Uday - 13 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | ઉદય ભાગ ૧૩

Featured Books
Categories
Share

ઉદય ભાગ ૧૩

પલ્લવ ને ભોજન પીરસવામાં આવ્યું . તેમાં તેને કોઈ દિવસ ખાધી ના હોય તેવી ભાજી થોડા ભાત અને થોડા ફળો હતા . તેને આવું ભોજન કરવાની ટેવ ના હતી .સર્વેશ્વરનાથ ને પૂછતાં તેને જણાવ્યું કે અહીં મોટેભાગે તો કોઈ જમતું નથી ફક્ત ફળો ના રસ અથવા અમૃત પીવે છે . પલ્લવને આશ્ચર્ય થયું તેને પૂછ્યું પુરાણો માં લખ્યું છે કે દેવો જેનાથી અમર રહે છે તે અમૃત ? સર્વેશ્વરનાથ ખડખડાટ હસી પડ્યો અને કહ્યું પુરાણો ત્રીજા પરિમાણ માં પ્રચલિત મિથકો. જો કે બધું જ હબંગ નથી પણ સામાન્ય માણસ સમજી શકે તે માટે મહાશક્તિઓ કે દિવ્યશકિતઓ ને એક નિશ્ચિત નામ અને આકાર આપવામાં આવ્યા છે. પણ શક્તિઓ નો કોઈ આકાર નથી ત્રીજા પરિમાણ માં તેમને જુદા જુદા સ્વરૂપ માં પૂજવામાં આવે છે. ત્રીજા પરિમાણ માં રહેતા મનુષ્યો ઘણા કલ્પનાશીલ છે અને તેમણે જુદા જુદા ધર્મો ની સ્થાપના કરી છે . કોઈ શક્તિઓ ને ભગવાન કહે છે તો કોઈ અલ્લાહ , કોઈ ગૉડ કહે છે તો કોઈ રબ . દરેક ધર્મ શક્તિઓ ની પૂજા જુદા જુદા સ્વરૂપે કરે છે અને એકબીજા સાથે લડતો રહે છે . મનુષ્યો પોતે શક્તિશાળી થવા તેમનો ઉપયોગ કરે છે .

અને પુરાણો માં અમૃત તરીકે જે પીણાં નો ઉલ્લેખ છે જેનાથી અમર થવાય છે તેનો અને અહીં ના અમૃત ને કોઈ સંબંધ નથી . અહીં જે અમૃત મળે છે તે જુદા જુદા ફળો અને મૂળો નું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવેલું પીણું છે જેનાથી શરીરમાંથી અશુદ્ધિ દૂર થાય છે . તમે આવ્યા છો ત્યારથી તમને શ્વાસ લેવામાં થોડી તકલીફ થતી હશે તેમજ ચક્કર આવતા હશે તેનું કારણ અહીંના વાતાવરણ માં ત્રીજા પરિમાણ જેટલો પ્રાણવાયુ નથી. ત્રીજા પરિમાણ માં પ્રાણવાયુ વધારે છે જેનાથી શરીર ના કોષો ઝડપથી વધે છે તેમ ઝડપથી મારી જાય છે તેથી ત્યાં વૃધત્વ પણ જલ્દી આવે છે . અહીં પ્રાણવાયુ ઓછો છે તેથી શરીર ના કોષો નું આયુષ્ય વધે છે અને સરવાળે અહીં રહેતા જીવો નું .તમે અહીં આવ્યા હતા ત્યારે તમારી વ્યવસ્થા એક કુટિર માં કરી હતી તેમાં તમે આરામ કરવા ગયા ત્યારે તેની અંદરનું પ્રાણવાયુ નું પ્રમાણ ત્રીજા પરિમાણ જેટલું જ હતું જેને ક્રમિક રીતે તમે ઊંઘ માં હતા ત્યારે ધીમે ધીમે ઘટાડ્યું તેથી તમે જગ્યા અને બહાર આવ્યા ત્યારે તમારું શરીર અહીંના પ્રાણવાયુ ના પ્રમાણ સાથે ટેવાઈ ગયું અને તમને પછી સારું લાગતું હતું. હજુ જો કે પૂર્ણ પણે ટેવાતા તમને બે દિવસ લાગશે . અહીંના બે દિવસ અને રાત્રી એટલે ત્રીજા પરિમાણ ના બે માસ જેટલો સમય.

પલ્લવે વિચાર્યું કે હું અહીં આવીને ઘણો સમય થયી ગયો કદાચ મફાકાકા, રામલા અને બાકી લોકો માટે હું પણ ભભૂતનાથ ની જે ઇતિહાસ બની જઈશ . ભોજન લઈને પલ્લવ આડો પડ્યો ત્યારે વિચારવા લાગ્યો જીવન કેટલું અનિશ્ચિત છે. તે જયારે વિચારવા લાગ્યો કે હું અહીં ઠરીઠામ થઈશ ત્યાં તો આ બધી પળોજણ . દેવાંશી ને મળ્યો તેને બહુ સમય નહોતો થયો પણ હવે તે વર્ષો પહેલાની ઘટના લાગવા લાગી. ખબર નહિ હજી કેટલા આશ્ચર્યો તેની રાહ જોઈ રહ્યા છે .

તે જાગ્યો ત્યારે બપોર પડી હતી તેને જોયું કે તેણે ૧૦ કલાક ની ઊંઘ ખેંચી હતી છતાં અહીં તો સમયમાં નામ માત્ર નો ફરક પડ્યો હતો . જો તેને રાત્રે ઘડિયાળ પહેરવાની ટેવ ના હોત તો તેને આ બધા પર વિશ્વાસ ન બેઠો હોત. બીજી કોઈ વાત સત્ય હોય ન હોય પણ એક વાત આ જગ્યા માટે સત્ય છે કે અહીં સમય ધીમો વહે છે. તેણે બીજી એકવાત નું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું કે અહીં તાકાત તીસ ગણી વધી જાય છે . તે માટે તે આશ્રમ ના એક વૃક્ષ પાસે ગયો અને તેના થડ પર જોરથી મુક્કો માર્યો ત્યારે તે વૃક્ષ હચમચીને પડી ગયું તેણે આશ્ચર્ય થયું કે આટલી તાકાત તો તેનામાં કયારેય નહોતી .

એટલામાં જ સર્વેશ્વરનાથ સામેથી આવતો જણાયો અને તેણે કહ્યું કે અહીંની કોઈ પણ કુદરતી સંપત્તિ ને નુકસાન કરવાની અનુમતિ નથી તમને ગુરુજી બોલાવે છે.