આમ તો હું એક ફ્લેટમાં રહું. હું મારી પત્ની સીમા, મારો પુત્ર રુદ્ર અને મારી પુત્રી રિચા. આ ચાર જણાનો સુખી સંસાર કુટુંબ. હું પોતે કોમ્પ્યુટર એન્જીનીર અને સીમા પણ કોમ્પ્યુટર એન્જીનીર. પણ લગ્ન જીવનમાં જોડાતા પહેલા મે એક હાઉસવાઈફ તરીકેની જોબ ઓફર કરેલી પેલા તો એને આ ન ગમ્યુ પણ પછી મારી આ હાઉસવાઈફ તરીકે શા માટે નોકરી ઓફર કરેલી તેનું કારણ જાણી તેને સહજ રીતે નોકરી સ્વીકારી લીધેલી. અને કાયમ એકબીજાનો સાથ નિભાવસુ તે વચન સાથે અમે લગ્નજીવનમાં જોડાઈ ગયા. સમય વીતતો ગયો અને સીમા પણ અમારા પરિવારમાં ભળી ગયી. અને જાણે અમારા પરિવારમાં એક પછી એક સુખનો સમય આવતો રહ્યો.વધુ મારા જીવનમાં સમય જતા મારે ત્યાં એક દીકરી અને દીકરાનો પણ જન્મ થયો દીકરાનું નામ રુદ્ર અને દીકરીનું નામ રિચા રાખેલું. સમય જતા te મોટા થતા ગયા અને ભણવામાં પણ ખુબ આગળ.તેથી આજે રિચા ડોક્ટર અને રુદ્ર પણ કમ્પ્યુટર એન્જીનીરનો અભ્યાસ કરી રહ્યા હતા.પણ આ સમય મારા જીવનનો એક અમૂલ્ય સમય બની રહ્યો હતો પણ આ કોઈ મારા માટે sureprise કે જેમ નોર્મલ માણસો ને ગોલ્ડન time કહેવાય તેવું મારા માટે ન હતું એક સામાન્ય સમય જેવું જ હતું.
જ્યારે મારા માતા પિતા હયાત હતા ત્યારે સીમાએ એના પ્રેમાળ સ્વભાવથી અને સેવાથી રાજી કરી લીધેલા અને દીકરા રુદ્ર અને રિચાએ પણ પ્રેમાળ સ્વભાવથી જેથી તેને પણ દાદા દાદીની સેવા કરેલી અને દાદા દાદીનો પ્રેમ પ્રાપ્ત કરી લીધેલો..
ખેર વધારે મારા પત્ની ને દીકરા દીકરી ની પ્રશંસા નહીં કરું
મિત્રો તમને લાગી રહ્યું હશે આમાં claimex ક્યાં છે ? પણ મિત્રો ફિલ્મમાં તો હજારો કલાઇમૅક્સ માંથી ek કલાઈમેક્સ ઉપાડે એને j વધારી ચઢાવીને દેખાડે...પણ અહીં હજારો કલાઇમૅક્સ આવશે...તો તૈયાર થઈ જાવ.
આજનો વાર એટલે શનિવાર.સવારના પહોરમાં આજે નહાઈને પૂજા કરીને તૈયાર થઈ ગયો હતો અને બાલ્કની પાસે રહેલા હિંડોળે બેઠો થઈ ગયો ચા-નાસ્તાની રાહ જોઈને..આમ તો દર શનિવાર-રવિવારનો નિત્યક્રમ સવારે ઉઠવું વહેલું ને સોસાયટી અને શેરી માં થતી ચહેલ પહેલ ને માણવા...નાના બાળકો ને રમતા જોવા , દાદા દાદીઓની વાતો ...શાકભાજી ખરીદવા આવેલ બાઈઓના ગપાટા ...અને અત્યારે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં ૨૦- ૨૦ માળની બિલ્ડીંગ પણ આપણે બીજા અને ત્રીજા માળે રહીએ... અને છાંયો પણ સારો રહે ...સાથે વૃક્ષઓ પણ ઘણા બધા એટલે કહીને કુદરતી વાતાવરણ પણ બનેલું રહે...અને પક્ષીઓનો કલરવ પણ વધારે જેથી પક્ષીઓનો અવાજ સાંભળવો...અને અધૂરામાં પૂરું સીમાનો ફૂલો પ્રત્યેનો પ્રેમ...એટલે જે નવો છોડ જુએ તે બસ બાલ્કનીમાં સજાવી દે. એટલે આ ફૂલોની સુગંધ માણવી અને જીવમાં ઉતારવી...જો બાળકો ઘરે હોય તો તેમની સાથે વાતો કરવી અને jo સીમા ફ્રી હોય તો તેની સાથે સમય વિતાવવો...
આ નિત્યક્રમ લોકોની જીવનશૈલીને જોવી માણવી અને અનુભવી....અને હિંડોળે હીચકતા બુકો વાંચવી ,કથા વાર્તા સાંભળવી..અને પોતાની અંદર જોવું કે શું કરી રહ્યો છું અને શું ન કરવું જોઈએ...જે આજના દરેક માણસે જાણવું અને પોતાની જાતને પૂછવું જરૂરી છે ..કે જેની પાછળ ભાગી રહ્યો છું તેમાં શું મને સાચે શુખ છે એમાં ?
hu ભ્રમમાં તો નથી જીવી રહ્યોને?
અજુગતું લાગશે પણ સોમથી-શુક્રની મગજમારી કરીને આ બધામાંથી નિવૃત થઈને બસ શનિ-રવિ આટલું j કરવાનું ..રિલેક્સ થવાનું સૌથી મોટો પ્રયત્ન ...જે દરેક માણસે કરવું જોઈએ ...અને સુખી થવાનો સાચો માર્ગ...પછી ધંધામાં કહો કે વ્યવહાર માં ?
પણ આ શનિ અને રવિ રુદ્ર બે દિવસ માટે ટ્રીપમાં ગયો છે અને રિચા પણ કોન્ફેરન્સ માટે અહમદાબાદ બે દિવસ માટે ગઈ છે અને આજે તો હું ને સીમા એકલા છી...પણ સીમા આજે તેના ઘરકામમાં વ્યસ્ત છે ,એટલે ટૂંકમાં કહુંને તો હું આજે એકલો જ છું આ કુદરતની મોજને માણવામાં ..
બાલ્કનીમાં સજ્જ થયેલો હું ઉનાળાની સવારમાં તૈયાર છું...પણ આજની સવાર કઈ અલગ j મુસાફરી કરવાની છે તેવું લાગી રહ્યું હતું ..આ સુગંધોની ફૂલ કઈ અલગ j મનમાં અસર કરી રહ્યા હતા...અને આ પક્ષીઓનો કલરવ તો જાણે જૂની કોઈ યાદોની સફરને ગાઈ રહ્યો હોય ....પણ પેલા નહીં ...પણ હવે હું પણ તૈયાર હતો મારી યાદોની સફરને માણવા...
(તો ચાલો માણીએ આ યાદોની સફરને અને જીવનના જુના ભૂતકાળને પણ અલગ અલગ રંગો સાથે ..અલગ અલગ પાત્રો સાથે. ..તો વાંચવાનું ભૂલતા નહીં ...વધુ આવતા અંકે ).....
whatsapp નો: ૯૯૦૪૭૯૫૭૭૧