vaibhav-nirali ni anokhi kahani - 14 in Gujarati Love Stories by Parekh Meera books and stories PDF | વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 14

Featured Books
Categories
Share

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 14

    

    તુ આવ્યો જ છે ફરી તો તારી સાથે જીવવાની ઇચ્છા થાય છે....

   તુ આવ્યો જ છે ફરી તો તારી સાથે સપના જોવાની ઇચ્છા થાય છે....

   તુ આવ્યો જ છે ફરી તો તને જ પ્રેમ કરવાની ઇચ્છા થાય છે.....

   તુ આવ્યો જ છે તો ફરી તો તારી સાથે જ બેસવાની ઇચ્છા થાય છે....

  તુ આવ્યો જ છે ફરી તો તારી બાહો મા જ મરવાની ઇચ્છા થાય છે..  

( આગળના ભાગ મા જોયું કે વૈભવ નું આમ અચાનક સામે આવુ નિરાલી માટે દુખ ભર્યું હતુ પણ ડો. નીરવ ની વાત સાંભળી ને એને વૈભવ મા વધુ રસ જાગે છે ગમે તેમ તો વૈભવ એનો પ્રેમ જ હતો ને અને આ બાજુ વૈભવ ખૂબ જ દુઃખી છે નિરાલી ને આમ રોતાં જોઇ ને અને નિરાલી વિચારે છે હવે શુ કરવું જોઇએ નિરાલી શુ ઉકેલ લાવે છે આગળ)

( બીજા દિવસે સવારે નિરાલી ફ્રેશ થઈ ને નીચે આવે છે)

નિરાલી: પપ્પા કાલે તમે કાંઈક વાત કરતા હતાં ડો. નીરવ ની તો એ ક્યારે આવે છે...???

નિરાલી નાં પપ્પા:( ખુશ થતા) હે બેટા તુ તૈયાર છો એમ ને મળવા...????

નિરાલી: હા પપ્પા મે હા તો પાડી હતી કાલે જ એ ફ્રી હોય એ સન્ડે એમને બોલાવી લેજો હુ બહાર જાઉ છું હો મારી ફ્રેન્ડ ના ઘરે

નિરાલી નાં પપ્પા : હા બેટા હુ એમને આજે જ મળી આવીશ અને એમની સાથે વાત કરતો આવીશ હો ને તુ જા શાંતિ થી આવજે

નિરાલી: એ હા જય શ્રી કૃષ્ણ

( નિરાલી એક મંદીર મા આવી ને બેસે છે અને વિચારે છે હુ જે કરવાનું વિચારું છું એ ખોટું તો છે પણ આ એક જ રસ્તો છે બધાં ને ખુશ રાખવાનો અને હવે મારે દરેક કામ એમ કરવું પડશે જેનાં થી વૈભવ ખુશ મમ્મી પપ્પા ખુશ ડો. નીરવ પણ ખુશ અને હુ પણ ખુશ હે ભગવાન બસ મને હિમ્મત આપજો આ રસ્તા પર ચાલવાની બાકી બધુ હુ તમારાં પર મુકું છું આમ વિચારી ને એ વૈભવ ને કોલ કરે છે)

વૈભવ:( ખુશ થતા) ઓહો અમારાં નસીબ મા તમારો કોલ ક્યાં થી...???

નિરાલી: મારે મળવું છે તને ફ્રી છો...????

વૈભવ: હજુ નારાજ છો મારા થી....?????

નિરાલી: હા એ જ નારાજગી દુર કરવા અને એની એક સજા આપવા માટે મળવું છે અત્યારે આવી શકે છે તુ...????

વૈભવ: હા ઓકે આવુ છું નીરૂ

નિરાલી: કોણ નીરૂ...??? મારૂ નામ નિરાલી છે અને એ જ નામ થી મને બોલાવવાની ઓકે

વૈભવ: હા ઓકે

( નિરાલી એ જે વિચાર્યું હોય છે એ મુજબ એ વૈભવ ને મળે છે અને એ અને વૈભવ મળી ને એક આખો પ્લાન બનાવે છે અને વૈભવ એની સજા સાંભળી ને થોડો ખુશ પણ થાય છે અને થોડો દુઃખી પણ એને નિરાલી નો સાથ મળી ગયો છે એટલે એ ખુશ છે અને વૈભવ કહે છે તુ ચિંતા નાં કર તુ ડો. નીરવ ને હા પાડી દેજે બને એટલાં વહેલા મેરેજ પણ કરી લેજે બાકી હુ તારી સાથે છું આમ બધી વાત કરી ને નિરાલી ઘરે આવે છે અને વૈભવ ને આટલા દિવસો પછી મળી હોવાં થી ખુશ છે અને સાંજે નિરાલી ના પપ્પા બીજી એક સારી ખબર લઇ ને આવે છે)

