Shivali - 1 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | શિવાલી ભાગ 1

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

શિવાલી ભાગ 1

આ એ સમય ની વાત છે જ્યારે સત્ય હજુ જીવીત હતું. લોકો ચમત્કાર, શ્રાપ, આશીર્વાદ, આત્મા વગેરે માં વિશ્વાસ કરતા હતા. જ્યાં અઘોરી અને પંડિતો પાસે સારું અને ખોટું કરવાની શક્તિ હતી. જ્ઞાની લોકો લોકકલ્યાણ માટે પોતાનો જીવ પણ આપતા ખચકાતા નહોતા.

શંકારગઢ ની એક હવેલીમાં આજે બહુ ચહલપહલ હતી.

અચાનક જ રમાબેન ચક્કર ખાઈ ને નીચે પડી ગયા.

હવેલીમાં દોડા દોડ થઈ ગઈ. 

રમાબેન ના સાસુ ગૌરીબા એ બૂમ પાડી, અરે કોઈ પસા ને   ફોન કરો. ને કાના તારા શેઠ ને ફોન કર કે જલ્દી ઘેર આવે. નહીંતો પાછો મારોજ વાંધો પાડશે. 

એટલામાં પસાભાઈ એટલે કે પરષોત્તમભાઈ ડોકટર આવી ગયા. એ ઘરના સભ્ય જેવા જ હતા ને ગૌરીબા ના દીકરા ના સારા મિત્ર હતા. ડોકટરે રમાબેન ને તપાસ્યા. ને એક ઇન્જેક્શનઆપ્યું. 

ગૌરીબા બોલ્યા, શુ થયું છે રમાવહુ ને? કેમ આમ અચાનક પડી ગયા?

કઈ નહીં બા, એતો થાક ના કારણે ચક્કર આવી ગયાં.

રમાભાભી આજકાલ બહુ કામ કરતા લાગે છે?

નારે ભાઈ અમારે ક્યાં નોકરો ની ખોટ છે કે રમાવહુ ને કામ કરવું પડે. પણ તું તો જાણે છે એનું દુઃખ. બસ એમાં જ એ ખોવાયેલી રહે છે.

હા બા, પણ એ ક્યાં આપણા હાથ માં છે જે ઈશ્વર કરે તે ખરું. 
ત્યાં તો રાઘવભાઈ આવી ગયા. એમના ચહેરા પર ચિંતાના ભાવ દેખાતા હતા. શું થયું રમા ને બા? 

કઈ નથી થયું જરા વધુ પડતા થાકના કારણે ચક્કર આવી ગયા, ડોકટરે જ જવાબ આપી દીધો. 

પણ રમા ને ક્યાં કામ કરવાનું છે તો થાકી જાય?

રાઘવભાઈ ઘણીવાર શારીરિક થાક કરતા માનસિક થાક વધારે લાગતો હોય છે. રમાભાભી ને માનસિક થાક ના લીધે ચક્કર આવી ગયા. 

રાઘવભાઈ નિરાશ ચહેરે સોફા પર બેસી ગયા. 

રાઘવ તું ચિંતા ના કર સૌ સારાવાના થશે. તું બેસ હું ચા મોકલું તારા ને ડોકટર માટે. 

ગૌરીબા ના ગયા પછી ડોકટરે રાઘવભાઈ ને એક કાગળ આપ્યું. આ ટેસ્ટ ભાભીના કરવો મને કઈક સારા સમાચાર ની એધાણી લાગે છે.

રાઘવભાઈ ડોક્ટર ને જોઈ રહ્યા. શું કહેવું તે સમજાયું નહીં.
તમે આ ટેસ્ટ કરવો ને પછી રિપોર્ટ મને બતાવી જજો. હમણાં આ વાત કોઈ ને કરતાં નહીં. ને હા ભાભી ને પૂરેપૂરો આરામ કરવો, આટલું બોલી ડોકટર ચાલ્યા ગયા.

રાઘવભાઈ કાગળ લઈને પોતાના રૂમમાં ગયા. રમાબેન સૂતાં હતાં. રાઘવભાઈ એમની સામે ખુરશીમાં બેસી ગયા. 
કાગળ જોતાં એ વિચારોમાં ખોવાયા. ભર્યોભાદ્રયો એમનો સંસાર હતો. નાની ઉંમર માં પિતાના મોત પછી એમણે બે નાના ભાઈઓ, એક નાની બેન અને માતા ની જવાબદારી ઉપાડી લીધી હતી. પિતાનો ઘણો મોટો કારોબાર હતો. એમણે પોતાની મહેનત અને ખંત થી તેને ખૂબ વધાર્યો હતો. માતા એ રમાબેન તેમના માટે પસંદ કર્યા ત્યારે એમણે આંખો બંધ કરી તેમને સ્વીકારી લીધા હતાં. ને રમાબેને પણ ક્યારેય કોઈ મોકો નહોતો આપ્યો ફરિયાદ કરવાનો. 

બન્ને ભાઈ ને પણ સારા ઘર જોઈ ને પરણાવી દીધા હતા. એ લોકો પણ રાઘવભાઈ સાથે જ કામ કરતા હતા. બેનને પણ મોટા ઘરમાં પરણાવી હતી. બધા જ પોતાના સંસાર માં ખુશ હતા. બસ દુઃખ એક જ હતું કે રાઘવભાઈ ના ભાઈ બેન ને ત્યાં સમય રહેતા પારણાં બંધાય ગયા હતા. પણ લગ્ન ના પંદર વર્ષ પછી પણ રાઘવભાઈ અને રમાબેન ને ઘરે પારણું નહોતું બધાયું. માટી એટલા દેવ પૂજ્યા ને દાનધર્મમાં પણ કોઈ ઉણપ નહોતી રાખી. પણ છતાં હજુ રાઘવભાઈ ને ત્યાં ખોળાનો ખૂંદનાર નહોતો જન્મ્યો. ને આજે આમ અચાનક. એમને સમજાતું નહોતું કે ભોળાનાથે આટલા વર્ષે એમની સામે જોયું. 

સવારે એ રમાબેન ને લઈને દવાખાને ગયા. ત્યાં એમના ટેસ્ટ કરાવી ઘરે લઈ આવ્યા. ને સાંજે એ રિપોર્ટ લઈ ડોકટર ને મળવા ગયા. રિપોર્ટ આપતા એમના હાથ ધ્રુજતા હતા. મનમાં અસંખ્ય પ્રશ્નો હતા અને એક ડર પણ હતો, કે શું પરિણામ હશે?

ડોકટર રિપોર્ટ જોઈને તરતજ રાઘવભાઈ ને ભેટી પડ્યા. એમણે રમાભાભી મા બનવાના છે તે ખબર ને પાકી કરી દીધી.

રાઘવભાઈ ને તો વિશ્વાસ નહોતો બેસતો કે ઈશ્વરે એમને આટલી મોટી ખુશી આપી. એમની આંખોમાં થી આંસુ વહેવા લાગ્યા. ને હાથ જોડી ને ઈશ્વરને વંદી રહ્યા.

બન્ને ભાઈબંધ ખુશીની ખબર લઈ ઘરે આવી ગયા. હવેલીમાં તો જાણે તહેવાર આવ્યો હોય એવો માહોલ થઈ ગયો. ગૌરીબા તો ખુશી ના માર્યા રડી પડ્યા. એમણે રમાવહુ ની નજર ઉતારી ને આગમાં નાંખી દીધી. 

રમા તે આજદિન સુધી ક્યારેય મને નાની એવી ફરિયાદ નથી કરી. મેં તને જેમ રાખી તેમ તું રહી છે. ક્યારેય કંઈ માગ્યું પણ નથી. પણ આજે હું તને કંઈ આપવા માંગુ છું તારે જે જોઈએ તે તું માંગી લે આજ.

મને કંઈ નથી જોઈતું. મારી પાસે તમે છો પછી મને બીજુ શું જોઈએ. બસ હવે ભોળાનાથ આપણા બાળક ને સાચવે એજ ઇચ્છા છે. 

મને ખબર હતી કે તું કંઈ નહીં માંગે. પણ હું આજે તને એક વચન આપું છું કે જીંદગીમાં જ્યારે પણ તને કંઈ પણ જોઈએ તો તું માંગી લેજે. હું તને ના નહિ પાડું. 

રાઘવભાઈ ની શાખ બહુ મોટી હતી. આજુ બાજુના ગામોમાં પણ લોકો તેમને સન્માન ની નજરો થી જોતા. રમાબેન તો ગરીબો માટે દેવી હતા. એમના આંગણે થી કોઈ ગરીબ ક્યારેય ખાલી હાથે પાછો નહોતો જતો. જેમ જેમ લોકોએ જાણ્યું તેમ બધા તેમને આશીર્વાદ આપવા લાગ્યા. 

ક્રમશ.......


( રાઘવભાઈ અને રમાબેન ના જીવનમાં આગળ શું ઉતાર ચઢાવ આવશે તે વાંચવા તૈયાર રહો. રોજ એક ભાગ રજૂ થશે. વાંચ્યા પછી તમારો કિંમતી અભિપ્રાય ચોક્કસ થી આપજો જેથી મને ખબર પડે કે હું જે લખી રહી છું તે બરાબર છે કે નહીં.)

???????????????