vaibhav-nirali ni anokhi kahani - 13 in Gujarati Love Stories by Parekh Meera books and stories PDF | વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 13

Featured Books
Categories
Share

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 13

     

તારે જવું જ હતુ મારા સપના તોડી ને તો ફરી તુ આવ્યો જ કેમ.....????

તારે જવું જ હતુ મને વચ્ચે એકલી મુકી ને તો હવે સાથ આપવા ફરી આવ્યો જ કેમ....????

તારે જવું જ હતુ બેવફા બની ને તો હવે વફા નિભાવવા આવ્યો જ કેમ...?????

તારે જવું જ હતુ મને નફરત કરવા તો હવે પ્રેમ જતાવવા આવ્યો જ કેમ....????

( આગળ ના ભાગ મા જોયું કે વૈભવ અને વિશ્વા વચ્ચે ખૂબ મોટો ઝઘડો થાય છે જેનાં લીધે બન્ને અલગ થઇ જાય છે અને વૈભવ અને વિશ્વા ને બન્ને ને ઘર ના લોકો સમજાવે છે પણ એ કાંઇ બન્ને હવે સાથે રેહવા તૈયાર જ નથી હોતા અને વૈભવ ને ખ્યાલ આવે છે કે જે જગ્યા એણે નિરાલી ને આપી છે એ કોઈ લઇ શકે એમ નથી અને નિરાલી જ એની જીંદગી મા ખૂબ મહત્વ ધરાવે છે એવું એને સમજાય છે અને બન્ને અચાનક જ એક જગ્યા એ ભેગા થાય છે વૈભવ નિરાલી સાથે વાત કરવાની કોશિશ કરે છે હવે આગળ)

વૈભવ: નિરાલી કેમ છે તુ....????

નિરાલી:(અચાનક જ વૈભવ ને જોતાં ભૂતકાળ મા સરી પડે છે અને સમય નું ભાન થતા જ ધીમે થી બોલે છે) જીવું છું એ જ કાફી છે

વૈભવ: મને ખબર છે તે મારા પ્રેમ માટે મરવાની કોશિશ કરી હતી એમ એટલે જ પૂછું છું કેમ છે....????

નિરાલી: તારા પ્રેમ માટે નહીં મારી ભુલ માટે મે મરવાની કોશિશ કરી હતી અને પૂછવાનો હક પોતાના માણસો ને હોય પારકા ને નહીં અને હુ અજાણ્યા સાથે વાત પણ નથી કરતી માટે હુ જાઉં છું આવજો. (નિરાલી દોડી ને જતી રહે છે)

વૈભવ:( સાદ પાડતા પાડતા થોડુ દોડે છે) ઊભી તો રહે નીરૂ મને એક મોકો નહીં આપે હુ પણ તને જ પ્રેમ કરુ છું પણ હુ મારા પ્રેમ ને ન સમજી શક્યો બકા મને માફ કરી દે ને પ્લીઝ

( આમ બોલતાં બોલતાં એ બેસી જાય છે અને રડવા લાગે છે પણ નિરાલી તો કાઈ જ સાંભળતી નથી અને જતી રહે છે અને વૈભવ રડતો રહે છે. નિરાલી ઘરે આવે છે ત્યારે એનાં મમ્મી પપ્પા એને બોલાવે છે)

નિરાલી નાં પપ્પા: આવ ને બેટા બેસ થોડી વાર અમારી સાથે મૂડ ફ્રેશ થઈ ગ્યો તારો....????

નિરાલી: (સ્વસ્થ થતા) હા પપ્પા મારો મૂડ તો બહું મસ્ત થઇ ગ્યો છે અને બોલો ને શુ વાત કરવી છે

નિરાલી નાં પપ્પા: મતલબ મારે કામ હોય તો જ દિકરી ની સાથે બેસવાનું એમ ને....????

નિરાલી: અરે એવું હોતું હશે પપ્પા તમારી દિકરી છું મારી પર તો મારો જ હક છે પેહલા ચલો ચલો કાંઇક મસ્ત વાત કરો

નિરાલી ના મમ્મી( મજાક કરતા) તમારાં બાપ દિકરી ની વાત પુરી થઈ ગઇ હોય તો હુ કાંઇક બોલું....?????

