મંગલ નું મોઢું ભલે પોપીયા જેવું હોય પણ પોતાને મન તે ખુદ નેં રણબીર કપૂર જ સમજતો હતો. આગળ ના બે દાત ખિસ્કોલાની જેમ આગળ નીકળેલા હોવાથી મંગલિયો પોતાને ખુબજ ભાગ્યસાળી સમજતો, ખબર નહીં તેને એવું ક્યાં નવરીબજાર જ્યોતિષ એ ભરાવ્યું હશે. મોહલ્લામાં કૂતરું જેમ અજાણ્યા વ્યક્તિ નેં જોઈ નેં મોઢું બંધ ના કરે તેમ મંગલો પણ કોઈને ચોંટે એટલે સામે વાળાનૂ કાસળ નીકળી જાય મીન્સ કે કંટાળી જાય ત્યાં સુધી વાતો કરવા નું બંધ ના કરે. ભગવાન એ મંગલ નેં કયા કાળ ચોઘડિયા માં બગડ્યો / બનાવ્યો હશે તી, જે વ્યક્તિ મંગલ નેં મળે તે ત્રાહિમામ પોકારી જાય. ઘણા લોકો તો મંગલ નેં જોય ને ગલિયું કાપતા ભાગે.
નાનપણ માં શિક્ષક હારે માથાકૂટ માં મંગલ નેં સ્કૂલ માં થી કાઢી મુક્યો, તો મંગલ સ્કૂલ ની બહાર ગુટકા વેચવા મંડ્યો, પ્રિન્સિપાલ એ કીધું કે આને 2 ઢીકા મારી નેં અહિયાં પાછો ભણવા બેસાડો, નહીંતર આ ભુરીયો મંગલો મોટો થઇ નેં દારૂ વેચશે. એક વાર મંગલને એના બાપુજી એ લાફો માર્યો તો ઢોંગી મંગલો પાડોશીના ઘરે જઈ નેં ભામ્ભરતા ભામ્ભરતા ખોટે ખોટે ચક્કર ખાઈ નેં પડી ગયો... પછી મંગલ ના બાપા એવા ભોંઠા પડ્યા એટલે, એને મનાવવા 150 રૂપિયા વાળી ફેમિલી પેક આઈસ્ક્રીમ લાવ્યા. જેમાં થી મંગલા એ 70% આઈસ્ક્રીમ એકલા એ ચાટી લીધી.
મંગલ નેં એક વાર જાહેર બગીચા ની લસરપટ્ટી ઉપર ઉભી નેં બાથરૂમ કરવાના ગુન્હા માં સજા પડી, સજા માં મંગલ નેં ચોપાટી એ કચરો વીણવાની સજા હતી તો, ખેપાની મંગલો, ત્યાં સવારના પોરમાં ખાખી કપડાં ચડાવી નેં લાકડી લઇ નેં પુગી ગયો, દરિયે સવારના જ્યાં લોકો પેટ સાફ કરવા બેઠા હોય એને ઉભા કરી કરી નેં 50 - 50 રૂપિયા દંડ ફટકારવા લાગ્યો. 3 કલાક માં તો મંગલા એ આવું ફુલેકુ ફેરવી નેં 500 ભેગા કરી લીધા.
એક વાર મંગલનેં પોલીશવાળા એ લાઇસેંસ વિના બાઈક પર પકડ્યો. મંગલ એ તેને એવો વાતોમાં ચડાવ્યો કે પેલા પોલીસવાળા એ પોતાના ખિસ્સા માં થી 20 રૂપિયા આપ્યા અનેં કીધું કે, ભાઈ એક સસ્તો રૂમાલ ખરીદી લે, અને તે તારા મોઢે બાંધતો જા, નથી વસૂલવો મારે દંડ, મને કામ કરવા દે, મારી નોકરી જશે. ચોરી કરવા માટે ઘણા લોકો સોની ની દુકાન ગોતે તો કોઈ બેંકમાં ધાડ પાળે, પણ આ એવડો મંગો તો ભંગાર વાળીનેં વાતોએ ચડાવીને જુના લોઢા નેં ઠાંગલા ઉપાડી આવે.
એક વાર મંગલને લગન માં જમવાનું આમંત્રણ મળ્યું તો એ પોતાના 9 દોસ્તાર નેં લઇ નેં જમણવાર માં પુગી ગયો, રજવાડી થાળી 150 ની થાય, 25 માં જમવામાં બધા નેં મનાવ્યા હતા, 25 * 9 = 225 નો વકરો કરી લીધો અનેં 100 રૂપિયા નો વધાવો લાખવ્યો। (લાખવ્યો એટલે,,, એન્ટ્રી પડાવી પછી લખવા વાળાને વાતું એ ચડાવી નેં 100 રૂપિયા નું બુચ,,, પૈસા ખર્ચે ઈ બીજા).
રેલગાડી માં ટિકિટ વિના મુસાફરી કરતા મંગલ ભાઈ પકડાઈ ગયા તો, ટીસી એ તરત જ એને રેલવે લોક-અપ માં પુરાવી દીધો. જજ એ 2000 નો ફાઇન્ડ લગાવ્યો તો મંગલ એ હડપ દઈ નેં કીધું કે પૈસા કેવા? જેલ માં મોકલી આપો, પછી 15 દિવસઃ ની જેલ પડી તો મંગલા એ જેલ માં ઠૂંઠિયા ઠીબડા નેં તંબાકુ વેચવાનું શરુ કરી દીધું, પાછો જેલર નો ભાગ માંડ્યો એટલે કાંઈ વાંધો ના આવે.
મંગલ નેં દંડ ના 2000 દેવાના થતા હતા ત્યાં, જેલ માં થી 15 દિવસ માં 5000 નો વકરો કરી નેં બહાર નીકળ્યો, અનેં જેલ માંથી જતા જતા જેલર ના પાકીટ ઉપર હાથ ફેરો કર્યો એ અલગ. મંગલ ઘરે ગયો તો બાપા એ લાત મારી નેં કાઢી મુક્યો, માસ્ટર માઈન્ડ મંગલો તરત જ એસ ટી પાસે આવેલી ગેસ્ટ હાઉસ ની પાછલી દીવાલ ના પાઇપ ઉપર ચડી ગયો અને, મફત માં એસી રૂમ માં રાત વાસો કરી લીધો.
સવારે ગેસ્ટ હાઉસ વાળા લોકો એ પકડી પાડ્યો અનેં ધોલાઈ કરવાનું શરુ કરવાના હતા ત્યાં તો મંગલા એ નૌકરી કરી નેં ભાડું ચૂકવી દેવાની ઓફર આપી, 15 દિવસ થયા ત્યાં તો ગેસ્ટ હાઉસ ના ટુવાલ, ગાદલા, ટ્યુબલાઈટ છું મંતર થવા લાગ્યા, મંગલા પર કોઈ નેં શક પડે એ પહેલા તો, એ છાતી ના દુખાવા નૂ બહાનું કરી નેં ગામ જ બદલાવી ગયો.
હવે મંગલો અમદાવાદ આવી પહોંચ્યો, રહેવા ખાવા ના ફાંફા હતા તો પૈસા ભેગા કરવા ફરી એક વાર મંગલા એ યુક્તિ અજમાવી, મોંઘી રેસ્ટોરન્ટ માં ઘુસી નેં પેટ ભર જમી લીધું, ત્યાર બાદ બાથરૂમ જવા નું બહાનું કરી અનેં પાઇપ પકડી નેં રેસ્ટોરેન્ટ ની બહાર. પૈસા ની તંગી ના પરમીનેન્ટ સોલ્યૂશન માટે મંગલ એ પૈસા વાળી છોકરી ગોતી પરણી જવા નું નક્કી કર્યું.
નકલી પરીવાર ગોતી ભાડે મોટું મકાન જુગાડ કરી સગાઇ કરી લીધી, અનેં લગન ની તારીખ આવી તો મંડપ માં જ ખબર પડી કે મંગલા પાસે ફદયું પણ નથી, છોકરી વાળા મંગલ નેં ઢીબવા હજી ભેગા થાય એ પહેલા તો મંગલ ખટારો ભરી નેં, બધા મેહમાન ના કપડાં, કંદોઈ ના હાંડલા, ગોરબાપા ના લોટા થાળી, મંડપ વાળા ની ખુરશીઓ, ઠાંગલા પરદા, તોરણ અનેં બનાવેલ મિષ્ટાન સોત ઉપાડી ગયો.
હજી મંગલ નેં ગામ ગોતે છે, કોઈ ભાળ મળે તો, 31 ફેબ્રુઆરી ના દિવસે મેંટલ હોસ્પિટલ માં જાણ કરજો, કેમ કે પોલીસ વાળા ઓ એ તો હાથ ઊંચા કરી દીધા છે. - કીપ સ્માઇલિંગ