર હોત તો આપણે તેના સુધી પહોંચીએ તેની રાહ ન જોતા હોત. તે જો ગુનેગાર હોતતો તેણે આપણને અહીંથી દુર કરવા માટે કોઇ પગલું જરૂર ભર્યુ હોત.” સમીરે પોતાનો મત રજુ કરતા કહ્યું.

“મને પણ સમીર અને કશિશની વાત સાચી લાગે છે. આ બને એ ગુનો ચોક્કસ કર્યો છે. પણ તેને તેની સજા મળી ગઇ છે. હજુ કોઇ છે જેનો ગુનો ખુબ મોટો છે અને તેને સજા મળવાની બાકી છે. અને એટલે જ તને સ્વપ્ન આવે છે.” નૈનાએ પણ સમીરની વાતમાં સંમતી આપતા કહ્યું

“ તો હવે શું કરવું છે? આગળ કઇ રીતે વધવું છે? નિશીથે પુછ્યું

“ મને લાગે છે કે “ હજુ પેલા રોમેશ મેકવાનને વધુ માહિતી લાવવા માટે કહેવુ જોઇએ. અને જો કંઇ ના મળે તો પછી પેલા ચોકીદારને જ મળવું પડશે.” સમીરે કહ્યું.

“ પણ આમ કેટલો સમય રાહ જોઇને બેસી રહેશું? કંઇક તો આગળ વધવુ પડશે ને.” નિશીથે અકળામણ વ્યક્ત કરતા કહ્યું.

“ જો નિશીથ ક્યારેક થોડી ધીરજ રાખવી પડે. એકાદ દિવસ રાહ જોઇએ નહીંતર પછી પેલા ચોકીદારને પકડીશું અને તેને પકડતા પહેલા તેની પાસેથી કંઇ રીતે માહિતી કઢાવવી તે પણ વિચારવુ પડશે. તે પણ જેલમાં જઇ આવેલો છે એટલે રીઢો ગુનેગાર થઇ ગયેલો હશે. આપણે કહેશું એટલે તે સીધો બોલવા નહી મંડે. તેની પાસેથી માહિતી કઢાવવા માટે સામ દામ દંડ ભેદ અજમાવવા પડશે. આપણે એકાદ દિવસમાં કંઇ રીતે માહિતી કઢાવિશુ તે વિચારી લઇએ ત્યાં સુધીમાં જો કંઇ નવુ જાણવા મળી જાય તો ભલે.” સમીરે નિશીથને સમજાવતા કહ્યું.

“ તેની પાસેથી કંઇ રીતે માહિતી કઢાવવી એ તુ મારા પર છોડી દે. એક દિવસ રાહ જોઇએ નહીંતર હવે હું છું અને તે ચોકીદાર છે.” ત્યારબાદ બધા ત્યાંથી છુટા પડ્યાં

રાતે નિશીથને ફરીથી તેજ સ્વપ્ન આવ્યુ અને સ્વપ્નમાં આગળ તેને એક ડુંગર દેખાયો અને ડુંગરના પગથીયા દેખાયા અને પગથીયાની બાજુમાં મોટા પથ્થર પર તેને આક્રૃતિ કોતરેલી દેખાઇ . અચાનક નિશીથ ઝ્બકીને જાગી ગયો. આજે તેને સ્વપ્નમાં પહેલી વખત ડુંગર દેખાયો હતો. અને આ આકૃતિ તેને પહેલી વાર દેખાઇ હતી. અચાનક તેનુ ધ્યાન તેના હાથ પર કોતરાયેલા ટેટુ પર ગયું અને તેને યાદ આવ્યુ કે આ આકૃતિનો અડધો ભાગ તો તેના હાથ પરના ટેટુમાં દોરેલા અર્ધા ત્રિશુલનોજ હતો. આ યાદ આવતા તે વિચારમાં ખોવાઇ ગયો કે આ કોઇ સંકેત છે કે પછી આખો દિવસ આ વિચારોને લીધે તેને આવુ સ્વપ્ન આવ્યુ. તે ક્યાંય સુધી વિચારતો રહ્યો અંતે મગજ થાકી ગયું અને તે ફરીથી નિંદ્રાદેવીના શરણે જઇ ચડ્યો.

સવારે ઉઠીને નિશીથે બધાને સ્વપ્નની વાત કરી. “મને લાગે છે આ સ્વપ્ન જરૂર કોઇક સંકેત છે. જે આપણને આગળ જવાનો રસ્તો બતાવશે.” કશિશે કહ્યું.

“પણ અત્યાર સુધીની વાતમાં ક્યાંય ડુંગરનો ઉલ્લેખ તો આવ્યોજ નથી.” સમીરે કહ્યું.

“પણ મારા હાથ પરનું ટેટું તે આકૃતિમાં હતુ એટલે ચોક્કસ તેની સાથે કોઇ સંબંધ તો છેજ. શું સંબંધ છે? તે આપણે શોધવું પડશે.” નિશીથે સમીરને સમજાવતા કહ્યું.

“હજુ તો આ ચોકીદાર વાળુ કોકડુ ઉકેલ્યુ નથી ત્યાં આ ડુંગરવાળું આવ્યું. નિશીથ મને લાગે છે તારો કેસ તો સી.બી.આઇને સોપવા જેવો છે.” નૈનાએ મજાક કરતા કહ્યું.

“આ અમારો સમીર કાંઇ સી.બી.આઇ એજન્ટથી કમ થોડો છે. આતો તારુ તેના પર ધ્યાન નથી બાકી આ સમીર પર તો કેટલી છોકરીઓ ફીદા છે.” નિશીથે મજાક કરી.

“નિશીથ્યા, તું માર ખાવાનો છે. તારુ ચોકઠુ ગોઠવાઇ ગયું અને તુ ફસાઇ ગયો એટલે મને પણ ફસાવવો છે તારે.” સમીરે ગુસ્સો કરતા કહ્યું.

“કેમ, નૈના એટલી બધી ખરાબ છે કે તને ફસાઇ જવાની બીક લાગે છે? આના જેવી છોકરી તારા જેવાને કોઇ દિવસ નહીં મળે.”

“જો નિશીથ હવે કંઇ આગળ એલફેલ બોલ્યો છે ને તો છુંટુ ચપલ મારીશ. આ તારી કશિશ પણ તને બચાવી નહીં શકે.” નૈના એ કહ્યું. આ સાંભળી કશિશ હસી પડી અને બોલી “એલા તમે બધા પણ ખરા છો. કઇ વાતને ક્યાં લઇ ગયા?” કશિશે હસતા હસતા કહ્યું

“ એ અમે નથી લઇ ગયા આ તારો ખુટ્યો જ મન પડે તે બોલે છે. તું બહું સીધી છે. જો આ મારા પનારે પડ્યો હોત તો ગરીબ ગાય જેવો બનાવી દીધો હોત.” નૈના એ ગુસ્સાથી કહ્યું.

“જો જે સમીર તારા દિવસો પુરા થઇ ગયા. આ તો તને ગાય બનાવીને જ છોડશે.”

આ સાંભળી નૈના ગુસ્સામાં ઉભી થવા ગઇ એટલે નિશીથે કહ્યું “સોરી સોરી હવે મજાક નહીં કરુ બસ.” આ સાંભળી બધા હસી પડ્યા અને નૈના તેની જગ્યા પર બેસી ગઇ. અને બોલી કેમ બાકી બધાનો મુડ સુધરી ગયો ને. ચાલો હવે પાછા મેઇન મુદા પર આવી જાવ. બોલો હવે શું કરવાનું છે?”

ત્યારબાદ નિશીથ બોલતો રહ્યો અને બધા સાંભળતા રહ્યા. બધી વાત કરી નિશીથે બે ત્રણ ફોન કોલ કર્યા અને પછી બપોર પછી મળવાનું નક્કી કરી બધા છુટા પડ્યા.

