Maa ni munjhvan - 10 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | માઁ ની મુંજવણ - ૧૦

Featured Books
  • સૌરાષ્ટ્રની રસધાર-બોળો

    વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્...

  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

Categories
Share

માઁ ની મુંજવણ - ૧૦

આપણે જોયું કે શિવને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયો હતો, પરંતુ જ્યાં સુધી શિવના WBC કાઉન્ટ વધે નહીં ત્યાં સુધી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ થયો છે કે નહીં એ કહેવું મુશ્કેલ હતું. ટૂંકમાં શિવ જીવન મરણ વચ્ચે જોલા ખાય રહ્યો હતો. હવે આગળ....


સ્વપ્ન અશ્રુ બની સરકવા લાગ્યું,
અશ્રુ આત્માને પણ સ્પર્શવા લાગ્યું,
ન ધારેલ કર્મફળ મળવા લાગ્યું,
"દોસ્ત" માઁના માતૃત્વને પણ મૂંજવવા લાગ્યું.


તૃપ્તિ અને તેનો પૂરો પરિવાર ખુબ જ ચિંતામાં સપડાઈ ગયો હતો. આવી પરિસ્થિતિ આવે ત્યારે થાય કે રૂપિયા જ બધું નહીં, કેમ કે આસિત રૂપિયા ને પાણી ની જેમ વહાવી રહ્યો હતો છતાં શિવની ઉપર મૌત ભમરાવતું હતું. શિવ ખુબ જ નાજુક સમય ની જીવરેખા પર ટકેલો હતો. મિનિટ માં પરિસ્થિતિ શું થશે એ પણ કોઈ જ જાણતુ નહોતું.

મેં આજ તૃપ્તિને કોલ કર્યો, હું એની જોડે વાત કરી શકું એ સ્થિતિમાં ન હતી, છતાં આજ મેં કોલ કર્યો. તું કેમ છે? એ પ્રશ્નનો જવાબ જાણતી જ હતી છતાં વાત કેમ કરવી એ મૂંઝવણમાં મેં એજ પ્રશ્ન કર્યો કે તું કેમ છે? તૃપ્તિએ જવાબ આપતા કહ્યું કે, "શિવને ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે પણ એ સકસેઝ છે કે નહીં એ અંદાજે ૨૧ દિવસે ખબર પડશે. એ હજુ બોલી જ રહી હતી, આ ૨૧ દિવસમાં જો શિવને તાવ આવે તો એનું બચવું મુશ્કેલ છે, આટલું બોલતા જ એ રડવા લાગી." એનું રુદન એની હાલતને જાણે વર્ણવી જતું હતું, એ લાચાર અને મનથી સાવ તૂટી જ ગઈ હતી એ એના રુદનથી સ્પષ્ટ અનુભવાતું હતું. હંમેશા હિમ્મત આપતી હું આજ તૂટી પડી હતી. મારે એને સાંત્વના આપવાની જ હતી. હું બોલી,"તું  રડીશ નહીં બધું જ સારું થઈ જશે આટલી તને જીત મળી છે તો આગળ પણ તું સફળ જ હોઈશ હિમ્મત રાખ નહીતો શિવ તારું મોઢું જોઈને ઢીલો થઈ જશે, એની સામે તું ખુશ જ રહેજે." આટલી વાત કરીને મેં કોલ મુક્યો. હું શિવના વિચારમાં ખોવાઇ ગઈ. 

