લોરા બોલી, "૧૦ kt ."
" તું શું બોલી રહી છે લોરા તને ખબર પણ છે?" કોહલર બોલ્યા.
"હા"
કોહલર ની આંખો માં જાણે લોહી આવી ગયું હોય એટલી લાલ થઇ ગઈ હતી. "૧૦ કિલોટન એ કોઈ મોટો સિટી ને ઉડાડી દે એટલો પાવર ધરાવે છે."
કિલોટન આ શબ્દ થી લોરા ને નફરત હતી.એક કિલોટન ઈકવલ તો ૧૦૦૦ મેટ્રિક ટન.કિલોટન વેપન (હથિયાર) યુઝ કરવાના હોય ત્યારે વપરાતો શબ્દ છે. ડિસ્ટ્રકટીવ પાવર.
"આટલું એન્ટી મૅટર તો એક મોટી સિટી ને ઉડાડી દે આટલી તાકાત ધરાવે છે."કોહલર ફરીથી બોલ્યા.
"હા જો એ મેટરના સંપર્ક માં આવે તો. જે ક્યારેય કોઈ નહિ કરે." લોરા એ જવાબ આપ્યો.
"કદાચ કોઈ ને ખબર ના હોય અને કેનિસ્ટર ઓપન કરી દેશે તો? નહિ તો પાવર સોર્સ ફેઈલ થઇ જાય તો " કોહલર એ પૂછ્યું.
" એટલા માટે જ મારા પિતાજીએ હેઝ મેટ ચેમ્બર માં મુંક્યું હતું જ્યાં પાવર ફેઈલ થતો નથી અને સિક્યુરિટી એકદમ ટાઈટ છે. "લોરા એ જવાબ આપ્યો.
કોહલર ની આંખો માં ચમક આવી તેમને પૂછ્યું ,"તમે બીજી એક્સટ્રા સિક્યુરિટી રાખી છે હેઝ મેટ માં?"
"હા બીજું રેટિના સ્કેન."
કોહલર અને રાજ ની નજર એક થઇ અને કોહલર માત્ર બે જ શબ્દ બોલ્યા," જલ્દી નીચે."
તેઓ લિફ્ટ માં એન્ટર થયા અને નીચે ના લેવલ તરફ જવા લાગ્યા.લોરા ને રાજ અને કોહલર ની આંખો માં ડર સાફ દેખાઈ રહ્યો હતો. કોહલર જનરલી ઈમોશન વગર ના માણસ હતા પણ અત્યારે તેમના ચેહરા પર દરેક ઈમોશન અને ફીલિંગ સટીક દેખાઈ રહી હતી.તેઓ ની લિફ્ટ નીચે ના લેવલ ઉપર પહોંચી.તેઓ લિફ્ટ માં થી બહાર નીકળ્યા.લોરા તેમને કોરિડોર ના એન્ડ તરફ લઇ ગઈ જ્યાં સ્ટીલ નો બનેલો બહુ મોટો દરવાજો હતો.અને તે ચેમ્બર હતી હેઝ મેટ.ત્યાં પણ રેટિના સ્કેન લગાવેલું હતું જેવું ઉપર ના લેવલ પર હતું તેવું જ .
લોરા સીધી રેટિના સ્કેન તરફ ગઈ અને તેની આંખો રેટિના સ્કેન સાથે આંખો મેચ કરી. નોર્મલી જે સ્કેન એકદમ કાંચ જેવું ચોખ્ખું ચણાક રહેતું હતું આજે એની ઉપર ડાઘ પડેલા હતા. લોરા એક ઝટકા સાથે પછી ખસી ગઈ તેને નજર સ્કેન ની નીચે પણ ગઈ તે ત્યાં પણ ડાઘ પડેલા હતા. લોરા એ કોહલર અને રાજ તરફ જોયું. તેઓ પણ જમીન માં કૈક જોઈ રહ્યા હતા. તેમના ચેહરા અત્યારે એકદમ ફિક્કા પડી ગયા હતા. તેમના ચેહરા નો રંગ ઉડી ગયો હતો. તેમની આંખો જમીન માં કૈક જોઈ રહી હતી.
લોરા એ પણ તેમની નજર નો પીછો કર્યો.તેને પણ જમીન માં નીચે કૈક પડેલું દેખાયું.
