Double Murder - 9 in Gujarati Crime Stories by Dhruv vyas books and stories PDF | ડબલ મર્ડર - ૯

Featured Books
Categories
Share

ડબલ મર્ડર - ૯

“ એ બીજું કોઈ નહિ પણ તેની ઓફીસ મા કામ કરતો મયુર છે કે જે એનકાઉન્ટન્ટ નું કામ સંભાળે છે “ વેદ 

 “ આ શું બકવાસ કરો છો તમે ઈન્સપેકટર સાહેબ “ મયુર વેદ સામે જોઈ ગુસ્સમાં બોલ્યો “ મારે શું કામ મારા બોસનું ખૂન કરવું પડે એના કારણે તો મને રોજી રોટી મળતી હતી. “   

“એ તો તમને ખબર. પૈસા માણસ પાસે ઘણું બધું કરાવી શકે છે.” વેદ

“શું પૈસા? કેવા પૈસા? તમારી વાત અમારા કોઈના સમાજ મા નથી આવતી” ઉર્જીતે કહ્યું.

“મેં કોઈનું ખુન નથી કર્યું તમે મને ખોટી રીતે ફસાવો છો.” મયુર

“હું ક્યારેય કોઈ ની ઉપર ખોટી રીતે આરોપ નથી મુકતો મારી પાસે જરૂરી પુરાવા પણ છે.” વેદ

આ વાત સાંભળી મયુર અંદરથી તો બહુ ડરી ગયો હતો પણ પોતાનો દર એ બહાર દેખાવા દેતો ન હતો.

મયુર ને ચુપ ઉભો જોઈ અને વેડે મોહિત ને વીડિઓ ચલાવવા કહ્યું જેમાં સંકેત ના બંગલા પર લગાવેલ કેમેરા નું રેકોર્ડીંગ હતું જેમાં તે એસી મિકેનિક નો ચહેરો એકદમ સ્પષ્ટ દેખાતો હતો.બધા આ વીડિઓ જોઈ અને ગુસ્સા ભરી નજરે મયુર સામે જોવા લાગ્યા.

“જે માણસે તને નોકરી આપી એવા ભગવાન સમાન બોસ ની ઉપર ચાકુ ચલાવતા તારા હાથ જરા પણ ન ધ્રુજ્યા”ઉર્જીતે પોતાનો રોષ ઠાલવતા કહ્યું.

મયુર કશું બોલ્યા વગર નીચું માથું કરી અને ઉભો રહી ગયો હતો ત્યાં ઉભા કોઈ ની સાથે તે નજર મેળવી શકતો ન હતો. 

વેદે પોતાની વાત શરુ કરી”મી. મયુર તમારે આ બાબતે શું કહેવું છે.” વેદે વાત પૂરી કરી અને મયુર ની સામે જોયું પણ મયુર હજી સુધી નીચું મો કરી અને ઉભો હતો. આ જોઈ વેડે પોતાની વાત આગળ વધારી “તમે બધા મી. મયુર ને તો ઓળખતા જ હશો કે જે સંકેત ના શો રૂમ માં એકાઉન્ટન્ટ હતા એ બધા બીલો તેમજ આવક-જાવક અને ખર્ચા નો હિસાબ રાખતા પરંતુ તેણે એમાંથી પણ ઘણા ગફલા કરેલ હતા. મેં તપાસ કરી તો મને જાણવા મળ્યું કે ખરીદીના એવા કેટલા બીલો હતા જેમાં ચાર પાંચ એવી કંપની ઓ પાસે થી છેલ્લા કેટલા વર્ષો મા લાખો  રૂપિયા નો માલ ખરીદેલ હતો.પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે આવી કોઈ કંપનીઓનું અસ્તિત્વજ નથી આ બધી કમ્પની ઓં ફક્ત અહી બીલો માંજ છે.ઉપલબ્ધ હતી આવીજ રીતે કેટલીક જગ્યાએથી આવેલ પેમેન્ટમાં પણ આજ રીત ના ગફલા જોવા મળ્યા જેના કારણે લાખો રૂપિયાની હેર ફેરી જોવા મળી. આ વાતની સંકેત ને ક્યાંક થી ખબર પડી ગઈ હતી જેથી એ મયુર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનો હતો. એ પહેલા એણે    મયુરને ત્રીસ દિવસ નો સમય આપી અને એ બધા રૂપિયા જમા કરાવવા કહ્યું પણ મયુર અગાઉ જ આ રૂપિયા માંથી ઘણા રૂપિયા વાપરી ચુક્યો હતો. જેથી તે કોઈપણ સંજોગોમાં ત્રીસ દિવસ મા આટલા બધા રૂપિયા જમા કરાવી શકે તેમ ન હતો. આથી તેણે સંકેતનું ખૂન કરી અને આ વાત અહીજ દબાવી દેવાનું નક્કી કર્યું. તે દિવસે જયારે સંકેતની અનીવર્સરી હતી તેના આગળ ના દિવસે સંકેતે મયુર ને  કહ્યું હતું કે આવતી કાલે ઘરે AC સર્વિસ ની રીક્વેસ્ટ રજીસ્ટર કરાવી દે જેથી કાલે AC સર્વિસ થઇ જાય અને આવતી કાલે તે આખો દિવસ બહાર જાય છે જેથી કોઈ પણ કાગળ કે ચેક મા સહી ની જરૂર હોઈ તો તે અત્યારે કરાવી લે. ત્યાનું કામ પત્યાં બાદ મયુરને એની પાસે આની સારી તક  બીજી આવશે નહિ. એ બીજા દિવસે અખિલ પહોચે એ પહેલા જ ત્યાં પંહોચી અને AC રીપેરીંગના બહાને સંકેતના રૂમમાં જઈ અને તેની બારી ના બધા સ્ક્રુ ખોલ્યા જેથી રાત્રે તેને રૂમમા અંદર પ્રવેશવા માટે કોઈ તકલીફ પડે નહિ, પછી તે ત્યાંથી નીકળી ગયો અને રાત પડવાની રાહ જોતો રહ્યો એ રાત્રે ૨ વાગ્યે તે સંકેત ના બંગલા પર પહોચ્યો અને તેની યોજના મુજબ તે તેના રૂમની બારી પાસે પહોચ્યો અને પાઈપ મારફત તે ઉપર ચડી બારીના તે સ્ક્રુ હતા તેતો પહેલેથીજ ખોલેલ હતા તે દુર કરી અને અંદર દાખલ થયો તે સંકેતના બેડ પાસે પહોચ્યો અને તેના પર ચાકુ થી ઉપરા ઉપર વાર કરી અને પછી સંકેત ના બેડરૂમ માંથી નીકળી અને બારી માંથી બહાર નીકળી બારી વ્યવસ્થિત ફીટ કરી અને શાંતિ થી તેમજ સાવચેતીથી તે પોતાની યોજના ને અંજામ આપી અને ત્યાંથી નીકળી ગયો. વેદે પોતાની વાત પૂરી કરી અને ગ્લાસમાંથી પાણી પીધું.   ત્યારબાદ તે મયુર ની સામે જોયું. મયુર નો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો હતો. આ જોઈ વેદે તેને ઉદેશીને કહ્યું કે “ હવે તારે આ વિષે કઈ કહેવું છે? “ 

   આ બધી વાત સાંભળી મયુર પાસે કહેવા માટે કઈ બચ્યુ જ ના હતું તેણે પોતાનો ગુનો કબુલ કર્યો. 


સમાપ્ત.