aatmsathi in Gujarati Love Stories by Prachi Patel books and stories PDF | આત્મસાથી

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

આત્મસાથી

                   


                          "જનસેવા વૃદ્ધાશ્રમ".
                          કુદરતના ખોળે વસેલું. પ્રકૃતિ જાણે આશીર્વાદ આપતી.. બધી જ સુવિધાથી યુક્ત. અંદર પ્રવેશીએ તો એક બાજુ પ્રાર્થનાખંડ.  પાસે વૃદ્ધો માટે એક  ઉદ્યાન. સામે જ મેનેજર ની ઑફિસ.. ને ઉદ્યાનની સામે ની બાજુ એથી વૃદ્ધો માટેની રૂમો ની લાઈન શરૂ થતી.લગભગ 30 જેટલી રૂમ હશે. ને એની પાસે રસોઈઘર.ટૂંકમાં કહીએ તો જનસેવા વૃદ્ધાશ્રમ વૃદ્ધો માટે સ્વર્ગ સમાન હતું...


                ####################


                         એક લેક્સસ કાર આવી ને 'ચિરરરરરરર..' અવાજ સાથે જનસેવા વૃદ્ધાશ્રમ ના પટાંગણ માં ઉભી રહી. 
અંદર થી સુટેડ બુટેડ આદમીના પગ બહાર નીકળ્યા. પાછળ ના ડોર થી એક ઘરડું અશક્ત શરીર બહાર ધ્રુજતા પગે ઉતર્યું.
"મેનેજર ની ઓફીસ ક્યાં છે?" સૂટ બુટ વાળા વ્યક્તિ એ ઉદ્યાનમાં બેઠેલા એક ઘરડા માણસ ને પૂછ્યું. ઘરડા માણસે સામે ઈશારો કરતા ઓફિસ નો રસ્તો બતાવ્યો. ધ્રુજતા પગ એ સુટેડ બુટેડ વ્યક્તિ ની પાછળ ઑફિસ તરફ દોરવાયા.

                          બંને અંદર ઓફિસમાં દાખલ થયા. મેનેજર જોડે થોડી વાતચીત કરી એ વૃદ્ધ ને લઈ એ વ્યક્તિ બહાર નીકળ્યો. કારમાંથી થોડી બેગ લઇ ને એક રૂમ આગળ જઈ એમાં બધી બેગ મૂકી ને બહાર નીકળ્યો. સાથે વૃદ્ધ ને પણ અંદર બેસાડ્યા. ને કાર લઇ ફટાફટ બહાર નીકળી ગયો. એ આજીજી ભરેલો આંખો તરફ નજર પણ ના કરી.....
એ સુટેડ બુટેડ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ પારસ મજમુદાર પ્રખ્યાત બિઝનેસમેન ને એ અશક્ત શરીર નામે જીતેન મજમુદાર.

                         લગભગ  એક અઠવાડિયુ વીતી ગયુ. પણ જીતેન મજમુદાર ને અહીંયા વૃદ્ધાશ્રમ માં ગોઠતું નહિ. એ નીરસ આંખો આખો દિવસ બસ વૃદ્ધાશ્રમ ના મુખ્ય દ્વાર ને તાકતી રહેતી એક આશા સાથે..કે એમને એમનો દીકરો લેવા આવશે. પણ જેમ દિવસ વીતી જતો ત્યારે એમની આશા ઠગારી નીવડતી. બીજા દિવસે ફરી એજ આશા સાથે આંખો દ્વાર સામે મંડાતી. પણ અંત માં એજ નીરાશા મળતી. બીજા બધા વૃદ્ધો એમને સમજાવતા, એમને ખુશ રાખવા નો પ્રયત્ન કરતા. 
      

                        એમના પ્રયત્નોથી જીતેન મજમુદારને હવે ધીરેધીરે આદત પડવા મંડેલી. ધીરે ધીરે એ વાતાવરણ માં ટેવાતા જતા હતા... બસ બધા જોડે વાતો ઓછી કરે ને ગુમસુમ બેસી રહે... એક ખાસ મિત્ર બનેલા નવીનભાઈ. એમની સાથે વાત કરે એ પણ કામ પુરતી જ.. બાકી એ ભલા ને એમની એકલતા........

                          હવે તો 3 મહિના ઉપરાંત નો સમય વીતી ગયેલો.



                            એક દિવસ એક વ્યક્તિ આવ્યો ને એક વૃદ્ધા ને મૂકી ગયો વૃદ્ધાશ્રમમાં ...જીતેન મજમુદાર એમના રૂમ ની બહાર ખુરશીમાં માં બેઠેલા.. એમણે એ વૃદ્ધા ને જોયી......ચહેરો કંઈક જાણીતો લાગ્યો..... પણ ઉંમર ને લીધે જલ્દી યાદ ના આવ્યું. થોડું દિમાગને જોર લગાવ્યું....  હા.... આતો...................


                             બંને ની નજરો મળી. એકીટશે જોઈ રહ્યા. બંને માંથી કોઈ કાઈ ના બોલ્યું.જાણે આંખો વડે વાતોની આપ લે થઈ. જાણે મૌન બોલ્યું. એક બીજાના મૌન ને જ સમજી લીધું. ભૂતકાળ આંખ સામે તાદ્રશ્ થયો........ 




   

                      

              ########################


              


             જીતેન મજમુદાર ને પારુલ જોશી. શાળા થી લઈને કોલેજ સુધી સાથે ભણેલા. દોસ્તી ક્યારે પ્રેમ માં પરિવર્તિત થયી ગઈ. ખબર જ ન રહી. બંને ને એકબીજા વગર ચાલે નહીં. કોલેજ પછી બંને ના રસ્તા અલગ થયા. પારુલએ બી એડ કરી એક શાળામાં શિક્ષક ની નોકરી સ્વીકારી. ને જીતેન એક પ્રાઇવેટ કંપની સાથે જોડાયો. પણ બન્ને નો પ્રેમ અતૂટ હતો. અખૂટ હતો. વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢી એક બીજા ને મળી લેતા.ક્યારેક બાગ માં તો ક્યારેક દરિયાકિનારે ક્યારેક કાફે માં તો ક્યારેક ચાની કીટલી એ.....ક્યારેક મૂવી જોઈ આવતા. મળતા ને કલાકો સુધી બેસી રહેતા. એકબીજા ને જોઈ રહેતા. ભરપૂર વાતો કરી લેતા... 
  
આમને આમ લગભગ 4 વર્ષ વીતી ગયા.જીતેન પણ હવે એ કંપની માં સારી પોસ્ટ પર હતો. પારુલ  પણ શિક્ષક માંથી એ શાળા ની આચાર્યા બની ગયેલી.બંને ના ઘરે થી લગ્ન માટે દબાણ કરવા લાગ્યા. ત્યાં જ  જીતેન ને ટ્રાન્સફરનો લેટર મળ્યો. એને એની કંપની ની બીજી શાખામાં મુંબઇ મેનેજર ની પોસ્ટ પર ટ્રાન્સફર કર્યો. 

                             
બંને કોલેજના સમય ના પોતાના પ્રિય કાફેમાં મળ્યા.
   

         "જીત, તારું જવું જરૂરી છે. તને ખબર છે ને હું તારા વગર એક દિવસ પણ નહીં રહી શકું. ના જઇશ ને..."એ ધીમા પણ આજીજી ભર્યા અવાજે બોલી.  

         "પારું,હું નહિ જાવ તો મને નોકરી માંથી બરતરફ કરી નાખશે. તકદીર બધાને આવી તક નથી આપતી. આમ પણ હું થોડા દિવસ માં ઘરે આપણા વિશે વાત કરવાનો છું. પછી લગ્ન કરી ને હું તને મુંબઇ તેડી જઈશ. ત્યાં બસ આપણે બંને ને આપણો નાનો શો સંસાર."

       "સારું. તારી પારું તારી રાહ જોશે."






પણ.....

        પારુલ ની એ રાહ જાણે લંબાતી ગઈ ને 2 વર્ષ થઈ ગયા જીતેન ને મુંબઇ ગયે. ના એના સમાચાર આવ્યા કે  ના એ આવ્યો.. એને નંબર પણ ત્યાં જઈ બદલી નાખ્યો.... પારુલ એ સમયમાં એટલું રડી. એતો ફક્ત એ કાળમીંઢી રાતો જ જાણતી હશે..........


              ########################



                 બંને  વર્ષો પછી મળ્યા. એ જવાની ને આજ વૃધ્ધતાના પડ લાગી ગયેલા. ચહેરો એનો એ જ. બસ કરચલીઓ નું મંડાણ થયેલું ચહેરા પર. આંખે મોતિયા આવી ગયેલા. ને વાળ સફેદ થયી ગયેલા. 

                બંને ની આંખો માં અઢળક સવાલો હતા......પણ કોઈ કાઈ બોલી શક્યું નહીં. બસ નજરો જ મળી શકી......

               રોજ બંને બસ એક બીજા ને જોઈ રહેતા. કોઈ વાત  કરવાની  હિમ્મત નહોતું કરતું. 


                એક દિવસ પારુલ એ જ હિમ્મત કરી ને એના રૂમ માં ગઈ... દરવાજો જરા આડો કરેલો. તો એણે ખટખટાવ્યો.
જીતેન ગુમસુમ આકાશ ને તાકી રહેલો ને વિચારે ચડેલો. અવાજ થવાથી એના વિચારો ને બ્રેક વાગી. નજર દરવાજા સામે મંડાઇ. પારુલ ને જોઈ ને આશ્ચર્ય પામ્યો. 

                 "અંદર આવ" એકદમ ધીમા અવાજે બોલ્યો. પારુલ અંદર આવીને ખુરશી પર બેઠી. જીતેન પણ સામે પલંગ પર જઇ બેઠો. 
    
                  " તો mr. જીતેન તમે અહીંયા.. ? તમે તો મુંબઇ હતા ને. " પારુલ એ વાત ની શરૂઆત કરતા પૂછ્યું. " નસીબ મારા કે હું અહીંયા છું આજ. કદાચ ભગવાન મને વર્ષો પહેલા કરેલા ગુના ની સજા આપતો હશે. મારા દીકરા ને વહુ મારી સેવા ચાકરી કરવા તૈયાર નહોતા. એમને સુગ ચડતી.મને જોઈ ને. એટલે એ મને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો."જીતેન દર્દભર્યા અવાજે બોલ્યો.. પારુલ એને થોડી વાર માટે જોઈ રહી. પછી કહે"તો તારી પત્ની શીલા ક્યાં છે?" "એ 2 વર્ષ પહેલાં જ......" આગળ બોલી ના શક્યો . " સમજી શકું છું." પારુલ સહાનુભૂતિ દર્શાવતા બોલી. 

                     " એ બધી વાત છોડ. તું અહીંયા વૃદ્ધાશ્રમમાં સુ કરે છે.મેં સાંભળેલું તે એક મોટા ઉદ્યોગપતિ સાથે લગ્ન કરેલા. તે ક્યાં છે.?" પારુલ ને જાણે આ સવાલ ની અપેક્ષા જ નહોતી. એના ચહેરા પર દર્દ છવાઈ ગયું.......





                       ધીરે રહી ને એ બોલી." જીત, મેં લગ્ન જ નથી કર્યા.શાળા માં જ એટલી વ્યસ્ત થયી ગયેલી કે પછી......."

                      "  કે પછી.. સુ પારું.?" જીતેન પ્રશ્નાર્થ નજરે જોતા બોલ્યો.