"નો......................." રાજે જોરથી બૂમ પાડી.પણ ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું.
લોરા ની આંખો એ વસ્તુ જોઈ લીધી હતી આ આજ વસ્તુ હતી જે તેણે વરસતા વરસાદ માં પહેલી વાર જોઈ હતી. એક ભયાનક ડર નું લખ લખું તેના શરીર માં થી પસાર થઇ ગયું. તેને ખબર પડી ગઈ હતી એ વસ્તુ શું હતું. તે વસ્તુ ને જાણે કોઈ નકામો કચરો હોય એ રીતે એ વસ્તુ ને અહીંયા ફેંકવામાં આવેલી હતી. તે બહુ સારી રીતે ઓળખતી હતી ક્યારે પણ તે ના ભૂલી શકે હા એ માસુમ આંખ એ માસુમ આંખ લિઓનાર્દો ની હતી. એ આઈબોલ ત્યાં ખૂણા માં પડ્યો હતો. હા એ લિઓનાર્દો ની ચોરાયેલી આંખ હતી જે ત્યાં ખૂણા માં કચરા ની જેમ પડેલી હતી.
************************************
સિકયુરિટી ટેક્નિશિયન એ તેનો શ્વાસ પકડી રાખ્યો હતો તેના હેડ ત્યાં આવી પહોંચ્યા હતા.અત્યારે તેઓ સામેની સ્ક્રીન માં જોઈ રહ્યા હતા. તેના હેડ કે કમાન્ડર જે વસ્તુ સ્ક્રીન માં જોઈ રહ્યા હતા એ કોઈ કેનિસ્ટર જેવી વસ્તુ હતી જેની નીચે એલ ઈ ડી ડિસ્પ્લેય જેવું હતું જેની ઉપર બહુ ઝડપ થી નંબર બદલાઈ રહ્યા હતા. આ કેનિસ્ટર એકદમ ટ્રાન્સપેરેન્ટ હતું જેની અંદર પર જેવું કોઈ લીકવીડ હતું જે અધ્ધર લટકતું હતું.
' તમે થોડો કોન્ટ્રાસ્ટ ઓછો કરી શકો છો?" કમાન્ડર એ કેમેરા ટેક્નિશિયન ને પૂછ્યું.
" હા સર " કહી ને તેણે કોન્ટ્રાસ્ટ ઓછો કર્યો.
કમાન્ડર એ ધ્યાન થી જોયું નંબર ચૅન્જ થતા હતા એ સિવાય કઈ બીજું ખબર ના પડી.
"તમે અહીંયા જ રહો કોઈ ને કશું જ કહેતા નહિ હું હેન્ડલ કરી લઈશ." કમાન્ડર એ ટેક્નિશિયન ને કહ્યું.
**********************************
હેઝ મેટ ચેમ્બર એ જમીન ના લેવલ થી લગભગ ૪૦ થી ૫૦ મીટર નીચે હતી. લોરા ને ચક્કર આવી ગયા હતા. તે નીચે પડવા જ જતી હતી ત્યાં કોહલર અને રાજ બંને આવ્યા પરંતુ રાજ જલ્દી પહોંચી ગયો અને લોરા ને પોતાની મજબૂત બાહો માં તેણે પકડી લીધી. લોરા ત્યાં સુધી તો સંપૂર્ણ બેભાન થઇ ગઈ હતી. રાજે તેને ધ્યાન થી પકડી ને નીચે બેસાડી. કોહલર એ પોતાની વ્હીલ ચેર ના નીચલા હિસ્સા માંથી પાણી ની નાની બોટલ કાઢી ને રાજ ને આપી. રાજે તેમાંથી થોડું પાણી લીધું અને લોરા ના ચેહરા પર છાંટ્યું.
લોરા ભાન માં આવી તે જેવી ભાન માં આવી કે તેની નજર ફરીથી તેના પિતા ની આંખ ઉપર ગઈ. તેને લાગ્યું કે હમણાં તેને વોમિટ થઇ જશે.લોરા ને અજીબ પ્રકાર ની અકળામણ થતી હતી તેના પેટ માં ચુંથારો થતો હતો અજીબ પ્રકાર ની બેચેની એ તેને ઘેરી લીધી હતી. તેની આંખો માં થી બોર બોર જેવા આંસુ ટપકી પડ્યા ને તે જોર થી dady ............. આવી બૂમ પડી ને રડવા લાગી. તેનું આક્રંદ અસહ્ય હતું.
રાજે એ જોયું અને તે દોડી ને જ્યાં આંખ પડી હતી ત્યાં ગયો અને પોતાના ખિસ્સા માંથી એક હાથ રૂમાલ કાઢી ને એની ઉપર નાખી દીધો. તે ફરીથી લોરા પાસે આવ્યો. તેને લોરા ને શાંત કરવાની કોશિશ કરી પણ વ્યર્થ હતી. કોહલર નજીક આવ્યા અને તેમને લોરા ના માથા ઉપ્પર હાથ મુક્યો અને તેને શાંત થવા માટે કહ્યું.
લોરા રડી રહી હતી હવે તેના આંસુ થી તેની ટી શર્ટ પલળવા લાગી હતી. તે જોર થી બોલી," શું મારા પિતા ની આંખો કાઢી લેવા માં આવી હતી?"
રાજ તથા કોહલર બંને ચૂપ રહ્યા કોઈ એ કઈ જવાબ ના આપ્યો. બેચેની અને ભયાનક શાંતિ હતી હેઝ મેટ ચેમ્બર ની બહાર. અચાનક લોરા એક ઝટકા માં ઉઠી અને પોતાની આંખો ને સ્કેન કરી તરત જ જેવો ડોર ઓપન થયો તેવી તે દોડતી અંદર ગઈ. હજુ પણ લોરા ને એક ભયાનક હોરર નો સામનો કરવાનો હતો . રાજ અને કોહલર પણ તેની પાછળ અંદર આવ્યા. લોરા ને ફરીથી ચક્કર આવ્યા આ વખતે રાજ એની બાજુ માં જ હતો તેને ફરીથી તેને સહારો આપ્યો. પાણી ની બોટલ હજુ પણ રાજ ના હાથ માં જ હતી રાજે લોરા ની તરફ બોટલ લંબાવી પરંતુ લોરા એ ના પાડી.
લોરા દોડી ને ચાર્જિંગ પોડિયમ પાસે આવી ગઈ જ્યાં તેના પિતા એ સેમ્પલ સ્ટોર કર્યું હતું ત્યાં. તે ત્યાં આવી અને શું જોઈ રહી હતી કે ચાર્જિંગ પોડિયમ ખાલી હતું ત્યાં મૂકેલું કેનિસ્ટર ગાયબ હતું. હવે બધું જ લોરા ની આગળ કલીયેર હતું કે કોઈક હતું જેને તેના આ પ્રોજેક્ટ વિષે ખબર હતી. તેણે મારા પિતાજી ની કરપીણ હત્યા કરી હતી તેમની આંખ નીકળી અને પછી અહીંયા હેઝ મેટ ચેમ્બર માં એન્ટ્રી લીધી અને કેનિસ્ટર ચોરી કરી જતું રહ્યું. પણ કોણ હોઈ શકે? જે પણ હતું પણ બહુ ખતરનાક ઈરાદા સાથે તે અહીં આવ્યું છે.
હકીકત તો એ હતી કે તેના પિતાની નિર્મમ હત્યા થઇ છે તેમની અપાર બુદ્ધિ ક્ષમતા અને તેમની જિનિયસનેસ ના કારણે.
લોરા ને અત્યારે બહુ ગિલ્ટી ફીલ થતી હતી. તેની અંદર અત્યારે દુઃખ દર્દ અને હતાશા એ કબ્જો જમાવ્યો હતો. તે જ હતી જેણે તેના પિતા ને મજબુર કાર્ય હતા આટલું મોટું સેમ્પલ બનાવા માટે. તેના પિતા જી એ ના પાડી હતી પરંતુ લોરા માની ના હતી.
કોઈ પણ ટેક્નોલોજી ની જેમ, ફાયર, ગન પાવડર ,કમ્બસ્ટ્ન એન્જીન- એન્ટી મેટર પણ પણ જો કોઈ ખોટા હાથ માં જશે તો બહુ મોટો ખતરો છે. એન્ટી મેટર એ લીથલ વેપન (ઘાતક હથિયાર) છે. શક્તિશાળી અને અનસ્ટોપેબલ. એક વખત તેના ચાર્જિંગ પોડિયમ માંથી દૂર કર્યું પછી માત્ર ૨૪ કલાક છે તેણે પાછું લાવવામાં. કોઉન્ટ ડાઉન શરુ થઇ ગયું હતું.
