Love Ni Bhavai - 8 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | લવ ની ભવાઈ - 8

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

લવ ની ભવાઈ - 8

? લવ ની ભવાઈ -૮ ?


            સવાર નો સમય છે , સુરજ ની કિરણ સીધી અવની ના ફેસ પર પડે છે. અવની ઉઠે છે.
આસપાસ પક્ષીઓનો કલરવ,
હવા ની મંદ મંદ લહેર,
ધીરે ધીરે વાગી રહેલા બૉલીવુડ ના સોન્ગ એ અનુભવ કરે છે

              પોતાનો મોબાઈલ find કરી એ એને ચાર્જ માં મુકવા જાય છે.

             ત્યાંજ એને નીલ નો એક મેસેજ દેખાય છે એ જોઈ અને વાંચીને થોડી વાર થંભી જાય છે , અને સીધી બેડ પર બેઠી થઈ જાય છે અને વિચાર માં પડી જાય છે અને હીબકાં ભરતી ભરતી અવની રડવા લાગે છે. અવની ને સમજ માં નથી આવતુ કે હુ શુ કરું ?

          બસ નિલે આપેલા teddy ને hug કરી ને રડે છે.અને નીલ ના મેસેજ ને ફરી વાર વાંચે છે..

નીલ - માય ડિઅર અવની.

           હું નથી જાણતો કે તારા મન માં અત્યારે શુ ચાલી રહ્યું છે , નથી જાણતો કે તારે શુ જોઈએ છે , તારે શુ કરવું છે , તને કાઈ પ્રોબ્લેમ છે એ પણ મને નથી ખબર. તારે મારી જોડે બ્રેક અપ કરવું છે કઈ વાંધો નહી પણ એક વાત જરૂર કહીશ કે તું કોણ છે મારા માટે એ તને ખબર છે.. ?

              તને ખબર છે અવની સવારે ઉઠી ને હું સૌથી પેહલા મારા મોબાઈલ ની સ્ક્રીન પર જોતો  કેમ કે એમાં મારા મોમ ડેડ અને સાથે તારો ફોટો રાખેલો છે એને જોઈને મારો આખો દિવસ ખૂબ જ સારો જાય.

           અવની સવાર સવાર માં તને મેસેજ કરતો કારણે કે તને મેસેજ કરું એટલે આપો આપ મારા ફેસ પર સ્માઈલ આવી જતી.

          સવારે મમ્મી કહેતી હોય કે બેટા નાસ્તો કરી  લે અને હું કહેતો કે ના મમ્મી હું ઓફીસ પર નાસ્તો કરી લઈશ પણ પછી વિચાર આવતો કે ઓફીસમાં તું મને મળીશ એટલે ડાયરેક્ટ પૂછીશ કે નાસ્તો કરી ને આવ્યો કે નહીં અને હું ના પાડીશ એટલે  તું મને ખીજાશ  , તારો મૂડ બગડી જશે  એ ના થાય એટલા માટે નાસ્તો કરી ને આવતો..

          હર એક સમયે મને તારી ચિંતા રહે છે કે મારી અવની જમી હશે કે નહીં. તું ઠીક છે કે નહીં, અને તું જ્યારે એક્ટિવા લઈને બહાર જતી ત્યારે મારો જીવ તાળવે ચોંટી રહેતો કે ક્યારે આ ઘરે પહોંચશે અને એ ભી કાઈ પણ થયા વગર.

          તું એટલે મારા ચહેરા પર નું હાસ્ય છે. તું એટલે મારા દર્દ નું મલમ છે .તું એટલે મારા શરીર નું હૃદય છે .તું એટલે મારા માં રહેલી ઇચ્છાઓનું કારણ છે.

અવની બસ ટુંક માં કહું તો..

        અવની એટલે ...
                 નીલ ની અંદર રહેલો બીજો એક જીવ.
દિકા.....

તું સારી લાગે છે મને...
તારી વાતો સારી લાગે છે...
તારું રોવું સારું લાગે છે..
તારું ચાલવું સારું લાગે છે..
તું જે જુએ છે મને એ સારું લાગે છે..
તારી નારાજગી પણ સારી લાગે છે..
તારી સુંદરતા પણ સારી લાગે છે..
તારા હાસ્ય નું રુદન પણ સારું લાગે છે..
તારી આંખો પણ સારી લાગે છે.
તું જે મને મારે છે એ પણ સારું લાગે છે.
તું જે મને કતરાયેલી આંખો થી જુએ છે એ સારું લાગે છે
તારી આપેલી વસ્તુ ઓ સારી લાગે છે..
તારા ચશ્માં પણ સારા લાગે છે..
તારા નખરા ઓ સારા લાગે છે.
તારી યાદ વખતે રોવું સારું લાગે છે.
તું જે મારી નજીક આવે એ સારું લાગે છે.
તારી પાસે બેસવુ સારું લાગે છે..
તારી સાથે રોવું સારું લાગે છે..
તારી સાથે ચાલવું સારું લાગે છે .
તારા વિશે ડાયરી માં લખવું સારું લાગે છે.
તારા ફોટો સારા લાગે છે
તારી ભૂલો સારી લાગે છે
તારૂ ચીલાવું સારું લાગે છે
તારું ચૂપ રેહવું સારૂ લાગે છે..
તને રડાવવી એ સારું લાગે છે
તને હસાવવી એ પણ ખૂબ જ સારું લાગે છે..
પણ આનાથી અલગ એક
તારો ગુસ્સો.  

