1) હું, તું અને આપણે...
મને ખબર નહોતી કે તુ મને આ રીતે મળશે... થોડી વધારે જ રાહ જોવી પડી...કેટલો વેઈટ કરાવ્યો તે મને...
પણ કહેવાય છે ને...
"જ્યારે પણ ક્યાક મોડું થાય છે,ત્યારે કંઈક વધારે જ સારુ થાય છે"
કેટલી સરળતા થી હું અને તું હવે આપણે થઈ ગયા!
2) તું બોલ.. હું તને સાંભળીશ.
તું કેમ મને કંઈ જ કહેતો નથી.. તારા વિચારો, તારી વાતો મને આ રીતે કેમ પજવે છે...? હું કેમ સમજી નથી શકતી કે તું શું વિચારે છે મારી માટે... તું કહીશ નહીં તો કેવી રીતે ચાલશે?
આપણી અંદર રહેલા બીજા વિશે ના મંતવ્યો જ્યાં સુધી કોઈને કહીશું નહિ ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે કે તું મારી માટે શું વિચારે છે?
ચાલ ને, આજે તું મને તારા વિશે કહે... આજે એક નવી રમત રમીએ...
તું બોલ... હું તને સાંભળું...
3) તું મને જવાબ આપ.
તું મને તારા વિશે કહે, મારે આજે તને સાંભળવો છે... બસ સાંભળવો જ છે... મારે કંઈ જ નથી બોલવું...
આજે તારી નજર માં હું મારી દુનિયા જોવા માંગુ છું... સાંભળવા માંગુ છું.... તું બોલ..
આજે મારે તારી સાથે એક મહત્વ ની વાત કરવી છે, એક question છે ઘણા સમય થી એનો જવાબ જોઈએ છે, આજે તારે મારા પ્રશ્ર્નનો જવાબ આપવો જ પડશે...
પહેલા તો તું મને એ કહે કે તું મને આમ અજાણ્યા વ્યક્તિ ની જેમ તમે તમે કેમ કરે છે? તું મને ઓળખતો નથી કે ઓળખી નથી શક્યો? તું બધા ને તો તમે નથી કહેતો!
મને આ રીતે તમે કહી ને કેમ અજીબ ફીલ કરાવે છે!
જે પ્રેમ મને હું અને તું માં સમજાય છે એ તમેમાં નથી સમજાતો! તું કેમ મને તું નથી કહેતો...!! આમ તમે તમે કેમ કરે છે!!
હું કેટલા સમય થી રાહ જોવ છું કે તું તારા danger ઝોન માં થી બહાર આવે અને મને તમે ની બદલે હવે તું કહી ને સંબોધે...!! હજુ તું મારી સાથે કમ્ફર્ટ ઝોન માં નથી આવ્યો! હજુ પણ તને એકવોર્ડ જ ફીલ થાય છે!!
હું તારી મિત્ર નથી બની શકી હજુ? હજુ પણ આપણે અજાણ્યા છીએ એકબીજા માટે!! હજુ પણ ઈનસેક્યુરિટી વાળી ફીલિંગ જ આવે છે તને !!
જાણું છું તું વિચારે છે કે આ એક પ્રશ્ર્ન નહોતો, ઘણા બધા પ્રશ્ર્નો છે!! પણ આજે તો તારે મને બધા જવાબો આપવા જ પડશે!!
4) હવે તું આવી જા...
કાશ કે તું ડિસેમ્બર હોત, તો વર્ષ ના અંત માં તો આવી જાત!
આજે મેં એક અદ્ભૂત સાંજ વિતાવી એ પણ તારા વિના, તારી યાદ માં,
તારી રાહ જોવા માં, તારી સાથે આવી ઘણી સાંજ માણવા ના દિવાસ્વપ્ન માં, હવે તું આવી જા.
આવી જ એક અદ્ભૂત સાંજ આપણા સાથની પણ રાહ જોઈ રહી છે.
5) તમને નહીં સમજાય....
તમને નહીં સમજાય, કેમ હું વારંવાર તમને કહેતી રહું છું કે તમે કંઈક બોલો અને હું સાંભળું!
તમને ખબર છે, તમારી દરેક વાતો મારી માટે એક પુસ્તક બરાબર છે, જાણે સોને મઢાયેલ સોનેરી પંક્તિઓ સમાન!
હું તમને વાંચવા નો અનેરો લ્હાવો લઉં છું, જ્યારે પણ તમને બોલતા હોવ છો!
તમારી વાતો મને કંઈક અલગ જ દુનિયા માં ખોવાઈ નાખે છે, અને એ દુનિયા માં થી ક્યારેય પાછું આવવાની ઈચ્છા જ નથી થતી!
ક્યારેક થાય છે કે તમે બસ આમ જ બોલતા જ રહો અને હું તમને વાંચતી રહું...
તમને નહીં સમજાય પણ, તમે મારુ પ્રિય પુસ્તક છો!