અને મને વિચાર આવ્યો મારી આત્મકથા લખવાનો, દિવસ, સ્થળ અને સમય તો યાદ નથી, પરંતુ નિમિત્ત યાદ છે.
એક દિવસ અચાનક એક ડાયલોગ સાંભળ્યો, "यादें मिठाई के डिब्बे की तरह होती है, एक बार खुला तो सिर्फ एक टुकड़ा नहीं खा पाओगे।"
મારી ૨૫ જ વરસ ની લાઈફ માં તમને એવું થશે કે એવા તો શું અભરખા થયા કે આત્મકથા લખવી છે? પણ મારી એક વાત માનશો? આ વીતેલા ૨૫ વર્ષો ની મારી જિંદગી એક રોલર કોસ્ટર રાઈડ જેવી છે, જો તમે વાંચશો, તો ધીરે ધીરે સમજાશે.
પ્રકરણ-૧ જન્મ અને એના પછી ના ૫ વરસ
આમ તો પેલે થી જ એર કંડીશ્નર બહુ જ પ્રિય, એટલે ડિસેમ્બર મહિના ની ૧૪ મી તારીખે રાત ના સમયે મારુ આ દુનિયા માં સ્વાગત કરવામાં આવ્યું. મારા માતા પિતા નું પહેલું અને એક માત્ર સંતાન, પહેલું સંતાન હોવું એ લકી હોય કે ના હોય પણ એક માત્ર સંતાન હોવું ખૂબ જ લકી છે!!! કોઈ પણ વસ્તુ શેર કરવાની નહિ અને માતા પિતા ના પ્રેમ નો પણ એક માત્ર વારસદાર. જો કે ભાઈ બહેન અને એમની સાથે ની મસ્તી, વાતો શેર કરવી અને તોફાનો, આ બધું મિસ કર્યું, પણ એટલા જ સારા કઝિન્સ મળ્યા એટલે એટલો બધો વસવસો ના રહ્યો.
હા, હું બહુ ડાહ્યું બાળક હતો અને મારા મોમ ડેડ ને મારી પાછળ ખાવાનું લઇ ને નથી દોડવું પડ્યું કે ના તો મારામારી ની કોઈ કમ્પ્લેન આડોશ પાડોશ માં થી આવી છે. પ્લે સ્કૂલ માટે ઘર ઘરઉ એક બહેન પાસે જતા એ જમાના ના બાળકો, એટલે હું પણ જોડાઈ ગયો. બાળકો ને સાચવવા માટે એક ખૂબ જ યંગ બહેન હતા, અને મને નામ યાદ નહોતું રહેતું, એટલે છોકરી મેડમ કહી ને બોલાવતો.
પ્લે સ્કૂલ પછી જુનિયર કે જી માં જવાની વારી આવી ત્યારે ગુજરાતી મીડીયમ અને ઇંગલિશ મીડીયમ માં યુદ્ધ ચાલુ થયું, આમ તો ઘર ની પરિસ્થિતિ આર્થિક રીતે એટલી સારી નહિ, છતાં મોમ ની એવી ઈચ્છા હતી કે હું ઇંગલિશ મીડીયમ માં જ એડમિશન લઉ, જયારે પાપા ની મનોસ્થિતિ એવી કે બાળક નું પ્રારંભિક શિક્ષણ તો માતૃભાષા માં જ થવું જોઈએ, ઇંગલિશ તો પછી શીખી શકાય.
મારી મોમ ઇંગલિશ મીડીયમ ના ફોર્મ લઇ આવતી જે પપ્પા ને સ્વીકાર્ય ન હતું, છેવટે મારા પપ્પા ની જીત થઇ અને ગુજરાતી મીડીયમ માં એડમિશન લેવા માં આવ્યું. ઘર ની નજીક જ એ સ્કૂલ હતી, પરંતુ મોમ ના લેવલ પ્રમાણે ની નહોતી. મને એ મેડમ નું નામ જ યાદ છે, નયના મેડમ અને મારા ઘણા સારા માર્ક્સ પણ આવતા, એ યાદ છે. મોમ એ જુનિયર કે જી તો જેમ તેમ સેટ કરી લીધું પણ સિનિયર કે જી માટે એને સ્કૂલ ચેન્જ કરાવડાવી, હવે હું ડે સ્કૂલ માં એન્ડ પ્રમાણ માં ઘણી મોંઘી ફી વાળી સ્કૂલ માં જતો થયો. એ સ્કૂલ એ મારા ઘર થી ઘણી દૂર હતી, એટલે રીક્ષા બંધાવડાવી, એ જમાના માં હજી રીક્ષા જ પોપ્યુલર હતી. મારા સિનિયર કે જી ના મેડમ, જયશ્રી મેડમ અને હેમુ મેડમ, બંને ને મારા ટેલેન્ટ પર ભરોસો હતો.
