Bhartiya stree no tyag in Gujarati Love Stories by Dharmesh Dharmesh books and stories PDF | ભારતીય સ્ત્રીનો ત્યાગ

Featured Books
Categories
Share

ભારતીય સ્ત્રીનો ત્યાગ

    નામ એનું મનીષા 17 વર્ષની ઉમર,દેખાવે રુડી રૂપાળી અને કામણગારી, પછી બોલવામાં પણ એવી જ વાચાળ અને ચબરાક !! સ્વભાવે પાછી મળતાવલી અને આમ પાછી નિર્દોષ બાળક જેવી !!
    12 બોર્ડમાં સરસ ટકા પ્રાપ્ત થતા હરખાતા હરખાતા એ એના પિતા રમેશભાઈ પાસે પહોંચી !! પપ્પા આખી સ્કૂલમાં પ્રથમ આવી છું હો !! હવે આગળ ભણવા માટે ના નહીં પાડતા !! રમેશભાઈ અરે દીકરી હવે ના પડાતી હશે કાઈ તને જા મોજ કર !! 
   બસ એ દિવસ આવી ગયો મનીષાનું એડમિશન બાજુના એક મોટા શહેરમાં કરી આપવા માં આવ્યું !! અને રહેવાની વ્યવસ્થા મનીષાના મામાને ત્યાં થઈ ગઈ !! જતા જતા મનીષાની માતા એ દીકરીને ભાત ભાતની સલાહો આપી !! મામનો દીકરો મહેશ એના ફઇ ફુવાને રેલવે સ્ટેશન મૂકી આવ્યો !! ત્યારે હળવેકથી મનિષાની માતા એ મહેશને કહ્યું કે છોકરી મોટી થઈ ગઈ છે કોઈ યોગ્ય મુરતિયો શોધીએ છીએ !! ભલે પૈસા વારોના હોય કે દેખાવડોના હોય પણ સન્સકારી અને સભ્ય હોવો જોઈએ !! મહેશ પોતાની રીતે ગોતવાની બાંહેધરી આપે છે ને એ લોકો છુટા પડે છે !! 
    મહેશના મગજમાં ઝબકારો થાય છે !! ફઈની જરૂરિયાત મુજબતો આ મારો મિત્ર રાજ પરફેકટ છે !! ભલેને હમણાં ઓછું કમાય છે પણ ભવિષ્યમાં સારૂ થઈ જશે અને આમ પણ ઘરના મકાન છેજ !! એ એક નિર્ણય લે છે મનોમન !! 
  એક દિવસ રાજને એ ઘરે લઈ આવે છે, બન્ને જણા એક બીજાને જોઈને ઈમ્પ્રેસ થઈ જાય છે !! પાછા કોલેજમાં પણ ત્રણેય જણા ભેગા જ હોય !! ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં ફેરવાય જાય છે !! હવે તો આખા સમાજને અને શહેરને ખબર હોય છે કે એ બન્ને પ્રેમમાં છે સિવાય કે એ બે લોકોને !! 
  બન્ને જણા બહાર ફરવા જાય, મુવી જોવા જાય, હાથો માં હાથ રાખીને આઇસ ક્રીમ ખાતા હોય !! પણ એ લોકો પ્રેમમાં હોવા છતાં એમને ખબર નહતી કે એ ખુદ પ્રેમમાં છે !! બસ બેય જણા એને મિત્રતા જ ગણાવતા રહ્યા !! જોકે પ્રેમ હિર રાન્જા કે રોમિયો જુલિયેટ કે પછી સિરી ફરહાદ કરતા વિશેષ કરતા હતા એ તો પાકી વાત છે !! 
   બન્નેમાંથી કોઈ પણ મગનું નામ મરી પાડવા તયાર નહિ !! મનીષા એ શરમે રહી ગઈ કે હું સ્ત્રી થઈને સામે ચાલીને પ્રપોઝ કેમ કરું ?? કદાચ હું એને ના ગમતી હોવ તો દોસ્તી પણ તૂટી પડે !! અને રાજ પોતાની બ્લેક સ્કિનને કારણે પાછો પડી ગયો કે કયા એ અપ્સરા અને ક્યાં હું જોકે અહીં લખવું પડે કે રાજની સ્કિન જ બ્લેક હતી બાકી ફેસ કટ બહુ મસ્ત હતો, અને પ્રેમ પણ તૂટી ને કરવાનો હતો !! 