શિવને ભગવાને આ બધી તકલીફો આપી એની સાથોસાથ એકદમ પાવરફુલ મગજ આપ્યું હતું. ૨.૫ વર્ષની ઉમર પ્રમાણે બહુ જ હોશિયાર હતો તથા એટલો મળતાવડો કે જેને મળે એને પરાણે વહાલો લાગે. એના અવાજમાં એટલી મીઠાશ કે એની જોડે બધાને વાતું કરવાનું મન થાય, વળી સુંદર પણ ખરો તેથી આકર્ષિત લાગે એવો આપણો શિવ દરેકના દિલમાં એની જગ્યા બનાવી લેતો હતો. હોસ્પિટલના સ્ટાફે પણ એક જુદી જ આત્મીયતા શિવ સાથે બાંધી લીધી હતી. બધાનો વ્યવહાર શિવ સાથે ખુબ લાગણીશીલ હતો. ફક્ત તૃપ્તિનો પરિવાર જ નહીં પણ જે કોઈ શિવને જાણતુ હતું એ ભગવાન પાસે એના માટે પ્રાથના અચૂક કરતુ હતું, શિવની સાથોસાથ ઘણા બધા લોકોની પ્રભુભક્તિની પણ કસોટી હતી.

તૃપ્તિની આજની આખી રાત શિવની દેખભાળમાં જ નીકળી હતી. સવારે ૪ વાગે નર્સ શિવના બધા જ રિપોર્ટ્સ જેમકે, બ્લડનો, કિડનીનો, બ્રેઈનનો, ફેફસાનો, હૃદયનો રિપોર્ટ્સ કરવા માટે આવે છે, એ તૃપ્તિને સૂચના પણ આપે છે કે શિવ જે પણ જમે કે પાણી પીવે એ બધું એક પપેરમાં નોંધવાનું તેમજ જોડે જોડે શિવ કેટલું યુરિન પાસ કરે છે અને કેટલી વખત જાજરૂ જાય છે એ પણ નોંધવાનું છે. રાત્રે ૧૦ વાગ્યે ડૉક્ટર એ તમારી પેપર નોટ પરથી દવા આપશે. આ પ્રમાણેનું રોજનું ચેકઅપ રહેશે. તમારી નોંધણી એ મહત્વનો ભાગ ભજવશે. નર્સ આટલી સૂચના આપીને જતી રહે છે, પણ તૃપ્તિ વધુ એક ચિંતામાં સરી પડે છે, તૃપ્તિને મનમાં ધ્રાસ્કો પડી જાય છે કે આ બધા જ રિપોર્ટ્સ રોજ કરવાના???

તૃપ્તિ શિવ સામે જોવે છે, આજ પેલી વખત એ શિવની સામે રડી પડે છે કારણ કે શિવ ઊંઘમાં હતો. શિવને એકીટસે જોઈ રહે છે અને એ પોતાનું મન હળવું કરે છે. 

કેવી અસહ્ય વેદના હશે એ માઁની;  
બાળકને પામશે કે હારશે એ માવલડી???

શિવ સવારે ૭/૮ વાગ્યે ઉઠે માટે તૃપ્તિ પોતે ૬ વાગ્યે ઉઠી પોતે ફ્રેશ થઈ ને રેડી રહે છે. શિવ ઉઠે એટલે એને ફ્રેશ કરી અને એને બેડ પર ઉંઘાડે એટલી જ વારમાં શિવના દાદા એના માટે નાસ્તો અને દૂધ લઇ આવતા હતા. આ દૂધ ને નાસ્તાને પેલા સ્ટીમર મશીનમાં સ્ટીમ કરીને પછી જ શિવને આપવાનો હતો. શિવ જે પણ ખાય કે પીવે એ બધું જ સ્ટીમર મશીનમાં સ્ટીમ કરીને જ શિવને આપવાનું હતું, કે જેથી બહારની  કોઈ જ પ્રકારની ઇન્ફેકશન શિવને ન લાગે. શિવના દાદાને સવારે ઉઠે કે તરત જ ચા પીવાની ટેવ પણ શિવ ઉઠી ગયો હશે અને તૃપ્તિ પણ ભૂખી હશે એ ચિંતામાં એ શિવના દાદીને તું પેલા શિવનું રેડી કર, મારે પેલા હોસ્પિટલ જવું છે, હું ફટાફટ હોસ્પિટલ જઈશ... પોતાની જિંદગી માં દાદાની ચા વગર સવાર પડતી ન હતી અને આજ શિવની ચિંતામાં એ એમનો નિત્યક્રમ પણ સાઈડમાં મૂકી દેતા હતા. વળી શિવના દાદીને વાલ્વનું ઓપરેશન કરાવેલ હતું એ બહુ કામ કરી શકતા નહીં, પણ તૃપ્તિ BMT રૂમમાં હોય એ પોતાનું દુઃખ ભૂલીને બધાની રસોઈ સમયસર રેડી રાખતા હતા. ખરેખર  શિવના દાદા અને દાદી બંને ફક્ત શિવમાટે જ નહીં પણ પોતાની વહુ ને માટે પણ હૂફરૂપ બનતા હતા. એ બંન્ને તૃપ્તિને વહુની બદલે દીકરી ગણી ને એની સ્થિતિ સમજી શકતા હતા.

