Double Murder - 8 in Gujarati Crime Stories by Dhruv vyas books and stories PDF | ડબલ મર્ડર - ૮

Featured Books
Categories
Share

ડબલ મર્ડર - ૮

નવ્યા એ પોતાની વાત આગળ વધારતા કહ્યું”મેં મારા દીકરાના ભવિષ્ય માટે જ આવું કર્યું કેમ કે જો હું એને ન મારત તો એ અમને બંને મા-દીકરાને રસ્તા પર લાવી દેત અને આ પરિસ્થી  પાર્થિવના ભવિષ્ય માટે ખુબજ વિકટ રહેત આથી મારી ઈચ્છા ન હોવા છતાં પણ આ પગલું ભરવું પડ્યું.” ત્યાર બાદ નવ્ય એ પાણીના ગ્લાસ માંથી પાણી પી અને પોતાની વાત આગળ વધારી “થોડા સમય પહેલા મને જાણવા મળ્યું કે સંકેતે પોતાના વસિયતનામા માં ફેરફાર કરાવ્યો હતો. તેણે પોતાની મિલકતમાંથી પાર્થિવ નું નામ હટાવી અને કોઈ રચિત નું નામ ઉમેર્યું હતું. ત્યાર બાદ મને આ વાત ની ખબર છે એવી જાણ સંકેત ને ન થાય એટલા માટે મેં તેની સાથે આ બાબત ની કોઈ ચર્ચા ન કરી.તથા એક પ્રાઇવેટ ડિટેકટીવ ને સંકેત નો પીછો કરવાનું કામ સોપ્યું.થોડા દિવસ ની તપાસ પછી મને ડિટેકટીવ દ્વારા જાણવા મળ્યું કે સંકેત દરરોજ સાંજે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી એક એડ્રેસ પર રહેતો હતો. ઘરે અગિયાર વાગ્યા આસપાસ  આવતો અને હું પૂછું ત્યારે કહેતો કે ઓફિસમાં કામ વધારે હોવાથી ઘરે આવવામાં મોડું થાય છે. તે પછી મેં તપાસ કરાવી તો મને જાણવા મળ્યું કે એ ઓફિસેથી તો રોજ સાંજે સાત વાગ્યે નીકળી અને મહિમા નામની એક સ્ત્રી ને મળવા જતો હતો. એ મહિમા બીજું કોઈ નહિ પણ સંકેત ની પહેલી પત્ની હતી.અમારા લગ્ન પહેલા સંકેતે મહિમા સાથે લગ્ન કરી લીધેલ હતા પણ તે મહિમાને પોતાના માતા પિતા સામે લાવી અને તેમને નારાજ કરવા માંગતો ન હતો. કારણ કે આ સંજોગોમાં મારા સસરા એટલે કે સંકેત ના પિતા તેનાતી નારાજ થઇ જાય અને પોતાની સંપતી માંથી તેનું નામ કાઢી નાખે. અને આ કારણે તેણે આ બધી સંપતી થી હાથ ધોવા પડે.તેણે મહિમા સાથે લગ્ન કરી અને તેણે એક અલગ મકાન લઇ આપ્યું અને તે તેની સાથે સમય પસાર કરવા ઓફિસેથી વહેલો નીકળી અને તેને ત્યાં જતો અને રાતે મોડો ઘરે આવતો.આપ ને આમ થોડા સમય પછી મારા લગ્ન ની વાત તેની સાથે ચાલી અને તે પિતાની વાત માની અને મારી સાથે લગ્ન કરી લીધા અને લગ્ન ત્રણ વર્ષ બાદ અમારે ત્યાં પાર્થિવ નો જન્મ થયો ત્યારે પિતાજી એ પોતાની બધી સંપતી સંકેતના નામે કરી અને વારસદાર તરીકે પાર્થિવનું નામ લખાવ્યું હતું. અને હવે એ વસીયતનામા માં ફેરફાર કરી અને પાર્થિવની જગ્યાએ રચિત ને પોતાનો વારસદાર બનાવવા માંગતો હતો.

આ વાત સાંભળી બધાની આંખો આશ્ચર્ય થી પહોળા થઇ ગઈ અને સંકેત ના માતા-પિતા ની હાલત તો એવી થઇ ગઈ હતી કે તેની બાજુમાં ઉભેલા સબ ઇન્સ્પેકટર મોહિતે જો તેણે ટેકો ન આપ્યો હોત તો તે પડી જાત.

નાવ્યાએ થોડા વિરામ બાદ પોતાની વાત આગળ વધારતા કહ્યું “આ વાત ની જાણ થતા મારા મગજ મા એક વિચાર આવ્યો જેથી સંકેતને મારી પણ શકું અને સંપતી માંથી પાર્થિવ નો હક્ક પણ ન જતો રહે આથી મેં સંકેતના એડવોકેટ મી.રમણ વોરા ને રૂપિયાની લાલચ આપી અને ફરીથી વસીયતના વારસદાર તરીકે રચિત ની જગ્યાએ પાર્થિવનું નામ લખવા નું જણાવ્યું અને તે કાગળને બીજા લીગલ કાગળો વચ્ચે મૂકી અને સહી કરાવી લેવા કહ્યું.ત્યારબાદ એક મહિના પછી અમારી મેરેજ એનીવર્સરી આવતી હતી અને મને ખબર હતી કે આ દિવસ સંકેત મારી સાથેજ પસાર કરે છે.  આ વાત ને ધ્યાન મા લઇ અને મેં એક યોજના બનાવી જેમાં એનીવર્સરી ના ચાર-પાંચ દિવસ અગાઉ હું મારા ભાઈ ને ત્યાં થોડા દિવસ રહેવા માંગું છુ, એમ જણાવી હું અને પાર્થિવ ત્યાં જવા રવાના થયા એનીવર્સરી ના આગળ ના દિવસે સંકેત નો ફોન આવ્યો અને કાલ નો દિવસ સાથે પસાર કરવાની વાત કહી. આવતી કાલે સવારે એ મારી બસસ્ટેન્ડ પર રાહ જોશે એમ જણાવ્યું. હું વહેલી સવારે મારા ભાઈ ની ત્યાંથી જૂની સહેલીઓ સાથે શોપિંગ, મુવી અને લંચ કરવાના બહાને ત્યાંથી નીકળી અને ચર્ચગેટે આવી જ્યાં સંકેતે પહેલેથી જ મારી રાહ જોતો હતો. પછી અમે આખો દિવસ સાથે પસાર કર્યો અને રાત્રે મારી યોજના પ્રમાણે હોટેલ મા ડીનર કરી અને હું પરત મારા ભાઈ ને ત્યાં ચાલી ગઈ અને સંકેતના મૃત્યુ ના સમાચાર ની રાહ જોતી રહી. પરંતુ જયારે મને ખબર પડી કે તેનું ખૂન કોઈકે ચાકુ નો હુમલો કરી અને મોતને ઘાટ ઉતારેલ છે. એ વાત જાણી અને મને નવાઈ લાગી પરંતુ પછી મને લાગ્યું કે બધું જેમ ચાલે છે તેમ ચાલવા દઉ તો પોલીસ એ ખૂનીને જ પકડશે અને હું બચી જઈશ. “થોડી વાર રોકાઈ ફરી વાત આગળ વધારી “ મારી તેની સાથે કોઈ દુશ્મનાવટ ન હતી પણ મને મારા દીકરાનાં ભવિષ્ય માટે જ આ પગલું ભર્યું છે. આમ કહી અને નાવ્યા એ પોતાની વાત પૂરી કરી અને રડવા લાગી.
 “ તમે જે કઈ પણ કર્યું એ પોતાના દીકરા માટે કર્યું પણ એ માટે બીજા ઘણા બધા રસ્તાઓ હતા તમે એનો પણ ઉપયોગ કરી શકત. તમે સંકેત સાથે વાત કરીને પણ આ સમસ્યાઓ હલ કરી શકત. પણ તમે આ માટે એક ખૂન કરી અને કાયદા ને હાથમા લઇ લીધો છે. માટે આની સજા તો તમને થઇ ને જ રહેશે “ વેદ એક ખૂનીને તો આપને જોઈ લીધો પરંતુ હવે એક એવા ખૂનીઓ વિષે જાણી લઈએ કે જેણે સંકેતના મૃતદેહ પર ચાકુઓથી વાર કરી અને તેનું મૃત્યુ કર્યું છે. જે દિવસે એક AC મિકેનિક AC રીપેરીંગ કરવા માટે આવ્યો હતો. વાસ્તવમાં એ AC મિકેનિક હતો જ નહિ તેણે બહુ ચાલાકીથી AC મિકેનિક ની જગ્યા લઇ અને એ ચાકુ તથા રૂમમાં આવ્યા માટેની જગ્યા ની વ્યવસ્થા કરી હતી.

ક્રમશ.....

આપનો રિવ્યૂ જરૂર થી જણાવજો