*આજે 2/એપ્રિલ/2019 એ સવારે 9:55am એ હું આ સ્ટોરી લખવાનું સ્ટાર્ટ કરું છું..*
પ્રસ્તાવના
22 માર્ચ 2019એ માતૃભારતી એપ્લીકેશનમાં મારી સ્ટોરી "રહસ્યમય ટેનામેન્ટ - એક સત્ય ઘટના" વાંચીને એક વાચક એ મને મેસેજ કર્યો. પછી તેમણે પોતાના નજીકના કોઈ સંબંધીના અનુભવને 27 માર્ચ એ મારી સાથે શેર કર્યો. તે વાચક વિશે હું અહીંયા નઈ જણાવી શકું કેમકે તેમણે મને તેમની ઓળખ જાહેર કરવાની ના પાડી છે. હું તેમના સગાનોં અનુભવ વાચકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. વાચકોએ આની પહેલાંની મારી સ્ટોરીને સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આભાર. આશા રાખું છું આ સ્ટોરી પણ પહેલાની સ્ટોરી જેમ જ તમને પસંદ આવે. વાચકોને વિનંતી કરું છું કે રેટિંગ સાથે તેમાં કોમેન્ટ ચોક્કસ આપજો, કેમ કે ખાલી રેટિંગથી હું સમજી શકતો નથી કે સ્ટોરી તમને કેમ ગમી એ અને રેટિંગ ઓછું આપો તોય તેનું કારણ પણ કોમેન્ટમાં જણાવો જેથી તેમાં સુધારો કરીને તમને 5 સ્ટાર રેટિંગ સુધી લઈ જઈ શકું. આ પહેલા લખેલી મારી બે સ્ટોરી "રહસ્યમય ટેનામેન્ટ - એક સત્ય ઘટના" અને "અંધારી રાતના મુસાફરો - એક સત્ય ઘટના" વાંચીને પ્રતિભાવ આપવા વિનંતી...
--------------------------------------------------------------------------------
આ ઘટના દસ વર્ષ પહેલાંની છે. કચ્છનું એક ગામડું, ગામડાં ગામના વાસમાં ચોક હતો. તેના પાસે ઘણા પરિવારો રહેતા હતા તેમાં લીલાંબહેનનો પણ એક પરિવાર રહેતો હતો. લીલાબેનના પતિ આઠ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા હતાં અને તેમને એક પુત્રી નામે લીના, એક પુત્ર નામે દર્શન હતો (નામમાં બદલાવ કરેલ છે). દર્શન પચીસ વર્ષનો હતો અને તેના લગ્ન કરેલાં હતાં. લીના બાવીસ વર્ષની હતી, લીનાના વાળ ખુબ લાંબા હતાં, તેનો સુંદર ચહેરો, મંત્રમુગ્ધ કરતી આંખો, ગુલાબી હોઠ અને તેનું સપ્રમાણ શરીર તેના દેખાવમાં ચાર ચાંદ લગાડતાં હતાં. તેને જોનારા દરેકની નજર તેના પર ચોંટી જતી હતી, સ્વભાવે તેં બહુજ શાંત અને સંસ્કારી હતી. ચોક પાસે આવેલું લીલાંબહેનનું મકાન બે માળનું હતું. નીચે રસોડું, બેઠક રૂમ અને બે બેડરૂમ હતા જેમાં એકમાં દર્શન અને તેની પત્ની, બીજામાં લીલા બેન રહેતા જે રસોડા પાસેનો રૂમ હતો અને લીલાબેનના રૂમમાં મંદિર પણ હતું, ઉપર મોટા હોલ જેવો લીનાનો રૂમ હતો. લીનાને ભણવાની સાથે પેઇન્ટિંગનોં શોખ હતો. તેને પેઇન્ટિંગમાં સારી મહારત હાંસિલ હતી. પોતાના રૂમમાં લીના કલાકો પસાર કરીને પેઇન્ટિંગ બનાવ્યા રાખતી હતી. તેની પેઇન્ટિંગ તે એરિયામાં ખૂબ જ પ્રચલિત હતી. તેની બનાવેલી પ્રત્યેક પેઇન્ટિંગ એકદમ જીવંત હોય તેમ દ્રશ્યમાન થતી હતી. લીના પોતાનો ખાલી સમય પેઇન્ટિંગ બનાવવામાં પસાર કરતી હતી.
એકવાર બપોરે 3 વાગ્યા આસપાસ લીના ઘરનું કામ પતાવીને પોતાના રૂમમાં પેઇન્ટિંગ બનાવતી હતી. તેણે માથાના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેના મમ્મી તેની પાસે તેના રૂમમાં આવ્યા. બંને એ થોડીક વાતચીત કરી અને તેના મમ્મી નું ધ્યાન તેના ખુલ્લા વાળ તરફ ગયું, વાળ છેડેથી થોડાક ઉપર-નીચે વધેલા હતા એટલે તે જોઈને તેના મમ્મીએ તેના વાળ સેટ કરવા માટે થોડાક કાપી નાખવાનું કહ્યું. લીનાએં તેના મમ્મીને કહ્યું કે તેમણે જ થોડાક વાળ જાતે કાપીને સેટ કરી આપે. લીલાબેનએ જાતેજ લીનાના વાળ છેડેથી કાપ્યા અને
*11:42am 6/એપ્રિલ/19 continue writing....*
અને તેમણે તે વાળ કાપીને ઉપરના માળેથી ચોક બાજુ નીચે ફેંક્યા, તેમને ક્યાં ખબર હતી કે પોતે નાખેલા આ વાળની આટલી નાની બાબત કેટલુ મોટુ સ્વરૂપ લેવાની હતી.
વાત એમ છે કે લીલાંબેન લીનાના વાળ ચોકમાં નાખવા ગયા ત્યારે કોઈ ખરાબ ચોઘડિયાં ચાલતા હતા. જેમાં અમુક આત્માઓ અને ખરાબ શક્તિઓ પોતાના અસ્તિત્વના પરચા આપતી હોય છે. કોઈક આત્મા એજ સમય એ ત્યાંથી પસાર થતી હતી. લીનાના વાળ તેના પર પડ્યા અને તે સીધી લીનાના શરીરમાં પ્રવેશી ગઈ.
વાળ ચોકમાં નાખીને જ્યારે લીલાબેન લીના પાસે રૂમમાં પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે લીના પેઇન્ટિંગ દોરતા દોરતા જાણે સ્ટેચ્યુ જેમ ચોંટીને સ્થિર પોતાની જગ્યા એ માથું નીચે કરીને ઊભી હતી. તેમણે પાસે જતાં જતાં લીનાને કહ્યું, 'બેટા, ક્યાં ખોવાઈ ગઈ?' લીના તરફથી તેમને કોઈપણ પ્રત્યુત્તર મળ્યો નઈ. તેમણે લીનાના ખભે હાથ મૂકીને પોતાની તરફ ફેરવીને તેને ફરીથી એજ સવાલ કર્યો. લીના જાણે કે કઈ જ સંભળાયુ જ ન હોય તેમ નીચે જ જોઇ રહી. ઘણાં પ્રયાસ છતાં લીના તરફથી કોઇ જ જવાબ ન મળતાં લીલાંબેન ટેન્શનમાં આવી ગયા. પોતાનાં દીકરા ને તેમણે બોલાવ્યો અને લીના વિશે જણાવ્યું. તેણે પણ આવીને લીના સાથે વાત કરવાની કોશિશ કરી પણ લીના એ કાંઈજ જવાબ આપ્યો નહી.
*12/એપ્રિલ/19 9:55am continue writing....*
લીનાના ભાઈ-ભાભી અને તેના મમ્મી ત્રણેય લીનાના આવા વર્તનથી ટેન્શનમાં આવી ગયા હતા કે આ અચાનક કેમ આમ થઇ ગયું. તેઓ હજી વિચારતા જ હતા અને લીના બેહોશ થઈને પડી જાય છે. ઘરના બધા ફટાફટ લીનાને બેડ પર સુવાડી ડૉક્ટરને ફોન કરે છે. ડૉક્ટર થોડીવારમા આવી જાય છે અને લીનાને ચેક કરીને દવા આપે છે અને અશક્તિના કારણે આવું બન્યું છે એમ કહીને ઘરનાને ચિંતા ન કરવા જણાવે છે. ઘરના સભ્યોને પણ આ જાણીને રાહત થાય છે. લીનાને પોતાના રૂમમાં આરામ કરવા દઈને ઘરના સભ્યો પોતપોતાના કામમાં લાગી જાય છે.
લીનાના મમ્મીને હજી પણ અચાનક થયેલા લીનાના આવા વર્તનથી ટેન્શન રહે છે. તેઓ બાકીના કામો પતાવીને ફ્રી પડીને લીનાના રૂમમાં જાય છે. રૂમમાં જતા જ તેમણે જુએ છે કે લીના પોતાના બેડ પર પહેલા જેમ ખુલ્લા વાળ રાખીને નીચે માથું કરીને બેઠેલી હોય છે. તેઓ લીના પાસે જઈને પૂછે છે "હવે તારી તબિયત કેવી છે? ડોક્ટર જોઈને ગયા એમણે કહ્યું કે અશક્તિ ના કારણે તને આવું થયું હતું" પરંતુ લીનાએ કોઈ પ્રતિભાવ આપ્યો નહી. તેમણે વાત કરવા કોશિશ કરી પણ લીના કઈ જ બોલતી નહોતી. થોડા સમય સુધી તેમણે તેની સામે બેસી રહ્યા બોલાવતા રહ્યા. આમ ને આમ અંધારું થઈ ગયું. લીલાબેન લીના માટે જમવાનું બનાવી લાવ્યા, પણ તે પ્લેટ જોઈને બેસી રહી. લીલાબેન એને જમવા માટે કહ્યું, લીના ધીરે ધીરે જમવા લાગી. પણ આ દરમિયાન તેણે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. ઘરનાં સભ્યો તેનું આ વર્તન જોઈ રહ્યાં હતાં. તેમને સમજાતું ન હતું કે લીના આમ કેમ વર્તન કરવા લાગી હતી. તેમણે ફરી ડોક્ટરને બોલાવીને તપાસ કરાવી. ડૉક્ટર એ પણ તે શારીરિક રીતે એકદમ સ્વસ્થ છે તેવું કહ્યું. ઘરનાં મોડે સુધી લીના પાસે બેઠા પછી તેને સુવાડીને બધા પોતપોતાના રૂમમાં સૂવા ગયા.
અર્ધી રાત્રે ત્રણ વાગ્યે લીના તેના બેડથી ઊભી થઈ, તેની આંખોમાં ગજબની ચમક હતી અને હસતી-હસતી વિચિત્ર રીતે ચાલતા નીચે રસોડામાં ગઈ. લીલાબેન રસોડા ની બાજુમાં જ બેડરૂમમાં સૂતા હતા. લીનાના રસોડામાં જતા હસવાના અવાજથી તેમની ઉંઘ ખુલી. તેમણે જોયું કે રસોડા તરફ થી લીનાની હસીનોં અવાજ આવી રહ્યો હતો. તેઓ ફટાફટ રસોડામાં ગયાં અને લાઇટ ચાલુ કરી ને તેમણે જોયું કે લીના ગેસના સિલિન્ડર ની પાઇપ કાઢીને એક હાથમાં માચીસ લઇને ઊભી હતી. આખા ઘરમાં ગેસની તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી. લીના દીવાસળી સળગાવે તે પહેલાં જ તેમણે દોડીને તેની પાસેથી માચીસ લઈને દૂર ફેંકી દીધી અને ગેસનો સિલિન્ડર બંધ કરી દીધો. લીનાએ ગુસ્સામાં તેમની સામે જોયું. લીનાનો બદલાયેલો ચહેરો જોઈને તેઓ ડરી ગયા. તેની આંખો એકદમ લાલ થઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં પોતાના મમ્મીને એક જ હાથથી પકડીને રસોડાના દરવાજા તરફ ફેંકી દીધા. લીનાના આમ કરવાથી લીલાબેનની ચીસ નીકળી ગઈ. તેઓ રસોડાના દરવાજે ભટકાઇને પડ્યા. લીનાના આ વર્તનથી તેઓ સખત આઘાત પામ્યા. લીલાબેનની ચીસ સાંભળીને તેમનો પુત્ર અને વહુ બંને દોડતા રસોડામાં આવ્યા, ત્યાં જઈને તેમણે લીલા બેનને ઊભા કર્યા. લીના રસોડાની બધી વસ્તુઓ ફેંકવા લાગી. લીનાના ભાઇએ તેને રોકવાની કોશિશ કરી તો લીલાબેનની જેમ તેણે તેના ભાઇને પણ એક જ હાથે પકડીને દૂર હડસેલી દીધો.
ક્રમશઃ
કામની વ્યસ્તતાના કારણે અને લાઇફમાં બીજું ઘણું બધું ચાલી રહ્યું છે જેથી આગળ લખી શક્યો નથી, નેક્સ્ટ પાર્ટ બને એટલું જલ્દી મૂકવા ટ્રાય કરીશ. આ સ્ટોરીમાં મેં અમુક વાચકોના આગ્રહથી વધારે ડર બની રહે અને વાચકોને રસ જળવાઈ રહે તે માટે મારી રીતે ઘણા સુધારા વધારા કર્યા છે. સ્ટોરી કેવી લાગી તે જણાવશો અને બીજા વાચકો સાથે share પણ કરજો...
ધર્મરાજ એ. પ્રધાન (અઘોરી)
9033839226