The Author Kanu Bhagdev Follow Current Read ભેદ - - 11 By Kanu Bhagdev Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books महाभारत की कहानी - भाग 6 महाभारत की कहानी - भाग-५ शुक्र का देवताओं के प्रति शत्रुता त... My Devil Hubby Rebirth Love - 66 (Last Part) अब आगे 3 साल बादसिंघानिया विला बहुत ही खूबसूरत तरीके से सजाय... बैरी पिया.... - 69 (अंतिम भाग) अब तक : भगवान करे अब तुम्हारी जिंदगी में संयम जैसा कोई ना आए... साथिया - 140 (अंतिम भाग) जैसे-जैसे प्रेगनेंसी का समय बढ़ रहा था साँझ की तकलीफें भ... शून्य से शून्य तक - भाग 47 47==== अगले दिन का सुबह का वातावरण हमेशा की... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Kanu Bhagdev in Gujarati Fiction Stories Total Episodes : 15 Share ભેદ - - 11 (247) 5.1k 9.9k 18 ભેદ કનુ ભગદેવ (11) દિલીપની કાર્યવાહી...! પોતાના રૂમમાં પહોંચીને મંચરશાએ બત્તી ચાલુ કરી.વળતી જ પળે તે એકદમ ચમકી ગયો.રૂમની બરાબર વચ્ચે ખુરશી પર એક માનવી બેઠો હતો.એ માનવીની વેધક આંખો મંચેરશાના ચહેરા પર જ મંડાયેલી હતી.એના ભયંકર ચહેરા પર નજર પડતાં જ મંચેરશા ધ્રુજી ઊઠ્યો.ભયનું એક ઠંડું લખલખું વિજળીવેગે એના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું.આવો ભયંકર માણસ એણે આજ સુધીમાં ક્યારેય નહોતો જોયો.એ માણસની આંખોમાંથી જાણે કે અંગારા વરસતા હતા.એની સળગતા કોલસા જેવી આંખો સામે જોવાની મંચેરશામાં હિંમત નહોતી.‘તું...તું કોણ છો...?’ એણે નીચું જોઈ ને કંપતા અવાજે પૂછ્યું, ‘મારા બંધ રૂમમાં તું કેવી રીતે ઘૂસ્યો...અને તું શા માટે અહીં આવ્યો છે...?’‘મારા ચહેરા પરથી તને ખ્યાલ નથી આવતો કે હું કોણ હોઈશ? શું તેં માઈકલનું નામ ક્યારેય નથી સાંભળ્યું...?’ એ માનવીની ગળામાંથી ઘૂરકાટ જેવો પણ ઠંડો અવાજ નીકળ્યો.માઈકલના અવાજમાં કોણ જાણે શું હતું કે મંચેરશાના દેહમાં ધ્રુજારી ફરી વળી.એના રૂંવાડાં ઊભાં થઈ ગયાં.‘હું...હું નથી ઓળખતો...’ એ ધ્રુજતા અવાજે બોલ્યો.‘તો હવે ઓળખી લે...અને એ પણ જાણી લે કે ખૂન કરવાનો મને ખૂબ જ શોખ છે!’‘જી...જી...પણ હું તો એવું કંઈ...’‘શાંતિથી બેસી જા...!’ માઈકલ વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતાં બોલ્યો, ‘અને મારા થોડા સવાલોના સીધા-સાચા જવાબો આપ...! પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે...જો તું જરા પણ ખોટું બોલવાનો પ્રયાસ કરીશ તો તારી લાશનો પણ પત્તો નહીં લાગે...!’મંચેરશાનું હ્લદય બે-ત્રણ ધબકારા ચૂકી ગયું.એ તેની સામે ખુરશી પર બેસી ગયો.‘પ...પૂછો...’ એણે કંપતા અવાજે કહ્યું.‘થોડી વાર પહેલાં તારી હોટલમાં શરાબના નશામાં ચકચુક બનીને એક યુવાન આવ્યો હતો?’‘હા...’‘ત્યારે પછી બીજું કોણ કોણ આવ્યું હતું?’‘જી...જી... કોઈ નહીં...!’ ‘મંચેરશા...તું ખોટું બોલે છે...! કાન ખોલીને સાંભળી લે...ખોટું બોલનારાઓને હું ક્યારેય માફ નથી કરતો...!’ માઈકલ કઠોર અવાજે બોલ્યો.મંચેરશાના મોતિયા મરી ગયા.એની હિંમત ઓસરવા લાગી.‘બોલ...કોઈ આવ્યું હતું...?’ માઈકલે ફરીથી પૂછ્યું.‘હા...હા...એક માણસ આવ્યો હતો.’‘કોણ હતો એ...? શું કાવેરીનો માણસ હતો કે જેને તે મેરીના હોટલમાં ફોન કર્યો હતો?’મંચેરશા માઈકલના આ ધડાકાથી ચમકી ગયો.એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી.સામે બેઠેલો માઈકલ નાધારી માનવી માણસ છે કે જાદુગર એ તેને ન સમજાયું.માઈકલ એકાદ પળ સુધી તેના ચહેરાનું અવલોકન કરતો રહ્યો.પછી એના ગળામાંથી પ્રચંડ અટ્ટાહાસ્ય નીકળ્યું.‘બચ્ચા...’ અટ્ટાહાસ્ય બંધ કરીને માઈકલ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘મારાથી કોઈ વાત છૂપી નથી રહેતી. હું બધું જ જાણું છે...! તું પરદેશથી, દાણચોરીથી આવેલા માલનું કમિશન લઈ ને નિકાલ કરી આપે છે. એટલું જ નહીં, તું તારી હોટલના ગ્રાહકોને તેમના મનોરંજન માટે સુંદર અને ખૂબસૂરત યુવતીઓ સપ્લાય કરવાનું કામ પણ કરે છે. બોલ, બીજું કંઈ કહું...?’‘હમણાં જ પોતે બેભાન થઈ જશે, એવો મંચેરશાને ભાસ થયો.માંડ માંડ એણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો.‘મેં...મેં કાવેરીને નહીં, કેલાસ મહેતાને ફોન કર્યો હતો.’ એણે સ્વસ્થ થવાનો પ્રયાસ કરતાં કહ્યું.‘શા માટે...?’‘શરાબના નશામાં ચકચૂર બનીને જે યુવાન આવ્યો હતો, તે જુલીની સાથે અરૂણ દેશપાંડેના ત્રણ નંબરના સ્યૂટની તલાસી લેવાની વાત કરતો હતો અને જો કોઈ અરૂણ દેશપાંડેના સ્યૂટમાં રસ લે તો તાબડતોબ તેની સૂચના કૈલાસ મહેતાને પહોંચાડી દેવાની મને સૂચના આપવામાં આવી હતી.’‘તો પછી જે માણસ આવ્યો હતો, તે કૈલાસ મહેતા હતો?’‘ના..’‘તો પછી એ કોણ હતો?’‘હું તેને નથી ઓળખતો!’‘કંઈ વાધો નહીં, એનો ચહેરો અને દેખાવ કેવો હતો?’‘હું નથી જાણતો...’‘કેમ...?’‘એટલા માટે કે એણે પોતાના ચહેરા પર નકાબ ચડાવી રાખ્યો હતો.’‘વારુ, જુલી ક્યાં છે...?’‘જુલી...?’‘હા...’‘એ તો...એ તો...’ મંચેરશા થોથવાયો.’‘જુલીને ગુમ કરી દેવામાં આવી છે, એની મને ખબર છે!’ માઈકલે વેધન નજરે તેની સામે તાકી રહેતાં પૂછ્યું,‘ પણ અત્યારે એ ક્યાં છે?’‘હું...હું જુલી વિશે કંઈ જ નથી જાણતો...!’ કશું જ નથી જાણતો...!’‘ખરેખર નથી જાણતો?’‘ના...!’ મંચેરશાએ નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું.‘તું ખોટું તો નથી બોલતો ને?’‘ના...?’‘વાંધો નહીં...હવે એક વાતનો જવાબ આપ...’‘મંચેરશા પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો.’‘અરૂણ દેશપાંડેના સ્યૂટમાં એવું તે શું છે કે જેને છૂપું રાખવા માટે તમારે લોકોને આટઆટલી સાવચેતી રાખવી પડે છે?’‘એ સ્યૂટ...એમાં અરૂણ...’મંચેરશાનું વાક્ય અધૂરું રહી ગયું.એ પોતાની વાત પૂરી ન કરી શક્યો.સહસા માઈકલની બાજુમાં રહેલી બારી ધડામ અવાજ સાથે ઉઘડી ગઈ.વળતી જ પળે ઉઘડી ગયેલી બારી તરફ એક ગોળી અંદર આવી અને મંચેરશાની છાતીને વીંધીને આરપાર નીકળી ગઈ.ભેંસની જેમ બરાડતો બરાડતો મંચેરશા લોહી નીતરતા દેહ સાથે ખુરશી પરથી ઉછલીને જમીન પર ગબડી પડ્યો.માઈકલ વિજળીક ગતિએ ખુરશી પરથી ઊભો થઈને બારી પાસે પહોંચ્યો. ચાંદનીના પ્રકાશમાં એણે એક આકૃતિને દોડી જતી જોઈ.એ પણ ઝડપથી બહાર નીકળીને તેની પાછળ દોડ્યો.પરંતુ આ દોડાદોડી એળે ગઈ. એ આકૃતિ તેના હાથમાં ન આવી.એ મંચેરશાના રૂમમાં પાછો ફર્યો.પરંતુ રૂમમાં પ્રવેશતાંની સાથે જ એનું દિમાગ ચકરાવે ચડી ગયું.કારણ કે રૂમમાં મંચેરશાનો મૃતદેહ તો ઠીક, લોહીનું એક ટીપું પણ નહોતું.સહસા બહારની લોબીમાં કોઈકના પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો.માઈકલ તરત જ બારીમાંથી બીજી તરફ ઊતરી ગયો.***દિલીપ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને એક નરમ નરમ ગાદલાં પર પડેલી જોઈ.એ પીડાથી ચિત્કાર કરતો બેઠો થઈ ગયો.વાતાવરણમાં ગાઢ અંધકાર છવાયેલો હતો.અંધકારને કારણે પોતે અત્યારે ક્યાં છે, એનું અનુમાન તે ન કરી શક્યો.ધીમે ધીમે તેને યાદ આવવા લાગ્યું.અરૂણ દેશપાંડેના સ્યૂટમાં પાછળથી તેના પર હુમલો થયો હતો. હુમલાખોર તેને કદાચ મારી જ નાખત. પરંતુ એ જ વખતે કોઈક બીજું ત્યાં આવી ચડ્યું હતું. પરિણામે એ તેને બેભાન હાલતમાં પડતો મૂકીને નાશી છૂટ્યો હતો.એ બીજો માણસ કોણ હશે, તે એને નહોતું સમજાતું.પછી તેને જુલી યાદ આવી.ત્યાર બાદ એ વધુ કંઈ વિચારે તે પહેલાં જ રૂમની લાઈટ ચાલુ થઈ.દિલીપની આંખો થોડી પળો માટે અંજાઈ ગઈ.જ્યારે ે કંઈક જોઈ શકવા માટે શક્તિમાન થયો ત્યારં એણે માઈકલને જોયો.