ના રોકી શકાય તેવું અને જયારે તે અટકી જશે ત્યારે..........................
એક ખતરનાક પ્રચંડ વિસ્ફોટ.
તેના પિતા ની જીનિયસ બુદ્ધિ ના કારણે જે શોધ થઇ હતી આજે તે વિનાશ નું કારણ બનશે એ વાત લોરા થી સહન થઇ રહી નહોતી. કેનિસ્ટર ને કોઈ મેટાલિક ડિટેક્ટર ડિટેક્ટ ના કરી શકે , કોઈ કેમિકલ નથી કે ડોગ સ્કોવ્ડ દ્વારા પકડી શકાય,કોઈ ફ્યુજ નથી જેવા ટાઈમ બૉમ્બ માં હોય છે જેને ડી એકટીવેટ કરી શકાય આ કેનિસ્ટર ડિટેક્ટ કરવું ઘણું અઘરું છે. ખબર નહિ ક્યાં હશે અને કોણે ચોરી કરી હશે કેવી રીતે એ અહીંયા પાછું લાવવામાં આવશે લોરા એકદમ બ્લેન્ક હતી એટલા સવાલો અને જવાબ કોઈ જ નહિ કોઈ ની પાસે એના સવાલો ના જવાબો ના હતા. બસ એક વસ્તુ માટે તે સ્યોર હતી અને તે એ કે ૨૪ કલાક માં કેનિસ્ટર અહીંયા નહિ આવે તો બહુ મોટો ખતરો છે. ના ટાળી શકાય તેવો.
રાજ અને કોહલર ત્યાંજ હતા. રાજ ને ખબર ના પાડી કે તે શું કરે કોહલર એ પણ એ ત્યાં જોયું તેમને જોયું કે કેનિસ્ટર ચાર્જિંગ પોડિયમ માં નથી. કોહલર અત્યારે ખુબ જ ઘભરાયેલા હતા. તે પેનિક થઇ રહ્યા હતા.
"મી. રાજ કહો મને એ bastar ...... ઈલુમિનેટી ના સભ્યો શું કરવા માંગે છે?"કોહલર જોરથી રાજ ને ઉદેશી ને બોલ્યા.
" સર મેં તમને પહેલા પણ કહ્યું કે ઈલુમિનેટી આવું ના કરી શકે અને કદાચ માની લો કે ઈલુમિનેટી ઇન્વોલ્વ છે તો પછી લિઓનાર્દો તો સાયન્ટિસ્ટ હતા તો એમને કેમ મારે? મારા ખ્યાલ થી આ કામ CERN ના કોઈ એમ્પલયી નું છે. તેમણે લિઓનાર્દો નું ખૂન કર્યું અને પછી આપણ ને ગુમરાહ કરવા ઈલુમિનેટી ને વચ્ચે નાખ્યા." રાજે જવાબ આપ્યો.
" મી. રાજ એવું કોઈ ના કરી શકે. એન્ટી મેટર તેમને શું આપવાનું હતું.આ કામ ની પાછળ બહુ મોટો પ્લાન લાગે છે." કોહલર બોલ્યા.
" તમારો મતલબ ટેરોરિસ્ટ?"
"હા"
"પણ ઈલુમિનેટી ટેરોરિસ્ટ ના હતા."
"જાવ જઈ ને કહો લિઓનાર્દો ને"
રાજે મન માં વિચાર્યું કે આની પાછળ કદાચ ઈલુમિનેટી હોય તોપણ તેમના ઇન્ટેશન શું છે? તેમનો ટાર્ગેટ કોણ હોઈ શકે? હા ઈલુમિનેટી એ આની પહેલ પણ ખૂન કરેલા છે પરંતુ માસ ડિસ્ટ્રકશન ( એક સાથે હજારો લોકો ને મારી નાખવા) નો તો ક્યાંય ઉલ્લેખ નથી.અને જો કોઈ નું ખૂન કરવું જ હોય તેમણે તો તેમની પાસે હજારો રસ્તાઓ છે તેમની પાસે.
"એક એક્સપ્લેનેશન છે મારી પાસે." રાજે કહ્યું.