-------#######-------------------##########------------#########-----------------

વિલી હોટેલમાંથી ચેક આઉટ કરી કારને સુર્યગઢ તરફ જવા દીધી. તેણે આગલે દિવસેજ ફોન કરી તે આવવાનો છે તે જાણ કરી દીધી હતી. તે જ્યારે પણ સુર્યગઢ આવતો ત્યારે તેના માટે બધીજ વ્યવસ્થા થઇ જતી. આ કોઠીમાં કૃપાલસિંહ જેટલીજ તેની સરભરા થતી. તેના માટે શરાબ અને સબાબની વ્યવસ્થા પણ ગોઠવાઇ જતી પણ આ વખતે વિલીએ માત્ર શરાબનીજ વ્યવસ્થા કરવાનું ગંભીરસિંહને જણાવ્યું હતું . ગંભીરસિંહને પણ આ સાંભળી નવાઇ લાગી હતી. ગંભીરસિંહને આ વિલીની અને કૃપાલસિંહની ઐયાસી જરાય ગમતી નહોતી પણ તે નાનો માણસ કોઇને શું કહી શકે. આજે જ્યારે વિલી એ માત્ર શરાબનીજ વ્યવસ્થા કરવાની છે બાકી કંઇ નહી એમ કહ્યું ત્યારે ગંભીરસિંહને પહેલા તો ખૂબ જ નવાઇ લાગી પણ પછી તેણે વિચાર્યુ કે કદાચ છોકરી વિલી સાથેજ લાવવાનો હશે.

વિલી એકાદ કલાકના ડ્રાઇવ પછી સુર્યગઢના દરબાર ગઢમાં દાખલ થયો અને કૃપાલસિંહની કોઠીમાં પહોંચી કાર પાર્ક કરી. સામેજ ગંભીરસિંહ ઉભો હતો. કાર ઊભી રહી એ સાથેજ ગંભીરસિંહે આવી વિલીની બેગ લઇ લીધી અને કોઠીના ઉપરના માળે જ્યાં વિલી દર વખતે રોકાતો તે રૂમ તરફ આગળ ચાલ્યો. રૂમમાં જઇ ગંભીરસિંહે સુટકેશને વોર્ડરોબમાં મુકી અને લોક કર્યુ. કોઠી વર્ષો જુની હતી પણ તેના આ રૂમમાં બધીજ અધ્યતન સગવડ હતી. ગંભીરસિંહે રૂમના એસીને સેટ કર્યુ અને ફ્રીજમાંથી ઠંડા પાણી બોટલ કાઢી ત્યાં વિલી રૂમમાં દાખલ થયો એટલે ગંભીરસિંહે પાણીનો ગ્લાસ વિલીને આપ્યો. પાણીનો ગ્લાસ હાથમાં લઇ વિલી એ ગંભીરસિંહને ખબર અંતર પુછ્યા. એકદમ પોતાના ગુમાનમાં રહેતા વિલીને આટલી નમ્રતાથી વાત કરતા જોઇ ગંભીરસિંહને નવાઇ લાગી. વિલીમાં આવેલો આ બદલાવ જોઇ ગંભીરસિંહને આશ્ચર્ય થયું.

“ તમારા ડ્રીંકની વ્યવસ્થા થઇ ગઇ છે. બીજી કોઇ વ્યવસ્થા કરવાની હોય તો કહો. ગંભીરસિંહે પુછ્યું

“ના હું જરૂર હશે તો તને બોલાવિશ. તુ તારે જા આરામ કર.” વિલીએ કહ્યું. ગંભીરસિંહ વિલીમાં રૂઆબની જગ્યાએ નમ્રતા આવેલી જોઇ આશ્ચર્ય ચકીત થઇ ગયો.

ગંભીરસિંહના ગયા પછી વિલીએ ડ્રીંક બનાવીને આરામ ખુરશીમાં બેઠા બેઠા પીવા લાગ્યો. એકાદ પેગ પછી તેણે ખીસ્સામાંથી ફોન કાઢ્યો અને ઘરે પત્ની અને દિકરા સાથે વાત કરી. વાત પુરી થતા તેણે ખુરશીમાં આંખો બંધ કરી માથું ઢાળી દીધું. આંખો બંધ થતાજ સામે ફીલ્મની સ્ક્રીનની જેમ ભુતકાળના એક પછી એક દ્રશ્યો પસાર થવા લાગ્યા. અને તેને પોતાને જ પોતાના ભુતકાળ પર શરમ આવતી હતી. જો આ બધી વાત તેના દિકરાને ખબર પડે તો તે મો બતાવવા લાયક ન રહે. તેનો દિકરો જે તેને રોલ મોડેલ સમજે છે તે ક્યારેય તેને માફ ન કરે. આમને આમ વિચારતો તે બે ત્રણ પેગ પી ગયો અને પછી ગંભીરસિંહ આવીને જમવાની થાળી મુકી ગયો. વિલી જમીને અને પથારીમાં પડ્યો. પણ હવે ઉંઘ તેની દુશ્મન બની ગઇ હતી. જેવી આંખો મીચે એ સાથેજ ભુતકાળની ભુતાવળ તેની આંખો સામે નૃત્ય કરતી અને ઉંઘ તેનાથી માઇલો દુર નીકળી જતી. આમને આમ ભુતકાળના અને ભવિષ્યના વિચારોમાં ખોવાતો તે ક્યારે ઉંઘમા સરી પડ્યો તે તેને ખ્યાલ ન રહ્યો.

----------######--------------------------#######--------------######------------------------

બપોર પછી નિશીથ અને સમીર કારને લઇને અનાથાશ્રમ તરફ આગળ વધ્યા. આ પહેલા રોમેશને તેણે નજર રાખવાનું કહી દીધું હતું. રોમેશે જયારે કહ્યું કે અનાથાશ્રમમાં ચોકીદાર એકલો જ છે ત્યારે તે બંને અનાથાશ્રમ તરફ જવા નિકળ્યા. નિકળતી વખતે કશિશ અને નૈનાએ કહ્યું “ જો કોઇ પણ જાતનું જોખમ લેવાનું નથી. અને તમારી સલામતીનું પહેલા ધ્યાન રાખજો.”

નિશીથ અને સમીર જ્યારે અનાથાશ્રમ પાસે પહોંચ્યાં ત્યારે રોમેશ તે લોકોની રાહ જોઇને જ ઊભો હતો. નિશીથે અનાથાશ્રમથી થોડે દુર કાર પાર્ક કરી અને ત્રણેય ચાલીને અનાથાશ્રમમાં દાખલ થયાં. સુરસિંહ મેદાનમાં પડેલા ખાટલામાં આંખો મિચીને પડ્યો હતો. ત્રણેય સહેજ પણ અવાજ ન થાય એ રીતે તેના ખાટલા પાસે ગયા અને સુરસિંહની ઉપર ઉભા રહી ગયા. થોડો અવાજ થતા સુરસિંહે આંખ ખોલી અને ઉપર નિશીથને ઉભેલો જોઇ તે એક જટકા સાથે ખાટલામાં બેઠો થઇ ગયો.

---------######--------------------###########--------------#######-------------------

પ્રશાંત કામત તેના રૂમમાં બેઠો હતો અચાનક તેના મોબાઇલમાં એક મેસેજ આવ્યો એટલે તેણે ફોન ઉંચકીને મેસેજ જોયો. મેસેજ વાંચી તેણે તરતજ મેસેજ જે નંબર પરથી આવ્યો હતો તેના પર કોલ કર્યો અને કહ્યું “ઓકે, હમણાં તમારે કંઇ કરવાનું નથી ફક્ત તેના પર નજર રાખો. અને તેની એકેએક વાત મારા સુધી પહોંચવી જોઇએ. હું જ્યાં સુધી તમને કહું નહી ત્યાં સુધી તમારે કોઇ પણ એકશન લેવાનું નથી. માત્ર વેઇટ એન્ડ વોચ. એકવાત ધ્યાન રાખજો કે તેને કોઇ નુકશાન ન પહોંચાડે તે જો જો. અને એવુ લાગે તો પણ મને પુછ્યા વિના કંઇ કરવાનું નથી.” આટલું કહી પ્રશાંતે ફોન કટ કરી નાખ્યો. અને ફરીથી એક નંબર ડાયલ કર્યો અને કહ્યું “ટારગેટ રડારમાંજ છે ને?” અને પછી જે સામેથી કહેવાયુ તે સાંભળીએ તેના ચહેરા પર એક ખંધુ સ્મિત આવી ગયું. તેણે ફોન કટ કર્યો અને તે મનોમન બોલ્યો “કુદરત કોઇને છોડતી નથી. શિકાર ખુદ શિકારી સામે આવી રહ્યો છે. મારી વર્ષોની મહેનત હવે સફળ થશે.

---------#######--------------------##########---------------#######‌‌‌‌--------------------

આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? પ્રશાંત કામત પર કોનો ફોન આવ્યો હતો? પ્રશાંત કામતને આ બધામાં શું રસ છે? આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.

-------------############-----------------############--------------------############----------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM