FOUR MORE SHOTS - Char nari ka yaarana in Gujarati Film Reviews by JAYDEV PUROHIT books and stories PDF | Four MORE Shots : ચાર નારી કા યારાના

Featured Books
Categories
Share

Four MORE Shots : ચાર નારી કા યારાના

#SG2

"સિનેGRAM - જયદેવ પુરોહિત"

    -  -  -  -  -  ~  -  -  -  -  -  - 

? Four More shots : ચાર નારી કા યારાના?

Four more shots please! નામની વેબ સિરીઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી. આ વેબસિરીઝ કઈક અલગ છે. અતરંગી છે. સતરંગી છે અને સપ્તરંગી છે. મુંબઈનું "બાર ક્લચર" આબેહૂબ દર્શાવાયું છે. વધુમાં આ સિરીઝમાં ચાર લેડીઝ જ મેઈન પાત્રોમાં છે. ચાર અલગ અલગ અલગારી છોકરી, સ્ત્રી અને સંસારી નારી પર આખી પટકથા વણાયેલી છે. જાણે ચાર દિનકી જવાની... જેવી વેબસિરીઝ છે. 18 છે એટલે સમૂહમાં જુઓ તો તમારું સાહસ..!!

ચાર મુખ્ય પાત્ર. 1.દામિની(સયાની ગુપ્તા), ચાર વાર બેસ્ટ જર્નાલિસ્ટના એવોર્ડ જીતનારી બહારથી પૂર્ણ પરંતુ અંદરથી અધૂરી. આ ચહેરો વેબસિરિઝનું કેન્દ્ર છે. ચારેય પાત્રોને જીવંત રાખતો ચહેરો છે. દામિની એક સક્સેસ વુમનનું બેસ્ટ એક્ઝામ્પલ. 2. અંજના(કિર્તી કુલ્હારી) એકમાત્ર માતા. લગ્નજીવન ડિવોર્સના કિનારે ઊભું અને કાવ્યા નામની દીકરી એ કિનારાને ક્યાંક અલગ થવા દેતું નથી. અંજના એક સફળ વકીલ. ઘરની લાઈફ અને જોબની લાઈફ વચ્ચે મેનેજ કરવામાં પરસેવો છૂટી જાય છે. છતાં ચારેયના સપોર્ટથી ટકી રહે છે. 3. ઉમંગ(બાની જે), લુધીયાણાની આ દમદાર ફિટનેસ ટ્રેનર ઘરથી ભાગી મુંબઈ આવી. આ પાત્ર બાયોસેક્સયલ છે. એક મશહૂર અભિનેત્રીના પ્રેમમાં પડે છે અને અભિનેત્રી પણ ફિટનેસ ટ્રેનરમાં "ઓતપ્રોત" થઈ જાય છે. એ પાત્ર ચારેય મિત્રોની જાન છે. કોઈના બાપથી ડરે નહિ એવી ઉમંગ. 4. સિદ્ધિ(માનવી ગગરુ) એકવીસ વર્ષની વર્ઝીન છોરી. પણ શરીરે થોડી જાડી. એટલે ઘરમાં મમ્મીના ટોણાએ ત્રાસ ગુજાર્યો હોય. અને બહાર પણ બધા ટીકા કરવામાં કઈ બાકી રાખતા નથી. 

આ ચારેય મસ્તમૌલી અતરંગી મિત્રોની બેઠક એટલે "ટ્રક બાર"(કલબ). બાર ઓનર પણ આ ચારેયને ફૂલ ફ્રીડમ આપે છે. એના માટે ચાર વધુ પેક તૈયાર રાખે. પોત પોતાની લાઈફની ગુંચવણો આ બારમાં છૂટી થતી. એકને પતિના પ્રશ્નો, એકને સજાતીય આકર્ષણના પ્રશ્નો, એકને જાડી અને વર્ઝીનના સવાલો અને દામિનીને ઓફિસમાં આવેલી નવી જર્નાલિસ્ટની ઈર્ષ્યા. સ્ટ્રગલ, સક્સેસ અને સેક્સ આ સિરીઝમાં ભરપૂર છે. હવે મુંબઈની લાઈફ એમનમ કોરી તો ન હોય..!! મુંબઈ હૈ બોસ...!!

સ્ત્રીસશક્તિકરણ બધા એપિસોડમાં પડઘા કરે છે. એક સ્ત્રી કઈ ઉંમરે શું ઝંખે છે એનો જવાબ સરળતાથી મળી જાય જો જોતી વખતે માત્ર "સિલેકટેડ સીન" પર ફોક્સ ન કરો તો!! ઘરના સભ્યોનો ત્રાસ અને પ્રોફેશનલ લાઈફને એક રસ્તા પર ચલાવવી આસાન તો નથી. 

અપશબ્દો દર ત્રણ મિનિટે આવે છે. એતો છે મુંબઈ. એમાં પણ મુંબઈની મરીન ડ્રાઈવ પર ચારેય બેસીને જે રાડો પાડે છે. "વજાઈના" શબ્દના બધા જ સમાનાર્થી શબ્દો હવામાં લલકારે છે. એતો છે ચારેયની લાઈફ. 

આવી લાઈફ જીવવાની ઈચ્છા 100માંથી 96 લોકોને હોઈ છે પણ સમાજ શું કહેશે?? અથવા આવી અલગારી છોરી સાથેની મિત્રતા લગભગ યાચે પરંતુ આપણે ત્યાં હજી એ ક્લચર 10 વર્ષ દૂર છે. 

ચારેયની સ્ટોરી સરસ રીતે વર્ણવી છે. અને સૌથી મહત્ત્વનું ચારેય રોજ "ટ્રક બાર"માં મળી એકબીજાને બધી વાત ખુલીને કરે છે. સેક્સથી લઈ સક્સેસ સુધીની વાતો કરતા અચકાતા નથી. એજ છે સાચી ફ્રેન્ડશીપ. 

આવી મસ્ત અલગારી છોકરી આપણી ફ્રેન્ડ હોય તો... આવી વિચારધારા વેબસિરિઝ જોતા અવશ્ય જન્મે. અને અત્યારના યંગ કુમારોને "ફ્રી માઇન્ડેડ ગર્લ" જ જોતી હોય છે. આવી જ સ્ટોરી આ સિરીઝમાં છે.

તો, હવે જોઈ જ લો આ વેબસિરિઝ અને માણો મુંબઈની છોરિયા..!!

- જયદેવ પુરોહિત

(સંજોગ ન્યૂઝ - અમરેલી)