દક્ષને સંગીત અને લેખનનો શોખ હતો. દક્ષ સિંગર હતો. કોલેજમાં પહેલાં જ દિવસે દક્ષે પોતાના મધુર અવાજથી ગિટાર દ્રારા બધાના મન મોહી લીધા હતા. કોલેજની દરેક યુવતીઓના હદયમાં દક્ષ વસી ગયો હતો. દક્ષ સોહામણું વ્યક્તિત્વ ધરાવતો હતો અને કરોડપતિ બિઝનેસમેનનો એકનો એક દિકરો. દક્ષની ફ્રેન્ડ સર્કલમાં ઘણી યુવતીઓ હતી. દક્ષને નવી નવી યુવતીને ફ્રેન્ડ બનાવી લેતો. યુવતીઓ પણ દક્ષની પર્સનાલીટી જોઈ દક્ષ સાથે ફ્રેન્ડશીપ કરી લેતી.
મહેક કોલેજમાં પ્રવેશી ત્યારે પોતે કેવી રીતના મહેકને હેરાન કરી દીધી હતી તે યાદ કરતા જ દક્ષ મંદ મંદ હસી રહ્યો હતો.
કોલેજમાં દક્ષ પોતાના ફ્રેન્ડ કાર્તિક સાથે ગપ્પા મારી રહ્યો હતો. ગપ્પા મારતા મારતા પણ દક્ષ આસપાસની યુવતીઓને દૂરથી હાથના ઈશારાથી Hi-Hello કરી લેતો. એટલામાં જ કોલેજના ગેટની અંદર કિંજલ અને મહેક પ્રવેશ કરે છે. દક્ષની નજર મહેક પર પડે છે.
દક્ષ તો ગિટાર લઈ Song ગાવાનું ચાલુ જ કરી દે છે.
गुलाबी आँखें, जो तेरी देखी
शराबी ये दिल हो गया
सम्भालो मुझको, ओ मेरे यारों
सम्भलना मुश्किल हो गया
दिल में मेरे, ख़्वाब तेरे
तस्वीरें जैसे हों दीवार पे
तुझपे फ़िदा, मैं क्यूँ हुआ
आता है गुस्सा मुझे प्यार पे
मैं लुट गया.. मान के दिल का कहा
मैं कहीं का ना रहा, क्या कहूँ मैं दिलरुबा
बुरा ये जादू तेरी आँखों का
ये मेरा क़ातिल हो गया
દક્ષ ગિટાર લઈ ગીત ગાતા ગાતા આમતેમ યુવતીઓની આસપાસ ફરતો. બે-ત્રણ વાર તો મહેકની ફરતે પણ ફર્યો.
કિંજલ અને મહેક તો ક્લાસમાં જઈ બેઠા.
મહેક:- "છે કોણ આ છોકરો? શું સમજે છે પોતાની જાતને? મને તો એટલો ગુસ્સો આવતો હતો કે હમણાં જ જઈને એને સીધો કરી નાંખુ એવું લાગી આવેલું."
કિંજલ:- "કરોડપતિ બિઝનેસમેનનો એકનો એક દિકરો છે. તને ખબર છે એની પાછળ તો કેટલીય યુવતીઓ પાગલ છે. એમ કહો કે રાજકુમાર છે...રાજકુમાર..."
મહેક મોં મચકોડતા બોલી:- "રાજકુમાર હશે એના ઘરમાં. મને આવી રીતે કોઈ હેરાન કરે એ મને બિલકુલ પસંદ નથી. ગઈકાલે પણ મને જોઈને લાઈન મારવાની કોશિશ કરતો હતો."
કિંજલ:- "તું ક્યારે મળી એને?"
મહેક:- "ગઈકાલે...જ્યારે ખૂબ વરસાદ ચાલું થઈ ગયેલો ત્યારે."
કિંજલ:- "Ok."
મહેક:- "અઠવાડિયાના લેક્ચર મિસ થઈ ગયા. તો તું તારા નોટ્સ મને આપી દેજે. હું આજે જઈ લખી દઈશ."
કિંજલ:- "તું પણ શું યાર? અઠવાડિયામાં કંઈ નોટ્સ નથી લખ્યા. લેક્ચર જ નથી ચાલ્યા."
મહેક:- "કેમ?"
કિંજલ:- "Dear આ મુંબઈ છે. હજી તો બે અઠવાડિયા આમ જ જશે. પછી ઠીકઠાક ક્લાસ ચાલશે. સમજી?"
મહેક:- "હાશ...મને એમ કે એક અઠવાડિયું મોડું એડમિશન લીધું તો મે કેટલા બધા લેક્ચર મિસ કરી દીધા એવું લાગ્યું."
કિંજલ:- "બહુ ભૂખ લાગી છે. ચાલને કંઈક ખાઈએ. આજે પણ કોઈ પ્રોફેસર નથી આવ્યા તો કેન્ટીનમાં જઈએ."
મહેક:- "Ok...નાસ્તો કરી પછી લાઈબ્રેરીમાં જઈશું."
કિંજલ:- "Ok."
