ભારતીય રેલ્વે, શરૂઆત 16 એપ્રિલ,1853માં મુંબઈ થી થાણે વચ્ચે થઈ હતી. લગભગ એ જ સમયે રેલ્વે પટરીઓમાં ખોદકામ દરમિયાન હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા હતા.
અંગ્રેજો જાણતા હતા, ભારત જેટલા વિશાળ દેશ પર રાજ કરવા માટે રેલ્વેનું હોવું જરૂરી છે. જેથી મુંબઈ પછી, દેશભરમાં આવી રેલ્વે સુવિધાઓની શરૂઆત કરવામાં આવી રહી હતી. પ્રો. મનરો, તે સમયે રેલ્વે ઓફિસર હતા અને સુપરવિઝન માટે અવાર-નવાર અલગ-અલગ સ્થળો પર જતાં હતાં. તે દિવસ મને આજે પણ યાદ છે. રેલવેના પટરીઓના ખોદકામ દરમિયાન અમને પ્રાચીન અવશેષો મળ્યા હતા. અમે લગભગ પચાસ એક જણાની ટિમ હતી. તેમાં ચાલીસ એક ભારતીય મજદૂર અને દશ એક જેટલા અંગ્રેજી કર્મચારીઓ અને હું હતા. કામ મોડી રાત સુધી ચાલ્યું હતું. અમે જમીનની અંદર ઊંડે સુધી સુરંગ બનાવી હતી.
પ્રાચીન ખજાનો, પ્રાચીન અમૂલ્ય વસ્તુઓનો ખજાનો અમે જેટલો મળે એટલો ઉપાડ્યો હતો. જેમ જેમ વધુ ખોદકામ કરતા જતા હતા વધુને વધુ ખજાનો મળતો હતો. અમારી લાલચ વધી રહી હતી. તે દિવસે રાત મોડી થઈ ગઈ હતી, અમારી ફાનસનુ અજવાળું ઝાંખું, પડી રહ્યું હતું, એટલે મેં બધાને પાછા વળવાનું હૂકમ કર્યો, તે દિવસ સામાન્ય રહ્યો, અમારાથી લૂંટાણું એટલું અમે લૂંટી શક્યા હતા.
અમારું હેડક્વાર્ટર મુંબઈ હતું. વાઇસરોયને મેં મળવાની ઈચ્છા જતાવી હતી. ખજાનાની સાથે કઈક વધુ કિંમતી વસ્તુ પણ આવી હતી. તે માટે હું ચર્ચા કરવા માંગતો હતો.
વાઇસરોય સાથે પુરાતત્વીય વિભાગના લોકો અને કેટલાક વિજ્ઞાનીક પણ હાજર હતા. વિજ્ઞાનીકોના જણાવ્યા પ્રમાણે આ એક પરમાણું બૉમ્બ હતો. જે નિષ્ક્રિય અવસ્થામાં હતો પણ તેને ઈચ્છા મુજબ સક્રીય કરી શકાય તેમ હતો.
"આ પરમાણું બોમ્બ કેટલો જૂનો છે, કઈ કહી શકાય?" વાઇસરોયએ પુરાતત્વીય અધિકારીને પૂછીયું.
"આમ તો અનુમાન નહિ લગાડી શકાય પણ, તેની સાથેની ચીઝ વસ્તુઓ, બૉમ્બ મુકવાનો પાત્ર, તેની ઉપરથી અનુમાન લગાવીએ તો આ બૉમ્બ ૫૦૦૦-૮૦૦૦ વર્ષ જૂનો હોઈ શકે..."
ત્યાં ઉભેલાઓના મોઢા ખુલ્લા રહી ગયા હતા.
"આ માહિતી અત્યંત ગુપ્ત રાખવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ અને ભારતને પણ આ વસ્તુનો લાભ થશે,અને તેની સંસ્કૃતિ અત્યંત પ્રાચીન છે તેવું સાબિત થશે.."
"સર, તે તો સારી વાત છે ને?" મનરોએ કહ્યુ.
"તમે ફક્ત તમારું કામ કરો, મિસ્ટર મનરો, રાજકારણ તમારો વિષય નથી. તમે કાલે વધુ ખોદકામ કરી, અવશેષો મેળવો અને મને માહિતી આપતા રહેજો...."
★
રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું. દિવસ હોવા છતાં, અંદર અત્યંત અંધારું હતું. જે જે વસ્તુઓ મળી રહી હતી તે અમે ઉપર પોહચાડી રહ્યા હતા. વધુ આગળ જતાં, અમને એક ગુપ્ત ઓરડા જેવી રચના ધરાવતા ભાગમાં આવ્યા હતા. ત્યાં મોટા પ્રમાણમાં મૃત દેહ સંગ્રહ કરવામાં ઉપયોગી બક્ષાઓ પડ્યા હતા. જેની બહારનું આવરણ સોના અને હીરાના આભૂષણોનો હતો. અત્યંત કિંમત હીરાઓ અંધારામાં ઓરડામાં પ્રકાશ ફેલાવી રહ્યા હતા.
મેં કેટલાક મજૂરોને બક્ષાઓ ખોલવા માટે કહ્યું. જિદ્દી અકળાઈ ગયેલા બક્ષાઓ ખુલાવાનું નામ નોહતા લેતા. કોષ, કુહાડી જેવા ધારદાર હથિયારોથી મેં મજૂરોને બક્ષાઓને કોઈ પણ સંજોગે થોડી પાડવાનો હુકમ કર્યો હતો.
મારા પીઠ પાછળ કોઈએ જોરથી કઈ માર્યું, દર્દથી કરગરી ઉઠ્યો, પાછળ કોઈ નોહતું. મેં પાણીનો એક ઘૂંટ પીધો, ત્યાં જ એક કડાકા સાથે કોઈ બક્ષો પોતાની મેળે ખૂલ્લી ગયો, મજૂર અને હું બધા તેની પાસે ગયા, સોનું,ઝવેરાત, હીરા, મોતી, જેવા કિંમતી આભૂષણોથી તે ભરેલો હતું.
જે બીજી જ ક્ષણે એક હાડપિંજરમાં ફેરવાઈ ગયો, ભયનો માહોલ ફરી વળ્યો, થોડીવાર નીરવ શાંતિ પછી એક શેતાની અવાજ ગુંજવા લાગ્યો, મેં બધાને ત્યાંથી નીકળી જવાનું કહ્યું. અંદરની દિવારો, ઉપરથી નીચે સુરંગ હલવા લાગી, ચીંખોના અવાજ અંદર ગુંજી રહ્યો હતો. હું ઉપર આવવામાં સફળ રહ્યો પણ મારી સાથે કોઈ ન આવી શક્યો..
★
"તમને શું લાગે છે પ્રોફેસર?" અક્ષતે કહ્યું.
"આપણે જે જગ્યાએ ખોદકામ ચાલુ છે, તે આ પુસ્તકમાં જણાવેલી જગ્યા છે કે નહિ, પહેલી ચર્ચા તો ત્યાં થવી જોઈએ...પછી આ પુસ્તકની વિશ્વનીયતા પર પણ પ્રશ્ન છે?"
"આ વાત આ પુસ્તકને અહીં અલગ કરીએ તો પણ પ્રાચીન પરમાણું વિશે તો શોધવું જ જોઈએ, આપણા ઘણા બધા પુસ્તકોમાં અલગ અલગ નામથી આ પરમાણુંને ઓળખવામાં આવ્યો છે. ઘણા પૌરાણિક પુસ્તકમાં જેનો ઉલ્લેખ કર્યો છે."
"પુસ્તકમાં જણાવેલી મમીઓનું શું? ગ્રીકના પિરામિડ અને ભારતીય પ્રાચીન સંસ્કૃતી વચ્ચે કોઈ સામ્યતા ખરી?" પ્રોફેસર વિક્ટરને ઘણા બધા પ્રશ્નો મુંજવી રહ્યા હતા.
★
ખરેખર તે મમીઓ, ચેતનાઓ કે આત્માઓ હોઈ શકે? શું તેની સાથે સંવાદ થઈ શકે? આપણી મહાન સંસ્કૃતિના અંત અને તેના વિશે રહસ્ય તેને પૂછીને જાણી શકાય, શુ તેવું થઈ શકશે?
ક્રમશ.