નિરાલી નાં પપ્પા: ( જોર જોર થિ બમ પાળે છે ખુશ થતા થતા) ઓ નીરૂ બેટા જલદી આવ નીચે બહુ જ મસ્ત વાત છે જલદી આવ

નિરાલી: ધીમે પપ્પા આવુ જ છું જોવો આવી ગઇ બોલો જલદી ચલો હવે શુ વાત છે...????

નિરાલી નાં પપ્પા: બેટા ડો. નીરવ આ સન્ડે આવે છે

નિરાલી: ઓહ પપ્પા એ તો મને પણ ખબર છે મને એમ કે કાંઇક બીજી વાત હશે એની ફેમિલી ને પણ કહ્યુ કે નહીં તમે...????

નિરાલી નાં પપ્પા: બસ બેટા એ જ બાબત તો સારી છે અહીયા એનાં મમ્મી પપ્પા 2 વર્ષ પેહલા એક અકસ્માત મા ગુજરી ગયા ભાઈ બહેન કોઈ નથી એ એક જ છે બાકી એનાં સગા બધાં પુના રહે છે છે ને મસ્ત વાત..???

નિરાલી: હા આ વાત સારી છે પણ પપ્પા મેરેજ પછી તો હુ એકલી પડી જઈશ ને ઘરે...??? ઘર મા કોઈ નથી તો

નિરાલી નાં પપ્પા: હાબપણ બેટા તુ નોકરી કરી શકે ભણી શકે જે ઇચ્છે તે કરી શકે ને

નિરાલી: હા હો પપ્પા એ વાત સારી છે.

( આમ વાત કરતા કરતા જ જમે છે બધાં અને પછી નિરાલી સુવા જાય છે અને વિચારે છે ભગવાન પણ મારી સાથે લાગે છે તો જ આટલા મસ્ત સમાચાર મળે ને આજે મને હવે તો અમારો રસ્તો વધું સરળ બની ગયો છે એ જ વાત વિચારી ને એ વૈભવ ને આ સારા સમાચાર આપે છે અને વૈભવ પણ ખુશ થાય છે )

( આજે રવિવાર નો દિવસ હોય છે નિરાલી ના ઘરે ડો. નીરવ આવવાના છે તેની તૈયારી ચાલે છે નિરાલી પણ પોતાના હાથ થી રસોઈ બનાવે છે અને બીજી બધી સજાવટ કરે છે સાંજે ડો. નીરવ આવે છે અને નિરાલી તૈયાર થઇ ને આવે છે એણે સાડી પહેરી હોય છે અને સાવ સાદી તૈયાર થઇ હોય છે નિરાલી ને જોતાં જ ડો. નીરવ તો એને જોતો જ રહી જાય છે અને આ વાત નિરાલી નાં પપ્પા જોવે છે એટલે એ બોલે છે

નિરાલી ના પપ્પા: ડો. નીરવ તમારે કાંઇ વાત કરવી છે....???

ડો. નીરવ:( અચાનક શરમાય જતા) ના ના પપ્પા

નિરાલી નાં પપ્પા: (ખુશ થતા) ઓહો પપ્પા મતલબ તમારી હા છે એમ ને...???

ડો. નીરવ: હા પપ્પા મારી હા છે પણ મારે નિરાલી ને કાંઇક પૂછવું છે પૂછી શકુ...????

