Time pass - 10 in Gujarati Love Stories by Alpesh Barot books and stories PDF | ટાઈમપાસ - ૧૦

Featured Books
Categories
Share

ટાઈમપાસ - ૧૦

અમે કેટલીયે વખત જગાડ્યા હતા. બ્રેકઅપ, પેચઅપ અમારી વચ્ચે જાણે ઢીંગલા-ઢીંગલા રમત હોય! તું મારા લાયક નથી, તું આમ તું તેમ, એવું તો અમે એકબીજાને અનેક વખત કહ્યું હતું. પણ આ વખતે, ન કોઈ બોલ ચાલ થઈ, ન કોઈ ઝગડો, અમે મળ્યા ત્યારે ભવિષ્યનો વચન આપ્યો હતો. ટુંક જ સમયમાં અમે સગાઇ કરવાની વાત પણ કરી હતી.  ખેર જવા દયો, એ ઘડી આવી ગઈ, જ્યારે બે વર્ષથી મેં જેની મેં રાહ જોઈ હતી.


જાગુ અને હું બને કાફેમાં મૌન બેઠા હતા. અમારી વચ્ચે ઔપચારિક સંવાદ પણ નોહતો.

"તું કોફી લઈશ?" જાગુએ કહ્યું.

"ના હાલ મને કંઈ ના જોઈએ."

"રવિ, ગુસ્સો નહિ કરતો, ગુસ્સો કરવો સારો નહિ, ઘણી વખત ગુસ્સામાં કરેલી વાતો પાછળથી અફસોસ થાય."

"પેરૅલિસિસમાં પ્રોફેસર  શાહ એક વાક્ય કહે છે. કોઈ સ્ત્રી ફિલોસોફર થઈ હોય તેવું સાંભળ્યું નથી.પણ ઘણાને કરી મુક્યા હોય તેવું સાંભળ્યું જરૂર છે."

" હા, મને યાદ છે."


તે વાતને હજુ આગળ ધપાવે ત્યાં જ અવન્તિકાએ કાફેમાં પ્રવેશ કર્યો, તે પહેલાથી વધુ સુંદર લાગતી હતી.

"હેલ્લો, ગાઇસ.."

"હેલ્લો..." બન્ને ફિકુ બોલ્યા.


"હજુ એવો જ લાગે છે." તેણે રવિ તરફ જોતા કહ્યું.

"હા કાદાચ શારીરિક રીતે....પણ માનસિક રીતે વધુ મજબૂત, અને થોડો લાગણી શૂન્ય છું."  તેના અવાજમાં ગુસ્સો હતો.

" ગુસ્સામાં લાગે છે."

"મતલબ વગર કોઈ ગુસ્સો નથી કરતો..."


"મારે હવે જવું જોઈએ" જાગુએ ઊભા થતા કહ્યું.

"અરે, બેસને બહુ સમય પછી મળીએ છીએ, થોડા ગપ્પાંઓ લગાવીએ."

"ના, તમે લોકો વાતો કરો, મને થોડું કામ છે. હવે તું અમદાવાદમાં જ છો, તો મુલાકાત થતી રહેશે.." કહેતા તે કાફેના દરવાજાથી બહાર નીકળી ગઈ, કાંચના પારદર્શક દરવાજામાંથી તેની પીઠ જોઈ શકાતી હતી. તે ધીમે ધીમે દૂર થતી ગઈ, ઓઝલ જ થઇ ગઈ..


" શુ ચાલે?"  અવન્તિકાએ રવિ તરફ જોતા કહ્યું.

રવિ મોંન રહ્યો." જો હું, મારા જવા પાછળનું સાચું કારણ આપું તો તું નારાજ નહિ થાય ને?" તેને દયાભર્યો ચેહરો કરતા કહ્યું.

રવિને જાણે સાંભળવાની કોઈ ઈચ્છા નોહતી, જેથી તેને મોઢું ફરાવી લીધું.


"મારી તરફ નથી, જોતો છતાં હું જાણું છું, તું મને સાંભળવા માગે છે, જો ન માંગતો હોત તો ક્યાર નો અહીંથી ઉભો થઇને જતો રહ્યો હોત."

ઓર્ડર માટે ઉભા વૈટરને અવન્તિકાએ બે ચાનું કહ્યું.

"મને અહીંથી જતી રહેવા માટે જાગુએ કહ્યું હતું." 

રવિના પગ તળેથી જાણે જમીન ખસકી ગઈ.

"શુ બકવાસ કરે છે?"


" હું જાણતી હતી, કે તને મારા પર ભરોશો નહિ થાય...
એમ પણ તને મારાથી વધુ જાગુ પર ભરોશો હતો.જાગુ આપણી વચ્ચે આવવા માંગતી હતી, મેં જ્યારે તેને કહ્યું, કે હું રવિને ચાહું છું, ત્યારે તેણે મારી પર ગુસ્સો કર્યો હતો. મને તારાથી અલગ કરવાના પેતરાઓ રચી રહી હતી. હું નથી જાણતી તે રાતે મને શું થયું હતું. હું આ બધાથી દૂર જવા માંગતી હતી. મને પણ તું એની તરફ ચુકેલો લાગતો હતો. તારાથી દુર થયા પછી હું કઈ ખુશ નોહતી, મારા માટે આ દુનિયા બોજિલી લાગતી હતી. મેં આત્મહત્યા કરવા સુધીનો પગલો લઈ લીધો હતો. મને ખબર છે, મારી પર ભરોશો કરવો મુશ્કિલ છે. કેમ કે ભુલ મારી હતી. આ બે વર્ષ દરમિયાન તારી સાથે શુ થયું, તે હું સમજી શકું છું. પણ મારી હાલત પણ તારાથી અલગ નોહતી, હું પણ આ બે વર્ષ દરમિયાન હજારો વખત મરી છું...
હું તને આજે પણ એટલો જ ચાહું છું. જાગુએ તને કીધું જ હશે , તું આગળ વધી જા, જેથી તું જાગુ સિવાય તારી પાસે કોઈ બીજો રસ્તોના વધે...."

રવિ ઉભો થઈને કાફેના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી ગયો.


ક્રમશ.