ધ સાયલન્ટ ફીલિંગ્સ !
@ વિકી ત્રિવેદી
પૂજા નામની એક છોકરી હતી. ઉજળી ત્વચા, ગોળ બદામી આકારની આંખો, કુદરતી ગુલાબી પરવાળા જેવા હોઠ, વી સેપના ઝડબાને લીધે તે ખાસ્સી દેખાવડી લાગતી. તે સંત અન્ના કોલેજ ઓફ કોમ.ની પ્રથમ વર્ષની વિદ્યાર્થી હતી.
તેના ઘરથી તે કોલેજ જવા માટે દરરોજ "શ્રીમતી વિક્ટોરિયા" શેરીમાંથી પસાર થતી. શેરીના બીજા છેડે જ્યાં લેડી વિક્ટોરિયાની પથ્થરની પ્રતિમા હતી ત્યાં થોડાક બાંકડાઓ હતા. પૂજા રોજ અહીંથી પસાર થતી અને ત્યાં એક બાંકડા ઉપર એને એક કાળો છોકરો દેખાતો. વાંકડિયા ભુરા વાળવાળો કાળો છોકરો લગભગ દરરોજ ત્યાં હોતો.
આ રોજનું હતું. ઘરથી કોલેજ જવાનો રૂટિન રવિવાર સિવાય રોજ હતો. અને એ રૂટિનમાં કાયમી ઘટના એ હતી કે પેલો કાળો છોકરો રોજ ત્યાં જ હોતો જે પૂજા સામે જોઈ રહેતો પણ કઈ બોલતો નહિ. પૂજાને ધીમે ધીમે એ છોકરો ધ્યાનમાં આવ્યો. એ છોકરો કદી એ બાંકડા ઉપર ન બેઠો હોય એવુ પૂજાની આંખે નોંધ્યું નહોતું. માત્ર એક દિવસ પણ એવો નહોતો જ્યાં પેલો કાળો છોકરો તેના સસ્તા કપડાં ઓઢીને બાંકડા ઉપર બેઠેલો પૂજાને ટગરટગર તાકતો ન મળે....!
ત્રણ મહિના સુધી આવું ચાલ્યું. પછી એક દિવસ પૂજા કોલેજમાં ડી.જે.ના પ્રેમમાં પડી. ડી.જે. - ધનંજયને બધા ડી.જે. કહેતા...... ડી.જે.એ તેને પ્રપોઝ કર્યો અને પૂજાએ સ્વીકાર્યો એના બીજા જ દિવસથી પૂજા અને ડી.જે. સાથે કોલેજ જવા લાગ્યા.
પહેલા દિવસે પૂજા અને ડી.જે. લેડી વિક્ટોરિયા શેરીમાંથી પસાર થયા ત્યારે પૂજાએ રોજની જેમ પેલા કાળા છોકરાને ત્યાં બેઠેલો જોયો. ડી.જે.નું એમાં કઈ ધ્યાન ન હતું.
બીજા દિવસે જ્યારે તેઓ શેરીના બીજે છેડે પ્રતિમા પાસે પહોંચ્યા પૂજા એકાએક થોડીવાર માટે થોભી ગઈ. તેણે બેન્ચ તરફ નવાઈથી જોયું કારણ કે ત્યાં તેની આંખોને ફક્ત ખાલી બાંકડો જોવા મળ્યો - પેલો છોકરો આજે ત્યાં હતો નહિ - આવું પહેલી જ વાર બન્યું હતું.
"શુ થયું ડાર્લિંગ ?" ડી.જે.એ પૂછ્યું.
'કઈક કે કોઈ ખૂટે છે....' કહેવાને બદલે પૂજાએ કહ્યું, "કઈ નહિ....."
દિવસો અને મહિનાઓ વિતતા ગયા અને પૂજા ધીમે ધીમે પેલા કાળા છોકરાને ભૂલતી ગઈ. એક દિવસ તેનો ડી.જે. સાથે ઝઘડો થયો. કારણ કોઈ રીતે તેને ખબર પડી હતી કે ડી.જે. ધાર્યો એવો સારો છોકરો નથી. તેને એક બીજી પણ ગર્લફ્રેન્ડ છે. આખરે ઝઘડો બ્રેકઅપમાં પરિણમ્યો. પણ પૂજા બહાદુર છોકરી હતી એટલે બીજી છોકરીઓ જેમ તે કદી ડી.જે.ને યાદ કરતી નહિ ન તો એ તેના માટે કદી રડતી. પૂજાના વિચાર ઊંડાણવાળા હતા. તે સમજતી હતી કે જે મારુ છે જ નહીં એ છોડીને જાય એમાં મને શેનું દુઃખ ? ને જે મારા લાયક ન હોય એને છોડી દેવું એ તો ઘરમાંથી કચરો કાઢ્યા બરાબર છે. છતાં તે એક અઠવાડિયું કોલેજ ન ગઈ.
બ્રેકકપના એક અઠવાડિયા પછી પૂજા ફરીથી એક સવારે કોલેજ જવા માટે લેડી વિક્ટોરિયા શેરીમાં હતી. તે ડી.જે. સાથે હતી ત્યારે તે પેલા કાળા છોકરાને સાવ ભૂલી જ ગઈ હતી. પણ આજે અચાનક ફરી તે બાંકડા આગળ ઉભી રહી ગઈ. તેને સમજાયું નહીં કે તેને શું થાય છે પણ કંઈક વિચિત્ર અનુભવ તે કરતી હતી. તેણીએ પોતાની જાતને જ પૂછ્યું, "કેમ પેલો છોકરો એ દિવસથી દેખાતો નથી જે દિવસથી એણે મને ડી.જે. સાથે જોઈ હતી ?"
અને તેના ખુદના હ્ર્દયમાંથી જવાબ મળ્યો, "એ છોકરો તને ચાહતો હતો પૂજા......."
અને તેના મનમાંથી અવાજ આવ્યો, "તું ડી.જે.ને કદી યાદ નહિ કરે પણ એ છોકરાને એ કાળા છોકરાને હમેશા યાદ કરીશ....."
@ વિકી ત્રિવેદી
ફેસબુક : vicky trivedi
Instagram : author_vicky