   આખરે રમેશભાઈ કંટાળ્યા !! અને મનીષા માટે બાજુના જ ગામનો જીગર નામનો છોકરો પસંદ કર્યો !! અને એને મળવા માટે થઈને મનીષા રાજને પણ ભેગો લઈ ગયેલી !! આખરે મનીષાને જીગર પસંદ આવ્યો 6 મહિના સગાઈ રહી અને પછી મેરેજ થયા !! 
     એ સગાઈ થી લગ્ન સુધી મનીષાને સતત એવું લાગતું રહ્યું કે જાણે જીગરને એ પસંદ જ નથી !! પેહલા તો એવું લાગ્યું કે નવું નવું છે એટલે કદાચ એ કમ્ફર્ટેબલ ન પણ હોય !! તેમ છતાં લગ્ન કરવા માટે એ ત્યાર થઈ !! બધી શોપિંગ થી લઈને દરેક વાત માં મદદ માટે રાજ હાજર જ હોય !! આખરે લગ્ન ના દિવસે એ પોતે હાજર નહિ રહી શકે એવું કૈંક બહાનું રાજે મનીષાની સામે કર્યું !! મનીષાએ કીધું કે તું નહિ હોય તો હું મંડપમાં જ નહીં જાવ અને તું જાણે જ છે કે હું કેટલી જીદી છું !! બસ પતિ ગયું રાજ દિલ પર પથ્થર રાખીને લગ્નમાં આવ્યો !! જનરલી મામા છોકરીને મંડપમાં લઈ આવતા હોય છે !!  એની બદલે અહીં એક પ્રેમી એની પ્રેમિકાને મંડપ સુધી દોરી ગયો !! શુ વીતી હશે એના દિલ પર એ તો રાજ અને ઉપરવારો બેય જ જાણે !! એ મનિશાની નજર ચૂકવી તરત ત્યાંથી નીકળી જાય છે !! ઘરે જઈને એ એના મમીના ખોરામાં માથું નાખીને રોયો છે એ ગજબ હતું !! 
    લગ્ન આરામથી પતિ ગયા !! અને મનીષાના કિસ્મત પણ !! પરણ્યાની પેહલી રાતથી જ જીગરે કહ્યું કે મને તારા કે તારા શરીરમાં કોઈ ઇન્ટ્રસ્ટ જ નથી !! તારું કામ માત્ર અને માત્ર મારા માં બાપની સેવા કરવાનું છે, બાકી પતિ તરીકે કોઈ આશા ના રાખતી મારા તરફથી !! મારે મોનીકા નામની એક સુંદર ગર્લફ્રેન્ડ છે !! અને શારીરિક રીતે હું એની સાથે બહુ ખુશ છું !! પરણ્યાની પેહલી રાતથી જુદાઈ શરૂ થઈ ગયેલી !! તેમ છતાં હજાર પ્રયત્નો કરીને પોતાનો સંસાર બચાવવાની કોશિસ કરી !! પણ બધું એળે ગયેલું !! આવી હસીન અને પરી જેવી પત્ની હોવા છતાં જીગરે એક વર્ષના લગ્ન જીવન દરમિયાન એક પણ વાર શારીરિક સંબધ તો દૂરની વાત એક સામન્ય ચુંબન પણ ના કર્યું !! આખરે થાકી હારીને મનીષા એ ડિવોર્સ લીધા !! પેલો જીગર તો પૈસા આપવા પડસે એની બીકે ડિવોર્સ જ નહતો આપતો !! આખરે એક પણ પૈસો ના આપવાની શરતે એને ડિવોર્સ આપ્યા !! 
