(ગતાંક થી શરુ)
"નીલ" સુરત થી રાજકોટ સ્પેશ્યિલ ભણવા માટે આવેલો... બંને એ એક જ કૉલેજ માં એક સાથે કૉલેજ સ્ટાર્ટ કરેલી... અને ખુશી અલવેય્ઝ "નીલ" ની ભણવા માં હેલ્પ કરે... બંને કલાસ માં પણ સાથે જ બેસે... પહેલા જ દિવસે બંને ની સારી મૈત્રી...
બંનેની બસ સ્ટોપ પર વાત જયારે પહેલી વાર મળ્યા...
"હાઇ!!! હું નીલ... સુરત થી અહીં સ્પેશ્યિલ ભણવા માટે આવેલો છું!! રાજકોટ માં મારાં એમ તો કોઈ જાણીતા નથી પરંતુ..."
"હેલો! હું ખુશી... અહીં રાજકોટ માં જ રહુ છું... મારાં ફેમિલી સાથે... તમારા જાણીતા નહતા પણ આજ થી હું જાણીતી... (એક મીઠી સ્માઈલ સાથે)..."
ખુશી એક દમ ખુશ મિજાજી... બધાં સાથે સીધી ભળી જાય તેવી...
"ઓહહ... થેન્ક્સ..."
"તમે આ કૉલેજ માં પહેલે થી??આઈ મીન ક્યુ યર?"
"ના... પહેલું વર્ષ..."
"અચ્છા!! ઓકે ઓકે મારે પણ..."
"હા, તમે આ સ્ટોપ પર થી જ રેગ્યુલર? ઓર બીજા?"
"નહીં... નહીં... હું અહીં જ રહુ છું રૂમ પર... આ સ્ટોપ સૌથી નજીક છે..."
"ઓકે... આપણી બસ આવી ગઈ..."
બસ માં પણ બંને ની કન્ટિન્યુ વાત... થોડા ટાઈમ એ જ રીતે બંને ની મૈત્રી પણ વધતી જાય છે... કન્ટિન્યુ બંને ની મૈત્રી માં વધારો ને વધારો જ થતો જાય છે... કેન્ટીન, ક્લાસ, બસ અને પછી તો ફોન અને મૅસેજ ની વાતો...
આ બધા જ વિચાર માં તેનો ફોન રણકે છે... ફોન માં ધ્યાન તો નહીં હોતું એટલે... સામે બેઠેલા કપલ માં થી ગર્લ...
"દીદી... તમારો ફોન..."
"ઓહહ!! હા... હું... વિચાર..."
"હા,તમારું ધ્યાન ન હતું..."
"થેન્ક્સ...(મન માં)ફોન... મોમ નો છે... ઉપાડીશ તો જવાબ શું આપીશ... એમને મારી ચિંતા થતી હશે... પહેલીવાર આ રીતે... પણ હવે હું પાછો જવા નો નિર્ણય કરી શકું તેમ નથી... હું મારી પીછે હઠ નહીં કરી શકું..."
ફોન રણકતો બંધ થઇ જાય છે... કન્ટિન્યુ ત્રણ - ચાર વખત ફોન આવે છે... પણ ખુશી ઉપાડતી નથી...
ફરી પોતાના વિચારો માં ખોવાય તે પહેલા સામે બેસેલા કપલ ની વાતો સંભળાય છે...
"હું શું કહું છું... !!"
"શું કહે છે?"
"કે, તમે મૅરેજ માટે મને પ્રપોસલ આપ્યું ત્યારે મેં તો હા પાડી દીધી હતી... પણ મારું ફેમિલી... (હાહાહા) સારુ હેન્ડલ કર્યું હતું તમે..."
"હા, જોઈતી હતી તું મને લાઈફ ટાઈમ માટે... તો કરું જ ને ગાંડી..."
ખુશી ફરી પાછા વિચારો માં ખોવાય જાય છે...
"(મન માં) હું પણ તારા સાથે જ મૅરેજ કરીશ... તારા માટે હું મારાં ફેમિલી ને મનાવીશ... ગમે તે રીતે... પણ હું તારા વિના નહીં રહી શકું... "નીલ" હું તને નહીં ભૂલી શકું... કેમ જતો રહ્યો અચાનક... છેલ્લા એક મહિના થી તો ફોન પર પણ વાત નહીં થતી... હવે હું નહીં રહી શકું..."
થોડા ટાઈમ પોતાના જ વિચારો... પોતાના જ સપના માં ખોવાયેલી... જાણે જઈ ને સીધું બધું જ કહી ને પોતાના મન ને હળવું કરવા ઇચ્છતી હોય એ રીતે...
"(મન માં) નીલ મને મળશે તો ખરા ને? હું તેની સાથે રહી તો શકીશ ને? એક મહિના પછી તેને જોવા નો આનંદ જ અલગ હશે મારાં માટે... મળી ને સીધું હગ જ કરી લઈશ... લાઈફ નો સૌથી યાદગાર દિવસ હશે કદાચ મારાં માટે..."
થોડા પ્રેમ, થોડા ટેન્શન સાથે પોતાની સફર ગાળી રહી હોય છે... જાણે પોતાના માતાપિતા આજે તેના માટે નીલ થી ઓછા મહત્વ ના હોય તેવું લાગી રહ્યું હોય છે... જાણે તેના માતાપિતા વગર તો ચાલશે પણ... નીલ માટે નો પ્રેમ ચરમસીમા પર પહોંચી ગયો હોય તે રીતે...
થોડા સમય માં કોઈ સ્ટેશન પર ટ્રેન ઉભી રહે છે... પોતાના વિચારો માં થી "ખુશી" બહાર આવી જાય છે... સામે બેસેલા કપલ વાતો કરી રહ્યા હોય છે...
"મને ભૂખ લાગી છે... વેફર લાવી આપશો?"
"હા, તને થોડી ના પડાય... ચાલ લઇ આવું..."
બોય નીચે વેફર લેવા માટે જાય છે... ખુશી ને ગર્લ સાથે વાત કરવા ની અને તેમની બંને ની લવ સ્ટોરી જાણવા ની ઈચ્છા થાય છે... પણ કઇ રીતે વાત ચાલુ કરવી તે જ વિચાર માં હોય છે ત્યાં...
(વધૂ આવતા અંકે)