" શું?" કોહલર એ પૂછ્યું.
"ઈલુમિનેટી ને હંમેશા પાવર ફાઇનાન્સીયલી મડયો છે નહિ કે ટેરરિસ્ટ એકટીવીટી કરી ને. તેમની પોતાની બેન્ક હતી અને એવું કહેવાય છે કે પૃથ્વી પરનો બહુમૂલ્ય ડાયમંડ પણ તેમની પાસે છે ઈલુમિનેટી ડાયમંડ. એટલે એ વાત ભૂલી જાવ પણ એવું બની શકે કે પૈસા માટે કોઈએ આ કેનિસ્ટર ચોરી કર્યું છે." રાજ એ કહ્યું.
"વ્હોટ નોનસેન્સ ના હોય શકે મી. રાજ એન્ટી મેટર કોણ ખરીદવાનું છે અને શું કરે એનું?" કોહલર બોલ્યા.
"હું સ્પેસિમેન ની વાત નથી કરતો પણ ટેક્નોલોજી ની વાત કરું છુ મિસ લોરા એ કહ્યું તેમ એન્ટી મેટર માં ઘણી તાકાત છે." રાજે કહ્યું.
" પણ કેનિસ્ટર ની બેટરી બ્લાસ્ટ થાય તેના માત્ર ૨૪ જ કલાક છે કોઈ કઈ શીખે આ ટેક્નોલોજી માં થી એ પહેલા તો તેઓ જાતે જ બ્લાસ્ટ થઇ જશે કેનિસ્ટર ની બેટરી પતિ જશે એટલે." કોહલર બોલ્યા.
" પણ તેઓ રિચાર્જ કરી શકે છે બેટરી પતિ જાય એ પહેલા. અહીંયા cern માં છે એવું ચાર્જિંગ પોડિયમ બનાવી ને." રાજ એ કહ્યું.
" ચોવીસ કલાક માં? અગર એ લોકો ગમે તેટલી કોશિશ કરે તો પણ ઈમ્પોસ્સીબ્લ છે નવું ચાર્જિંગ પોડિયમ ૨૪ કલાક માં બનાવું." કોહલર બોલ્યા.
" એ સાચું કહે છે." લોરા બોલી.
બંને રાજ તથા કોહલર પાછળ વળ્યાં લોરા ત્યાં આવી ને ઉભી હતી.
" એ સાચું કહે છે કોઈ પણ ૨૪ કલાક માં ના બનાવી શકે ચાર્જિંગ પોડિયમ અહીંયા CERN ના આટલા ઈંટેલિજેંટ એન્જિનિરો ને પણ માત્ર ડીસાઇન કરવા માં જ ૨ મહિના લાગ્યા હતા અને ૪ મહિના જેવો સમય થયો હતો તેને બનાવા માં લાગ્યો હતો." લોરા બોલી.
રાજે પણ વિચાર્યું કે કેનિસ્ટર ને ચાર્જ કરવું એ કોઈ સાદો પ્લગ નાખી ને મોબાઈલ ચાર્જ કરવા જેટલું સહેલું કામ ના હતું. તેને લાગ્યું કે કેનિસ્ટર નીકળી ગયું છે તેની વન વેય 24 અવર ની ટ્રીપ પર. હવે માત્ર એક જ નિષ્કર્ષ નીકળે છે.
"આપણે ઇન્ટરપોલ (પોલીસ) ને ફોન કરવો પડશે." લોરા બોલી. એવું લાગી રહ્યું હતું કે જાણે તે પોતાની જોડે જ વાત કરી રહી હતી.
" અબ્સોલ્યૂટલી નોટ લોરા. પ્લીસ ફરીથી મારે આ વાત નથી કરવી." કોહલર બોલ્યા.
" મી. કોહલર તમને ખબર પણ છે કે શું ચોરી થયું છે? આપણ ને મદદ ની જરુર છે અને એ મદદ ખાલી ઇન્ટરપોલ જ કરી શકે છે. કેનિસ્ટર ક્યાં છે એ શોધવામાં. આપણી જવાબદારી છે ને?" લોરા બોલી.
" હા લોરા આપણી જવાબદારી છે વિચારવાની સૌથી પહેલા cERN ની ઇમેજ ને ડાઘ ના લાગવા જોઈએ. લોરા પ્લીસ વિચાર અત્યારે ગભરાઈને ઉતાવળે નિર્ણય લેવાની જરૂર નથી પણ શાંત મને વિચારી ને પછી આગળ વધવાનું છે." કોહલર બોલ્યા. તેમને બીક હતી કે લોરા ઉતાવળ માં કોઈ એવું પગલું ના ભરી બેસે જેનાથી cERN ને કોઈ નુકશાન થાય.
" મી. કોહલર તમને cERN ની રેપ્યુટેશન ની ચિંતા છે અત્યારે? તમને ખબર છે કે અગર એન્ટી મેટર બ્લાસ્ટ થયું તો કેટલા શહેરો ને જોડે લઇ ને બ્લાસ્ટ કરશે? કદાચ હિરોશિમા અને નાગાસાકી ના બૉમ્બ કરતા પણ વધારે ક્ષમતા છે એન્ટી મેટર માં." લોરા બોલી.
" પણ એ તારે વિચારવાનું હતું લોરા આટલું મોટું સ્પેસિમેન તૈયાર કરતા પહેલા. હવે જે થઇ ગયું એ થઇ ગયું પણ અત્યારે ઇન્ટરપોલ ને ઇન્વોલ્વ કરવા મને યોગ્ય નથી લાગતું." કોહલર બોલ્યા.
" પણ અમે બધી જ સિક્યુરિટી તૈયાર કરી હતી કે કોઈ ચોરી ના કરી શકે તેની માટે."
' હા પણ એ ઈનફ ના હતી તું જુએ જ છે કેવી રીતે તારા પિતા ની હત્યા થઇ છે."
લોરા આ બધું સાંભળવાના મૂડ માં જરા પણ ના હતી તેને તરત જ ખીસા માં થી મોબિલર કાઢ્યો અને કોઈ નંબર ડાયલ કરવા લાગી.
કોહલર એની તરફ ફર્યા અને બોલ્યા," તું કોને કોલ કરે છે લોરા? , લોરા પ્લીસ સ્ટોપ ઈટ."
"cERN ના સ્વિચબોર્ડ ને અમને કહું ચુ કે મને ઇન્ટરપોલ ને કોલ કન્નેક્ટ કરી આપે."
"લોરા પ્લીસ વિચાર દીકરી શું તું આટલી નાદાન છે તારા પિતાની ઇમેજ નો વિચાર કર કોઈ શું કહેશે કે તારા પિતા એ આવી કોઈ વસ્તુ ની શોધ કરી જેના થી આટલા બધા લોકો માર્યા ગયા? કેનિસ્ટર અત્યારે ક્યાં હશે કોને ખબર? તારા કહેવા પ્રમાણે અને ડિટેક્ટ કરવું બહુ જ અઘરું છે.તો કઈ ઈંટેલિજેંટ એજેંસી આવી ને તને કેનિસ્ટર શોધી આપશે? એક વાર આ ન્યૂઝ બહાર પડ્યા તો cERN ના હજારો સાયન્ટિસ્ટ ની જોબ જતી રહેશે અને cERN ને મળતું ફંડિંગ પણ ગવરમેન્ટ બંધ કરી દેશે વિચાર કર હવે તું." કોહલર આખા તેમની વ્હીલ ચેર માં થી આગળ ની તરફ ઝૂકી ગયા હતા અને બોલતા હતા. તેમને સતત ખાંસી પણ આવી રહી હતી.
" તો શું આપણે કશું નહિ કરીએ? હાથ પર હાથ મૂકી ને બેસી રહીએ અને લાખો લોકો ના મરવાની રાહ જોઈએ? આઈ એમ સોરી ડિરેક્ટર પણ હું આ નહિ જોઈ શકું." લોરા રડતા રડતા બોલી.
" આપણે કરીશું લોરા સ્માર્ટ રીતે કામ લઈશું." કોહલર બોલ્યા.
*********************************
હત્યારો અત્યારે ટનલ ના અંત ભાગ માં ઉભો રહ્યો હતો.તેની સાથે લાવેલી ટોર્ચ હજુ પણ ચાલુ હતી બહુ સમય થી બંધ રહેલી જગ્યા માં કેવી વાસ આવે આવી વાસ અત્યારે તે સ્મેલ કરી રહ્યો હતો. એકદમ નીરવ શાંતિ હતી કોઈજ પ્રકાર નો અવાજ નહિ. અત્યારે તે લોખંડ ના એક વિશાળ દરવાજા ની સામે આવી ને ઉભો હતો. દરવાજા ને જોઈ ને એવું લાગતું હતું જાણે સદીયો જૂનો કોઈ દરવાજો છે જે ત્યાં વર્ષો થી કોઈ ની રાહ જોઈ ને ઉભો રહ્યો છે. હત્યારા એ ત્યાં જ રાહ જોઈ. સમય થઇ ગયો હતો.
જોયેસ એ પ્રોમિસ કરી હતી કે કોઈ અંદર નું જ દરવાજો ખોલશે. હત્યારો રાહ માં હતો કે ક્યારે દરવાજો ખુલે અને તે પોતાને સોંપેલું કામ પૂર્ણ કરે. ૨ કે ૪ મિનિટ ઓર પસાર થઇ હશે અને હત્યારા ને ગેટ ખુલવાનો અવાજ આવ્યો. બરાબર એ જ સમયે જે સમય જોયેસ એ તેને કહ્યો હતો.બહુ જુના જમાના નું તાળું ખોલતા હોય એમ એક પછી એક એમ ૩ તડકા જેવો અવાજ આવ્યો. હત્યારા ને લાગ્યું કે કદાચ આ દરવાજો એ સદીયો થી બંધ હતો અને આજે તેના માટે જ ખુલી રહ્યો છે. દરવાજો ખુલી ગયો. હત્યારા એ ૫ મિનિટ રાહ જોઈ જેવી જોયેસ એ કહ્યું હતું બસ બધું એ પ્રમાણે જ થઇ રહ્યું હતું. ૫ મિનિટ ની રાહ જોયા બાદ તે દરવાજો ખોલી ને અંદર પ્રવેશી ગયો.
***********************
કોહલર ની આટલી બધી રેક્વેસ્ટ છતાં પણ લોરા દોડી ને લિફ્ટ માં જતી રહી અને ઉપર જવા લાગી. કોહલર અને રાજ બંને તેની પાછળ ભાગ્યા.
" તારા પિતા વિષે વિચાર લોરા." કોહલે બૂમો પાડતા જ રહ્યા અને લોરા ઉપર જવા લાગી. રાજ અને કોહલર પણ પાછળ ગયા.
"લોરા આ સિચ્યુએશન માં આપણે સાથે મળી ને કામ કરવું પડશે આવી રીતે નહિ ચાલે." કોહલર હજુ પણ બૂમો પડી ને બોલતા હતા. પણ લોરા રોકાવાનું નામ લેતી ના હતી.આ થી થાકી ને મી. કોહલર બોલ્યા," લોરા મેં તારાથી એક વાત છુપાવી છે તારા પિતા ના ખૂની કોણ છે એ અમે જાણીએ છે." કોહલર બોલ્યા.
લોરા ના પગ દોડતા અટકી ગયા અને તે પાછળ ફરીને કોહલર ને જોવા લાગી.
" શું જાણો છો તમે?" લોરા અચંબિત થઇ ને કોહલર ને પૂછવા લાગી.
કોહલર ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા,"લોરા મને નથી ખબર પડતી હું તને શું કહું બહુ મુશ્કેલ છે મારી માટે."
" મી.કોહલર તમને ખબર છે કે કોણે હત્યા કરી છે મારા પિતાની? તો પછી હમણાં નીચે તો તમે એવું કહેતા હતા કે મને હત્યારો મળી જાય મારા પિતા તમારા સૌથી સારા મિત્ર. અને એ બધી વાતો મી. કોહલર શું હતું એ બધૂ?" લોરા લગભગ ચિલ્લાતા બોલી.
"અમને ખાલી એક વસ્તુ મળી છે જેનાથી એવું સાબિત થાય છે કે કોઈક ગ્રુપ એ તારા પિતાજી ની હત્યા કરી છે.એટલા માટે જ મી. રાજ ને મેં અહીંયા બોલાવ્યા છે." લોહલર બોલ્યા.
" ગ્રુપ? ટેરરિસ્ટ ગ્રુપ?"
લોરા ને લાગ્યું કે રાજ અમેરિકન ઇન્ટરપોલ તરફ થી છે.