                     પારુલ જાણે રડી જ પડી. " તને ભુલાવવું અશક્ય હતું મારા માટે .....હા. જીત તને ભુલાવવું મારા માટે અશક્ય હતું. મેં એવી તે સુ ભૂલ કરેલી કે તું મને છોડી ને જતો રહ્યો. મેં તો તને  સાચો પ્રેમ જ કરેલો ને. તારા આગળ મારુ દિલ ખોલી દીધું. મારી બધી વાત તને કરતી. મારા જીવન નો એક મહત્વ પૂર્ણ હિસ્સો માનતી હતી. ચલ એતો સમજ્યા કે તું ગયો પણ મને કારણ તો કહેવું હતું......તે તો ત્યાં જઈ નંબર જ બદલી નાખ્યો. તને કોઈ આઇડિયા પણ છે કે હું કેટલું તડપી છું. કેટલું રડી છું. રોજ દિવસ તો નીકળી જતો. પણ રાત નું સુ કરતી. આ રાતો મને રોજ ખાવા દોડતી. આ એકલતા જાણે મને અંદર થી ભરખી જતી. રોજ એ યાદો નું પુરાવર્તન થતું. આપણે વિતાવેલ એ અદભુત સમય. રોજ મને યાદ આવતો. પણ એ મને ક્યારેય ખુશ ના કરી શક્યો. હમેશા મને દુઃખ આપ્યું. ... "

                    "  પારું મને માફ કરી દે. મને ખબર છે મને બધી જ ખબર છે તારા પર સુ વીતી હશે.મને એ વાત નો પસ્તાવો પણ છે. હા મેં ત્યાં જઈ ને નંબર બદલી નાખેલો. કારણ કે મને મજબૂર કરવા માં આવેલો. પારું. હું પણ તને ખૂબ પ્રેમ કરતો હતો.મેં  મારા માતાપિતાને આપણા વિસે વાત કરેલી પણ મારા માતા પિતા ને તું પસંદ નહોતી. મેં એમની વિરુદ્ધ જઈ તારી સાથે લગ્ન કરવાની વાત  કરી. તો એમણે મને પોતે આપઘાત કરી લેશે. એમ કહ્યું. હું એમની વિરુદ્ધ ના જઈ શક્યો..... ત્યાં મુંબઇ  જઈને થોડા જ સમય માં નંબર બદલી નાખ્યો. ને બસ આખો દિવસ કામ માં જ વ્યસ્ત રહેવા લાગ્યો.થોડા સમય માં જ મારી મુલાકાત કંપની ના બોસ ની દીકરી શીલા સાથે થઈ. એ પણ બિલકુલ વર્તન ને સ્વભાવ થઈ તારા જેવી જ. ના જાણે ક્યારે એને મારી સાથે પ્રેમ થઈ ગયો. શીલાએ એક દિવસ મને લગ્ન નો પ્રસ્તાવ મુક્યો. મારુ મન શરૂઆત માં તો થોડું હીંચકીચાયું. પણ પછી છેલ્લે થયું કે શાયદ મારા આ પગલાં થી તું મને નફરત કરવા લાગીશ.ને મને ભૂલવુ તારા માટે સહેલું થશે. ને મેં એની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ એક દીકરો પણ થયો. તને ખબર છે આપણે વિચારેલું કે આપણે દીકરો થશે તો આપણે એનું નામ પારસ રાખીશું. તો મે મારા દીકરા નું નામ પારસ રાખ્યું. કદાચ એ રીતે તારી યાદ મને આવતી રહે. ને મને યાદ રહે કે મેં તારી સાથે કેટલું ખોટું કર્યું...." આટલું બોલતા સુધી માતો જીતેન ને શ્વાસ  ચડી ગયો. ટેબલ પર રાખેલા ગ્લાસ માંથી થોડું પાણી પીધું.ને બોલ્યો.... 
 " પણ...... પણ. . હું ખોટો નીકળ્યો. તું મને ભુલાવી જ ના શકી. તે લગ્ન પણ ના કર્યા. કેમ પારું..? "