માઈકલના ચહેરા પર રમતીયાળ સ્મિત ફરકતું હતું.‘ત...તમે...’ દિલીપ અચરજભર્યા અવાજે બોલ્યો.‘તારા જેવા માણસો આટલો બધો મૂરખ હશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી!’ માઈકલ હાથ ઊંચા કરીને વચ્ચેથી જ તેને અટકાવતાં બોલ્યો.દિલીપ ચુપચાપ એના ચહેરા સામે તાકી રહ્યો.‘જે લોકોએ ગુનાની આવી ભયંકર જાળ પાથરી છે, તેઓ બોકા છે એમ તું માને છે?’ એને ચૂપ જોઈને માઈકલ ફરીથી બોલ્યો, ‘તું તારી જાતને ભલે ગમે તેવો ચાલક અને હોંશિયાર માનતો હો...પણ હું નથી માનતો...! તારો કૈલાસ મહેતાવાળો ભાંડો પણ ફૂટી ગયો છે એવું મને લાગે છે...!’‘કેમ...? આવું તમે શા માટે માનો છો...?’‘અક્કલના દુશ્મન એટલુંય ન સમજ્યો? તારો ભાંડો કદાચ ફૂટી ગયો હતો, એટલા માટે જ તો તારા પર દેશપાંડેના સ્યૂટમાં હુમલો થયો હતો.’ માઈકલ જોરથી તડુક્યો.પોતાના બચાવનાર બીજો જ માણસ હતો, એ વાત દિલીપ સમજી ગયો.‘સાંભળ...જો હું સમયસર ત્યાં ન પહોંચી ગયો હોત તો મંચેરશાની જેમ તારો મૃતદેહ પણ ગુમ થઈ ગયો હોત અને એક-બે બે દિવસ પછી એ મૃતદેહ સમુદ્રના પાણી પર તરતો જોવા મળત...’ ‘તો...તો...શું...’ દિલીપ એકદમ ચમકી ગયો.‘મંચેરશા મારી સામે અરૂણ દેશપાંડેના સ્યૂટનો ભેદ છત્તો કરાવની તૈયારીમાં હતો ત્યાં જ અચાનક તેનું ખૂન કરી નાખવામાં આવ્યું.’ માઈકલ બોલ્યો, ‘અલબત્ત, નકલી કૈલાસ મહેતા સાહેબ, એક વાત મને નથી સમજાઈ. આ વાતે મારા દિમાગને ચકરાવે ચડાવી દીધું છે.’‘મિસ્ટર માઈકલ...!’ આ દુનિયાનું બીજું નામ જ ચકરાવો છે! અને આ ચકરાવો એવો છે કે એમાંથી કોઈ ક્યારેય બહાર નથી નીકળી શક્યું. તમે પણ એ ચકરાવામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશો નહીં. તેમ છતાંય જો કરશો તો એમાં તમને નિષ્ફળતા જ સાંપડશે.’ દિલીપે સ્મિત ફરકાવતા કહ્યું. ‘હા...હવે એ કહો કે તમે ત્યાં અચાનક કેવી રીતે પહોંચી ગયા હતા અને આ જગ્યા કંઈ છે?’‘ભાઈ કૈલાસ...હાલ તુરત હું તને કૈલાસ કહીને જ બોલાવું છું. માઈકલ એક વખત જેને પોતાનો મિત્ર કહી દે છે, એના ઉપર તે પોતાના જીવતાંજીવત કોઈ મુશ્કેલી નથી આવવા દેતો...! માઈકલ બોલ્યો, ‘અને અત્યારે તું મારી પાસે છો. કેદ નથી...! જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે જઈ શકે છે પણ અત્યારે રાત છે. સવારે જવું હોય તો જતો રહેજે.’‘તો શું આ...’‘હા...આ મેરીના હોટલનો જ રૂમ છે, પરંતુ હવે આ હોટલ અને તારા પર જોખમનાં વાદળો ઘેરાવા લાગ્યાં છે એટલે તારે ખૂબ જ સાવચેતી રાખવી પડશે... ફૂંકી ફૂંકીને ડગલું ભરવું પડશે.’ માઈકલ બોલ્યો, ‘ફરીથી એક વખત કહી દઉં કે તું મારી સાથે રહીને જ કામ કર! આપણા બંનેનો હેતુ એક જ છે! એના કારણે આપણા પર જોખમ ઓછું રહેશે. એક બીજી વાતની પણ તું ખાતરી રાખજે.’‘કંઈ વાતની...?’‘એ જ કે માઈકલ પોતાનું વચન હંમેશા પાળે જ છે! હું ભાગ્યે જ કોઈ ને વચન આપું છું...અને આપું છું ત્યારે ન્યાયી રીતે તેનો અમલ પણ કરું છું! તું નહીં કહે તો પણ તારો ભાગ તેને મળી જશે.’‘ભાગ...?’ દિલીપે માઈકલ સામે તાકી રહેતાં પૂછ્યું, ‘જો હું તમારી સાથે કામ કરું તો મારા ભાગમાં શું આવશે?’‘આ ખૂનો અને ગભરાટ ઊભો કરે એવા વિસ્ફોટના કારણે એ ભયંકર ગુનાનું અનુમાન પહેલાં હું પણ નહોતો કરી શક્યો. પરંતુ આ બધું પોલીસનું ધ્યાન એ તરફ કેન્દ્રિત થયેલું રહે અને તેઓ પોતાનું અસલી કામ પતાવીને સરળતાથી નીકળી જાય એટલા માટે જ કરવામાં આવ્યું હોય એવું મને લાગે છે.’‘તો શું આ બધો બખેડો માત્ર પૈસા ખાતર જ ઊભો કરવામાં આવ્યો છે?’ દિલીપે મોં મચકોડતાં પૂછ્યું.‘પૈસાનું કહીને આખી રમતની ગંભીરતા ઓછી ન કર...! આ રમત ઘણી લાંબી અને ભયંકર છે. જો એ રમત સફળ થઈ ગઈ તો આ દેશની સુરક્ષા હંમેશને માટે જોખમમાં આવી પડશે.’ માઈકલ બોલ્યો, ‘પરંતુ મારી નજર તો આ રમતને સફળ બનાવવાના બદલામાં મળનારા બે કરોડ રૂપિયા પર જ છે!’‘બે કરોડ...?’ દિલીપે ચમકીને પૂછ્યું.‘હા...અને આવડી મોટી રકમ હું સહેલાઈથી છોડી શકું તેમ નથી. મારી યોજના એવી છે કે એ રમત મારા હાથમાં આવી જાય. એ વખતે આપણે એવી પરિસ્થિતિમાં હોઈશું કે તે રકમમાં વધારો પણ કરી શકીશું. જે કંઈ રકમ મળશે એમાંથી અર્ધો ભાગ તારો...!’‘અર્ધો ભાગ...એટલે કે એક કરોડ રૂપિયા...?’‘હા...’‘ઓહ...! હું એકદમ તૈયાર છું.’ દિલીપ બોલી ઊઠ્યો, ‘અત્યાર સુધી એક નાકચઢી યુવતી મને કડકો સમજીને મારી સાથે લગ્ન નહોતી કરતી. પરંતુ હું કરોડપતિ બની જઈશ ત્યારે એ સામેથી જ મારી સાથે લગ્ન કરવા માટે દોડતી આવશે’દિલીપની વાત સાંભળ્યા પછી માઈકલના ચહેરા પર પળભર માટે સ્મિત ફરકીને અદશ્ય થઈ ગયું.‘જો તને મંજૂર હોય તો હાથ મિલાવ...!’ એ બોલ્યો.‘એક વાતનો જવાબ આપશો મિસ્ટર માઈકલ?’ દિલીપે તેની સામે હાથ લંબાવતા કહ્યું.માઈકલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.‘તમે અરૂણ દેશપાંડેનું ખૂન શા માટે કર્યું હતું...?’‘શું કહ્યું...?’‘તમે અરૂણ દેશપાંડેને શા માટે મારી નાખ્યો?’ દિલીપે પૂછ્યું.‘આવું વળી તેને કોણે કહ્યું?’‘કોઈએ નહીં...! માત્ર અનુમાન કરીને પૂછું છું.’‘ખૂન જેવું મામુલી કામ હું નથી કરતો.’‘તો અરૂણ દેશપાંડેનું ખૂન તમે નથી કર્યું?’‘ના...અલબત્ત, એનું ખૂન કોણે કર્યું છે, એની મને જરૂર ખબર છે!’‘કોણે કર્યું છે...?’‘અરૂણના સ્યૂટમાં તારા પર હુમલો કર્યો હતો, એણે...!’ માઈકલ જવાબ આપ્યો.‘એ કોણ છે...?’‘એ હું જાણતો...! હજુ સુધી મને માત્ર એટલું જ જાણવા મળ્યું છે કે એના જમણો હાથ બેકાર છે!’ માઈકલ બોલ્યો, ‘સારું...હવે તું આરામ કર...! પણ જોજે...સૂઈ ન જતો...! બીજા જાગે એ પહેલાં તારે તારા રૂમમાં પહોંચી જવાનું છે.’દિલીપે ધીમેથી માથું હલાવ્યું.માઈકલ બહાર નીકળી ગયો.દિલીપ પાછો વિચારવમળ વચ્ચે ઘેરાઈ ગયો.હજુ પણ અંધકાર હતો.તસવીર સ્પષ્ટ નહોતી થઈ.એક ઝાંખો એવો પ્રકાશ જરૂર મળ્યો હતો કે દેશની સુરક્ષા સંબંધી અમુક મહત્વના દસ્તાવેજો ચોરાવાના છે, અથવા તો ચોરાઈ ગયા છે અને તેનો સોદો આ શાંતિનગરમાં થશે.નાગપાલને આ શંકા કદાચ અગાઉથી જ આવી ગઈ હતી અને એટલે જ એણે પોતાને અહીં મોકલ્યો છે એવું દિલીપને લાગ્યું.એણે ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધવાના ઘણા પ્રયાસો કર્યાં હતા. પરંતુ એમાં તેને સફળતા નહોતી મળી.એને નાગપાલ પર ખૂબ જ ક્રોધ ચડતો હતો.નાગપાલને અંધારામાં ધક્કો મારી દેવાની પહેલાંથી જ ટેવ છે.પોતાને અહીં મોકલીને એ ક્યાંક આરામથી પ્રિન્સ હેનરી તમાકુની પાઈપ ભરીને લિજ્જતથી કસ ખેંચતો હશે.ક્રોધાવેશને કારણે એના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ.‘અંકલ...!’ એ સ્વગત બબડ્યો,‘ આ વખતે તો હું ગધેડો બની ગયો છું, પણ ભવિષ્યમાં કદાપી નહીં બનું એની ખાતરી રાખજો.’જાતજાતના વિચારો વચ્ચે એને કાવેરી તથા રૂબી યાદ આવી.અત્યારે રૂબી તેના જ રૂમમાં પોતાના પલંગ પર સૂતી હશે એ વાત તેને યાદ આવી.સવાર પડતાં જ એ રૂમની બહાર નીકળી ગયો.એ પોતાના રૂમ પાસે આવ્યો.પરંતુ કાવેરીના રૂમનો દરવાજો સહેજ ધક્કો મારતાં તે ઊઘડી ગયો.એને થોડું આશ્રર્ય થયું.પરંતુ એણે આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું.એ ચૂપચાપ વચ્ચેનો દરવાજો ખોલીને પોતાના રૂમમાં પ્રવેશ્યો.ત્યારબાદ પલંદ પાસે પહોંચીને એણે જોરથી કુદકો માર્યો.પરંતુ પલંગ પર કોઈ જ નહોતું.એ ચમકી બેઠો થઈ ગયો.સહસા પલંગના છેડા પાસેથી કોઈકના હસવાનો અવાજ આવ્યો.વળતી જ પળે રૂમની લાઈટ ચાલુ થઈ ગઈ.રૂબીને પલંગથી થોડે દૂર ઊભેલી જોઈ ને દિલીપ ભોંઠો પડ્યો.‘મિસ્ટર કૈલાસ...!’ રૂબી સ્મિત ફરકાવતાં બોલી, ‘હું’ એકલી જ છું ને હંમેશા એકલી જ રહું છું. જો આમ બેદરકારીપૂર્વક સૂઈ રહું તો મારા પર દરરોજ જોખમ આવીને ઊભું રહી જાય! તમે જ્યારે દરવાજો ઉઘાડીને અંદર આવ્યા, એ જ વખતે મારી ઊંઘ ઊડી ગઈ હતી અને પછી તમારો ઈરાદો કળી જવામાં મને વાર ન લાગી, તમે પલંગ પાસે પહોંચો, એ પહેલાં જ હું નીચે ઊતરી ગઈ હતી. કેમ...મજા...આવીને...?’દિલીપના ચહેરા પર દુનિયાભરની મૂર્ખાઈ આવીને બેસી ગઈ એ કશું જ બોલ્યો.‘હા...તમે તમારી માસીના પતિની પત્નીના ભાઈના સાળાની બહેનને લેવા ગયા હતા, તે આવી કે નહીં?’ સહસા રૂબીએ પૂછ્યું.‘આવી અને ચાલી પણ ગઈ...! બસ, વાત પૂરી...!’‘એટલે...? શું તેનું હ્લદય બંધ પડી ગયું...?’‘ના...એનું તો નહીં...! પણ મારું બંધ થતાં થતાં માંડ બચ્યું...!’‘કેમ...?’‘એટલા માટે કે એના એકના એક પતિના એકના એક પુત્રે એને કેમ કહ્યું કે---આ ઉલ્લુના તું લગ્ન કરાવી આપીશ તો એટલા બધા ઉલ્લુઓનો જન્મ થઈ જશે કે ઘરમાં જ્યાં ને ત્યાં ઉલ્લુઓ દેખાવા લાગશે. બસ, આટલું સાંભળીને એ પાછી ચાલી ગઈ. મારા હ્લદયને આઘાતના એટલા બધા આંચકા લાગ્યા કે એ બિચારું બંધ પડતાં પડતાં રહી ગયું. એ તો સારું થયું કે તારો ચહેરો મારી નજર સામે આવ્યો ને હું બચી ગયો. નહીં તો હું બાપડો કુંવારો જ માર્યો જાત..!’‘એમ...?’‘હા...’‘તો યાદ રાખો કે તમારે કુંવારા જ જવું પડશે.’‘તને કેવી રીતે ખબર પડી?’‘તમારા ચહેરા પર લખ્યું છે. મારા પર ભરોસો ન હોય તો કોઈક જ્યોતિષીને પૂછી લેજો...!’‘તારી અને તારા જ્યોતિષીની એસીતેસી...! મને વધુ ન ચિડાવ...નહીં તો...’‘નહીં તો શું કરશો...?’‘નહીં તો હમણાં જ કાવેરીને ઊઠાડીને તેની સાથે લગ્ન કરી લઈશ!’‘પણ કાવેરી એના રૂમમાં નથી. હા...એના પલંગ સાથે જો લગ્ન કરવાની ઈચ્છા હોય તો જલ્દી ઊપડો!’‘કાવેરી રૂમમાં નથી...?’‘ના...’‘ક્યાં ગઈ...?’‘એ તો હું નથી જાણતી...! અલબત્ત, એટલી મને જરૂર ખબર છે કે તમારા ગયા પછી થોડી વાર બાદ તેના પર કોઈકનો ફોન આવ્યો હતો. ફોન રિસીવ કર્યા પછી એ ગભરાઈ ગઈ અને ત્યારબાદ તરત ચાલી ગઈ.’‘ઓહ..’ દિલીપ વ્યાકુળ થઈ ગયો, ‘પરંતુ આટલી મોડી રાત્રે જ્યારે તેં તેને જતી જોઈ ત્યારે તારે પણ તેની સાથે જવાની જરૂર હતી. ક્યાંક એ કોઈ ઉપાધિમાં ન મૂકાઈ ગઈ હોય!’‘મિસ્ટર કૈલાસ...!’ રૂબી એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલી, ‘કાવેરીને હું તમારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું. એના પર કોઈ જાતની ઉપાધિ આવી શકે તેમ નથી.’‘કેમ...?’‘ના...’