નિરાલી નાં પપ્પા: હા બેટા જરુર બેટા નિરાલી તુ ડો. નીરવ ને ઘર બતાવી દે હો ને

( એ બન્ને ઘર જોવા જાય છે અને નિરાલી ને પણ નીરવ ને છેતરતા જીવ નથી ચાલતો અને એ રૂમ મા બેસી ને નીરવ ને બધુ કહે છે અને એણે અને વૈભવ એ કરેલા પ્લાન વિશે કહે છે અને કહે છે ડો. નીરવ સોરી પણ આ એક જ રસ્તો હતો મારો અને વૈભવ ને મળવાનો અને વૈભવ ની ધીરજ ચેક કરવાનો અને તમે મારો ઇલાજ કર્યો એ દવા પણ મે વૈભવ નાં લીધે જ પીધી હતી તમે નીચે જઇને ના પાડી શકો છો પણ આ વાત મહેરબાની કરી ને ન કહેતાં નહીં તો મમ્મી પપ્પા તુટી જશે માટે હુ પગે પડું છું તમારાં )

ડો. નીરવ: હા ઓકે હુ નહીં કહું કોઈ ને આપણે નીચે જઇએ....????

નિરાલી: હા ઓકે

( બન્ને નીચે આવે છે અને ડો. નીરવ કહે છે પપ્પા નિરાલી ને પૂછો મેરેજ ક્યારે કરવા છે હુ તો તમે કહો ત્યારે તૈયાર જ છું આ સાંભળી ને નિરાલી ખુશ પણ થાય છે અને ડો. નીરવ પર ગુસ્સો પણ કરે છે અને યે જ દિવસે બન્ને ની નાની સગાઈ પાક્કી કરી દેવાય છે અને બન્ને બહાર ફરવા પણ જાય છે)

નિરાલી: ડો. નીરવ આ શુ કર્યું તમે...??? તમે જાણી જોઇ ને કૂવો પસંદ કર્યો....???

ડો.નીરવ: તુ મને ગમે છો તો તારી દરેક વાત ગમે છે મને અને તારા અને વૈભવ ના પ્લાન મા સૌથી મોટો હાથ મારો છે જો હુ મારા પ્રેમ ને ખુશ રાખવા જ આ કરુ છું ઓકે....?????

નિરાલી: હા ઓકે પણ પછી તમારી માટે હુ જે છોકરી શોધું એની સાથે તમે મેરેજ કરી લેશો...????

ડો. નીરવ: હા જી પણ એક શરત છે મારી હો

નિરાલી : હા બોલો શુ શરત છે...???

ડો.નીરવ: ફ્રેન્ડશીપ કરશો મારી સાથે...???

નિરાલી: હા કરીશ ને પણ એક શરત

ડો. નીરવ: હા બોલો

નિરાલી: તમે નહીં કહેવાનું તુ જ કહેવાનું મને

ડો. નીરવ: હા પણ એક શરત

નિરાલી: છેલ્લી હો આ શરત શરત રમતા હોય એવું  લાગે છે મને

નીરવ: હા હા હા તુ પણ મને તુ જ કહેજે હો ને હવે એ કે વૈભવ સાથે ક્યારે મેળવે છો તુ...????

નિરાલી: બસ થોડા જ દિવસ મા હો ને

ડો. નીરવ: પણ નીરૂ જ્યારે મમ્મી પપ્પા ને સાચી ખબર પડશે તયારે દુખ નહીં થાય...???

નિરાલી: હુ તારી માટે એક છોકરી શોધી લાવું ને પછી જ હુ ઘરે વાત કરીશ હો ને એ બધુ સરખું થઈ જશે તુ સાથે આપજે બસ મારો હો ને

ડો. નીરવ: એ હા મેડમજી
                                              

                                               ( સમાપ્ત)

શુ પ્લાન હશે વૈભવ નિરાલી નો.....??????

એ બન્ને ને મળવાનુ છે તો ડો. નીરવ સાથે કેમ મેરેજ કરે છે નિરાલી......?????

બધાં ખુશ પણ રહે અને બધુ સારુ પણ થઇ જાય એવું શુ કરશે નિરાલી.....?????

( આ દરેક સવાલ ના જવાબ જાણવા વાંચતા રહો વૈભવ-નિરાલી ની અનોખી કહાની નો અંતિમ ભાગ 15 અને હા વાંચક મિત્રો માફ કરજો મને થોડુ મોડું થઇ ગયુ મુકવા મા પણ મારી એવી ઇચ્છા હતી કે 14 તારીખે જ આ ભાગ 14 મુકું અને આ સ્ટોરી પુરી થાય છે આવતાં ભાગ મા  એવું સરપ્રાઈઝ પણ આપુ તમને લોકો ને માટે મે ખાસ દિવસે જ ખાસ વાત કહેવાનું વિચાર્યું આપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં)