હજી તો બસ બેડ માં આડો પડ્યો કે તરત જ મોબાઈલ સાથેની માથાકૂટ ચાલું કરી. થોડી જ વાર માં લાગ્યું કે, કેટલાય થાક થી આંખો પોતાની જ પાપણો નો ભાર નથી ઉપાડી સકતી, એની જાતે બંધ થઈ જતી આંખો જાણે કૅમેરાના શટરની જેમ વર્તવાં લાગી, હાથને પણ એને જાણે અશક્ત કરી દીધા હોય એમ હાથ માં રહેલો મારો મોબાઇલ પણ હાથ માથી પડવા લાગ્યો. કેમ જાણે એ પણ હવે મને આરામ કરવાની સલાહ ન આપી સકતા હોયને મારી જ વિરુદ્ધ બળવો કરી ને, મારી જ મરજી વિરુદ્ધ નું એ કામ કરી રહ્યા હોય. મે પણ છેવટે થાકી, હારી ને શરણાગતિ સ્વીકારી લીધી અને તરત જ સૂઈ ગયો. આંખો એ પાપણો ન ઢળતી મૂકી દીધી અને એક ઊંડા શ્વાસ ના અનુભવ સાથે જાણે હું પણ નિંદ્રાધીન થઈ ગયો.
હજી તો માત્ર થોડીક જ ક્ષણો વીતી હસે ત્યાં જ લાગ્યું કે સવાર થયું. સવાર પણ એવી જાણે મે ક્યારેય પહેલા ના જોઈ હોઇ એવી. જોતાં ની સાથે જ જાણે મંત્રમુગ્ધ થઈ ને બસ જોઈ જ રહેવાનું મન થાય. બંને આંખે એ દ્રશ્ય ને કાયમ માટે સ્મૃતિપટ પર સાચવી ને રાખવાનું મન થાય. ધીમી આચ્છી રોશની, જાણે સુરજ હજી પોતાન પૂર્ણ સ્વરૂપમાં ન આવ્યો હોય એવું લાગતું હતું. આછાં એવા અજવાળામાં, કોયલનો મીઠો ટહુકાર અને મીઠીશી જીણી જાલર સાથે ક્યાય આરતીનો ધીમો એવો અવાજ સાંભળતો હતો. મારા રૂમની બાલ્કની માથી જ્યારે એ બહારનું દ્રશ્ય જોયું તો લાગ્યું ક જાણે ધીમે ધીમે કોઈ નગર નો રાજવી પોતાની અલમસ્ત અદા સાથે નગર ફરવા નિકડ્યો હોય ને એના લલાટ પર તેજ ચમકી ન જોનારાંની આંખોને આંજતું હોય, ધીમી સવારની લેહરાતી પવનની લહેર એના વાળ ની લટો ને ઉડાડતી હોય એ રીતે, સુરજ પણ પોતાનાં તેજ થી પૃથ્વીને પાવન કરવા નીકળી રહ્યો હતો. પહેલું કિરણ પડતાની સાથેજ બાલ્કનીમાં રહેલા ગુલાબનાં ફૂલ જાણે રાતનાં થાકને ખંખેરીને, આળસ મરડતા હોય એમ નાનકડી કોમળ કળી માથી એક સુંદર પુખ્તવયની યુવતીની જેમ સોળે કળાએ ખીલી ઉઠ્યા. જેમ કોઈ ખાસ વ્યક્તિની રાહમાં બેઠેલાને એ વ્યક્તિ મળી જતાં જે આનંદ અને સંતુષ્ટિની અનુભૂતિ થાય એ રીતે પૃથ્વી આખી જાણે સુરજ નાં ઉગવાથી આનંદમયી બનીને જુમવા લાગી હતી.
હજી એ દ્રશ્યને હું પૂર્ણરીતે જોઉ એ પહેલાં જ આંખ ખૂલી ગઈ ને જોયું તો હજી પણ હું બેડમાં જ સૂતો હું મારી આંખોને ચોળતો હતો, પણ મનમાં હજી ક્યાય એ સ્વપ્ન ફરતું જ હતું. ઘડિયારમાં ટાઈમ જોયો તો હજી પણ સવારનો એ મોસૂજણો સમય જ હતો, મનમાં ને મનમાં એ સ્વ્પન વિષે વિચારતો બાલ્કની માં જઈ ને જોયું તો એજ સ્વપ્ન જાણે મારી સમક્ષ આબેહૂબ ભજવાઈ રહ્યું હોય એવું લાગ્યું. જોતાની સાથેજ એક અલગ જ આનંદની અનુભૂતિ થઈ અને મન સંપૂર્ણરીતે એ દ્રશ્યને જોવામાં તલ્લીન થઈ ગયું. તરત જ મનમાં વિચાર આવ્યો કે સવારનાં જોયેલા સ્વપ્નાંઑ સાચાં થાય છે એ ઘણીવાર સાંભળ્યુ હતું પણ આજે જાતે મહેસુસ પણ કરી લીધું.
કહેવાનો તાત્પર્ય માત્ર એટલો જ છે કે અહી વાત માત્ર એક સપનાની નથી, વાત પોતાની ખુશીની પણ છે. જેટલી ખુશી એ એક સ્વપ્ન માત્રથી મળી શકે, એના થી પણ વધારે ખુશી, એ સ્વપ્ન જેના પૂરા થયા એને મળી હશે, જે રીતે મે રાત્રે સ્વપ્નમાં જોયેલી સવારથી મને મળી. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આવી કેટલીય સવારનાં સપનાઓને સેવીને બેઠો છે. પરતું નિરાશ અને હતાશા ને બદલે એને પૂર્ કરવા પાછળ મેહનત કરવી કેમકે કોઈ માટે આવી સવાર આવતા વાર નથી લાગતી તો કોય માટે થોડી મોડી પણ નવી સૂનહેરી સવાર આવે છે જરૂર.