કિંજલ અને મહેક કેન્ટીનમાં નાસ્તો કરી રહ્યા હતા. દક્ષ અને દક્ષનું મિત્રવર્તુળ પણ ત્યાં જ નાસ્તો કરી રહ્યું હતું. નાસ્તો કરતા કરતા મહેકની અનાયાસે જ દક્ષ તરફ નજર જાય છે. દક્ષ એકીટશે મહેકને જોઈ રહ્યો હતો. આ રીતે દક્ષ પોતાને જોઈ રહ્યો હતો એટલે મહેકને દક્ષને જોઈને ખૂબ ગુસ્સો આવતો હતો.
લાઈબ્રેરીમાં જઈ મહેક મેગેઝીનના પાના ઉથલાવતી હતી. એકાદ નવલિકા વાંચી. પછીના પાના પર અલગ અલગ લેખકોની ગઝલો હતી. વારાફરતી બધી ગઝલો વાંચી. એમાંની એક ગઝલ મહેકને ખૂબ ગમી ગઈ.
તારા ચહેરા પર લહેરાતી
વાળની લટો મને ગમે છે..
તારા પગરવમાં ઝાંઝરનો
રણકાર મને ગમે છે..
તારી પ્રતીક્ષામાં ઉભવું
તળાવડીને પાર મને ગમે છે..
તારો કોયલકંઠી સુર
સાંભળવો મને ગમે છે..
સાગર કરતાં તારા વિચારોમાં
ગોથા ખાવા મને ગમે છે..
તારા આગમનની વાટમાં
ફુલ પાંખડી પાથરવી મને ગમે છે..
"Wow..!! કેટલી મસ્ત ગઝલ છે." એમ સ્વગત બોલી એ ગઝલ કોણે લખી છે તે જાણવા માટે ગઝલની નીચે જોયું. પણ એ ગઝલકારનું નામ જ નહોતું. ફક્ત ઉપનામ હતું "MR. YAAD"
મહેકે મનોમન વિચાર્યું "છે કોણ આ MR. YAAD?"
મહેક અને કિંજલ ઘરે ગયા. બીજા દિવસે ફરી દક્ષ મહેકને જોઈ ગિટાર લઈ Song ગાવા લાગ્યો.
मे तेरा बेबी तु मेरी
तेरी आंखो में मे खो जाऊ
सांसो में बसी है तु ही
मेरी बांहो में
आ देर ना कर
Come on,
I wanna take you up and down, up and down
Round and round, round and round
सारी रात रहु में तेरे साथ
And hang around
GF G G GF बन जा मेरी
GF G G GF तु ही मेरी
GF G G GF BF में तेरा तु
GF G G मेरी GF G G
मेरी GF
Song ગાતા ગાતા મહેકની આસપાસ ફર્યો.
મહેકને આ રીતે કોઈ હેરાન કરે તે બિલકુલ પસંદ નહોતું. ગઈકાલે તો દક્ષને જવા દીધો. પણ આજે. જો આજે પણ પોતે કંઈ ન બોલે તો દરરોજ હેરાન કરશે. મહેકે દક્ષ સામે નજર કરી અને તરત જ દક્ષના ગાલ પર મહેકે એક જોરદાર થપ્પડ મારી દીધી. થપ્પડની ગુંજ સાંભળતા જ આખી કોલેજમાં સોપો પડી ગયો. ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ પથરાઈ ગઈ. થપ્પડ પડતા જ દક્ષ અવાચક થઈ ગયો.
"Listen મિ.દક્ષ...આ હરકતથી ઘણી યુવતીઓ ફિદા થતી હશે. પણ હું નહિ. તો પ્લીઝ હવે મને હેરાન કરતા નહિ. DO YOU UNDERSTAND?" એટલું કહી મહેક ક્લાસમાં ચાલી ગઈ. એની પાછળ કિંજલ પણ ગઈ.
કિંજલ:- "તને IDEA પણ છે કે તે શું કર્યું છે? દક્ષને તે થપ્પડ મારી. Daksh Suryvanshiને થપ્પડ મારી..!"
મહેક:- "તું તો એવી રીતે રીએક્ટ કરે છે કે જાણે કે એ કોઈ મોટો રાજા હોય. આવા ઉછાંછળા છોકરાઓને આવી રીતના જ હેન્ડલ કરાય. સમજી?"
કિંજલ:- "તને સમજાવવું મુશ્કેલ જ નથી...નામુમકિન છે."
મહેક:- "એ તો છે જ. એવા તો કેટલાંય છોકરાઓને મે સીધા કરી નાંખ્યા. હવે દક્ષ મારી સામે આવવાની હિમ્મત પણ નહિ કરે."
આ બાજુ દક્ષને આશ્ચર્ય થયું. સોહામણા દક્ષને જોતા જ કોઈપણ યુવતી પહેલી જ નજરે દક્ષ પ્રત્યે આકર્ષાય. જીવનમાં પહેલી વખત કોઈ યુવતીએ દક્ષને થપ્પડ મારી હતી.
કાર્તિક:- "આખી કોલેજ સામે લાફો મારીને ચાલી ગઈ. Bro તારી તો ઈજ્જતની પથારી ફરી ગઈ."
દક્ષ:- "શું છોકરી છે યાર..!! જીંદગીમાં પહેલી વખત કોઈએ આવી રીતના થપ્પડ મારી છે."
કાર્તિક:- "ચાલ હવે કેન્ટીનમાં જઈએ."
દક્ષ, કાર્તિક, અજય, કેશવ ચારેય મિત્રો કેન્ટીનમાં જાય છે. કિંજલ, સ્વાતિ અને મહેક પણ કેન્ટીનમાં હોય છે.
મહેકે દક્ષ અને એના મિત્રોને જોયા. મહેકને એમ કે દક્ષને આખી કોલેજ સામે થપ્પડ મારી છે એટલે આજે તો મારી સામે આવશે જ નહિ. દક્ષ તો એના મિત્રો સાથે મસ્તી કરતા કરતા આરામથી નાસ્તો કરી રહ્યો હતો. દક્ષને તો કોઈ ફરક જ નહોતો પડ્યો.
મહેકે દક્ષ તરફ નજર કરી તો દક્ષ તો પોતાની તરફ જોઈ સ્માઈલ કરી રહ્યો હતો. મહેકે તરત જ નજર ફેરવી લીધી. મહેકને તો ખૂબ નવાઈ લાગી હતી.
મહેક:- "બેશરમ..છે કોઈ એને અસર..થપ્પડ મારી તો પણ સ્માઈલ આપે છે."
કિંજલ:- "તને નહિ...આપણી પાછળ એની એક ફ્રેન્ડ જેસિકા નામની છોકરી છે ને તેને સ્માઈલ આપે છે."
મહેક:- "Whatever જેને સ્માઈલ આપતો હોય તેને મારે શું? એ સામે જોઈને સ્માઈલ આપે તો એવું જ લાગે ને..!!"
ક્લાસમાં પણ દક્ષને જ્યારે જોવ ત્યારે એના મિત્રો સાથે કે એની અન્ય યુવતીઓ સાથે મસ્તી કરતો હોય. મહેક અને દક્ષ એક જ ક્લાસમાં હતા. મહેકે નોટીસ કર્યું કે જ્યારથી થપ્પડ મારી છે ત્યારથી દક્ષે પોતાની તરફ એક નજર પણ નથી કરી. ધીરે ધીરે મહેકને ખ્યાલ આવ્યો કે દક્ષ સ્વભાવે જ નટખટ છે. એને તો આદત છે મસ્તી કરવાની.
દરવાજો ખખડવાનો અવાજ આવતા દક્ષ ભૂતકાળમાંથી બહાર આવ્યો. દક્ષથી અનાયાસે જ પોતાનો હાથ ગાલ પર મૂકાઈ ગયો અને સ્માઈલ કરતા કરતા દરવાજો ખોલ્યો. દક્ષની મમ્મી સુમનબહેન દક્ષ માટે ચા લઈને આવ્યા હતી.
સુમનબહેન ત્યાં જ ઉભા રહ્યા અને દક્ષને જોઈ રહ્યા.
દક્ષ:- "મમ્મી હું ઠીક છું. મારે અત્યારે થોડો સમય એકલું રહેવું છે."
સુમનબહેન દીકરાના મનની પરિસ્થિતિથી જાણતા હતા. સુમનબહેન ત્યાંથી જતા રહ્યા. સુમનબહેને વિચાર્યું કે પછી શાંતિથી દક્ષ સાથે વાત કરીશ.
દક્ષે ચાનો મગ ટેબલની એક સાઈડ પર મૂક્યો.
ડાયરી પાના પલટાવ્યા. થોડી ક્ષણો પછી કેટલાય વિચારો મનમાં સ્ફૂરી આવ્યા. પેન લીધી અને લખવા લાગ્યો.
યાદ રહેશે મને આ સમય જિંદગીભર માટે
કેટલો તરસ્યો છું આ જીંદગીમાં એક વ્યક્તિ માટે!! તને ભૂલવાની ચાહત અને
ના પામવાની મજબૂરીની
વચ્ચે ક્યાંક ખોવાઈ ગયો છું હું...
કોઈ દિવસ તો સમય કાઢી જો
હું તો તારી રાહ જોઉં છું...
તું તો ભૂલી ગઈ મને...
પણ હું તો રોજ તારી યાદમાં જીવું છું.
રોજ તારી વાતોને યાદ કરીને ક્યાંક ખામોશ થઈ જાઉં છું...
ક્યાંક પોતાને મરેલો જોઉં છું.
દરેક રસ્તા પર એકલો પડી જાઉં છું.
પહેલી વાર પકડેલા હાથોમાં ક્યાંક ડૂબી જાઉં છું...
ક્યાંક દરેક રસ્તા પર તારા વગર એકલો પડી જાઉં છું...
ક્યાંક રોજ જીંદગી પૂરી કરવાની કોશિશ કરું છું.
ક્રમશઃ