‘આવી સાધારણ વાત તો નાનો બાળક પણ સમજી શકે તેમ છે.’‘બરાબર છે...પરંતુ હું નાનો બાળક નથી એટલે મને નહીં સમજાય...!’‘તો સાંભળો...કાવેરી પોતા જ એક ઉપાધિ જેવી છે અને માની લો કે એના કોઈ પ્રેમીએ તેને બોલાવી હોય તો...? તો એની સાથે જઈને હું શું કરું...?’‘આજકાલની યુવતીઓને આવા સમયે પણ કોઈક જરૂર રહે છે એવું સાંભળ્યું છે. તું સાથે ગઈ હોત તો તેને કંઈક મદદ...’‘તમારા જેવા અવળચંડા માણસ સાથે તો વાત પણ ન કરવી જોઈએ.’ રૂબી ક્રોધ સહ બોલી.પછી તે ચાલી ગઈ.દિલીપ હસતાં હસતાં પલંગ પર સૂઈ ગયો.પરંતુ એની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું.સહસા કાવેરીના રૂમમાંથી મધમાખીઓના ગણગણાટ જેવો અવાજ ગુંજી ઊઠ્યો.દિલીપ સ્ફૂર્તિથી પલંગ પરથી નીચે ઊતર્યો.વળતી જ પળે તે કાવેરીના રૂમમાં હતો. અવાજ પરથી ટ્રાન્સમીટર ક્યાં પડ્યં છે, એની તેને ખબર પડી ગઈ.એ કેમેરા જેવા આકારનું ટ્રાન્સમીટર તેને મળી તો ગયું પણ તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, એની તેને ખબર નહોતી.એની આંગળીઓ ઝડપથી ફરવા લાગી.એક બટન પર આંગળી પડતાં જ એમાંથી અવાજ આવ્યો. ‘હલ્લો...હલ્લો...જીરો જીરો... એઈટ...હલ્લો...’દિલીપે ઝડપથી પોતાના મોં પર રૂમાલ દબાવ્યો અને કાવેરીના અવાજની નકલ કરતાં ધીમા અવાજે બોલ્યો, ‘યસ...જીરો જીરો એઈટ સ્પીકિંગ...!’‘તમે લોકોએ અત્યાર સુધીમાં એટલી બધી ગરબડ ઊભી કરી નાખી છે કે મારે પોતાને અહીં આવવું પડ્યું છે. અરૂણની જગ્યાએ મેં બીજાં માણસને કામે લગાડી દીધો છે. એનો જમણો હાથ ખરાબ છે. તું એને સરળતાથી ઓળખી શકે એટલા માટે જ આ નિશાની જણાવું છું અને સાંભળ...તું બધાને તાબડતોબ સૂચના આપી દે કે નકલી કૈલાસ મહેતાને..’એ જ વખતે બહારથી છાપાવાળાનો અવાજ આવ્યો, ‘આ છાપું લઈ લેજો...!’અનાયાસે જ દિલીપ પોતાના અસલી અવાજમાં બોલી ઊઠ્યો, અંદર ફેંકી દે...!’‘વળતી જ પળે એને પોતાની ભૂલ સમજાઈ...!’પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું.ટ્રાન્સમીટરમાંથી આવતો અવાજ બંઝ થઈ ગયો હતો.છાપાવાળાને મનોમન ભાંડતો ટ્રાન્સમીટર યથાસ્થાને મૂક્યો પછી એ પોતાના રૂમમાં આવ્યો.પછી એણે છાપું ઊંચકીને વાંચ્યું. વળતી પળે તે ચમકી ગયો.પહેલાં પાના પર જ કાવેરીની ફીયાટ સળગી ગયાના અને તેમાંથી એક પુરુષનો સળગેલો મૃતદેહ મળી આવ્યાના સમાચાર છપાયા હતા.કંઈક વિચારીને દિલીપ છાપા સાથે જ માઈકલના રૂમ તરફ આગળ વધી ગયો. *** ‹ Previous Chapterભેદ - - 10 › Next Chapter ભેદ - - 12 Download Our App