KING - POWER OF EMPIRE - 26 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE 26

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE 26

( આગળના ભાગમાં જોયું કે કમિશનર આર.જે.મિશ્રા ના ઘરે ઈન્કમટેક્સ ની રેડ પડે છે અને ઘણી બેનામી આવક પણ પ્રાપ્ત થાય છે, દિગ્વિજયસિંહ એટલું તો સમજી જાય છે કે કમિશનર એક ભ્રષ્ટ પોલીસ ઓફિસર હતો અને કેટલાય ગુનેગારો સાથે તે મળેલો હતો, દિગ્વિજયસિંહ ધારણા કરે છે કે કમિશનર અને હુસેન ને મારનારો એક જ છે અને કમિશનરે આપેલી લાલ ડાયરી એક જાળ છે દિગ્વિજય સિંહ ને હુસેન ના કેસ થી હટાવવા માટે , આથી દિગ્વિજય સિંહ તેના કાતિલ ને શોધી ને એ સાબિત કરવા માંગતો હતો કે તે બનેં નો કાતિલ એક જ છે , આ ધારણા કેટલાં અંશે સાચી છે ચાલો જાણીએ) 

દિગ્વિજય સિંહ અને પાટીલ કેબિનમાં હોય છે, દિગ્વિજયસિંહ હવે એમ વિચારી રહ્યો હતો કે તે કાતિલ થી હવે એક કદમ જ પાછળ છે અને તે તેને પકડવા આતુર પણ હતો. 

“સાહેબ ચા નો સમય થઈ ગયો હું ચા લઈને આવું છું ” પાટીલ એ કહ્યું 

“ના પાટીલ રહેવા દે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“કેમ સાહેબ? ” પાટીલ એ કહ્યું 

“પાટીલ કેબીન મા બેસી ને કંટાળી ગયો છું, આપણે આ કેસ પણ ઘણાં અંશે સોલ્વ કરી લીધો છે, ચાલ આજ બહાર જઈને ચા પી અને થોડાં ફ્રેશ થઈએ ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સાહેબ સારાં કામ મા મોડું થોડું કર્યો, હું હમણાં જીપ કાઢું છું ” પાટીલ એ કહ્યું 

તે બનેં બહાર જવા લાગ્યા ત્યાં જ દિગ્વિજય સિંહ ની નજર લાલ ડાયરી પર પડી અને તેણે તે ડાયરી પોતાની સાથે લઈ લીધી, તે બનેં બહાર ફ્રેશ થવા નીકળ્યા, તે એક સિગ્નલ પર પહોંચ્યા ત્યાં જ સિગ્નલ લાલ થઈ ગયું અને પાટીલ એ ત્યાં ગાડી રોકી, દિગ્વિજયસિંહ એ લાલ ડાયરી સામે જોયું અને મનમાં જ વિચાર્યું કે આ ખોટી કહાની હવે તેનાં કોઈ કામની નથી, આટલું વિચારી ને તેણે તે ડાયરી બહાર ફેંકી દીધી, ત્યાં જ સિગ્નલ લીલું થયું અને પાટીલ એ જીપ હંકારી મુકી, ડાયરી સિગ્નલ પાસે રહેલાં ફુટપાથ પર જઈને પડી. 

તે સમયે એક વ્યક્તિ ત્યાં થી નીકળ્યો, તેનાં કપડાં એકદમ મેલાંઘેલા હતાં, તેનાં વાળ અને દાઢી પણ ઘણી વધી ગઈ હતી અને સફેદ થઈ ગઈ હતી, તેની પાસે એક ઝોળી હતી, તેની નજર તે ડાયરી પર પડી અને તેણે તે ડાયરી ઉઠાવી લીધી, જોવામાં તો એ કોઈ ભિખારી લાગતો હતો, તેણે ડાયરી ખોલી અને પહેલા પેજ પર વિરાટ નું નામ જોયું અને પેજ પલટાવ્યું અને તેની નજર તેમાં દોરેલ DEVIL EYE - શેતાની આંખ પર પડી એ જોતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ તેનો ચહેરો પરસેવા થી રેબઝેબ થઈ ગયો, તે આજુબાજુ જોવા લાગ્યો કે આખરે આ ડાયરી કોણ ફેંકી પણ દિગ્વિજય સિંહ તો ત્યાં થી નીકળી ચૂક્યો હતો, તેણે ડાયરી પોતાની ઝોળી મા નાખી અને ઉતાવળે તે ત્યાં થી નીકળી ગયો. 

શૌર્ય તેની રૂમમાં બેસી ને લેપટોપ મા કામ કરી રહ્યો હતો ત્યાં જ S.P. તેની રૂમમાં આવ્યો , “સર આજે તમે કૉલેજ નથી ગયાં ” S.P. એ કહ્યું 

“ના મારે માટે હવે મારો ટાર્ગેટ મહત્વનો છે કૉલેજ નહીં ” શૌર્ય એ કહ્યું 

“સર પણ તમે આમ અચાનક કોલેજ નહીં જાવ તૌ પ્રીતિ પાછી... ” S.P. એ કહ્યું 

“શું પ્રીતિ, હું કંઈ પ્રીતિ થી ડરું છું ” શૌર્ય એ લેપટોપ બંધ કરતાં કહ્યું 

“સર એને શંકા જશે એમ ” S.P. એ કહ્યું 

“એટલે જ મે મોબાઈલ સાઈલન્ટ મોડ પર મૂકી દીધો ” શૌર્ય એ ટેબલ પર પડેલા મોબાઈલ સામે ઈશારો કરતાં કહ્યું 

“સર આવું કરશો તો એને વધારે શંકા જશે ” S.P. એ ટેબલ પાસે જતાં કહ્યું

S.P. એ ટેબલ પર પડેલો ફોન ઉઠાવ્યો અને જોયું અને ગભરાતાં ગભરાતાં કહ્યું, “સર..... ”

“હવે શું થયું? ” શૌર્ય એ પલંગ પર આરામ થી સૂતાં કહ્યું

“સર તમારાં ફોન પર પ્રીતિ ના 100 મેસેજ અને 50 મિસકૉલ છે ” S.P. એ કહ્યું 
 
“હેહેહે..... ” શૌર્ય એ ઉભા થતાં કહ્યું 

“આ જુવો સર ” S.P. એ મોબાઈલ આપતાં કહ્યું 

શૌર્ય મોબાઈલ જોયો તો તેમાં પ્રીતિ ના 100 મેસેજ અને 50 મિસકૉલ હતાં, “હે ભગવાન હવે આ મને નહીં છોડે ” શૌર્ય એ બેસતાં કહ્યું

“તમે તો એના થી ડરતાં નથી ને ” S.P. એ  ત્રાંસી નજરે કહ્યું

ત્યાં જ શૌર્ય નો ફોન ધ્રુજયો, તેણે જોયું તો તેમાં શ્રેયા નું નામ હતું, તેણે તરત જ ફોન રિસીવ કર્યો, “હા બોલ શ્રેયા ” શૌર્ય એ કહ્યું 

“શ્રેયા નહીં પ્રીતિ બોલું છું ” સામે છેડે થી પ્રીતિ એ ગુસ્સામાં કહ્યું

આટલું સાંભળતા જ શૌર્ય ના હાથમાંથી છટકયો અને નીચે પડયો તેણે તરત જ ફોન ઉઠાવ્યો અને કહ્યું , “હા બોલ ને પ્રીતિ શું થયું? ”

“શું  થયું  ? તું મને પૂછે છે શું થયું ” પ્રીતિ એ ગુસ્સામાં કહ્યું

“અરે ગુસ્સામાં કેમ છે ” શૌર્ય એ નાદાન બનતાં કહ્યું

“શૌર્ય મે તને આટલાં મેસેજ અને કૉલ કર્યો અને તે જવાબ પણ ન આપ્યો અને શ્રેયા ના મોબાઈલ માંથી કૉલ કર્યો તો તરત રિસીવ કર્યો ” પ્રીતિ એ કહ્યું 

“અરે એતો હું વ્યસ્ત હતો, હું અત્યારે શહેરમાં જ નથી ” શૌર્ય એ કહ્યું 

S.P. મલકાય રહ્યો હતો, શૌર્ય એ ત્રાંસી નજરે એની સામે જોયું અને તે ચૂપ થઈ ગયો 

“હા, આખી દુનિયામાં તું એક જ વ્યસ્ત છે કેમ? ” પ્રીતિ એ ગુસ્સે થતાં કહ્યું 

“એવું નથી, તું મારી વાત સાંભળ ” શૌર્ય એ કહ્યું 

“મારે કંઈ નથી સાંભળવું,  તું તો મને એવી રીતે ઈગ્નોર કરે છે જેમ કોઈ આઈસ્ક્રીમ પરનાં ઢાંકણ ને ફેંકી દે છે ” પ્રીતિ એ કહ્યું 

“એવું નથી હું ઈગ્નોર નથી કરતો ” શૌર્ય એ કહ્યું 

“અહીં બધા છોકરાં મારી સાથે વાત કરવા માટે મરે છે અને તું મને.... ” પ્રીતિ એ કહ્યું 

“તું મારી વાત તો સાંભળ ” શૌર્ય એ કહ્યું 

“કહ્યું ને તને મારે કંઈ નથી સાંભળવું એકવાર મારી સામે આવ પછી જો તું શૌર્ય હું તારી શું હાલત કરું છું,  ગુડ બાય....  ” આટલું કહી પ્રીતિ એ ફોન કટ કરી નાખ્યો. 

શૌર્ય એ મોબાઈલ બાજુમાં મૂકયો અને માથા પર હાથ દઇને બેસી ગયો,  S.P. એ કહ્યું, “શું  થયું સર, પ્રીતિ એ ધમકી આપી ” 

“ભાઈ તું આઈડિયા આપ, આમ મઝાક ના કર ” શૌર્ય એ ઉદાસ થતાં કહ્યું 

“સર હું એમાં શું કરું ભૂલ તમારી છે તમે ઈગ્નોર કરી એને ” S.P. એ કહ્યું 

“એેએ...   આ ઈગ્નોર કરવાનો આઈડિયા તારો અને અર્જુન નો હતો, તમારાં ચકકરમાં એ મને …” શૌર્ય એ કહ્યું 

“એમાં શું થયું સર તમને તો આદત છે આની ” S.P.  એ કહ્યું 

શૌર્ય એ ત્રાંસી નજરે ગુસ્સામાં તેની સામે જોયું, S.P. તેની હસી ને રોકી ન શકયો અને હસવા લાગ્યો, શૌર્ય તેને કંઈ કહી પણ શકતો ન હતો. 

એક તરફ દિગ્વિજય સિંહે લાલ ડાયરી ને બેકાર સમજી ને ફેંકી દીધી, તો બીજી તરફ કોઈ અજનબી એ તેને ઉઠાવી અને તેનાં અંદરની માહિતી વાંચી ને તેનાં હાવભાવ દર્શાવી રહ્યાં હતાં કે તે આ વિશે કંઈક તો જાણે છે, આ તરફ પ્રીતિ ની વાતો થી સ્પષ્ટ હતું કે તે શૌર્ય પર હક 
જતાવી રહી હતી અને શૌર્ય એ તેને રોકી પણ નહી,એનું શું કારણ છે એ તો આવતાં ભાગમાં જ ખબર પડશે, તો જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”