Chamkaro in Gujarati Women Focused by કલમ ના સથવારે books and stories PDF | ચમકારો

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ચમકારો

પથારી પર બેઠેલા વિષ્ણુ ના હાથ માં રહેલ ચિઠી એ જાણે એને અભિશાપ માં ડુબાડી દીધો.એનું મન આકુળ વ્યાકુળ બની ગયું. શું કરવું સમજાતું નહોતું. ક્યાં જવું ? કોને કહેવું ? કંઇજ સૂઝતું નહતું.અધરાત્રે જાણે ઓરડા એ દ્રશ્ય બદલી નાખ્યું.દીવાલ પર ટાંગેલ એક તસવીર સામે નજર ગઈ. તસ્વીર હતી વિષ્ણુ અને વિભા ની.
                 સોના ના હિંડોળે ઝૂલતું ઘર એટલે પ્રભા શંકર ની હવેલી.ગામ માં કયારેય પણ કોઈ ને શેની પણ જરૂર પડે એ હવેલી એ પહોંચી જાય.હવેલી એ ગયેલ કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછો ના ફરે.જેવી સંપત્તિ એવી જ એની ધાક. લૂંટારું, ડાકુ કોઈ એના ઘર ની સામે નજર પણ ના કરી શકે.ગામ માં કે ઘર ના એના વેણ ની સામે કોઈ વેણ પણ ઉપાડી ના શકે.એના મોં માંથી નીકળેલા શબ્દો એ જ ધર્મ કે ફરજ. દાનવીર ની છાપ હતી એમની. દાન કરવામાં કયારેય ઓછા ના ઉતરે. પ્રભા શંકર ને એક દીકરો, વિષ્ણુ. અઢળક સંપત્તિ નો એક માત્ર વારસદાર.
                     કહેવાય છે ને કે જયારે કોઈ વસ્તુ પામવાની ઘેલછા લાગી આવે ત્યારે કઈ પણ કરવા તૈયાર થઈ જાયે. આવું જ કંઈક પ્રભા શંકર ની હવેલી માં બન્યું. વિષ્ણુ ના લગ્ન ના 3 વર્ષ પુરા કર્યા બાદ પણ કઈ સંતાન પ્રાપ્ત ન થયું.હવેલી માં જાણે ઘણા સમય થી માહોલ કૈંક અલગ રચાતો હતો. કેટકેટલા વૈદ, ડોકટરો ને બતાવ્યું. ફાકી પાવડર,ઉકાળા,મંત્ર, જાપ બધા નો પ્રયોગ કરી લીધો. પણ ખુશી ની એકેય આશા ન આવી.અને ધીરજ પણ ખૂટવા લાગી હતી ઘર માં...
                  પ્રભા શંકર ને કોઈકે કહ્યું કે ગામ ની બાર કોઈક સાધુ એ શિષ્યો સાથે મુકામ મુક્યો છે. લોકો ના દુઃખ ને  દૂર કરે છે. બસ, પ્રભા શંકર ને એ વાત ખૂંચી ગઈ. વિષ્ણુ વિભા ને ત્યાં સાધુ પાસે જવા મોકલ્યા. સાથે જાત જાતની મીઠાઈ, અનાજ, ધી, રૂપિયા મોકલ્યા. સાધુ સાથે ની વાતચીત બાદ શિષ્યો એ દોરા ધાગા મતરી ને પાવડર આપ્યો. સવાર સાંજ પાણી સાથે પીવાનો કહ્યો. આમ દર પંદર દિવસે આ કાર્યક્રમ બન્યો. છેલ્લી વખતે સાધુ એ કહ્યું કે કાલ અમાસી પૂનમ છે તો અમારે આ સ્ત્રી પર મંત્ર જાપ કરવાના છે. બપોરે બાર વાગ્યે મુકી જાજો. સાંજે લઈ જાજો. વિષ્ણુ એ એ જ ઘડી એ ના પાડી દીધી.પણ... પણ વિષ્ણુ શંકર ના બોલ સામે વિભુ મૌન માં ઉતરી ગયો. મન ના હોવા છતાં પણ વિભા ને ત્યાં મૂકી આવ્યો.
              ઓરડો જાણે મોત નો કૂવો બની ગયો હોય એવું લાગતું હતું. વિભા ના હજાર વાર ના પાડવા છતાં પણ આશ્રમ એ મૂકી આવ્યો. હાથ માં રહેલ ચિઠ્ઠી કંઈક કહેવા મગતી હતી. પથારી પર વિભા ન હતી પણ વિભા ના દુઃખ થી રંગાયેલા શબ્દો ની ચિઠ્ઠી હતી. ચિઠ્ઠી માં કંઈક લખ્યું હતું....
            