                      " જીત , એક સ્ત્રી નું હૃદય ખૂબ જ કોમળ હોય છે. જો તમે એને તમે નિઃસ્વાર્થ ભાવે  પ્રેમ કરો તો એ તમને સામે એનાથી પણ ઘણો વધારે પ્રેમ આપશે. સાથે સાથે જો એટલું જ માન ને વિશ્વાસ આપશો. તો એ તમને પોતાનું સર્વસ્વ આપી દેશે. પોતાનું આંખું જીવન તમારા નામે કરી દેશે. પણ જો આ વિશ્વાસ જે ખૂબ મહત્વનો છે જે એક વાર તૂટ્યો તો એ ક્યારેય સહન નહીં કરી શકે. તમારી કિંમત જ નહીં રહે એની સામે. મેં તો તને નિસ્વાર્થ  પ્રેમ કરેલો જીત ક્યારેય કોઈ અપેક્ષા ન રાખી.પણ હું તને નફરત ક્યારેય ન કરી શકી. કદાચ એ નફરત કરતા મારો તારી તરફ નો પ્રેમ મોટો હતો.....એ પ્રેમ ના લીધે જ હું મારા હૃદય માં કોઈ ને જગ્યા ન આપી શકી. કે ના કોઈ ની થયી શકી. ને લગ્ન પણ ના કર્યા....." પારુલ બોલી.


                આટલું બોલતી એ જીત સામું જોઈ રહી. એના ચહેરા પર પશ્ચાતાપ સ્પષ્ટ ઝળકતો હતો. ને એક સંતોષ પણ દેખાતો હતો કે જાણે બધા જ જવાબ મળી ગયા.........


                   આટલું બોલ્યા પછી એ ઉભી થયી જવા  લાગી.... પણ જીતેન એ એનો હાથ પકડ્યો ને બોલ્યો કે "તો પછી તું અહીંયા કેમ?" 


                 "રીટાયર થયા પછી પેન્શન આવતું એનાથી ઘર ચાલી જતું.. તારા ગયા ના 10 વર્ષ પછી મમ્મી -પપ્પા રોડ એકસિડેન્ટમાં મૃત્યુ પામ્યા.હમણાં હમણાં થી કામ નહોતું થતું. બહુ બીમાર રહેતી આ ડાયાબિટીસ ને લીધે. તો મારા પાડોશી ભાઈ મને અહીંયા લઇ આવ્યા....."
આટલું કહી એ નીકળવા જતી હતી તો  જીતેન એ ફરી થી એનો હાથ પકડ્યો.



                 " શુ આપણે ફરીથી સાથે ના થઇ શકીએ.." જીત બોલ્યો.પારુલ પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. "જો પારું, આપણે ભલે સાથે ના ઝીંદગી વિતાવી શક્યાં. પણ રહ્યા સહ્યા આ વર્ષો તો સાથે ગુઝારી શકીએ ને. કદાચ તને પણ હું મારો આ થોડો પ્રેમ આપી શકું. તને થોડો મદદ કરી શકું.  તારો થોડોક પ્રેમ પણ મને મળશે ને આ ઘડપણ માં તો હું શાંતિ થી મ...."પારુલ ને હોઠ પર હાથ મૂકી દીધો.      "બસ હવે બસ ..બહુ થયું. બહુ બોલ્યો. હવે ચૂપ થયી જા..ને મૌન ને સમજ.......... આટલું કહી પારુલ એ આંખો ઢાળી દીધી ને તેના ગળે વળગી પડી.. જાણે મુક સંમતિ આપી દીધી. બન્ને ના ચહેરા પણ સંતોષ ભરી મુસ્કાન હતી. જાણે હવે ક્યારેય જુદા નહિ થાય...........

              

        
                 બંને એક બીજા ના આત્મસાથી બની રહ્યા.





                વૃદ્ધાશ્રમ રેડિયો માં એ બંને ના મિલન ને વધાવતું  એક ગીત  ગુંજી રહ્યું.     


'જબ કોઈ બાત બીગડ જાએ,

જબ કોઈ મુશ્કિલ પડ જાયે.
 
તુમ દેના સાથ મેરા.... ઓ હમનવા..'






                          સંપૂર્ણ...


         


                                                   -પ્રાચી પટેલ  'ચીકુ'