Next sunday હતો એટલે મોડા સુધી સૂવાનો પ્લાન હોય full આરામ..સાંજે છ વાગ્યે ઊઠીને નહાઈ ધોઈને તૈયાર થઈ ગયો...અને sundy એટલે એક વાર આપણી ફેવરિટ જગ્યાએ તો જવાનું જ અને ત્યાં જઇ ચા પીવાની...રિવરફ્રન્ટ..એટલે રિવરફ્રન્ટ પર જઈ ત્યાં બેઠો હતો પાડીએ અને ચાની ચુસ્કી મારતો હતો..અને મનમાં ને મનમાં વિચાર કરતો હતો કે ઘણી વખત એટલું બેસવામાં પણ મજા છે..મૌન સાથે વાત કરવામાં પણ આનંદ છે...ત્યાં થોડી વાર થઈ ત્યાં મિસ અજનબી ને હું દૂરથી દેખાઇ ગયો એટલે તે મારી પાસે આવીને કહે છે વિચાર્યું ન હતું કે આપણે આટલા જલ્દી મળીશું...મેં કીધું hii.. તેણે પણ મને hii કીધું..ત્યારબાદ અમે બંને બેઠા હતા ઘણી બધી વાતચીત થઈ..બંને જણા એકબીજાની compny ને enjoy કરતા હતા ...ત્યારબાદ તેણે મને એક પ્રશ્ન પૂછ્યો કે તમારી લાઇફમાં નિસ્વાર્થ અને શાશ્વત પ્રેમ ખાલી ચા માટે જ છે ??કે પછી બીજું કોઈ વ્યક્તિ છે જેને તમે આવ્યા બેસીને યાદ કરો છો..? તેની સામે જોઈને મનમાં (લાગ્યું મને કે આ છોકરી મારા મનની વાત સમજી શકે છે..ઘણી બધી વાર એવું પણ થાય છે કે આપણે સામેવાળી વ્યક્તિ જોડે એક બે વાર જ વાત કરી હોય પણ તે એક બે વાર વાત કરવામાં તે ઘણું બધુ જાણી ચૂક્યા હોય આ પણ એવી જ હતી ...)હું તેની સામે જોતો હતો એટલે મને કોણી મારીને કહ્યું શું થયું ??શું વિચારમાં ખોવાઈ ગયા મેં કીધું કશું નહીં.."મારી કહાની સાંભળવાની જીદ ન કરશો હું હસીને કહીશ તો પણ તમે રડી પડશો "તેણે કીધું its oky ના કેવું હોય તો..અજનબી છીએ બધી વાતો થોડી શેર કરાઇ...મેં કીધું એવું કશું નહીં....ચા ની ચુસ્કી મારી તેની સામે જોઈને ખુશી ખુશી નામ છે તેનું..happyness મારા જીવનની...1st time અમે આ જગ્યા મળ્યાં હતાં..હું મારા ફ્રેન્ડ્સ જોડે આવ્યો હતો અને તે તેના ફ્રેન્ડ્સ જોડે...ચોમાસા જેવું વાતાવરણ હતું...ચોમાસાનો પહેલો વરસાદ અને એ પણ ધોધમાર..પહેલા વરસાદમાં કોને નહાવાની ઇચ્છા ના થાય એ પણ ધોધમાર વરસાદમાં...વરસાદ આવતો હતો એટલે અમે બધા સાઈડમાં જતા રહ્યા...સાંજનો સમય હતો અને વરસાદ આવતો હતો એટલે વાતાવરણ જબરદસ્ત થઈ ગયું હતું..બધા પહેલા વરસાદને માણી રહ્યા હતા..બધા સાઇડમાં ઉભા હતા અને ત્યાં એક છોકરી વરસાદની મજા માણતી હતી..મારી નજર ત્યાં ગઈ..સાંજનો સમય હતો એટલે થોડું અંધારા જેવું થઈ ગયું હતું પણ જ્યારે વીજળી ચમકી ત્યારે તેને જોઈને હું તેને જોતો જ રહી ગયો...બંને હાથ ખોલીને આકાશ સામે જોઈને એ છોકરી રાઉન્ડ મારતી હતી એવું લાગ્યું કે વરસાદ તે ફીલ કરે છે... ત્યારબાદ હું તેની પાસે ગયો..મારી નજર તેના પરથી હટતી નહોતી..અંદરથી એવું ફીલ થયું કે બસ આ જ આ નહીં તો કોઈ નહીં..તેની પાસે જઈને ઊભો રહ્યો તે મારી સામું જોવા લાગી...મેં કીધું hiii...તેણે કીધું hii..મેં તેનો હાથ પકડ્યો અને ગોઠણ પર બેસી તેને કીધું "તું માત્ર તું છે પસંદગીનો કોઈ પ્રશ્ન નથી અને તારો કોઈ વિકલ્પ પણ નથી" i like you કીધું...પણ તેનો કોઈ રિસ્પોન્સ નહીં...અમે બંને એકબીજાની સામે જોતા રહ્યા..ત્યાં જેટલા ઉભા હતા બધાની નજર અમારા બન્ને પર જ હતી..મેં કીધું હું તને ઓળખતો નહીં નામ પણ નહીં ખબર પણ તને જોઈને આ દિલ બોલી ઉઠ્યું આ નહીં તો બીજી કોઈ નહીં...તેણે કીધું પાગલ થઈ ગયો છે...?ત્યાં બીજું કશું બોલવા જાય ત્યાં તેની ફ્રેન્ડ્સ આવીને તેનો હાથ પકડીને લઈ ગઈ....તેનો ans ના આવવાથી હું નિરાશ થઇ ગયો..તે જાતી હતી ત્યારે બસ તેની સામે નજર હતી...અને થોડી ચાલી અને તેણે પાછળ જોયું અને મારી સામે જોઈને નાની એવી સ્માઇલ આપી...મનમાં થયું તેને પણ મારા પ્રત્યે કંઇક ફીલ થયું... ત્યારબાદ તે ત્યાંથી જતી રહી....અને અમે પણ ત્યાંથી જતા રહ્યા...
શું મિત્રો તમને શું લાગે બંને પાછા મળશે ?? કે પછી અજનબી જોડે તેની પ્રેમ કહાની આગળ વધશે ? જોઈ શું આપણે ભાગ 4 માં.....?