" મારા વ્હાલ ના દરિયા જેવા આપ વિષ્ણુ.... હું મારી લાગણી ને કહેતી જાવ છું. મારી સહનશક્તિ ને સતીવ્રતા ની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. મારુ તમારા થી દુર જવાનું એક જ કારણ હતું.. મારી પવિત્રતા... જ્યાં મારી પવિત્રતા ને જ કોઈ માન સમ્માન ના હોઈ ત્યાં મારી હાજરી નું શુ મહત્વ..!! બાપુજી ના કહેવા થી તમે મને આશ્રમ માં મુકી તો આવ્યા સિવાય કે સત્ય જાણ્યા વિના...હા સત્ય ...  અમાસી પૂનમ ના મંત્ર જાપ તો એક પેરણું હતું. સાચી વાત તો આયોજન પૂર્વક બનાવેલો એક ધૂમંટ હતો... આખી વાત અને ઘટના બાપુજી ના કહ્યા પ્રમાણે બની હતી. બાપુજી એ મને મારી જીવતી આંખે કહ્યું કે મારો દીકરો સંતાન આપી ના શકે એ હું સમાજ માં જોઈ ના શકું. પણ હા હું હજુ એટલો પણ ઘરડો નથી થયો કે એક પૌત્ર પણ ના આપી શકું..! મારા પર થયેલ શોષણ ને અત્યાચાર માં બાપુજી મોખરે હતા. આશ્રમ માંથી પાછા ફર્યા પછી ના મારા મૌન નું કારણ આજ હતું..આ વાત ચિઠ્ઠી માં લખું છું.પણ શું કરું... કદાચ તમને કીધી હોત તો પણ તમે શું કરી શકત...!! હું જિંદગી માંથી પૂર્ણવિરામ લઈ રહી છું. બસ એજ.. તમારી ભાવવિભોર પતિવ્રતા વિભા..."
                 
હાથ માં રહેલ ચિઠ્ઠી માંથી જાણે વિભા પણ અદ્રશ્ય થઈ ગઈ..અડધી રાતે જયારે ઊંઘ ઊડી તો વિભા ની જગ્યા એ આ એક ચિઠ્ઠી પડી હતી. આંસુઓ ને કોઈકે કેદ કર્યા હતા...દિલ ના ધબકારા એ પોક મૂકી હતી. ચિઠ્ઠી લઈ ને ઘર ની બહાર દોડી નીકળ્યો. વિભા વિભા ની બુમો સાથે રઘવાયો બની ગયો...દૂર દૂર ઝાંખા પ્રકાશે કૈંક દેખાયું. નજીક જઈ ને જોયું તો...
             ગામ ની સીમ માં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દૂર દૂર કૂતરાઓ ભસી રહ્યા હતા.વિષ્ણુ એ લાશ તરફ ચાલવા મંડ્યો. લાશ ની નજીક જઈને જોયું તો એ વિભા...
               એની નજીક જઈને બેઠો ત્યાં એક ચમકારો થયો. જાણે વિભા ઉભી થઇ હોઈ ને વિષ્ણુ ના માથા પર હાથ ફેરવતી ફેરવતી પૂછતી હોઈ...

" હે પતિદેવ.. શુ પત્ની ના માન સમ્માન ની સરખામણી પિતા ના માન સમ્માન સાથે થઈ શકે..??

પિતા ના પ્રેમ ની સામે પત્ની ની પવિત્રતા, પ્રેમ, મર્યાદા પર લાંછન લાગી શકે ?? શુ પત્ની એ પતિ નું અંગ નથી ??"

              બસ, આટલું બોલી ને વિભા જાણે ફરીથી એ લાશ માં સમાઈ ગઈ. વિષ્ણુ ના પશ્ચાતાપ નો કોઈ પાર ન રહ્યો. મનોમન વિચાર કરવા લાગ્યો કે...

            કાશ ! આ ચમકારો થોડો વહેલા દિવસો માં થયો હોત તો હું મારી વિભા ને આજે બચાવી શક્યો હોત...!!