   ફરી રાજની એન્ટ્રી થઈ મનીષાની જિંદગીમાં !! આ વખતે બન્ને એ દિલ ખોલીને પ્રેમનો એકરાર કર્યો !! મનીષાના માં બાપ માની ગયા એ પણ રાજને સારી રીતે ઓળખતા હતા !! રાજના મમી પણ મનીષાને અપનાવા ત્યાર હતા !! બધું બરાબર ચાલતું હતું ત્યાં વરી રાજના મોટા બહેન સ્મિતા બેન આડા ફાટયા !! કારણ એક જ હતું કે રાજના પેહલા મેરેજ હતા અને મનીષાના બીજા !! એમનો વિચાર એ હતો કે મારો લાડલો ભાઈ શા માટે કોઈ ડિવોર્સ લીધેલી મહિલા સાથે લગ્ન કરે ?? રાજ અને એની મમી મનીષાના માતા પિતા, મનીષાના મામાનો પરિવાર,ત્યાં સુધી કે ખુદ રાજના બનેવી અને સ્મિતાબેનના પતિ પરેશ ભાઈ સહિત બધા એ એને સમજાવાનો પ્રયત્ન કર્યો પણ એ ના માન્યા તે નાજ માન્યા !! આખરે એ લોકો એ રાજ અને મનીષાને કહ્યું કે તમે બન્ને ભાગી છૂટો !! સ્મિતાબેન આજ નહિ તો કાલ માની જશે !! પણ એ માટે મનીષા તયાર ન થઈ !! કારણકે સ્મિતા બેન રાજ માટે એક છત્રછ્યા સમાન હતા !! મનીષા કોઈ પણ હિસાબે એને નારાજ કરીને રાજ સાથે પરણવા નહતા માંગતા !! રાજે અને બધા લોકો એ મનીષાને ખૂબ સમજાવી પણ મનીષા ત્યારના થઇ તે ના જ થઈ !! મનીષાને તો કુરબાની દેવાની આદત હતી !! ફરી પોતાના પ્રેમની કુરબાની આપી દીધી !! એમને રાજને વચન આપ્યું કે રાજ તારા લગ્ન થશે પછી જ મારા બીજા લગ્ન હું કરીશ !! 
   સ્મિતા બેન usa થી તાબડતોબ ભારત આવ્યા !! અને અહીંની જ એક સુંદર મજાની યુવતી સ્નેહા નામની યુવતી ગોતી આવ્યા અને રાજને ઇમોશનલ અત્યાચાર કરીને પરણાવી દિધો !! અને ફરી પાછો દિલ પર પથ્યર રાખીને રાજ એની મેહબુબા મનીષાની હાજરીમાં જ સ્નેહા સાથે પરણી ગયો !! એ રાતે મનીષાની હાલત બહુ ખરાબ હતી કારણ કે નજર સામે જ એનો પ્રેમ લૂંટાઈ ગયો હતો !!  એના આશુની ખબર તો માત્ર એનું તકીયું જ જાણતું હતું !! 
   મહિના દિવસ પછી ,એક આખરી મુલાકાત લઈને  રાજ USA જવા રવાના થઈ ગયો !! સ્મિતા બેનના અમેરિકામાં 4 મેગા મોલ હતા,એમાથી જે સાવ બિસમાર હાલતમાં હતોને એ એક એને રાજને આપી દીધો !! ભવિષ્યમાં સ્નેહા એના માટે સાચી લક્ષ્મી સાબિત થવાની હતી !! 
   આમ બાજુ મનીષા પણ એક સારો મુરતિયાને એટલે કે વિનયને ગોતીને પરણી ગયી હતી !! તેને રાજને આપેલું વચન પુરે પૂરું નિભવ્યું હતું એટલેતો રાજના અમેરિકા ગયા બાદ જ પરણી જેથી ફરી રાજને દુઃખ ના થાય !! 
   વિનય કાઈ એવો કરોડ પતિ નહતો !! એક મોટી કમ્પનીમાં સામન્ય કારકુન હતો !! પેહલા એક બેબી થઈ નિકિતા અને પછી એક બાબો થયો દર્પણ !! બન્ને વચ્ચે 2 વર્ષનું અંતર !! પાંચેક વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું !! 
   પણ જ્યારે એની બીજી ડિલિવરીનો સમય થયોને ત્યારે, અચાનક કોઈક સોશિયલ સાઈડ પર સર્ફ કરતા કરતા એ નેહલ નામની મનીષા કરતા 2 વર્ષ મોટી એક યુવતી સાથે કોન્ટેક્ટમાં આવ્યો !! પેહલા ચેટ કરતા કરતા ધીમે ધીમે ફોન પર વાતો કરવા લાગ્યા !! જોકે નેહલ કાઈ કાચી કુંવારી છોકરી નહતી બલ્કે એક પરણિત સ્ત્રી હતી !! જોકે એનો પતિ પુરુષમાં નતો આવતો એટલે જ એને વિનયને ફસાવ્યો હતો માત્ર પૈસા અને શારીરિક ભૂખ સતોષવા માટે !! ધીમે ધીમે નેહલ વિનયની કાયદેસરની રખાત જ બની ગયેલી !! આખા ગામ અને પરિવારે વિનયને ખૂબ સમજાવ્યો કે આના ચક્કરમાં રહેવા કરતા !! તું મનીષામાં ધ્યાન આપ !! એ દેખાવમાં પણ આ નેહલ કરતા હજાર ગણી સારી છે, અને સ્વભાવની પણ ખૂબ સારી છે !! પણ સમજે એ બીજા આ વિનય નહિ !! 
   પેહલી કહેવત છે ને કે દુબળી ગાયને બગાયું જાજી હોય, એવું જ બસ ફરી મનીષા સાથે થયુંને એના કિસમતે પલટી મારી !! વિનયને હવે એક રતી ભાર પણ રસ નહતો મનીષામાં કે મનીષાના શરીરમાં કે પછી પોતાના બાળકોમાં પણ !! એ તો પોતાનો પગાર પણ આંખે આખો નેહલના હાથમાં મુકતો !! અને મનીષા આજુ બાજુના ઘરના કામો કરી અને બીજા નાના મોટા કામો કરીને પોતાના બન્ને બાળકો નિકિતા અને દર્પણનું પાલન પોષણ કરતી !! સાથે એના પતિ વિનયનું પણ !! આમજ એ પોતાનો ઘર સંસાર ચલાવતી !! 
   જોકે આ આખી ઘટના દરમિયાન વર્ષોના વહાણ વીતી ગયા !! હવે અત્યારે તો મનીષા પણ ચાલીસીમાં પહોંચવા આવી હતી !! અને એના બાળકો નિકિતા અને દર્પણ પણ કિશોર અવસ્થામાં પહોંચી ચુક્યા હતા !! પણ હજી વિનય નેહલના ચક્કરમાં થી બહાર નથી આવ્યો !! આજે પણ નેહલ જાણે એની કાયદેસર પત્ની હોય એમ એના ઘરમાં આવતી જતી હોય છે !! બિચારી મનીષા કરે તો શું કરે ??? મજબૂરીનું નામ મહાત્મા એવી પરિસ્થિતિ છે એમની !! બિચારી આજ પણ આખા ઘરસંસારનો ભાર ખભા પર ઢસડી રહી છે !! અધૂરામાં પૂરું એમના સાસુ જયાં બેનને લકવો થયો અને એ પથારી વશ થયા !! એમનું ખાવા પીવાનું થી લઈને દરેક વસ્તુ પથારીમાં જ રહેતી !! એ જ્યાં બેને એમને હદ બાર ત્રાસ આપેલો પણ મોટા મનની મનીષા એ બધું ભૂલીને સતત એને 2 વર્ષ સુધી સાચવ્યા !! જેમાં જ્યાં બેન નું મળ દ્વાર સાફ કરવાની પણ જવાબદારી મનીષાની જ રહેતી. 
     
     આમ બાજુ રાજ પ્રગતિના શિખરો સર કરી ચુક્યો છે !! અત્યારે અમેરિકામાં તેના 21 જાયન્ટ કહી શકાય તેવા મોલ છે !! એક રિતના કહોને તો એની 70 પેઢી બેઠા બેઠા ખાય તો પણ ના ખૂટે એવડી મિલકત ઉભી કરી છે,એ પણ પોતાના કાંડાના દમ પર !! આ વર્ષો દરમિયાન રાજને ત્યાં પણ એક છોકરાનો જન્મ થયો,એ પણ દર્પણ જેવડો જ કિશોર અવસ્થામાંજ છે !! એનો અને સ્નેહાનો લગ્ન રથ બરાબર ચાલી રહ્યો છે !! જોકે અત્યારે સ્નેહાને પણ ખબર છે કે રાજ અને મનીષા બન્ને ગળા ડૂબ પ્રેમમાં છે !! એવામાં રાજને વિનયની હરકતની ગન્ધ ત્યાં અમેરિકા સુધી આવે છે !! 
