ઓમ નાં પિતા કિશનભાઇ અને શિવાનીના પિતા માધવભાઈ ખાસ મિત્રો છે. માધવભાઈ અને કિશનભાઇ એ પાર્ટનરશીપમાં માધવભાઈનાં ગામમાં નવી ફેક્ટરી ચાલુ કરી છે એટલે બંને પરિવાર સાથે તેમના ગામમાં રહેવા આવ્યા છે.
"આવ..કિશન....આવ, ઘણું મોડું થઈ ગયું ?" માધવભાઈ બોલ્યા.
"તને તો ખબર છે ને આ ઓમ નું ડ્રાઈવિંગ કેવું છે?" કિશનભાઇ એ કહ્યું.
હા..હા..હા માધવભાઈ અને કિશનભાઇ હસ્યાં.
"ડ્રાઈવિંગ રૂલ્સ તો ફોલો કરવાનાં જ ને અંકલ!" ઓમ ગાડીમાંથી ઉતરીને બોલ્યો.
રાતે બધાં જમીને આરામ કરવા પોતાના રુમમાં જતાં રહયાં.
ઓમ ને ઊંઘ આવતી ન હતી એટલે એ ગાર્ડનમાં બેઠેલો હતો.શિવાની પણ જાગતી હતી એ રુમની બાલ્કની પાસે આવી એની નજર માનવ પર પડી,એ જોઈ શિવાની નીચે ગઈ.
"કોનાં ખયાલોમાં ખોવાયેલો છે ઓમ?" શિવાનીએ પાછળથી અચાનક કહ્યું.
ઓમ એ ઝબકીને તરત પાછળ ફરી ને જોયું.
"ઓહ..શિવાની, તું પણ છે ને...આમ અચાનક બોલાય." ઓમ એ કહ્યું.
"હા તો, તું ડરી ગયો..." શિવાનીએ હસીને કહ્યું.
"ના, એવું નથી." ઓમ એ કહ્યું.
"કેમ હજી જાગે છે સુવું નથી? તને કંઈ ચિંતા છે?તું આવ્યો ત્યારની જોવ છું તું વિચારોમાં ખોવાયેલો દેખાય છે શું પ્રોબ્લમ છે? કોઈ ગમી ગઈ કે શું?" શિવાનીએ પુછયું.
"ના, એવું નથી, પણ ખબર ની કેમ આ ગામમાં આવતા જ મારું મન બેચેન થઈ ગયું છે,કંઈ અજીબ ફીલ થાય છે જાણે મારે અહીં આવવાનું પહેલેથી જ નક્કી જ હતું ખબર ની શું થાય છે તેને લીધે મને ઊંઘ પણ આવતી નથી....મને કંઇ સમજ પડતી નથી." ઓમ એ કહ્યું.
"અરે, તું ઘણો વિચાર કરે..નવી જગ્યા છે એટલે એવું લાગતું હશે" શિવાનીએ કહ્યું.
ના શિવાની, પણ....... હજી તો કંઈ બોલે એ પહેલાં જ અચાનક જ મનમોહક સુગંધ આવવા લાગી.
મનમોહક સુગંધે ઓમ અને શિવાનીનું ધ્યાન ખેંચ્યું.
"wow, કેટલી સરસ સુગંધ છે પણ આવે છે કયાંથી?" શિવાનીએ ઊંડા શ્વાસ લઇને કહ્યું.
બંને ખુરશી પરથી ઉભા થયા અને આજુબાજુ જોવા લાગ્યા.
અચાનક ઓમ નાં કાનમાં અવાજ આવ્યો..છન....છન...છન
ઓમ એ તરત જ જંગલ તરફ ફરીને જોયું.
"શિવાની....ધીમાં અવાજે જંગલ તરફ ઈશારો કરતાં ઓમ બોલ્યો.
શિવાનીએ જંગલ તરફ જોયું.
સામે એક સ્ત્રી હતી જંગલ તરફ જતી હતી. તેણે સફેદ કપડાં પહેરેલાં હતાં તેના વસ્ત્રો એટલા સજજ હતાં કે જાણે કોઈ મહારાણી હોય. કમર પર હીરાનો કંડોરો પહેરેલો હતો. પગમાં હીરાની પાયલ છન...છન... કરતી હતી. કાળા અને સીધા રેશમી વાળ તેની સુંદરતાની શોભા વધારતા હતાં.
"આ કોણ છે અને અત્યારે કયાં જાય છે?" શિવાનીએ પુછયું.
" ચાલ, જોઈએ આટલી રાત થઈ છે એને કંઈ જરૂર હોય તો?" ઓમ એ કહ્યું.
"એય આ શું કહે છે જંગલમાં....ના રે ના એણે જયાં જવું હોય ત્યાં જાય આપણે શું?શિવાનીએ કહ્યું.
"તું નહીં આવ કંઈની હું જાવ છું" ઓમ બોલ્યો.
"ઊભો રહે હું પણ આવ છું" ઓમ ને અટકાવતા શિવાનીએ કહયું.
બંને પેલી સ્ત્રીની પાછળ પાછળ જંગલમાં ગયાં.પેલી સ્ત્રી રોકાયા વિના ચાલ્યા જ કરતી હતી.
"મને નથી લાગતુ કે આને આપણી જરૂર હોય , ચાલ પાછાં જતાં રહ્યે. " શિવાનીએ કહ્યું.
"આટલે દૂર આવ્યા તો થોડું વધારે, ચાલ ડર નહીં" ઓમ એ શાંતિથી કહયું. "મને કેમ એવું લાગે છે કે મારા મનની બેચેનીનું કારણ આ જ સ્ત્રી છે , કેમ હું એની તરફ ખેંચાવ છું?" ઓમ મનમાં વિચાર કરતો હતો.
એવામાં આગળ એક ઝીલ દેખાતી હતીં પેલી સ્ત્રી તે ઝીલ પાસે જતી હતી. ઓમ અને શિવાનીની નજર તેના પર જ હતી. અને તે સ્ત્રી અચાનક પાણી ની ઉપર ચાલવા લાગી જાણે જમીન પર જ ચાલતી હોય. આ જોઈ ઓમ અને શિવાની સ્તબ્ધ થઇ ગયા.
"હું જે જોવ છું તે જ તું પણ જોય છે શિવાની?" ઓમ એ ધીમા અવાજે પુછ્યું.
"હા ઓમ,આ ચોક્કસ ચુડેલ કે ડાયન લાગે છે , ચાલ આપણે પાછાં જતાં રહ્યે." શિવાનીએ ડરતાં ડરતાં કહ્યું.
"ના, હોય કંઈ! એના પગ તો માણસ જેવાં જ છે અને સ્ટોરીઝ માં તો ડાયનનાં પગ ઊંધા હોયને.? અને આજના જમાનામાં આવું કંઈ ના હોય." ઓમ એ કહ્યું.
ક્રમશ....