મારી માસી અને માસા ને કોઈ છોકરા નહોતા, તેથી એમના માં અને મારા મામા ના કુટુંબ માં હું એક જ ભાણો, એટલે લાડકવાયો તો હોઉં જ.
મારા મામા મામી ને એક દીકરી હતી જે મારા થી એક વરસ મોટી હતી, નામ એનું અવની. અવની એક વખત રમતા રમતા દીવાલ ઉપર ચડવા ગઈ અને ત્યાં થી નીચે પડી ગઈ, તો એને બ્રેન હેમરેજ થઇ ગયું અને ૫ વરસ ની ઉંમર માં અવસાન પામી, ત્યારે મારી ઉંમર ૪ વરસ ની હતી. પછી તો અમારા, મારા મામા ના અને મારી માસી ના ઘર માં હું એક જ નાનું બાળક, મને ઘણા લાડ લડાવામાં આવતા.
મારી સિનિયર કે જી ની નવી સ્કૂલ, બ્રાઈટ સ્કૂલ, એ મારા ઘર થી તો દૂર, પરંતુ મારા મામા ના ઘરે થી ઘણી જ નજીક થતી. દર શનિવારે મારે હાલ્ફ ડે હોતો, એટલે મારા નાના મને સ્કૂલે લેવા આવતા અને હું મામા ના ઘરે જ શનિ રવિ જતો રહેતો, રવિવારે સાંજે મને મારા મોમ ડેડ પાછા લઇ જતા. એ જમાના માં મારા મામા ની આઈસક્રીમ ની દુકાન હતી, બપોરે નાના બેસતા તો હું એમને પટાવતો અને અમે કેન્ડી ખાતા, પાછા રૂપિયા પણ ડબ્બા માં મૂકી દેતા, અને સાંજે તો મામા અને નાની ને કહી ને ફરી આઈસ્ક્રીમ પાર્ટી કરતા, ઘણો બધો આઈસ્ક્રીમ ખાધો મેં એવી રીતે.
પહેલા ધોરણ માં આવતા જ મારી સ્કુલ નો સમય રેગ્યુલર એટલે કે ૧૧ થી ૫ નો થઇ ગયો, અને ભણવાનું સ્ટાર્ટ થઇ ગયું. મારી મોમ એ સાયન્સ માં બેચલર્સ કર્યું હતું અને સ્પેશ્યલાઈઝેશન પાછું ગણિત માં!!! એટલે ઘરે તો એ જ મને ભણાવતી, અને પપ્પા ને એટલો બધો ટાઈમ પણ ના રહેતો એમની જોબ ના કારણે. અમારા ઘર ના ફળિયા માં એક ઓટલો હતો, જે મારા મોમ ની પ્રિય જગ્યા, ત્યાં જ બેઠા બેઠા મને ભણાવતી. હજી પણ એને ઇંગલિશ મીડીયમ નો વસવસો તો હતો જ, એટલે પેલે થી જ ઇંગલિશ વર્ડ ગેમ્સ, સ્પેલિંગ્સ અને બેઝિક જીવન જરૂરિયાત ના શબ્દો શીખવાડતી. ઘણી સ્ટ્રિક્ટ હતી એ, જ્યાં સુધી ના આવડે, ત્યાં સુધી પીછો જ ના છોડતી, અને મને પણ ભણવાનું ગમતું એક્ચ્યુઅલી, એટલે હું પણ આના કાની ના કરતો.
- મિત્રો, આત્મકથા લખવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે, તમારા બહુમૂલ્ય પ્રતિભાવ ની અપેક્ષા રાખું છું.
- આદિત્ય