રાતે ધીરજલાલ ઘરે આવતાં જ સીધો તેમણે ધરા નો ઉધડો લીધો... "તારા પર ભરોસો રાખી ને તને અહીં પાછો લઈ આવ્યો એ મારી ભૂલ... તે ફરી મારી સાથે વિશ્વાસઘાત કર્યો... છોકરાઓ સાથે ભણવા બેસાડી એનો તે આવો ગેરલાભ ઉઠાવ્યો ?? છોકરાઓ સાથે શરત લગાડવા લાગી ??? "
આવા અનેક વ્યંગબાણ ધરા પર વરસી રહ્યા હતાં.. હંસાગૌરી એમાં સુર પુરાવતા હતા કે મેં તો પહેલા જ કહ્યું હતું.. આના પર ભરોસો મૂકી ને તમે ખોટું કરી રહ્યા છો... એક વાર ભટકી ગયા પછી હવે આ ન સુધરે.... વગેરે વગેરે....
પણ ધરા ના મન માં આ વખતે એના સર ની વાત બરોબર સચવાયેલી હતી... તેણે પપ્પા ને બધું બોલી લેવા દીધું... થોડો માર પણ ખાઈ લીધો... એકદમ ચૂપ રહી... એને ચૂપ જોઈ ને ધીરજલાલ થોડા નરમ પડ્યા... પછી ધરા ને પૂછ્યું તારે શુ કહેવું છે આ બારામાં... ધરા એ એટલું જ કહ્યું કે ફરી એક વાર તમે મારી વાત સાંભળ્યા વગર તમારો નિર્ણય કહેવા જઈ રહ્યા છો પપ્પા... જે શરત ની તમે વાત કરો છો એ શરત વિશે એ કાઈ જાણતી જ નથી... અને એણે કોઈ પણ છોકરા સાથે કોઈ વાત કરી જ નથી... પપ્પા આ બારા માં કાલે સ્કૂલે આવી ને તેના સર સાથે જરૂર વાત કરે એમ પણ કહ્યું...
ધીરજલાલ ને આ વાત યોગ્ય લાગી... એમણે બીજા દિવસે ધરા ની સ્કૂલે જઈ ને આનો તાગ મેળવવાનું નક્કી કર્યું...
બીજા દિવસે ધીરજલાલે ધરા ને એકલા સ્કૂલે જવાની ના પાડી... અને પોતે સાથે આવે ત્યારે જ જવાનું છે એમ કહીને પહેલા સવારે દુકાને ગયા... થોડું કામ પતાવી ને ધરા ના સ્કૂલના ટાઈમ એ ઘરે આવ્યા અને ધરા ને સાથે લઈને ધરા ની સ્કૂલે ગયા... ત્યાં પ્રિન્સીપાલ ની ઓફિસ માં જઈને એ બધી વાત રજૂ કરી...
સર એ ધરા ને પૂછ્યું કે શુ વાત છે પણ ધરા કાઈ જાણતી ન હતી તેથી સર એ ધરાના કલાસ ટીચર ને બોલાવ્યા... અને વિગત જાણવાની કોશિશ કરી... ધરા ના કલાસ ટીચર તો ઉલટાનું એમ કહેવા લાગ્યા કે આ તો સારું કહેવાય.. શરત શરત ના ચક્કર માં સ્ટુડન્ટ ભણવામાં વધુ ધ્યાન આપશે..
પણ ધીરજલાલે કહ્યું કે આમાં એમની છોકરી ની કાઈ બદનામી થાય તો કોણ જવાબદાર ?? વાત કાઈ વધે તો કોની જવાબદારી ?? એટલે પછી આ શરત ન8 વાત કરનાર કોણ છોકરાઓ હતા એ શોધવાનું નક્કી થયું... કલાસ માં પૂછવામાં આવ્યું કે ગઈકાલે બહાર નાસ્તો કરવા કોણ કોણ ગયું હતું... અને એમાંથી એ પણ જાણવામાં આવ્યું કે ધીરજલાલ ની દુકાન બાજુ નાસ્તો કરવા કોણ કોણ ગયું હતું...