નિરાલી: (મમ્મી ને હેરાન કરતા) હા મને લાગ્યું જ કે તુ બોલી કેમ નહીં..???? બોલ બોલ તુ જ બાકી હતી

નિરાલી નાં પપ્પા:(હસતા હસતા) બેટા એને બોલ્યા વગર ચાલે જ નહીં પહેલે થી એનું આવુ જ છે.

નિરાલી નાં મમ્મી: (ગુસ્સો કરતા) દિકરી સામે આવુ બોલો છો શરમ કરો કાંઇક અને જે વાત કરવાની છે એ કરો ને

નિરાલી:(હસતા હસતા) હા બોલો ને પપ્પા

નિરાલી નાં પપ્પા: બેટા આપણે તુ જે હોસ્પિટલ મા હતી ત્યાં એક ડૉક્ટર હતાં જે તારો કેસ હેન્ડલ કરતા હતાં યાદ છે...????

નિરાલી(વિચારી ને) હા યાદ છે મારી ઉમર ના જ લાગતા હતાં એ ને...???

નિરાલી નાં પપ્પા: હા બેટા એ જ એ કેવા લાગે છે તને....????

નિરાલી: કેમ આવુ પૂછો છો...????

નિરાલી નાં મમ્મી: પુરી વાત કરો ને તમે એટલે એ સમજી જશે

નિરાલી નાં પપ્પા: હા બેટા એમા એવું છે કે એ ડૉક્ટર ને તે કેમ ફિનાઈલ પીધું હતુ એ ખબર પડી ગઇ હતી અને એણે તારા પ્રેમ ની કદર કરી એવો પહેલો માણસ જોયો મે એણે તને તારા ભૂતકાળ સાથે સ્વીકારવાની વાત કરી હતી મને ત્યારે

નિરાલી: શુ નામ છે પપ્પા ડૉક્ટર નું...???? અને તમે એને પુછ્યું હતુ કે એણે સામે થી જ કહ્યુ....?????

નિરાલી ના પપ્પા: ડો.નીરવ કોઠારી નામ છે એનું અને ના બેટા મે કાઈ વાત નથી કરી એણે જ મને સામે થી કહ્યુ હતુ અને એણે જ કહ્યુ હતુ તમે નિરાલી સાથે વાત કરી ને મને જણાવજો હુ એની હા કે ના જે હશે તે સ્વીકારવા તૈયાર છું.

નિરાલી: પપ્પા તમને શુ લાગે છે એ છોકરો કેવો છે

નિરાલી નાં પપ્પા: બેટા અમે તને ગમે  તો જ વાત આગળ વધારીએ તુ કે એમ કરવાનું છે

નિરાલી: પપ્પા તમે કહો એમ જ કરવાનું છે તમને ગમે તો એમને બોલાવી લેજો એક વાર મે ભુલ કરી છોકરો પસંદ કરી ને હવે એ જ ભુલ મારે બીજી વાર નથી કરવી હુ જાઉ છું સુવા મને ઉંઘ આવે છે.

( આમ કહી નિરાલી રૂમ મા જાય છે અને પછી ખૂબ રડે છે સુતા સુતા કે હે ભગવાન આ શુ કર્યું તે આજે હજુ વૈભવ સાથે સરખો ઝઘડો ભી ન કર્યો અને મેરેજ માટે છોકરો પણ મોકલી દીધો હવે શુ કરવું તુ જ કાંઈક રસ્તો બતાવ ભગવાન મને રડતા રડતા એ સુઈ જાય છે.)

                                         ( સમાપ્ત)

નિરાલી શુ વૈભવ ને હજુ પ્રેમ કરે છે.....???????

નિરાલી વૈભવ ને માફ કરી દેશે.....???????

નિરાલી ડો. નીરવ ને હા પાડશે કે ના....??????

( આ દરેક સવાલ ના જવાબ જાણવા વાંચતા રહો વૈભવ-નિરાલી ની અનોખી કહાની-14 અને અપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં)