Twinkle - Serah the warrior princess-7 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૭

Featured Books
Categories
Share

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૭

ટ્વીન્કલ ને હવે શું કહેવું તેની ખબર પડતી ન હતી. માહી ટ્વીન્કલ ને જોઇને તેની મુંઝવણ સમજી ગઈ. એટલે થોડી વાર પછી તેણે ટ્વીન્કલ ને કહ્યું કે આ નિર્ણય તારે અત્યારે લેવાની જરૂર નથી. 

જો તું ચાહે તો થોડા સમય પછી પણ તારો નિર્ણય જણાવી શકે છે. પણ એ પહેલાં હું અને ઝોયા તને કઈક આપવા માગીએ છીએ. આમ કહીને માહી અને ઝોયા ટ્વીન્કલ ની સાથે મહેલ ના બીજા માળ પર ના એક ઓરડા માં આવ્યા.

આ ઓરડા માં ચારે બાજુ અલગ અલગ પ્રકારના ડ્રેસ હતા, જેમ કે ફ્રોક, ગાઉન વગેરે. આ તમામ ડ્રેસ સેરાહ પહેરતી હતી જ્યારે તે આ મહેલ માં રહેતી હતી. બધા ડ્રેસ જોઇને ટ્વીન્કલ ને શું બોલવું તેની ખબર પડતી ન હતી. 

માહી બોલી કે આજે તારો જન્મદિવસ છે એટલે તું એમાંથી કોઈ એક ડ્રેસ પસંદ કરી લે. ટ્વીન્કલ માહી ની વાત સાંભળી ને બધા ડ્રેસ જોવા લાગી પણ એક કલાક સુધી જોયા પછી પણ ખબર પડતી ન હતી કે તે કયો ડ્રેસ પસંદ કરે.

કારણ કે બધા ડ્રેસ એકમેક ચડિયાતા હતા. એટલે જો ટ્વીન્કલ કોઈ એક ડ્રેસ પસન્દ કરે ત્યાં જ તેને એનાથી વધારે સારો ડ્રેસ દેખાત જતો એટલે તે દોડી ને એ ડ્રેસ પાસે જતી રહેતી. 

છેવટે ઝોયા એ તેની પાસે જઈ ને આંખો બંધ કરવા માટે કહ્યું. ટ્વીન્કલે તેની આંખો બંધ કરી ને એક હાથ ડ્રેસ ની લાઇન પર મુક્યો. અને બીજો હાથ ઝોયા એ પકડી ને આગળ લઈ ગઈ.

થોડી વાર એક ડ્રેસ પાસે ટ્વીન્કલ ઊભી રહી ગઈ અને આંખો ખોલી અને બોલી કે મને આ ડ્રેસ પસંદ છે. એ ડ્રેસ જોઇને ઝોયા એ માહી તરફ જૉયું. તો માહી ઈશારા માં હા પાડી દીધી. 

આ ડ્રેસ એક ફ્રોક હતું જે સેરાહ નું મનપસંદ ડ્રેસ માં નો એક હતો. એટલે ઝોયા ની બિલકુલ ઈચ્છા ન હતી કે ટ્વીન્કલ આ ડ્રેસ પહેરે પણ માહી એ ટ્વીન્કલ ને એ ડ્રેસ આપવાની હા પાડી એટલે ઝોયા એ ડ્રેસ ટ્વીન્કલ ને પહેરવા માટે આપ્યો. 

ટ્વીન્કલ ડ્રેસ ને હાથ માં પકડી ને ઝોયા એ બતાવેલ જગ્યા પર જઈ ને એ ડ્રેસ પહેરી ને બહાર આવી. ઝોયા ને બસ જોઈ જ રહી.

ઝોયા ને ટ્વીન્કલ ને જોઈ ને એમ લાગી રહ્યું હતું કે એ  ટ્વીન્કલ નહીં પણ સેરાહ છે.માહી ઝોયા ની પાસે જ ઉભી રહી હતી. માહી એ ટ્વીન્કલ ને જોઈને કહ્યું કે તું ખૂબ જ સુંદર લાગી રહી છે આ ડ્રેસ માં. 

આમ કહીને માહી ટ્વીન્કલ ને અરીસા આગળ લઈ ગઈ. જ્યારે ટ્વીન્કલે ખુદ અરીસા માં જોઈ તો તેને પણ વિશ્વાસ થયો નહીં. તેણે અરીસા ના ખુદ ના પ્રતિબિંબ ને સ્પર્શ કર્યો ત્યારે તેને વિશ્વાસ થયો કે આ તેનું જ પ્રતિબિંબ છે.

આ ડ્રેસ માં તે 24 વર્ષ ની થઈ ગઈ હતી. પછી માહી ટ્વીન્કલ ને એ ખંડ માં લઈ ગઈ જ્યાં સેરાહ ની એક સુંદર તસવીર લગાવેલી હતી. એ તસવીર માં સેરાહ એ એજ ફ્રોક પહેર્યું હતું જે ફ્રોક અત્યારે ટ્વીન્કલે પહેર્યું હતું.

ટ્વીન્કલે અરીસા માં પોતાને જોઈ ચુકી હતી એટલે તેને સેરાહ ની તસવીર જોઈને લાગી રહ્યું હતું કે તે તસવીર ને નહીં પણ પોતાના પ્રતિબિંબ ને જોઈ રહી હતી.

થોડી વાર પછી માહી એ ટ્વીન્કલ ને પૂછ્યું કે તેને આ ગિફ્ટ ગમી ? જવાબ માં ટ્વીન્કલે માહી ને ગળે લાગી ગઈ. આજે ટ્વીન્કલ નો બર્થડે તેનો અત્યાર સુધી નો સૌથી સારો દિવસ હતો. એટલે ખુશ હતી પણ તેની પાસે આ ખુશી વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો ન હતાં. 

થોડી વાર ટ્વીન્કલ માહી થી અલગ થઇ ત્યારે જ ઝોયા ત્યાં આવી અને માહી ને કહ્યું કે સમય થઇ ગયો છે. તો અહી થી નીકળી જવું જોઈએ. ત્યારે માહી એ તેની સામે જોઈને હા પાડી એટલે ઝોયા એ ખંડ માં થી બહાર નીકળી ગઈ.

પછી માહી એ ટ્વીન્કલ નો હાથ પકડી ને ટ્વીન્કલ ને આંખો બંધ કરવા માટે કહ્યું એટલે ટ્વીન્કલે પુછ્યું કે આપણે ક્યાં જવાનું છે ? જવાબ માં માહી એ ઈશારા માં ફકત મોં પર આંગળી મૂકીને ચૂપ રહેવા માટે કહ્યું. એટલે ટ્વીન્કલ કઈ કહ્યું નહીં.

ટ્વીન્કલે આંખો બંધ કરી ખોલી ત્યારે તે બગીચામાં લેક ના કિનારે ઊભી હતી. તેણે આસપાસ જોયું પણ માહી તેને ક્યાંય દેખાઈ નહીં એટલે તેને લાગ્યું કોઇ સપનું જોયું હતું.

પણ તેની નજર તેના કપડાં પર પડી તો તેણે એ ફ્રોક પહેર્યું હતું જે મહેલમાં પહેરીને માહી અને ઝોયા ને બતાવ્યું હતું. આ બધું વિચારી હતી ત્યાં જ તેને કોઈ એ બમ પાડી.

ટ્વીન્કલે પાછળ ફરી ને જોયું તો માહી હતી પણ તે એક કાર માં બેસેલી હતી. માહી એ તેને કારમાં આવવા માટે ઈશારો કર્યો પણ ટ્વીન્કલ ફ્રોક પહેરેલું હોવાથી ઝડપથી ચાલી શકતી નહોતી એટલે ધીરેથી ચાલી ને કાર પાસે ગઈ.

 ટ્વીન્કલ કાર પાસે પહોંચી પછી માહી એ તેને કાર માં બેસવા માટે કહ્યું પણ ટ્વીન્કલ કાર માં બેસતાં ખચકાટ અનુભવી રહી હતી. કેમકે ઘણી વાર સાંભળ્યું હતું કે આ રીતે નાના બાળકો નું અપહરણ થઈ જતું હતું.

પણ જ્યારે તેણે ફરી અત્યાર સુધી ની ઘટના ઓ વિશે વિચાર્યું તો તેનો ખચકાટ દૂર થઈ ગયો. તેને માહી પર વિશ્વાસ હતો એટલે તે કાર માં બેસી ગઈ. પંદર મિનિટ પછી કાર ટ્વીન્કલ ના ઘર આગળ ઊભી રહી.

માહી અને ટ્વીન્કલ કાર માં એકસાથે નીચે ઉતરી ગયા બાદ કાર ત્યાં થી જતી રહી. પછી માહી તેના ઘર તરફ ગઈ અને ટ્વીન્કલ પણ તેના ઘર માં પ્રવેશી ગઈ. પણ તે એ વાત થી અજાણ હતી કે આગળ મોટી સમસ્યા રાહ જોઇ રહી હતી.

ટ્વીન્કલ નો નિર્ણય શું હશે ? શું ટ્વીન્કલ સેરાહ વિશે જાણવા માટે તેનું ઘર છોડી દેશે ? જાણવા માટે વાંચતા રહો ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