પથારી જાટકી નેં આરતી સુવાની તૈયારીમાં હતી કે શેરી ના નાકે સૂતુ કુતરુ અચાનક ઉઠીનેં કરૂણ અવાજમાં રડવા લાગ્યુ, મૂંગા જનાવરનો આવો આંક્રંદ આરતી ના મન નેં કચોડી ગયો, તેના હૃદયની ધડકન તેજ થઇ ગઈ. થોડી વાર આમ-તેમ થઇ, આરતી એ પોતાના પતીનેં ફોન લગાવ્યો, કામ થી બીજા ગામ ગયેલા તેના પતિ એ આરતી નેં સાંત્વના આપતા જપ કરવા કહ્યું।
ભગવાનના જપ કરતા કરતા મોડી રાત્રે 2 વાગે આરતી નેં એક જોલું આવી જ ગયું, ત્યાં તો અચાનક રસોડા માં થી તપેલી પછડાવા નો જબરો અવાજ આવ્યો, આરતી ભડકીનેં જાગી ગઈ અનેં લાઈટ કરીનેં ધ્રુજતા ધ્રુજતા રસોડા તરફ આગળ વધી, પહેલી નઝરમાં તો તેને કશું જ ના દેખાયું બસ ખાલી તપેલી જમીન પર પડી ધીમી ગતિ એ ડોલતી હતી।
આરતી નું મન હવે મૂંજાવા લાગ્યું હતું। તેણી એ હવે લાઈટ ચાલુ રાખી નેં જ રાત્રી પસાર કરવાનો નિર્ણય લીધો, કરીબ 10 મિનિટ થઇ તો અચાનક ફરી એક વાર રસોડા માં ખણ-ખણ અવાજ આવવા લાગ્યો। આવી કૌતુક ભરી ઘટના જોઈ આરતીના માથા પર પસીના છૂટવા લાગ્યા, તેને એ વાત નું યકીન થઇ ગયું કે ઘર નીં અંદર અચૂક કોઈ અંજાન શક્તિ મૌજૂદ છે।
હવે આરતી કોઈ રિસ્ક લેવા માગતી ના હતી, તેણે તરત જ અગાસી માં જઈ ખુલા વાતાવરણ માં સુવા નું નક્કી કર્યું, ત્યાં અંધારું હતું પણ આરતી વધુ મહેફુસ કરતી હતી, સાવરણી થી કચરો સાફ કરીનેં હજી આરતી પથારી કરે તે પહેલા તેની નજાર શેરીની કોર પર આવેલા થાંભલા પર પડી, તેને જોયું કે ત્યાં એક ડોકું થાંભલા પર હિલચાલ કરતુ હોય તેવું લાગતું હતુ, આવો નઝારો જોઈ આરતી ધ્રુજી ઉઠી, તેને એવો ભય સતાવવા લાગ્યો કે ક્યાંક થાંભલા પર લટકેલી ડોકા જેવી રહસ્યમય શક્તિ તેની પાસે આવી નેં કોઈ હાની પહોંચાડશે તો?
થોડી વાર બાદ તે હિમ્મત કરી,અગાસીમાં જાપ કરતા કરતા સુઈ ગયી, હજી 30 મિનિટ વીતી ત્યાં તો તેને મેહસૂસ થયું કે તેની ચાદર ઉપર કોઈ હલકા હલકા હાથે પંજા થી દબાવે છે, હવે આરતી નેં ભય ના કારણે રડવું આવવા લાગે છે પરંતુ તે, ચાદર ઊંચકીનેં જોવાની હિમ્મત ના કરી શકી, ભય માં નેં ભય માં ક્યારે સવાર પડી ગયી તેને ખબર જ ના પડી.
હવે આરતી ઝડપથી પથારી સંકેલી નીચે ઘર માં જાય છે તો તેની હડફેટ પર દૂધની કીટલી આવે છે અનેં બધું જ દૂધ ઢોરાઈ જાય છે, આવા જબરા અપશુકન ના કારણે આરતી ફરી એક વાર ભયભીત થઇ જાય છે. ત્યાર બાદ બધું સાફસૂફ કરી આરતી રસોઈ બનાવવા તૈયારી કરે છે તો, રસોડા ની દીવાર પર ચીપકેલી ગરોળી તેની સામે ઘુરી ઘુરી નેં જોયા કરે છે, અનેં ભીંત પર આરતી તરફ એવી દૌડ લગાવે છે કે, જાણે હુમલો કરવાની હોય.
થોડી વાર આરતી પોતાની જાતને સંભાળી અનેં એક કુરશી પર બેસી જાય છે, અચાનક તેને કપડાં ના અલમારી બાજુ થી લોહી અનેં માંસ ની તીવ્ર ગંધ આવવા લાગે છે, આવી અજુક્તી ઘટના થી આરતી સ્તબ્ધ થઇ જાય છે અનેં તેની ચીખ નીકળી આવે છે. હવે આરતી એક પણ મિનિટ તે ભૂતિયા ઘરમાં રહેવા માગતી નથી. તે દોડી નેં ઓસરીમાં ચાલી જાય છે.