તૃપ્તિની સવાર શિવના રિપોર્ટ્સ નર્સ ૪ વાગ્યે લેવા આવે ત્યારે પડતી અને રાત ૧૦ વાગ્યે ડૉક્ટર તૃપ્તિએ લખેલ નોટ્સ કે જેમાં આખા દિવસની શિવની માહિતી લખેલી હોય એ ડૉક્ટર ને આપતી ત્યારે પડતી હતી. રોજ સવારે ૯ વાગ્યે શિવના બધા જ રિપોર્ટ્સ આવી જતા, આથી એ પ્રમાણેની શિવની દવા આપવામાં આવતી હતી. શિવને એકસાથે ૪/૫ બોટલ્સ  ચડતી જ હતી, એ ઉપરાંત દવા ઈન્જેકશન એ બધું અલગ જ હતું. આખા દિવસમાં અસંખ્ય દવા શિવના શરીર માં જતી હતી. એ આખો દિવસરાત બેડ પર જ રહેતો હતો કેમ કે રેસ્ટ લેવાનો અને બોટલ્સ પણ ચાલુ જ રહેતી હતી. વળી કીમો થેરેપીના લીધે નબળાય અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ના લીધે શિવનું શરીર એ ટ્રાન્સપ્લાન્ટ ને હજુ સ્વીકારતું ન હોવાથી શું અનુભવાતું હશે શિવને એ કલ્પના માત્રથી જ હૃદયના ધબકાર વધી જતા હતા. ખરેખર આ સ્થિતિમાં બાળકને રૂબરૂ જોવું કેવું અસહ્ય હશે? ઘણા લોકોને ફક્ત એક ઈન્જેકશન લેવું પડે કે લોહી ચેકઅપ માટે આપવાનું હોય તો પણ ચક્કર આવી જતા હોય તો આપણા શિવને તો રોજ એકસાથે ૪/૫ બોટલ્સ ચડતી હતી એ પણ ફક્ત ૨.૫ વર્ષની ઉંમરમાં જ... તૃપ્તિ કેવું પથ્થર જેવું હૃદય કરીને શિવને સંભાળતી હતી!!

શિવને નર્સની જોડે રહેવું ગમતું ન હતું, આથી શિવ જયારે ઊંઘે ત્યારે તૃપ્તિ પોતાનું જમવાનું જમતી હતી. કારણ કે એને જામવામાટે રૂમની બહાર જવાનું આથી તૃપ્તિના ભોજનની ઇન્ફેકશન શિવને ન લાગે, તેથી એ બપોરના ૩/૪ વાગી જતા તો રાત્રે ૧૧/૧૧.૩૦ થઈ જતા ત્યારે એ જમતી હતી. આખો દિવસ શિવની દેખભાળ થોડી થોડી વારે ડૉક્ટર રાઉન્ડમાં આવે અને રાત્રે શિવને કેથેટર હલી ન જાય એ સાવચેતી રાખવી, એમ કહીયે કે સળંગ ૪ કલાકની ઊંઘ પણ તૃપ્તિ કરતી નહીં તો પણ ખોટું નહીં.. અને સવારે ૪ વાગ્યે ફરી એજ બધા રિપોર્ટ્સ, આવા રૂટિનમાં આખો દિવસ BMT રૂમમાં પસાર કરવો એ બહુ હિંમતવાન હોવ તો જ કરી શકો. તૃપ્તિની કાબેલિયત આ સમયે ખરી ઉતરી હતી. હજુ તો એની કસોટી શરૂ જ થઈ હતી કેમ કે હવે શિવને થોડો થોડો તાવ આવવાનો શરૂ થયો હતો. આથી શિવને રાત્રે પોતા મૂકીને એનું ધ્યાન રાખવાનું પણ રહેતું હતું. 

શિવની દવામાં હવે સ્ટીરોઈડ આપવાનું પણ શરૂ કરી દીધું હતું કે જેથી શિવનું શરીર બોનમેરો નો સ્વીકાર કરી શકે. હવે શિવ ૧ દિવસમાં ૮/૯ વખત જાજરૂ જતો હતો. અને ૧૨/૧૩ વખત થોડું થોડું જમતો કારણ કે શિવને સ્ટીરોઈડ આપવામાં આવતું હતું. શિવને આખો દિવસ સ્ટીમરમાં સ્ટીમ કરેલું જમાડવાનું અને થોડી થોડી વારે  એની સાફસફાઈ તૃપ્તિને કરવાની રહેતી હતી. તમે કલ્પના કરો તો અંદાજ આવશે કે દર ૨૦ મિનિટે તૃપ્તિને ઉભાપગે શિવ પાસે હાજર રહેવાનું હતું. જરા સમય મળે અને એ આંખ બંધ કરે તો ડૉક્ટર નો રાઉન્ડ નો સમય થઈ જતો હતો. તૃપ્તિ એકદમ સચેત જ રહેતી હતી. દિવસરાત જાગતી તૃપ્તિને જોઈને એકદિવસ આસિતને થયું તું આમ આખો દિવસરાત BMT રૂમ માં હોઈ છે આજ નો ફક્ત એક દિવસ હું આ રૂમમાં શિવ જોડે રહેવા ઈચ્છું છું, આજ હું રહું? શિવ માટેની આસિતની લાગણી જોઈને ડૉક્ટર ને પૂછીને આજ આસિત શિવ પાસે રહીયો હતો. આજ એને બધું જોયું એ મનોમન તૃપ્તિ માટે ગર્વ લઈ રહ્યો હતો કે તૃપ્તિ આટલા દિવસ થી આ હેન્ડલ કરે છે એ બહુ અઘરું કામ છે. રાત પડી એટલે તૃપ્તિ ફરી BMT રૂમમાં હાજર થઈ ગઈ હતી.

પણ, આજની રાત તૃપ્તિના જીવને મુંઝવી રહી હતી. શિવને એકાએક ખુબ તાવ આવી ગયો હતો. તૃપ્તિ એ તુરંત નર્સને બોલાવીને જાણ કરી હતી. ડૉક્ટર એ જરૂરી બધી જ દવાઓ શરૂ કરી હાઈ ડોઝ પણ આપ્યા પણ હજુ શિવને તાવ ઉતરતો ન હતો કે ઘટતો પણ ન્હોતો. ડૉક્ટર ના કહેવા મુજબ શિવને એના પપ્પા આવ્યા હતા એ બહારની હવાની એને ઇન્ફેકશન હતી. આસિત અને તૃપ્તિને ખુબ પસ્તાવો થતો હતો. પણ હવે થાય શું? શિવને તાવ આવવો એ પણ ખુબ ટેમ્પરેચર એટલે શિવના જીવને જોખમ!  

શું થશે શિવ જોડે?
ડૉક્ટરએ આપેલ દવાઓ તાવને કંટ્રોલ કરી શકશે કે નહીં?
હજુ શિવને કેટલું ઝઝૂમવાનું છે જાણવા માટે જરૂર વાંચજો પ્રકરણ :૧૧...