યે રિશ્તા તેરા મેરા 2.36
હજુ જયદિપને અંશ બંન્ને શબ્દોથી એકબીજા સામે બોલી રહ્યા ત્યા....જ
અવનીને પોતાની છાનામાના કરેલા કારસ્તાન યાદ આવવા લાગ્યા...
****
યાદ...1]
અવની;મીત,તુ માસીને ચડાવજે ને હોસ્પિટલ જોવા માટે ખાસ ઉકજાવજે
મીત;હા...
થોડીવાર પછી મીતનો કોલ આવ્યો દીદી
અવની;બોલ
મીત;મે માસીને કહ્યુ કે હાલ,ભાઇ-દીદી હોસ્પિટલ છે.તમને લેવા આવ્યાતા એ મીરાદીદી પણ. તમે ત્યા આંટો મારી આવો.બીજુ ભાઇ એ નવુ બિલ્ડીંગ બનાવ્યુ,ડૉકટર કોલોની બનાવી રેસીડંટ માટે,નવા-નવા સાધનો પણ મશિન પણ તમે જઇને જોઇ આવો તો સારુ....
માસી;પણ
મીત;શુ માસી તમેય તે.હોસ્પિટલ તમારી, દિકરો તમારો ને તમે જોવા જવાની ના કહો,પછી તમે ક્યારેય તે આવશો કોને ખબર?તેના કરતા જોવાય એટલુ જોઇલો તમારો દિકરો કેટલુ સરસ કામ કરે છે,આખુ ગામ વખાણેને તમે જોવા પણ નથી જતા.
માસી;ઓકે,સારુ જઇ આવીશ બસ
(અવની વિચારેને એ લોકો જગડે)
માસી જોવા આવ્યા હોસ્પિટલને મે રોકી રાખ્યા અહી નાટક કરીને વાહ અવની વાહ...શાબાશ પોતાની જાતને શાબાશી આપી.
2]
અવની;મીત,તારુ કામ છે,તુ થોડીવાર અહી નીચે આવ...
મીત;જી દીદી
[મીત હોસ્પિટલ જ છે કેમ કે અહી અવનીના નાટક પછી બધા રોકાયા તા એટલે]
અવની દીદી એ કહ્યુ પછી મીતે એમ જ કર્યુ...
એ જયદિપના રૂમમા ગયો.....
જયદિપભાઇ નિરવાદીદી તમે લોકો આ ફોર્મ ભરી આપો.અવનીદીદી એ કહ્યુ તેને હોસ્પિટલમા ઓર્થિપેડીક વોર્ડમા જમા કરાવવાનુ હોય છે.
નિરવા;હા લાવ....
પછી અવની એ ,એ જ ફોર્મનો વિડિયો ડાઇવર્સ પેપર નિરવા જોડે ફિલ[ભરાવે] કરાવે છે ને સિગનેચર કરાવે છે,એમ વિડિયો યુઝ કરયો...
3]
ટચ કરવાનો પ્લાન ફેલ જતા સંભળાવવાનો પ્લાન જયદિપ નો જ હતો....
4]મહેક આવી ત્યારે અંશને સંભળાય તેમ બોલવાનુ બોલી તેને ગેર માર્ગે દોરવાનુ કામ પણ જયદિપનુ જ....
5]
અવની;માસી,એક વાત કહુ...
માસી;બોલ
અવની;તમારી દિકરી માની મારા પર વિશ્વાસ કરો તો કહુ.
માસી;બોલ બેટા સંકોચ શાનો? શુ થયુ?
અવની;માસી...મહેક એક રોગી છોકરી છે.
માસી;અવની...તુ શુ કહે છે?આશ્ચર્ય સાથે...
અવની;હા
માસી;હુ ન માનુ મારી દિકરી વિશે આવુ ન બોલીશ.
અવની;મે કહ્યુ તમારી દિકરી માની ભરોસો કરો તો જ કહુ.હુ એક ડૉકટર છુ.
તમારા એકના એક દિકરાની જિંદગીનો સવાલ છે.
માસી;બોલ,શુ રોગ છે તેને?
અવની;માસી,તેનુ માનસિક સંતુલન ઠિક નથી,તે થિંકલેસ થય જાય છે.મતલબ ગમે ત્યારે ગમે તેવા વિચાર કરવા લાગે જેનાથી શરીર તેના કાબુ બહાર જતુ રહે,એ ધૃજવા લાગે,પરસેવે રેબઝેબ થય જાય ને પછી એ ...એ બેભાન થય પડી જાય.
માસી તેના મો પર હાથ મુકી ગયા પછી બોલ્યા તને કેમ ખબર?
અવની;મે એકવાર મહેકની તબિયત ખરાબ થય ત્યારે મહેકના રૂમમા જ ટેબલેટ-દવાજોયેલી ત્યારની ખબર
માસી;હે ઇશ્વર!!!મને કશી ખબર જ નહી,મને અંશે વાત નથી કરી,નથી તેના પપ્પા એ કે નહી મહેકના મમ્મી પાપા એ....કોઇ એ ન કહ્યુ...
અવની;મહેકના મમ્મી પાપા તો ન કહે પોતાની દિકરીની તકલિફ..ને અંશના પાપા...માસાને ખબર જ ન હોય એવુ બને..શુ ક્યારેય મહેક તમારા ગામ આવી રીતે બેભાન નહી થય?
માસી;ના...મે આટલે થી આટલી કરી પણ મારી મહેક ને ક્યારેય કશુ નહી થયુ બે દિવસ તાવ પણ નહી...
અવની;માસી મતલબ તમારાથી મહેકના મમ્મી-પાપા એ બોવ જ છુપાવ્યુ,બોવ જ.આ બધુ બોવ અઘરુ છે.બીજુ અંશ તો મહેકને તેના જીવ કરતા પણ વધારે પ્રેમ કરે છે તો એ કદાચ તમે મહેકને ન અપનાવો એટલે.....
માસી;હા...પણ હવે આ મેરેજ નહી થાય..
અવની;માસીના પગે પડી ગઇ નહી માસી નહી.તમે મારુ નામ ન આપતા.મે તમારુ સારુ કર્યુને તમે મને જ મરાવવા માંગો છો?
માસી એ અવનીને ઉભી કરીને બોલ્યા મને રસ્તો બતાવ કે જાહેરમા મહેકની તકલીફ, રોગ બહાર આવેને તારુ નામ ન આવે..
અવની;યસ...હુ આમ જ ઇચ્છ્તી હતી ..માસી....હુ કાલે મહેકને-અંશ વચ્ચે જગડો કરાવીશને તમે ત્યા હાજર તો હશો જ...
માસી;હા...
અવની;તો બસ...મહેક જગડાના હિસાબે ....મહેકની તબિયત ખરાબ થશેને તમે પછી મેરેજ માટે ના પાડી દેજો.... મતલબ તમારે જે કરવુ હોય તે....
માસી;હા,,
અવની વિચારી રહી કે બસ એક બાજુ અંશ મહેકને ગલત સમશે બીજી બાજુ મહેકની તબિયત ખરાબ થશે એટલે અંશને તેના મમ્મી બંન્ને મહેકથી દૂર થય જશે.
અવનીનો પ્લાન ડબલ ગેમ રમવાનો છે કેમ કે એક બાજુ તેનો રોગ સામે આવે તો બીજી બાજુ અંશ સામે બદનામ કરવાનો..જેથી મહેક બંન્ને બાજુથી તરછોડાય ને એ અંશના ફેમિલી થી દૂર થય જાય,બસ ..અંશ જોડે બદલો લેવા મહેકને મીતને પણ સામેલ કરયા...
યાદ પૂરી...
કેમ કે અંશે કહ્યુ જયદિપ મને સવારમા ખબર પડીને મને અવની એ સાંજના કહ્યુ તેણે જે સાંભળ્યુ,પછી મને વિશ્વાસ આવ્યોને તેણે સાબિતી આપી એટલે મને વિશ્વાસ બેસી ગયો.અવની એ જે કર્યુ એ પણ અંતે તેણે મારો વિશ્વાસ જીતી લીધો.....
બસ,
હવે,ગેમ પૂરી...અવની બસ આજ શબ્દો સાંભળવા માંગતી હતી....અંશ જોડે
ત્યા જ...
જયદિપ બોલ્યો...અંશ...હુ તને એક વાત કેહવા માંગીશ.છેલ્લે....
આ સમયે મહેક ખુબ જ રડી રહી કેમ કે જયદિપને અંશ સામસામે જગડી રહ્યા મીરા તેને સંભાળી રહી આકાશ તેને દિલાસો આપી રહયો.પણ...ન અંશ કશુ સમજે ન જયદિપ....નિરવા એ પુરો પ્રયત્ન કરયો કે મહેકને સંભાળી શકેને ગેમમા છેલ્લે સુધી મહેકને રાખી શકે મહેકના દિલને ઠેસ લાગે એવા શબ્દ આવે ત્યારે એ પુરા જુસ્સાથી તેને હિમંત આવે એવા શબ્દો બોલે....
અંશે કહ્યુ બોલ હવે શુ બાકી છે તમારા બે ના અફેરમા....
જયદિપ કશુ ન બોલ્યો બસ....માત્રને માત્ર...અંશનુ ટી.વી શરુ કર્યુ,,,,,,,
બતાવી તેની અને મહેકની પ્રેમ કહાની....
***
પછી બધા એ જે જોયુ એ અકલ્પીય અવર્ણીય અસમન્જસમા મુકાય જાય તેવુ છે.
મમ્મી,મહેક,મીરા,આકાશ,અવની,કેયુર,છબિલી,ભમર ,નિરવાને અંશ બધા જ અવાક રહી ગયા...
આ શુ?
આટલુ મોટુ ષટયંત્ર..એ પણ ....
મહેક ટી.વી....જોતી રહીને તેની તકલીફ વધતી ગઇ...
તે આ બધુ જોઇ ન શકી..
કેમ કે તે આવુ વિચારી પણ શક્તી નથી કે તેની સાથે આટલો મોટો વિશ્વાસઘાત થશે તેના પ્રિય પાત્રથી...
આજ તેની હિંમત ખરેખર ખુટી ગઇ,કેટલો વિશ્વાસ,કેટલો સાથ આપ્યો,કેટલી હદ સુધી એ માત્ર એના માટે બધા સાથે લડીને આજ....વ્યક્તિ તેને આટલી હદ સુધી વેરવિખેર કરી મુકશે તેની ક્યા ખબર હતી મહેકને?
બધુ જ બધા એ જોયુ....
ન જોવાનુ જોયુ..
જોવાનુ જોયુ...
આવુ થશે ને આટલુ બધુ થશે તેની કલ્પના પણ ક્યા કોઇને હતી....
અંશ ફરી એકવાર તુટી પડ્યૉ....
તેને પોતાની જાત માટે શરમ થઇ...
બધા ટી.વી જોવામા એટલા મગ્ન થય ગયા કે કોઇનુ ધ્યાન મહેક તરફ હતુ જ નહિ...
એ પડે એ પે’લા અંશ દોડ્યોને મહેકને પકડી લીધી...
નિરવા,જયદિપ,આકાશ,મીરા...દોડ્યાને મહેક મહેક કરવા લાગ્યા...
આ બાજુ માસી આ બધુ જોઇ અવાક રહી ગયા...મહેકની સ્થિતિ જોઇને...ટી.વી જોઈને તેને શું કરવું કશું ન સમજાયું.
અંશે મીરાને આકાશના હાથમા મહેકને આપીને...
ઉભો થયોને અવનીને એક જાપટ લગાવી દીધી...
અંશ;મહેકે તારા પર કેટલો વિશ્વાસ કર્યો,એ તારા માટે મારાથી દૂર થય,મને હંમેશા ગલત માન્યો તારા માટેને તે? તે શુ કર્યુ તેના જોડે બોલ?
અવની;પેલી વાત મે જે કર્યુ મને કોઇ અફસોસ નથી..બીજુ...આ નાલાયક આ....એક નંબરનો ગદ્દાર...નીકળ્યો...નહીતર મારો પ્લાન સકસેસ જ હતો..
જયદિપ;હતો...હ....તો....છે નહી....સમજી....
અંશ;જયદિપ આઇ એમ સોરી...હાથ જોડીને બોલ્યો મને માફ કરી દે...આ બાજુ મીરાને આકાશને નિરવા મહેકની સારવારમા લાગી ગયા પણ માસી બાજુમા ન આવ્યા....
જયદિપ;ઇટસ ઓકે અંશ
અંશ;અવની તુ અત્યારેને અત્યારે અહીથી ચાલી જા...બસ જતી રહ્વે..અંશે અવનીને ધક્કો માર્યો...
ત્યા જ જયદિપ બોલ્યો...એક મિનિટ અંશ
અંશ;કેમ શુ થયુ?
જયદિપ;હજુ તારે અવનીના હેલ્પર વિશે જાણવાનુ બાકી છે...
અંશ;હેલ્પર?
જયદિપ;હા...હેલ્પર...છબિલીને ભમર જેણે અવનીને તારીને મહેકની દરેક બાબત એક એક પળની માહિતી આપી,કેયુર....કેયુર અવનીનો પાગલ પ્રેમી
અંશ;પ્રેમી...
જયદિપ;હા પ્રેમી...
અંશ;ને મે જ તેને અવનીનુ ધ્યાન રાખવા કહેલુ
જયદિપ;હા તારી ભુલ હતી કે તે બિલાડીને દૂધનુ ધ્યાન રાખવા કહ્યુ.કેયુર અવનીને ખુબ જ પ્રેમ કરે છે."કેયુર પ્રેમીનુ કામ પોતાના પ્રેમને સાચા રસ્તા પર લઇ જવાનુ છે",તારી જેમ આમ હલકટ કામમા મદદ કરીને બધાની વચ્ચે અપમાનીત કરવાનુ નહી,...
અંશ;કેયુર,તુ સાપ નીકળ્યો?મે તને આવો ન’તો માન્યો....તે મારા દિલને ઠેસ પહોચાડી છે.
જયદિપ;બીજુ અંશ,મને અજયે ખુબ જ હેલ્પ કરી...દરેક વખતે તેણે મને જરુર હતી એટલી હેલ્પ કરી.હુ આ વિડિયો તેના થકી જ બનાવી શક્યો.
અંશ:તારો પગ?
જયદીપ:અરે હા ડૉ. ઓર્થો એ મને આ નાટક કરવામાં પેલો સાથ આપ્યો...જેમાં મારા મમ્મી પપ્પા સાચે જ દુઃખી થયા... અવની એ મારા દોસ્ત નથી પણ સત્ય માટે મેં તેને આજીજી કરી તે માની ગયા.
અવની;મતલબ...અમારી સીઆઇડી અજય કરતો હતો....
અજય;સીડી બાજુ પાછળ ઉભો હતો ત્યાથી વચ્ચે આવ્યોને બોલ્યો હા....આ વિડિયો જયદિપના કેહવાથી મે જ બનાવ્યો છે...
બીજુ...સર....નિરવા એ પણ મને હેલ્પ કરી છે
અંશ હુ પોલિસને કોલ કરીને અત્યારે જ અવનીને....
કેયુર અંશના પગે પડી ગયોને કરગરવા લાગ્યો નહી સર નહી હુ અવનીને ખુબ જ પ્રેમ કરુ છુ,તમે અવનીને જેલ હવાલે કરશો તો હુ સહન નહી કરી શકુ એવુ ન કરશો
અંશ;બોલ્યો તેણે મારા પરિવાર જોડે જે કર્યુ તેનુ શુ?
કેયુર;સર,તમે અવનીની દરેક ભુલ માફ કરી છે તો આ પણ કરીદો...સર પ્લીઝ...પ્લીઝ...
અંશ;નહી...ક્યારેય નહી...
ત્યા જ જયદિપે અંશને અટકાવતા કહ્યુ...અંશ રે’વા દે....
મહેકની તબિયત સુધરીને તે મીરાને નિરવાને પકડીને ઉભી થય...એ ત્યા જ જગા એ ઉભી..અંશે જઈ તેને પકડી
જયદિપ બોલ્યો મે....કેયુરને મજબુર કરયો તો ઉપર આવતા પે’લા...અગર....એ અવનીને લઇને જતો રહેશે તો એ અવનીને જેલ હવાલે નહી કરે...
અવની;મતલબ કેયુર તે મને કહ્યુ નહી કે જયદીપે તને મજબૂર કર્યો
કેયુર બોલ્યો અવની મારા જોડે જયદિપે એટલો સમય જ ન રાખ્યો કે હુ તને કહી શકું ઉપર આવતા પેલા જ કહ્યું,બસ ... હુ માત્ર .....આ બધાનો હિસ્સો જ બની રહ્યો....
કેયુર;તારા મમ્મી-પાપા જોડે આપણે ત્યા જતુ રે’વાનુ છે.તો જ આ લોકો છોડી દેશે.નહીતર જેલ હવાલે થવુ પડશે.આ લોકો જોડે વિડિયો સહિત પ્રુફ છે.એટલે અવની આપણી કોઇ તાકત નથી આપણે લડી શકીએ...
આજની ફ્લાઇટ્ છે...મારા ઘેરથી આપણે જવાનુ છે મારા મમ્મી એ બધી તૈયારી કરી છે ચલ....
કેયુર;જયદિપ,સાચી વાત છે પ્રેમને પ્રેમ યોગ્ય રસ્તા પર વાળવો જોઇએ,જ્યારે મે અવનીના ગલત કામમા હેલ્પ કરીને આ સમય આવ્યો,અગર મે જ સાથ ન આપ્યો હોત તો....આ સમય જ ન આવ્યો હોત?
બીજુ મીતને પણ અમે આવા ખરાબ કામમા સામેલ કર્યો,ત્યા જ મીત આવ્યો...અમે ઘણા કામમા તેનો ઉપયોગ કર્યો,એ ટૉટલ વિડિયો તે જે જોયો મહેક એ બધુ જ સાચુ છે,જયદિપે અમારા ટૉટલ ખરાબ કામનો વિડિયો કર્યો ક્યાક અમારા જોડે સત્ય બોલાવ્યુ તો ક્યાક અજયે વિડિયો લીધો.બીજું અડધી રાત્રે મહેકને મિત થકી અમે જ નીચે જયદીપ ના રૂમમાં મોકલેલી.... અંશને વીડિયો બતાવવા.અમને માફ કરીદે મહેક
મહેકે એક પણ શબ્દ ન બોલ્યો...તે મો ફેરવી લીધુ...
કેયુર બોલ્યો ભુલ આપડી છે આ લોકોને સોરી કહીદે
અવની;હરગીઝ નહી ક્યારેય નહી,અંશ,તે મીરાને આકાશ માટે મને તારાથી અલગ કરી હુ તને ક્યારેય સોરી નહી કહુ...
કોઇ કશુ ન બોલ્યુ...
કેયુર બોલ્યો અવની તને મારી કસમ
અવની બોલી કેયુર બસ.....તે મારો છેલ્લે સુધી સાથ આપ્યો,આજ પણ તે મને પોલિસના ચક્કરમાથી તે મને બચાવી હુ તારા માટે કંઇ પણ કરીશ...બધુ જ કરીશ....તુ કે’તો આ લોકોના પગે પડીશ....
અંશ;એવી તારી જરુર નથી,
અવની;હુ પગે પડુ પણ નહી....
કેયુર;બસ અવની સોરી કહીદે
અવની;સોરી.....
કેયુર;મને ને અવનીને માફ કરી દેજો....
છબિલી અંશના પગે પડી ગઇ...બોલી સર,અમારી રોજી અહી જ છે તમે અમને કાઢી મુકશો તો...અમારા બાળકો રખડી જશે.અમને માફ કરીદો,માફ કરીદો...
અંશ કશુ બોલે એ પેલા કેયુર બોલ્યો...
અંશ શક્ય હોય તો આ બે ને માફ કરેદે....એમના બાળકો રખડી જશે...
અંશ;બોલ્યો,જાવ તમે તમારુ કામ કરો...
કેયુર;અંશ,તમે બધા અમને બે ને માફ કરી દેજો,,
અવની;બસ,હુ કોઇ સામે તને હાથ ફેલાવતા નહી જોઇ શકુ...ચલ અહીથી...
એ જતા રહ્યા ને...અંશે હાથ જોડી ગયોને મહેકે તેને કશુ જ બોલવા ન દીધોને તેને ભેટીને રડવા લાગી.
અંશ;મમ્મા...અહી આવો..મહેક....નો કોઇ દોષ નથી,બસ મારો શક જ અમને બે ને દૂર કરી દેત...
માસી આવ્યાને મહેકને ભેટી પડ્યા.......
માસી બોલ્યા....હવે.......... હુ તમારા મેરેજની તૈયારી શરુ કરુ છુ...
અંશે માથુ હલાવ્યુને હા પાડી,મીરા-આકાશને અંશ-મહેક,મમ્મી એકબીજાને ભેટી પડ્યા....
જયદીપે નિરવાનો હાથ પકડયોને બોલ્યો હવે અમે રજા લઈએ?
મહેક દોડીને આવીને ફરી એકવાર જયદીપને હગ આપી બોલી આજ તું ન હોત તો હું ન.....
જયદીપ મહેકને રોકતા કહ્યું બસ આવું ન બોલ...
અંશ બોલ્યો સાચું છે જયદીપ તું ન હોત તો શાયદ મારો પરિવાર ન હોત...
મમ્મી બોલ્યા સાચી વાત અંશ....
બેસો...હું મારા બધા જ બાળકોને મારી જાતે ચા બનાવીને પાઈશ....
અંશ હા મમ્મી...
ત્યાં જ છબીલી આવીને બોલી સર તમને મળવા નીચે મેયર આવ્યા છે....
અંશ બોલ્યો મીરા આકાશ અજય આપણે જઈએ તમે લોકો બેસો.હમણાં જ આવીએ.
મહેક નિરવા ને જયદીપ બેઠા છે ફરીવાર મહેક બોલી જયદીપ થેક્સ....
જયદીપ બોલ્યો આજ હું જે કરી શક્યો એ નિરવાના કારણે ....
મહેક બોલી એ કેવી રીતે?
જયદીપ સાંભળ....યાદ
નીરવ બોલી જયદીપ...મેં જે કર્યું એજ તું અવની જોડે મળીને કરે છે.જબરદસ્તી કોઈ પોતાનું થતું નથી એ મેં જોયું.મેં અનુભવ્યું.પ્રેમ એ જવાબદારી છે જબરદસ્તી નથી.પ્રેમ એ નિખાલસ છે કોઈની ખુલ્લે આમ કતલ નહિ....
આજ જો મેં તને મેળવ્યો,પણ મને શું મળ્યું?
તારી નફરત સિવાય?
અંતે તારી ખુશી માટે તને ખુશજોવા મેં જ નિર્ણય કર્યો હું તને છોડી દઈશ.આ પરિવાર ની ખુશી માટે હું તારાથી દૂર થઈશ.
તું ભલે મહેકને મેળવવા માટે પ્લાન બનાવે પણ મહેક તો અંશને જ પ્રેમ કરે છે...
મને ગલત નહિ સમજતો હું તને છોડી દેવા તૈયાર છું.પણ મેં ભૂલ કરી એ તું ન કરીશ.
બસ...એટલું જ...
જયદીપ બોલ્યો નિરવા તે મને હિંમત કરી કહ્યું એ માટે તારો આભાર.મારું દિલ મને આ કામ કરવા માટે ના જ કહેતું હતું ને એમાં તે મને ના પાડી. થેક્સ... તે મને એક ગલત કામ કરતો રોક્યો....
નીરવા બોલી હું તને પ્રેમ કરું છું...ને એક પ્રેમીને સાચા રસ્તા પર લાવવું એ એક પ્રેમી ની જ ફરજ છે....
મહેક બોલી નિરવા થેક્સ.તે તારા અનુભવે જયદીપને સાચા રસ્તા પર લાવ્યો....
નિરવા મહેક સોરી મેં તારા જોડે જે કર્યું એ પણ....હું જયદીપને પ્રેમ કરું છું....
મહેક...તમારી જોડી સલામત રાખે નિરવા...
નિરવા બોલી ઇશ્વ તારો પ્રેમ અખન્ડ રાખે....
ત્યાં ...જ અંશ આવ્યો ને બોલ્યો મમ્મા ચાય બની ગઈ...
હા બેટા.... જો લાવી.....
અંશના મમ્મી એ બધાને ચા આપીને બોલ્યા....હવે હું અંશને મહેકના મેરેજની તૈયારી કરું છું નિરવા જયદીપ પહોંચી જજો...
બંને એ હસતા હસતા હા પાડી....
મિત્રો,
હવે હુ આ કહાનીને સુખદ રીતે અંત કરીને નવી કહાની લખવાનો પ્રયત્ન કરુ છુ,...
મને આશા છે કે તમે મને સાથ આપશો જ,,,
શાયદ હમણાં તરત જ હું કોઈ નવી કહાની નહિ લખી શકું....
પણ તમે મારો સાથ આપજો
મારી સાથે જોડાવ fb DSK DSK
GRUOP વન્દે માતરમ
શબ્દનો સ્પર્શ
પેજ તું અને હું
લાગણીની ભીનાશ