Ajanabi in Gujarati Moral Stories by Bhavna Bhatt books and stories PDF | અજનબી

Featured Books
Categories
Share

અજનબી

અજનબી.....  વાર્તા... 

આશાની સહન શક્તિની આજે તો હદ આવી ગઈ. પાંત્રીસ વર્ષના લગ્ન જીવનમાં એ એક જ આશા રાખી ને જીવતી હતી કે આજે સમજશે પિયુષ અને હવે શાંતિ આવશે જીવનમાં પણ પિયુષ ને આશાની કોઈ જ ભાવના અસર કરતી ન હતી અને પિયુષ પોતાની રીતે જ જિંદગી જીવતો હતો અને મસ્ત રહેતો હતો.
આશા અનાથ હતી એ મા - બાપના પ્રેમને સમજતી હતી અને એ જાણતી હતી કે મા-બાપની સેવા ચાકરી કરવી એમને ખુશ રાખવા એ દરેક સંતાનની ફરજ છે પણ પિયુષને તો મા - બાપ સિવાય કોઈની ચિંતા કે પરવા જ ન હતી આશા સમજાવતી કે મા- બાપને સમય આપો છો એમ મને અને પરિવારને પણ થોડો સમય આપો પિયુષ એક જિદ્દી પ્રકારનો માણસ હતો જેને કોઈ જ વાતની અસર થતી ન હતી એને તો એની ઈચ્છાઓ સંતોષવાનુ સાધન હતી આશા. બાકી કોઈ ફર્જ પુરી કરવાની નહીં અને 
આશાને ક્યાંય ફરવા લઈ જાય નહીં આશા અંદરને અંદર ઘુટાતી રહી એ અને આમ કરતા એ પોતાની વેદના ને કવિતા કે વાર્તા રૂપે લખતી રહી આમ આશા એકલા હાથે બે દીકરીઓ ને મોટી કરતી રહી અને જીવવા માટે ઝઝુંમતી રહી.  
ધીરે ધીરે બહાર લેખિકા તરીકે નામના મળતા સન્માન થતું પણ ઘરમાં હડધૂત થતી. પિયુષ એને અપશબ્દો બોલી અપમાનિત કરતો અને પોતાનો પતિ તરીકેનો હક્ક જતાવતો રહેતો અને બળજબરી કરતો રહેતો. આશા સમાજ શું કહશે અને બે દિકરીઓને સાસરીમાં કોઈ તકલીફ ના પડે એ માટે એ પિયુષ ના દરેક વર્તનને માફ કરતી રહી પણ પિયુષ તો  અૈવુ સમજી બેઠો કે આશા ખોટી છે અને હું સાચો છું અને આશા ને આમ પણ મારા સિવાય બીજો આધાર છે તો નહીં તો ક્યાં જશે આમ પિયુષ વધુ ને વધુ આશાને પરેશાન કરતો અપશબ્દો બોલતો,  
આશા કોને કહે આ પુરૂષ પ્રધાન સમાજમાં એક અનાથ અને નિરાધારની વાત કોણ સાચી માને બધા આશાનો જ દોષ છે એમ કહે. 
બીજા અને બહારના માણસોને તો પિયુષ સારો જ લાગે પણ પિયુષ જોડે ચોવીસ કલાક રહે એને જ ખબર પડે કે પિયુષ કેવુ વર્તન કરે છે. પિયુષ કેવા રંગ રૂપ બદલે છે. પડદા આગળ બીજો ચેહરો અને પડદા પાછળ બીજો ચેહરો આમ દોહરૂ જીવન જીવતો પિયુષ અને આશાને અપમાનિત કરવાની કોઈ તક ચુકતો નહીં. આશાને સતત હડધૂત કરતો રહેતો. 
આશા કે દિકરીઓ માટે બર્થડેની કોઈ ગિફ્ટ ના લાવે પિયુષ અને આશા ઘરખર્ચમાંથી બચાવેલા રૂપિયાથી પિયુષ ને ગિફ્ટ આપે. પિયુષ એના મા-બાપ અને ભાઈ બહેનો માટે અચૂક ગિફ્ટ લઈને આપે. આશા તોય ખુશ રહે અને ફરિયાદ ના કરે. રોજ પિયુષ કંઈક ને કંઈક બાબતમાં વાંક નિકાળી ને બોલે કે હું જેમ કરતો હોવ એમ કરવા દેવાનો મને કંઈ જ નહીં કહેવાનું તારે તો બીજું કામ પણ શું છે પડી રહે ને એક ખૂણામાં અને પછી અપશબ્દો બોલ્યા કરે. 
છેલ્લા ઘણા દિવસોથી પિયુષ આશા ને વધુ ને વધુ હેરાનગતિ કરતો હતો. એક દિવસ સવારે નાની એવી બાબતમાં આશાને ગમેએમ બોલવા લાગ્યો પિયુષ આશા એ સાચી વાત સમજાવા કોશિષ કરી તો આશાને અપશબ્દો બોલી અપમાનિત કરી અને કહ્યું કે તુ ચુપચાપ પડી રહે એક ખૂણામાં તને કોઈ પુછે છે તો તારુ ડહાપણ કરે છે અને દાંત ભીસીને આશા ને બોલવા લાગ્યો મોટે મોટેથી ઘાંટા પાડીને આશા રડી પડી. 
આશાની સહનશક્તિની આજે હવે હદ આવી ગઈ એણે પિયુષ ને કહ્યું કે હવે આપણો પતી પત્ની નો સંબંધ આજથી પુરો હવે એક અજનબી બનીને રહીશું તારા પતિ તરીકેનો હક્ક મારી ઉપર કરવો નહીં દુનિયાની દ્રષ્ટિએ પતી પત્ની રહીશું નહીં તો મારી દીકરીઓને સાસરે દુઃખ પડે. આ સાંભળીને પિયુષ આશાને કહે મને તારી જરૂર નથી આમ પણ તું મારા શા કામની તુ તો તારી જ જિંદગી જીવે છે તો આજથી અજનબી બનીને રહીશુ..... 

ભાવના ભટ્ટ અમદાવાદ....