આરતી ની ચીખ સાંભળી પાડોશી ચંપાબેન તેની પાસે આવે છે અનેં બધી વાત પૂછે છે. થોડી વાર બાદ ચંપાબેન આરતી નેં એક જાણકાર પીઢ સંત મહારાજ પાસે લઇ જાય છે, આરતી અનેં ચંપાબેન ની બધી વાતો સાંભળી, પેલા પીઢ સંત બન્ને નેં નથ્થુ ભાઈ નાસ્તિક પાસે લઇ જાય છે. હવે આરતી અનેં નથ્થુ નાસ્તિક નો વાર્તાલાપ શરુ થાય છે....
નથ્થુ - હા બોલો બેન, શું તકલીફ છે?
આરતી - ઘરમાં અંજાન શક્તિ નો ત્રાંડવ છે. હું મરતા-મરતા બચી છું...
નથ્થુ - એટલે શું? ભૂત સામે આવી નેં પબજી કે લુડો રમવા ની ફરમાઈશ કરે છે? કે ઉધાર પૈસા માંગે છે, કે પછી ઠાંગલા ના છૂટિયાં ઘા મારે છે?
આરતી - અરે,, તે ખાલી મારા ઘર માં જ નહીં ગલી ના થાંભલા ઉપર એ લટકે છે, અનેં રાત્રે તો મારી પથારી ઉપર ચાદર ની ઉપર એ હાથ ફેરવતું હતુ.
નથ્થુ - બેન તમે એક વાર તમારા પતિ નેં ફોન કરી જોવ, ક્યાંક એ તો બહારગામ થી કાલે રાત્રે હાઉકલી કરવા નતા આવી ગાય ને?
આરતી - શું તમે માથું ખાઓ છો, કાલે આખી રાત મે તે શક્તિ નો સામનો કર્યો છે, મારા રસોડા માં ગરોળી મારા પર ઝાપટટા મારતી હતી, દૂધ ઢોરાયું, ગલી ના કુતરા એ આક્રંદ વારુ રુદન કર્યું, મારા ઘર ની અલમારી માં થી લોહી અનેં માસ ની વાસ છૂટી અનેં મારા શરીર ની કફોડી હાલત થઇ, આ બધું મજાક છે શું? તમારે મારા ઘર નો ઈલાજ બતાવવો હોય તો બતાવો,,, અમારો મજાક તો ના બનાવો આવી રીતે..
નથ્થુ - બેન તમે તો ખોટું લગાડી ગયા, ચાલો-ચાલો હું તમારા ઘરે આવી અનેં નિરીક્ષણ કરી જાઉં..
આરતી ના ઘરે....(નથ્થુ-ચંપાબેન અનેં આરતી)
નથ્થુ - તમારી પથારી લાવો, ભૂત એ પછાડી એ ટોપડી પણ હાજર કરો, અનેં કઈ અલમારીમાં થી માંસ-લોહી ની વાસ આવી એ પણ કહો, તમારી ગલીનૂ કૂતરું ક્યુ રડતું હતું એ પણ બતાવો, અને પેલો ડોકા લટકતો થાંભલો એ બતાવો.
આરતી - ભલે બધા જ સબુત હાજર કરું હમણાં જ....
એક કલાક બાદ....
નથ્થુ - તમારા ભૂતિયા ઘર ના ઈલાજ લખાવું છું,,, લખતા જાઓ... અનેં બરાબર સમજી લો।
1 - ટોપડી નેં ઘસી નેં ઊટકવી, એમાં અનાજ કે દૂધ દહીં ની વાસ આવતી હોય તો, ભૂખ્યા બિલાડા નેં ઉંદેડા મોઢા મારવા આવે, ભૂત પલીત પાસે ઠાંગલા ઉલારવા સિવાય પણ બીજા કામ હોતા હશે, એને ફાલતુ માં બદનામ ના કરવા બાકી, નહિ વળગતા હોય નેં તો એ તમને ગોતીનેં બળતરામાં ચોંટશે।
2 - ઉંદેડા તમારા કપડાં કોતરી ફાળે એના માટે તમેં દવા મુકો એ બરાબર, પણ ઉંદેડા હલાલ થઇ જાય પછી એને ઉપાડીનેં બહાર ઉકેળે નરેન્દ્ર મોદી નાખવા ના જાય એ કામ આપણે જ કરવાનું હોય, બાકી લોહી નેં માસ જેવી બદબુ આવે. ભૂતડા એવા નવરીના ના હોય કે બજાર માં થી ચિકન મટન લાવી નેં તમારા ઘરે એને ગંધાવે, અને એ લોકો નેં બ્લડ બેન્ક માં પણ ઓળખાણ ના હોય કે અહીંયા લોહી સૂંઘાડવા આવે.