" મી.રાજ મને જણાવો કે મારા પિતાજી ની હત્યા કોણે કરી ? અને તમારી એજેંસી મને એન્ટી મેટર શોધવામાં મદદ કરશે?"
રાજ મૂંઝવણ માં પડી ગયો તે બોલ્યો," મારી એજેંસી?"
" હા તમારી એજેંસી તમે યુ એસ ઇન્ટરપોલ તરફ થી હશો એવું મને લાગી રહ્યું છે." લોરા એ પૂછ્યું.
કોહલર વચ્ચે બોલ્યા," મી.રાજ હાર્વર્ડ યુનિવર્સિટી માં આર્ટ અને હિસ્ટોરી ના પ્રોફેસર છે અને કલ્ટ સિમ્બોલોજી ના સ્પેશ્યલિસ્ટ છે."
લોરા ને એવું લાગ્યું જાણે કોઈએ તેની પીઠ માં છૂરો માર્યો હોય. તે બોલી," આર્ટ ટીચર?"
" હા અને સાંકેતિક ભાષા અને ચિહ્નો ઉકેલવાના એક્સપર્ટ પણ. અમને શક છે કે તારા પિતાજી ની હત્યા એક શેતાનિક ગ્રુપ દવારા થઇ છે."
" શેતાનિક ગ્રુપ?"
"હા તેઓ પોતાને ઈલુમિનેટી કહે છે."
"બેવેરિઅન ઈલુમિનેટી?"
"હા " કોહલર ને લાગ્યું લોરા ને ખબર છે ઈલુમિનેટી વિષે.
"બેવેરિઅન ઈલુમિનેટી કમ્પ્યુટર ગેમ છે પણ એ લોકો મારા પિતા ની હત્યા કેમ કરે?"
રાજ અને કોહલર બંને મુંઝવણ માં હતા. લોરા કોપ્યુટર ગેમ ની વાત કરી રહી હતી.
" મિસ લોરા ઈલુમિનેટી એક સદીયો પુરાણું ગ્રુપ છે એન્સીયેન્ટ બ્રધરહૂડ છે."રાજ બોલ્યો.
લોરા ની તો જાણે સુધી બુધ જ ખોવાઈ ગઈ હતી તેની સમજ માં કઈ નહતું આવતું તેને ખબર હતી તો આટલી જ કે તેના પિતા ની હત્યા થઇ છે, cERN ની જડબેસલાક સિક્યુરિટી ને કોઈ તોડી ને અંદર આવ્યું છે અને ચોરી થઇ છે. ત્યાં બહાર એક બૉમ્બ છે જેનું કોઉન્ટ ડાઉન ચાલુ થઇ ગયું છે જેની માટે તે પોતે જવાબદાર છે. અને મી. કોહલર એ આર્ટ ટીચર ને બોલાવ્યો છે કોઈ સદીઓ પુરાના શેતાનિક ગ્રુપ ને પકડવા માટે.લોરા બહુ એકલું મેહસૂસ કરતી હતી અત્યાર સુધી રાજ ને તે પોલીસ નો માણસ સમજતી હતી તેને ખબર પડી કે રાજ એ પ્રોફેસર છે તો તેને બહુ ગુસ્સો આવ્યો ગુસ્સા માં તે આગળ જવા લાગી એટલી વાર માં જ કોહલર તેની સામે આવી ગયા અને તેના હાથ માં રાજ ને જે ફેક્સ મોકલ્યો હતો એ કાગળ આપી દીધું.
" શું છે આ?" લોરા એ પૂછ્યું.
" તું જાતે જ જોઈ લે." કોહલર બોલ્યા.
લોરા એ કાગળ ખોલ્યું અને જોયું કે તેમાં તેના પિતા ની લાશ હતી અને તેમની છાતી ઉપર ના શબ્દો સ્પષ્ટ વાંચતા હતા." ILLUMINATI "
ક્રમશ:
દોસ્તો આભાર તમારો તમે કહાની વાંચી ને રેટિંગ આપી રહ્યા છે માટે. હજુ આગળ ઘણા રોચક મોડ આવશે આ કહાની માં ઘણી અજાણી વાતો અને ભયાનક સપનાઓ સાથે કહાની આગળ વધશે.તો મિત્રો વાંચતા રહો રીટર્ન ઓફ શેતાન.