એ બધા છોકરાઓ ને પ્રિન્સીપાલ ની ઑફિસ માં લાવવામાં આવ્યા... ધીરજલાલ એમના સ્વભાવ મુજબ તરત આ લોકો ને જોઈ ને ગુસ્સે થયા.. પણ પ્રિન્સીપાલે તેમને શાંત રહેવા કહ્યું.. અને છોકરાઓ ને આખી વાત શુ છે તે પૂછ્યું... છોકરાઓ એ કહ્યું કે એ લોકો નાસ્તો કરવા ગયા હતા... ધરા ના માર્ક્સ સારા આવતા હતા એટલે એ બધા ભાઈબંધો વચ્ચે ખાલી વાત થઈ કે આ વખતે આપણે વધુ માર્ક્સ લાવીશું... અને આ બાબત માં જ તેઓ એ અંદરોઅંદર શરત લગાડી... આમાં ધરા સાથે શરત નથી લાગી પરંતુ અમે મિત્રો એ આપસ માં શરત લગાડી છે અને આ શરત વિશે ધરા ને ખબર પણ નથી...
સાથે સાથે વિદ્યાર્થીઓ એ એમ પણ કીધું કે એમને ખબર ન હતી કે ત્યાં ધરા ના પિતા ની દુકાન છે... એ લોકો એ ફકત અભ્યાસ ને લઇ ને શરત લગાડી છે કે આ વખતે અમારા માર્ક્સ વધુ આવશે... એમાં ધરા ને કાઈ નુકસાન પહોંચાડવાની વાત જ નથી... ન કોઈ અન્ય છોકરી ને નુકસાન પહોંચાડવાની વાત છે... નાહક જ વાત નું વતેસર કરવામાં આવી રહ્યું છે અને એમને ઠપકો આપવામાં આવી રહ્યો છે... અને એક છોકરાએ તો ધરા ને પોતાની બહેન માની... ધરા પાસે રાખડી બંધવવાની વાત પણ સહુ સમક્ષ રજૂ કરી...
છોકરાઓ ની વાત એકંદરે સાચી પણ હતી... ધરા ની સ્કૂલ ના પ્રિન્સીપાલે ધીરજલાલ ને પણ આ વાત સમજાવી કે તેઓ નાહક જ નાની વાત ને મોટું સ્વરૂપ આપી રહ્યા છે....
ધીરજલાલ ને પણ હવે લાગતું હતું કે તે કાંઈક વધુ પડતું વિચારી રહ્યા છે... ધરા પ્રત્યે નો વધુ પડતો પ્રેમ કદાચ ધરા ને નુકસન પહોંચાડી રહ્યો છે... વાત ને સમજી ને.. વાત ને વધુ ન ખેંચતા ધરે આવી ગયા.. ધરા આ વખતે પણ સાચી હતી એ વાત એમને સમજાઈ ગઈ... તેમણે ધરા ને કાઈ જ ન કીધું.. બધું પહેલાની જેમ જ ચાલવા લાગ્યું.. અને એવામાં રક્ષાબંધન આવી... પેલા છોકરા એ ફરી યાદ અપાવ્યું કે એ ધરા પાસે રાખડી બંધાવશે... મન તો ન હતું છતાં ધીરજલાલ ધરા ને લઈ ને એના ઘરે ગયા અને ધરા એ એને રાખડી બાંધી... નાસ્તો કરી ઘરે પાછા આવતા વખતે ધીરાજલાલે ધરા ને ચોખ્ખું કહી દીધું કે હવે બીજી વાર અહીં આવવાનું નથી.. ભગવાને જે આપ્યું છે જેટલું આપ્યું છે એમાં સંતોષ રાખવાનો... ભાઈ નથી તો નથી...બહાર ના માનેલા ભાઈ કરવાની જરૂર નથી...
અને ધરાના મનમાં એક વાત રહી ગઈ કે ભગવાને એના નસીબ માં જે લખ્યું છે એમાં જ એણે ખુશ રહેવાનું છે..