હવે તો તારો ગુસ્સો પણ સારો લાગે છે..
કારણ ના પૂછતી દિકુ..
બસ તું જ એક તું જ સારી લાગે છે...
પાગલ હતો કે પાગલ થઈ ગયો એ નથી ખબર
ખોટો છું કે સાચો ખબર નથી...
હવે હું શું કહું .
બસ તું જ સારી લાગે છે..
બસ તું જ સારી લાગે છે..
બસ તું જ સારી લાગે છે મારા દિકા. .. ..

I LOVE U SO MY LOVE AVNI.. એક વાર હું મને ભૂલી જઈશ પણ તને તો ક્યારેય નહીં ભૂલું અને ક્યારેય નહીં છોડું. ok
Bye હવે સુઈ જજે , કાઈ વધારે વિચારતી નહીં , હું હંમેશા તારી સાથે હતો , છું અને રહીશ. સવારે વાત કરીએ ઓક મારી વાલી..

અવની આ આખો મેસેજ વાંચે છે અને નીલ ને કોલ કરે છે.
પણ નીલ છે ફોન રીસીવ નથી કરતો..

અવની નીલ ને મેસેજ કરે છે..

I M So Sorry Neel For My Yesterday's Behavior. So Sorry. તારા પર હું હવે ક્યારેય ગુસ્સો નહીં કરું. તું મને કેટલું બધું માને છે.તને મારી દરેક વાત થી પ્રેમ છે.
તને મારી બધી જ વસ્તુ ઓ ગમે છે , મારો ગુસ્સો , દર્દ , પ્રેમ બધું જ. You are parfact For Me.. Thank You Jaan Nil... Love U So Much.. અને હા ફ્રી થઇ જા એટલે મને કોલ કરજે પ્લીઝ. તારી સાથે મારે ઘણી બધી વાતો કરવી છે.
         
( અવની નીલ ના કોલ અને મેસેજ ની રાહ જોવે છે. એક કલાક વીતી જાય છે , 2 કલાક વીતી જાય છે પણ નીલ નો કંઈજ  મેસેજ કે કૉલ નથી આવતો. હવે અવની ને ચિંતા થાય છે એટલે એ વિચારે છે કે નીલ ના ઘરે જઈ એને સરપ્રાઈઝ આપું અને ડાયરેક્ટ નીલ ના ઘરે જવા માટે નીકળી જાય છે. અવની  અડધા રસ્તા સુધી પહોંચી જાય છે ત્યાંજ નીલ નો કોલ આવે છે)

નીલ - અરે સોરી અવની.થોડો કામ માં હતો એટલે તારો કોલ રિસિવ ના થયો  ( Actully એવું હતું કે નીલ અવની ના ઘરે આવતો હતો અને એના માટે એક સરપ્રાઈઝ પ્લાન કરતો હતો એટલા માટે અવની ના કોલ ને Avoid કરતો હતો) તું ક્યાં છે ?

અવની - અરે યાર તું પણ શું સાવ. તને ખબર છે મને તારી કેટલી ચિંતા થતી હતી. એક તો કેટલા કોલ કર્યા , મેસેજ કર્યા તારો રીપ્લાય જ ના આવ્યો એટલે મારી હાલત કેવી થઈ ગઈ ચિંતા માં ને ચિંતા માં. ( અવની નીલ ને સરપ્રાઇઝ આપવા માંગતી હતી એટલે નીલ ને કીધું નહીં કે હું ક્યાં છું એટલે એ ખોટું બોલી ) હું તો બસ ઘરે જ છું. કાંઈ નહીં છોડ.

મને એ કહે કે તું ક્યાં છે..?

નીલ - ( નીલ ને પણ અવની ના ઘરે જઈને સરપ્રાઈઝ આપવી હતી એટલે એ પણ ખોટું બોલ્યો ) હું ઘરે છું અવની.

અવની - okey નીલ..

આ બંને જણા એક બીજા ને સરપ્રાઈઝ આપવા માટે એક બીજા ના ઘર ની તરફ વધી રહ્યા છે . અવની નીલ ના ઘરે જાય છે અને નીલ અવની ના ઘરે.

હવે આગળ શું થયું ?
કઇ રીતે બંને મળ્યા?
શુ સરપ્રાઈઝ આપી ?
શુ વાતો કરી ?
એ જોઈશું આપણે

" લવ ની ભવાઈ - ૯ "  માં.

મિત્રો આવું ઘણી બધી વાર આપણી સાથે બનતું હોય છે. ઘણી વાર એકબીજા ને સમજવામાં બોવ જ મોડું થઈ જતું હોય છે અથવા તો સાચા ટાઈમ પર એકબીજા ને નથી સમજી શકતા . પણ ઈમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પ્રેમ કરવા વાળા વ્યક્તિ એકબીજા ને સમજે , એકબીજા ની situation સમજે,  એકબીજા ને પૂરતો સહકાર આપે સપોર્ટ કરે. એક બીજા થી કશી વાત ના છુપાવે અને ખાસ તો દરેક Situation માં સાથે રહે..

ઘણી વાર આપણે સરપ્રાઈઝ આપતા જોઈએ છીએ એમાં પણ જેમ ઉપર બન્યું એમ બનતું હોય છે.

તો હવે આગળ જોઈશું કે આપણા બંને પ્રેમ પંખીડા કઇ રીતે મળે છે.

આપનો ખુબ ખુબ ધન્યવાદ.


?Mr . NoBody


for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani