Uday - 11 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | ઉદય ભાગ ૧૧

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

ઉદય ભાગ ૧૧

ભભૂતનાથે આગળ જણાવ્યું આપણા ૧૦ દિવ્યપુરૂષો ના નિર્માણ ની સાથે ૧૦ અધમપુરુષોનું પણ નિર્માણ થયું હતું . કુદરત ના સંતુલન માટે તેઓ પણ શક્તિશાળી હતા તેમનું કામ ત્રીજા પરિમાણ માં પાપ ફેલાવાવનું અને આપણું કામ પુણ્ય ફેલાવવાનું . તેથી શક્તિ નું સંતુલન બની રહેતું અને દુનિયા નું સંચાલન બરાબર ચાલતું . આપણને કે તેમને એકબીજા ને નુકસાન પહોંચાડવાની અંનુમતી નહોતી . આપણે બધા હજારો વર્ષોથી ત્રીજા પરિમાણ માં સૂક્ષ્મ રૂપે જઈને કોઈ બીજાના શરીરમાં રહીને એકબીજા સાથે ઘણા યુદ્ધો પણ કર્યાં છે .કોઈ રાવણ નામ નો રક્ષ નામની સંસ્કૃતિ નો રાજા હતો તેના શરીર માં અધમપુરુષે પ્રવેશ કર્યો અને ત્રીજા પરિમાણ માં હાહાકાર મચાવ્યો હતો તે વખતે મહાશક્તિ એ પોતે અવતાર ધારણ કરવો પડ્યો હતો અને આપણે બધા પછી જુદા જુદા શરીર માં પ્રવેશ કરીને ને મહાશક્તિ ને મદદ કરી હતી. તે યુદ્ધ ઇતિહાસ માં પ્રખ્યાત છે . બીજા એક પ્રખ્યાત યુદ્ધ વખતે તમે અર્જુન નામના યોદ્ધા ના શરીરમાં અને મેં ભીમ ના શરીર માં બીજા દિવ્ય પુરુષો એ જુદા જુદા શરીરમાં પ્રવેશ કરીને મહાશક્તિ ને યુદ્ધ પૂર્ણ કરવામાં મદદ કરી હતી જો કે તે વખતે મહાશક્તિ એ શસ્ત્ર નહોતું ઉપાડ્યું પણ છતાંય યુદ્ધ તો તેમની ગણતરી અને આયોજન મુજબ જ થયું હતું.

અને એવું નથી કે આપણે ફક્ત યુદ્ધ જ કર્યાં છે . ભક્તિરસ પણ ત્રીજા પરિમાણ માં આપણે જ ફેલાવ્યો છે . લોકોને ભક્તિ કરતા આપણે જ શીખવાડ્યું છે કોઈ વખત સંત બનીને કે કોઈ વખત ગુરુ બનીને ઉપદેશ પણ આપ્યા છે .

આપણી ખરી મુસીબત ત્યારે શરુ થયી જયારે અધમ પુરુષો એ મહાશક્તિ નો નિયમ તોડીને આપણા અસીમનાથ ને ભ્રષ્ટ કર્યાં. તેમના મનમાં કર્મ ના બદલે રાજ કરવાની ભાવના જગાડી . પોતાની આ ઈચ્છા પૂર્ણ કરવા તેમને કોઈ તૈમુર નામના વ્યક્તિ ના શરીર માં પ્રવેશ કર્યો પણ તેમની કરી ફાવી નહિ તો કોઈ નાપોલિઅન નામની વ્યકતિ માં પ્રવેશ કર્યો અને પછી એક હિટલર નામના મનુષ્ય માં પ્રવેશ કર્યો . જો કે બધી જગ્યા એ આપણે તેમને પરાસ્ત કર્યાં . તેમને ખબર પડી ગયી કે આપણે હશું ત્યાં સુધી તેમને રાજ કરવા નહિ મળે . અને આપણો નાશ કરવા તેમણે છઠા પરિમાણ માં જઈ ને હથિયાર લાવવાનું નક્કી કર્યું . તે હથિયાર મેળવવા તેમણે મહાશક્તિ ની સાથે પ્રગટ થયેલી કાળીશક્તિ નું પૂજન શરુ કર્યું . તેમના પૂજન કરવાથી કાળીશક્તિ ઓ નું બળ ખુબ જ વધી ગયું અને કાળી શક્તિઓ એ તેમને આપણને પરાસ્ત કરવાના શસ્ત્રો આપ્યા .

અને શરુ થયું આપણી અંદર નું યુદ્ધ.આપણે ત્રીજા પરિમાણ માં હતા સૂક્ષ્મ શરીરે . કોઈ બીજાના શરીર માં કોઈ યુદ્ધ ચાલુ હતું વિયેતનામ નામ ના દેશ માં . તે વખતે અસીમનાથે ઘાત કરીને આપણા સાત ભાઈઓને બાંધી દીધા અને તેમને જળકેદ કરી લીધા. આ મહાશક્તિઓ નો ખુબમોટો નિયમભંગ હતો તેથી મહાશક્તિઓ એ તેમને ત્રીજા પરિમાણ માં ધકેલી દીધા અને તેમના માટે કોઈ ચોથા કે પાંચમા પરિમાણ માં પ્રવેશ નિષેધ કર્યો . તો અસીમનાથે ત્રીજા પરિમાણ માં આવીને તમે જે શરીર માં હતા તે શરીર નો નાશ કર્યો જે આપણા નિર્ધારિત સમયસીમાં કરતા વહેલો હોવાથી મેં તમારા આત્મા નો પ્રવેશ નિર્મળા નામની સ્ત્રી ના ગર્ભ માં કરાવ્યો . અને સમયસીમાં પુરી થતા હું પાંચમા પરિમાણ માં પાછો આવી ગયો . મેં પણ ખુબ મહત્વનો નિયમ તોડ્યો હોવાથી મને પણ ચોથા પરિમાણ માં રહેવાની સજા કરી.