પિયા મૂંઝવણ અનુભવે છે. પણ માહિના પપ્પા તરત જ પિયાના પપ્પાને ફોન કરે છે અને બધી વાત કરે છે. પિયાના પપ્પાને બધી વાત સાચી લાગે છે પણ એ વિચારવા માટે થોડો ટાઇમ માંગે છે. રસિકભાઈ ફોન મૂકીને સ્મિતાબહેનને બધી વાત કરે છે. સ્મિતા બહેન પણ રસિકભાઈને સમજાવે છે કે મુંબઇ જેવા ગામમાં એકલી રહેવા કરતા પિયા કોઈ ફેમિલી સાથે રહે તો એ વધારે સારું. અને આપણે જ જતા આવીએ અને જોતા આવીએ કે એ માણસો કેવા છે શું છે? રસિકભાઈને આ વાત બરાબર લાગી. એ બંનેની તત્કાલની ટીકીટ કરાવે છે.
રાજને પિયાનો કોલેજ આવવાનો રસ્તો ખબર હોય છે માટે એ જાણી જોઈને આજે સારાને સાથે નથી લાવતો અને એકલો એ રસ્તેથી ચલાવે છે. થોડે દુર જતા જ તેને પિયા મળી જાય છે અને એ પિયા ને કહે છે ચાલ કારમાં બેસી જા આપણે સાથે કોલેજ જઈએ. પિયા thanks કહીને ના પાડે છે. રાજ કહે છે see પિયા આપણે જૂનું બધું ભૂલીને આગળ વધવું જોઈએ. એક જ કોલેજમાં સાથે ભણવું છે તો મિત્ર બનીને રહીએ. આમ પણ મેં જે કર્યું એ માટે મને અફસોસ છે. Once again sorry. પિયા પણ એની વાત માની લે છે અને કારમાં બેસી જાય છે. રાજ ત્રાંસી નજરથી એને જુએ છે. Blue jeans અને ઉપર રેડ શોર્ટ કુર્તી, ખુલ્લા વાળ, ગોરી ચામડી ...પિયા ખરેખર સુંદર લાગી રહી હતી. એની સુંદરતા જોઈને રાજના ચેહરા પર એક smile આવી જાય છે.
આગળ જતાં રસ્તામાં એક શાક વાળી બાઈ એક કાંખમાં છોકરું અને માથા પર શાકનું પોટલું લઈને જતી હતી. પોટલાનું વજન વધારે હોવાથી પોટલું નીચે પડી જાય છે અને થોડું શાક ઢોળાઈ જાય છે . રાજ ત્યાં ગાડી ઉભી રાખી નીચે ઉતરી બધું શાક ભરાવે છે અને ફરી પોટલું તે બાઈને માથે ચડાવવામાં મદદ કરે છે. પિયા રાજનું આ રૂપ પહેલી વાર જોઈ રહી હતી અને પહેલીવાર એને રાજ માટે માન થઈ આવ્યું. રાજ વળી કારમાં બેસી કાર ચલાવવા લાગે છે. એ પિયાના ચહેરાના હાવભાવ જોઈ સમજી જાય છે પોતે પિયાને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહ્યો છે. પિયા આખા રસ્તે મૌન રહે છે પણ કોલેજ પહોંચીને જ્યારે કાર માંથી ઉતરે છે ત્યારે રાજને કહે છે, I think you are right. આપણે બધું ભૂલી મિત્રો બનીને રહેવું જોઈએ. જો આજે મેં તારી વાત ન માની હોત તો તાએ helping nature ની મને ખબર જ નો પડત. Today you did such a wonderful task. See you કહી એક સુંદર smile આપી એ જતી રહે છે.
રાજ મનોમન ખુશ થાય છે કે પોતે પિયાને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહ્યો. સારા દૂરથી જ આ બધું જોતી હોય છે અને રાજને કહે છે મને કોલેજ લાવવાનો તારી પાસે સમય નથી અને પિયાને તું લિફ્ટ આપે છે ? રાજ એના સવાલોને ન સાંભળ્યા જેવું કરી અને just chill baby કહી કલાસરૂમ માં જતો રહે છે. મિલન સારાને જોઈ સમજી જાય છે કે સારા કેવી insecurity feel કરે છે. એ સારાને સંતવના આપી સારાને કલાસમાં લઈ જાય છે.