3 - તમારી ગલી ના કુતરા ની હાલત મેં જોઈ, દિવસ માં એક વાર નહીં તો અઠવાડિયે બે વાર એને રોટલા-રોટલી ના કટકા નાખતા જાઓ, એના ચામડાં-પિંજર ચોંટી ગયા છે એ બિચારું રડે નહીં તો મુન્ની બાઈ બની નેં મુજરો કરે?
4 - દૂધ ની કીટલી હડફેટે આવી નેં? મોટું અપશુકન થયું નહિ? તમારા પતિ એ બીજી કામા-બાવી ગોતીલીધી, દરિયો જમીન પાર આવી ગયો? આપણે બધા મરી ગયા? ભાપજ ચૂંટણી હારી ગયુ? ભૂકંપ આવી ગયો, પાડોશી ચંપાબેન ઉકલી ગયા? આવું તો કઈ નથી થયું નેં....? તો શું અનેં કેવાનું અપશુકન? બોલો..? આવી વેવલી માન્યતાઓમાં થી જેટલા વેહલા બહાર આવશો નેં એટલા વહેલા સુખી થશો.
5 - ચાદર ઉપર ભૂત હાથ ફેરવતું હતું કે દબાવતું હતું એમ કાં?, ભૂત માણસ કરતા વધારે આબરૂ વારા હોતા હશે બેન, એ બિચારા તો પેહલે થી પીડિત હોય, એને આવા અટકચાર કરવા માં નહીં, છુટકારો મેળવવા માં રસ હોય બેન, આ તમારી ચાદર જુઓ એના ઉપર બિલાડા ના પગલાં ના નિશાન છે, ટાઢ નું માર્યું એ બિચારું હૂંફ ગોતતું હશે અનેં તમે ભૂત-પલીત ઉપર બિલ ફાડ્યું..
6 - તમારો ગલી વાળો થાંભલો એ મેં જોયો, ત્યાં જી ડોકું લટકતું હતું નેં ઈ હજી લટકે છે, જાઓ આંખોં ફાડી નેં જોઈ આવો, એ ભૂત-પલિત નૂ ડોકું નથી ડોકા છાપ પતંગ છે, દોરા બાંધેલી પતંગ હવા ના કારણે અંધારા માં ફડકે નહિ તો સ્ટેચ્યુ થઇ નેં ઉભી રહે તમારા માટે?
7 - ગરોળી બાચૂકું ભરવા દોડી એમ ને? એટલું તો સમજો કે ઈ બિચારા જીવડાં ખાઈ નેં જીવતા હોય, એને મારેલું જીવડું કે પોતાના ઈંડા / બચલાં ની રક્ષા માટે પણ, તમારા ઉપર આક્રમકતા બતાવી હોય શકે...ઈ કાંઈ થોડી ભૂત-પલિત ની એમ્પ્લોઈ છે કે એના હુકુમ પર તમને કરડવા દોડે.
8 - છેલ્લી સલાહ,,, વહેમ ના ઈલાજ નથી એને જાતે દૂર કરો... જીવન લખ્યું છે ત્યાં સુધી જવવા મળશે જ, મૌત લખ્યું હશે તે દિવસ થી એક સેકન્ડ વધારે નહીં જીવાય, માટે ચોખ્ખાઈ થી જીવવાનું, હિમ્મત થી વરતવાનું અનેં ફાયદો હોય નેં એવી વાતો માં જીવ પોરવવાનોં, ભૂત-ભરાડા અનેં શુકન અપશુકન અનેં જાદુ ટોણા જેવી વસ્તુઓ, કામ-બાવા નવરા નખોદિયાઓ માટે મૂકી દેવાની..
આરતી - મારી બધ્ધીજ શંકાઓના સમાધાન થયા, સાચો રસ્તો મળ્યો, નથ્થુ ભાઈ તમારો ખુબ ખુબ આભાર, કહો તમને શું આપું? પૈસા અનાજ કે કપડાં? હું તમને કંઈક ભેંટ આપવા માંગુ છું.
નથ્થુ - બેન આવા કામ માં ભેંટ મેળવી મેળવી નેં જ લોકો ની દાનત બગડે છે, મારું કામ ફરસાણ બનાવવાનૂ છે એમાં થી મારો રોટલો નીકળી આવે છે, રહી વાત મેન ભેંટ આપવાની તો તમારા જેવા કોઈ ભટકેલા પરિવાર નેં સાચો રસ્તો બતાવવાનું પુણ્ય કરી દેજો, એમાં મારી ભેંટ આવી ગયી, અનેં દુકાને તાજા ગાંઠિયા બન્યા છે 250 ગ્રામ લેતા જાઓ, વ્યાજબી ભાવમાં છે.
આરતી - 250 ગ્રામ નહીં 500 ગ્રામ બાંધી રાખજો, હું હમણાં જ લઇ જાઉં છું, તમારો ખુબ ખુબ આભાર.
નથ્થુ - ધન્યવાદ બેન. - સુખી થાઓ.