   બસ તરત એ સ્નેહાને આખો કારોબાર સમજાવીને,એ રાજ ભારત પાછો ફરે છે એ આશા એ કે ત્યાં જઈને મારી પ્રેમિકાની મદદ કરી શકીશ !! એ ભારત આવીને મળે છે. મનીષાને આમ પારકા ઘરના કામ કરતી જોઈને એનું દિલ સળગી ઉઠે છે !! એ એટલી મદદ આપવા તયાર છે કે !! મનીષા ધારેને તો ઓડીમાં ફરી શકે !! પણ સ્વાભિમાન મનીષા એનો એક પણ રૂપિયો લેવા ત્યાર નથી કે નથી એના બાળકોને એની મદદ લેવા દેતી !! 
    આજ પણ મનીષા ખાલી એક વાર કહી દે ને કે !! હું રાજ તારી પાસે આવવા ત્યાર છું એટલે રાજ સ્નેહાને મુકતા 2 મિનિટની વારના લગાડે !! પણ ભારતીય નારી એવી મનીષા સતત એ વિચાર કરતી રહે છે કે, મને પડેલા દુઃખ હું શા માટે સ્નેહાને આપું ?? આ અમારા પ્રેમમાં એમનો શુ વાંક છે ??? બસ આજ કારણે મનીષા સતત રાજથી દુરી બનાવીને રાખે છે !! 
    રાજ અત્યારે પણ અમેરિકા છેલ્લા 5 વર્ષથી મૂકી ચુક્યો છે,એ  આશા એ કે આજ નહિ તો કાલ મનીષા એની પાસે જરૂર આવશે !! અને મનીષા આ 5 વર્ષમાં એને હજાર વખત કહી ચુકી છે કે જૂનું બધું ભૂલીને,તું અને સ્નેહા આરામથી જીદગી વિતાવો અને ,મને મારા હાલ પર છોડી દો !! આજ પણ રાજ એને દિલથી ચાહે છે !! જોકે રાજને અત્યારે પણ મનીષાના કેરેક્ટર પર વિશ્વાસ છે કે દુનિયા આમથી તેમ થઈ જાય તો પણ મનીષામાં ફેર ના પડે એટલે ના જ પડે !! દર વખતે મનિષાએ આપેલું વચન મનીષાએ પૂરું કર્યુ જ છે એનો રાજને એક સંતોષ છે !! અને રાજને પણ ખબર છે કે ગમે તેટલા દુઃખ પડે કે ગમે એમ થઈ જાય પણ મનીષા એની પાસે નહિ આવે એટલે નહિ જ આવે !!  
   
  જોકે અહીંયા એ જણાવવુ પણ જરૂરી છે કે, અત્યારે મનીષાનો પહેલો પતિ એટલે કે જીગર પણ અત્યારે અબજો પતિ છે જોકે રાજ જેટલો નહિ !! એની ગીર્લફ્રેન્ડ મોનીકા એને ચુસાય એટલો ચૂસીને રફુચક્કર થઈ ગઈ છે !! હવે એને પણ મનીષાની કદર છે !! આજે પણ એ મનીષાને અપનાવા માંગે છે, આજ પણ જીગરના ઘણા ખરા સગા વ્હાલા એની સારપ જોઈને એની સાથે કોન્ટેકટમાં છે !! રાજના બહેન સ્મિતાબેન પણ હવે ભારે પસ્તાવો કરે છે અને કાયદેસર દર વખતે ઇન્ડિયા આવે ત્યારે માફી માંગે છે !! 

( સત્ય ઘટના પર આધારિત છે !! લેખકના પ્રાણમ છે સાચી ભારતીય નારી મનીષા બેન ને, પાત્રોના ને જગ્યાના નામ બદલ્યા છે )