બ્રેકમાં પિયા માહીને કેન્ટીનમાં બેઠા બેઠા આજે સવારે જે કાંઈ બન્યું એ બધી વાતો કરે છે. માહી પણ આ સાંભળી ખુશ થાય છે અને કહે છે, સારું હવે ધીરે ધીરે આપણે બધા students માં ભળી જઈશું. રાજને બ્રેકમાં પણ પિયાને મળવાનું મન થાય છે પણ જો એ બ્રેકમાં પણ પિયા પાસે જશે તો સારાને સાંભળવી મુશ્કેલ થઈ જશે એમ વિચારીને પિયાને મળવાનું માંડી વાળે છે. પરંતુ leaving ટાઇમે એ મિલન ને કહે છે તું સારાને થોડી વાર કલાસમાં busy રાખ. 15 મિનિટ પછી એને લઈને બહાર આવજે. મિલન રાજનો બેસ્ટ ફ્રેન્ડ છે માટે કંઈપણ પૂછ્યા વગર રાજની વાત બ્રહ્મ વાક્ય સમજીને માની લે છે. રાજ ઝડપથી પિયા પાસે પહોંચી જાય છે અને કહે છે can I drop you ? પિયા ના પાડે છે અને કહે છે આત્યારે એ માહી સાથે જશે. રાજ કહે છે ઓકે પણ કાલથી સવારમાં આપણે સાથે આવીશું. ઓકે ? પિયા વિચારે છે શું જવાબ આપવો ત્યાં જ માહી કહે છે , thats nice. પિયા તને પણ કંપની મળી જશે અને તું ટાઇમ પર કોલેજ પણ પહોંચી શકીશ. થોડું વિચારીને પિયા હા પાડે છે. રાજ ખુશ થતા થતા બંને ને બાય કહે છે અને પિયાને કહે છે કાલે સવારે એ સ્ટેશનની બહાર રાજની વેઇટ કરે.
રૂમ પર પહોંચ્યા પછી પણ પિયાને વારે વારે રાજની યાદ આવે છે. એ ન ઇચ્છવા છતાં એને આજ સવારનો પ્રસંગ યાદ આવે છે અને રાજ સાથે થયેલી વાતો મનમાં ઘુમરાયા કરે છે. એ માઈન્ડ ફ્રેશ કરવા મમ્મીને ફોન કરે છે ત્યારે એના મમ્મી કહે છે એ લોકો કાલે નીકળીને પરમ દિવસે મુંબઈ પહોંચી જશે. પિયા એ સાંભળી ખુશ થઈ જાય છે અને મમ્મી પપ્પાના વેલકમની તૈયારીમાં લાગી જાય છે.
રાજ આજે બહુ ખુશ હોય છે. એની નજર સામેથી પિયાનો હાસ્ય વાળો ચહેરો હટતો જ નથી. એ હવે આગળ પિયા સાથે શુ વાત કરવી કઇ રીતે વાત કરવી એ પ્લાન કરવા લાગે છે. રાજ તો સપનામાં પણ પિયાને જ નિહાળે છે. બીજા દિવસે સવારે એ ડાર્ક બ્લુ ટી શર્ટ અને સ્કાય ડેનિમ પહેરીને રેડી થાય છે. દરરોજ કરતા 15 મિનિટ વહેલો નીકળી જાય છે. પિયા પણ સ્કાય કલરના પતિયાલા ડ્રેસમાં સજીને પાર્લે સ્ટેશનની બહાર રાજની વેઇટ કરે છે. રાજ તો દૂરથી જ પિયાને જોઈને જોતો રહી જાય છે. પિયા રોડ ક્રોસ કરી કારમાં બેસે છે ત્યાં સુધી રાજ એને એકીટશે જોયા રાખે છે. બંને એકબીજાને ગુડ મોર્નિંગ વિશ કરે છે અને થોડી ઔપચારિક વાતો કરે છે. પછી થોડી વારમાં રાજ કહે છે, you are so beautiful Piya. પિયા થોડી શરમાઈ જાય છે અને thanks કહે છે. વાતો વાતોમાં કોલેજ આવી જાય છે અને પછી તો રાજ leaving time ની વેઇટ કરે છે પણ રાજ આવે એ પહેલાં જ પિયા નીકળી ગય હોય છે.
Next day સવારમાં પિયાના મમ્મી પપ્પા આવે છે એટલે પિયા કોલેજ નથી જતી. એ રાજને જણાવવા માંગે છે કે આજે રાજ એની વેઇટ ન કરે પણ એની પાસે રાજનો નંબર નથી હોતો. એ સ્ટેશન પર મમ્મી પપ્પાને લેવા પહોંચી જાય છે. એમને મળતા જ એમના આશીર્વાદ લઇ ગળે મળે છે.